મુંબઇ એરપોર્ટ પર એક એર હોસ્ટેસની સોનાની દાણચોરીમાં ધરપકડ કરવામાં આવી છે. આરોપી એર હોસ્ટેસ દુબઇથી મુંબઇ પહોંચી હતી. તેની બેગમાંથી લગભગ ચાર કિગ્રી સોનું મળી આવ્યું છે. જપ્ત કરાયેલા સોનાની બજાર કિંમત એક કરોડ રૂપિયા છે. એર હોસ્ટેસે સોનાને બેગની અંદર આંતરવસ્ત્રોની વચ્ચે રાખ્યું હતું. અધિકારીઓએ જણાવ્યું હતું કે, દુબઇથી એક ખાનગી વિમાન શનિવારે મુંબઇ એરપોર્ટ પર પહોંચ્યું હતું. એર હોસ્ટેસ ગેરકાયદે રીતે સોનાને બેગમાં મૂકીને દાણચોરીનો પ્રયાસ કરી રહી હતી. જો કે શંકા જતા અધિકારીઓએ તેને પકડીને પૂછપરછ શરૂ કરી હતી. અધિકારીઓના જણાવ્યા મુજબ, બેગની તપાસ દરમિયાન આંતરવસ્ત્રોની અંદર સોનું મળી આવ્યું હતું. ત્યારબાદ અધિકારીઓએ એર હોસ્ટેસની ધરપકડ…
કવિ: Satya Day News
લખપત તાલુકાના દરિયાઈ વિસ્તારના હરામીનાળામાં પાકિસ્તાનીઓની ઘુસણખોરી તો અગાઉ થઇ ચૂકી હતી પરંતુ, આ વખતે પાકિસ્તાન તરફથી આવેલા તીડના ઝૂંડે લખપત અને આસપાસના ખેડૂતો માટે સમસ્યા પેદા કરી દીધી છે.લખપતના અનેક ગામોના ખેતર- વાડીઓમાં તીડ જોવા મળી રહ્યાં છે. બપોરથી શરૂ થયેલા આક્રમણમાં રાત સુધીમાં હજારો લાખોની સંખ્યામાં તીડના ઝુંડ પહોંચી આવે છે. અચાનક હજારોની સંખ્યામાં તીડનું આક્રમણ આ સૂકા મુલક પર થયું છે. તીડના ટોળાં ઉત્તર-ઇશાન ખૂણાથી રણ પાર કરીને લખપતના દરિયાઇ રણ વિસ્તારના ગામડાઓમાં પહોંચ્યા છે, ત્યારે તેને જોઇ ખેડૂતોમાં ફફડાટ ફેલાયો છે. ખેડૂતોને ડર લાગી રહ્યો છે કે મોઢામાં આવેલો કોળિયો છીનવાઇ જશે. પણ ગુનાઉ વિસ્તારમાં તો…
ટેલિવૂડની જાણીતી સ્ટાર મૌની રોય અક્ષય કુમાર અને જોન એબ્રાહમની એક્ટ્રેસ બન્યા બાદ હવે ‘મેઇડ ઇન ચાઇના’માં રાજકુમાર રાવના અપોઝિટમાં જોવા મળશે. અમારી સાથેની વાતચીતમાં તેણે તેની આ ફિલ્મ, તેના લુક અને તેના મુશ્કેલ સમય વિશે વાત કરી હતી. તમે બંગાળી છો અને તમે ‘મેઇડ ઇન ચાઇના’માં ગુજરાતી ગર્લનો રોલ પ્લે કર્યો છે? તમારા માટે એ કૅરૅક્ટર પ્લે કરવું કેટલું મુશ્કેલ હતું? બોલવાની વાત તો દૂર રહી એક ગુજરાતી ગર્લ તરીકેનો લુક મેળવવો એ સૌથી મોટી ચેલેન્જ હતી. મારો દેખાવ, ખાસ કરીને આંખો ઘણા ખરા અંશે બંગાળી છે. મારા કોશ્ચ્યૂમ ડિઝાઇનર માટે મારો ગુજરાતી લુક તૈયાર કરવો મુશ્કેલ હતો. હું…
ઉત્તરાખંડના રુદ્રપ્રયાગ જીલ્લામાં ડૂંગરનો ભાગ ધસી પડવાની દુર્ઘટનામાં આઠ લોકોના મોત થયા છે. આ દુર્ઘટના ચંડિકાધારમાં બની હતી. સ્થાનિક પોલીસના જણાવ્યા મુજબ ઘટના મોડી રાત્રે બની હતી. જેમાં ડૂંગરનો ઉપરનો ભાગ ધસી પડતા તેની ઝપેટમાં ત્રણ વાહન આવ્યા હતા. જાણકારી મુજબ આ દુર્ઘટના એટલી ગંભીર હતી કે, ધસી આવેલી જમીન અને તેના કાટમાળ સાથે વાહનો 500 મીટર ઊંડી ખીણમાં પટકાયા હતા. જેના કારણે તેમાં સવાર લોકો પૈકી પાંચ લોકો ઘટનાસ્થળે જ દટાઇને મૃત્યુ પામ્યા હતા. જ્યારે અન્ય ત્રણે ગંભીર ઇજાઓ હોવાના કારણે સારવાર દરમિયાન દમ તોડ્યો હતો. જીલ્લા અધિકારીના જણાવ્યા મુજબ બચાવ-રાહતની કામગીરી દરમિયાન ચાર મૃતદેહ કાટમાળમાંથી બહાર કાઠવામાં આવ્યા…
ઘણી વખત સોશ્યલ મિડીયા પર એવી ઘટનાઓ સામે આવે છે કે તેને વાંચીને લોકો હેરાન થઈ જાય છે. ત્યારે આવીજ એક ઘટના સામે આવી છે જેને માનવજાતને શર્મસાર કરી છે. જેમાં એક 9 મહિનાની બિલાડી સાથે વાંરવાર દુષ્કર્મ આચરવામાં આવ્યું છે. આ બિલાડીની હાલત એટલી કથળી છે કે તે વ્યસ્થિત રીતે ઉભી કે બેસી પણ નથી શક્તી. ત્યારે અહીંની પોલીસ the woking cat rapistની જોરશોરથી તપાસ કરી રહી છે. ત્યારે આ મામલે prevention of crurlty to animalsનાં અધિકારીઓ તો સ્તબ્ધ રહી ગયા છે અને એક નિવેદનમાં જણાવ્યું કે કોઈ જાનવર સાથે આવી ક્રૂરતા ક્યારેય જોઈ નથી. અધિકારીઓનાં જણાવ્યા મુજબ આ…
સીઝફાયર કરીને અવળચંડાઈ કરનારા પાકિસ્તાનને ભારતીય સેનાએ જડબાતોડ જવાબ આપ્યો છે. જેમાં 25 થી વધુ આતંકીઓ અને પાકિસ્તાની જવાનો માર્યા ગયા છે.. ત્યારે ભારતીય સેનાની કાબિલ-એ-તારીફ આ કાર્યવાહીના પગલે સુરતના યુવાનોમાં પણ ઉત્સાહ જોવા મળી રહ્યો છે. પાકિસ્તાનને જડબાતોડ જવાબ આપી આતંકવાદને જડમૂળથી નાબૂદ કરવાની માંગ યુવાઓએ કરી છે. સુરતના યુવાઓએ ભારતીય સેનાના સમર્થમાં નારેબાજી કરી હતી. જ્યાંરે પાકિસ્તાન સામે ભારે સૂત્રોચ્ચાર કરી ઉગ્ર રોષ ઠાલવ્યો હતો.
અમેરિકાની ઍથ્લેટિક ક્લોથિંગ બ્રાન્ડ ‘ધ્વનિ’એ ન્યૂ યોર્ક માં પ્રેસિડન્ટ ડોનાલ્ડ ટ્રમ્પના આપત્તિજનક હોર્ડિંગ લગાવ્યા છે. આ હોર્ડિંગમાં એક મોડલ ટ્રમ્પના મોઢાને કચડતી દેખાઈ રહી છે અને ટ્રમ્પ જમીન પર પડેલા દેખાઈ રહ્યા છે. હોર્ડિંગમાં ટ્રમ્પનો ચહેરો તે બૂમો પાડી રહ્યા હોય તેવો બતાવ્યો છે. આ કંપનીએ તેના ઓફિશિયલ ટ્વિટર અકાઉન્ટ પર ટ્રમ્પ સાથે મોડલના બીજા પણ ઘણા આપત્તિજનક ફોટા શેર કર્યા છે. ન્યૂ યોર્ક ટાઈમ્સ સ્કવેર પર 30 ફૂટની ઊંચાઈ પર લાગેલા પોસ્ટરમાં મોડલને એથ્લીટના રૂપે બતાવી છે. આ બિલબોર્ડ જોઈને ટ્રમ્પના દીકરા જુનિયર ડોનાલ્ડ ટ્રમ્પે શુક્રવારે એક ટ્વીટ કર્યું હતું. તેણે ન્યૂ યોર્ક ટાઈમ્સ મીડિયાને કહ્યું કે, આ બિલબોર્ડ…
આ અઠવાડિયે 21-22 ઓક્ટોબરે પુષ્ય નક્ષત્ર અને દિવાળીના શુભ સંયોગમાં ખરીદી ચરમસીમાએ પહોંચી જશે. દિવાળી પર્વ નિમિત્તે ઘરેણાં, કપડાં, લાઈટિંગ, મીઠાઈ, ફટાકડા, રિયલ એસ્ટેટ, ઘર સજાવટ અને ઓટો વગેરે ક્ષેત્રમાં માંગ વધવાની શરૂઆત થશે. કોન્ફેડરેશન ઓફ ઑલ ઈન્ડિયા ટ્રેડર્સ (કેટ)ના મહાસચિવ પ્રવીણ ખંડેલવાલ કહે છે કે દેશભરમાં દર વર્ષે આશરે રૂ. 45 લાખ કરોડનો વેપાર થાય છે. દશેરાથી દિવાળી સુધીના વીસ દિવસમાં રૂ. પાંચથી છ લાખ કરોડનો વેપાર થવાનું અનુમાન છે. જોકે, ગયા વર્ષની તુલનામાં આ વર્ષે વેપાર થોડો ઓછો છે, પરંતુ આજથી દિવાળીની ખરીદી ઝડપથી વધશે. અમને આશા છે કે, સારો વેપાર થશે. ક્ષય તૃતિયા અને દિવાળી એક સાથે…
દવાઓ પાછળ આપણો ખર્ચ વધી રહ્યો છે. ડાયાબિટીસ, હૃદય અને પેટના રોગો દવાઓ પર આપણે વાર્ષિક લગભગ 46 હજાર કરોડ રૂપિયાનો ખર્ચ કરી રહ્યાં છીએ. ઓલ ઇન્ડિયા ઓરિજિન કેમિસ્ટ એન્ડ ડિસ્ટ્રીબ્યુટર્સ લિમિટેડ (એઆઈઓસીડી) અનુસાર ગત 12 મહિનામાં દેશમાં અલગ અલગ બીમારીઓથી પીડિત દર્દીઓએ એક લાખ 46 હજાર કરોડ રૂપિયાથી વધુની દવાઓ ખાધી છે. સૌથી વધુ 13 ટકા રકમ એન્ટીબાયોટિક્સ પર ખર્ચાઈ રહી છે. એન્ટીબાયોટિક્સ દવાઓ પર 18 હજાર 414 કરોડ રૂપિયા ખર્ચ કરાઈ રહ્યો છે. ઈન્ડિયન કાઉન્સિલ ઓફ મેડિકલ રિસર્ચ(આઈસીએમઆર) અનુસાર દેશમાં સૌથી વધુ 6.5 કરોડ દર્દી ડાયાબિટીસના છે. તે પછી 5.53 કરોડ દર્દી રેસ્પેરેટ્રીના, 5.5 કરોડ હૃદય રોગી અને…
વીવોના લોકપ્રિય સ્માર્ટફોન Vivo v17 Proની કિંમતમાં ઘટાડો કરવામાં આવ્યો છે. કંપનીએ આ ફોન ગયા મહિને સપ્ટેમ્બરમાં લોન્ચ કર્યો હતો. તે સમયે તેના 8GB + 128GB સ્ટોરેજ વેરિઅન્ટની કિંમત 29,990 રૂપિયા રાખવામાં આવી હતી, પરંતુ કિંમત ઘટાડા પછી તે ફક્ત 27,990 રૂપિયામાં ખરીદી શકાય છે. મુંબઇના રિટેલર મહેશ ટેલિકોમે ટ્વીટ કર્યું છે કે હવે Vivo V17 Pro સસ્તામાં 2 હજાર રૂપિયામાં ખરીદી શકાય છે. કહેવામાં આવ્યું હતું કે આ સ્માર્ટફોન Midnight Ocean અને Glacier Ice કલર વિકલ્પોમાં ઉપલબ્ધ છે. જોકે, વિવોએ તેની કિંમતમાં ઘટાડા અંગે કોઈ સત્તાવાર માહિતી આપી નથી. આ ફોનની નવી કિંમત ફ્લિપકાર્ટ અને એમેઝોન બંને પર જોઈ…