વડા પ્રધાન નરેન્દ્ર મોદી આ માસની આખરે સાઉદી અરેબિયાની મુલાકાતે જશે એવી માહિતી મળી હતી. જો કે આ અંગે હજુ સરકાર કક્ષાએ કોઇ સત્તાવાર જાહેરાત કરવામાં આવી નથી. તાજેતરમાં ગાંધી જયંતીના દિવસે બીજી ઓક્ટોબરે રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર અજિત ડોભાલ સાઉદી અરેબિયાની મુલાકાતે જઇ આવ્યા. તેમણે જમ્મુ કશ્મીરને ખાસ દરજ્જો આપતી 370મી કલમ કયાં કારણોથી ભારત સરકારે રદ કરી એ બાબત પ્રિન્સ મુહમ્મદ બિન સલમાન સાથે વિગતવાર ચર્ચા કરી હતી. ઉપરાંત બીજા પણ દ્વિપક્ષી મુદ્દાઓ ચર્ચાયા હતા. પાકિસ્તાન પણ પહોંચ્યું હતું પ્રિન્સ પાસે અત્રે એ યાદ રહે કે પાકિસ્તાનના વડા પ્રધાન ઇમરાન ખાને પણ સાઉદી અરેબિયાની મુલાકાત લઇને પ્રિન્સ મુહમ્મદ બિન…
કવિ: Satya Day News
જેરેડે પોતાની પત્નીને ખુશ કરવા માટે મેટરનિટી ફોટોશૂટ કરાવ્યું છે, તેણે આ ફોટોગ્રાફી એકલાએ જ કરાવ્યું. જેરેડ અમેરિકાના Kentucky માં રહે છે, તેની પત્ની કેલ્સી બ્રેવર માતા બનવાની છે. જેરેડની પત્ની તેને મેટરનિટી ફોટોશૂટ માટે ખૂબજ ઉત્સાહિત હતી પરંતુ ડૉક્ટરે તેને બેડ રેસ્ટ કરવાનું કહ્યું. ત્યારબાદ જેરેડે પત્નીને ખુશ કરવા માટે જાતે જ ફોટોશૂટ કરાવ્યું. કેલ્સીએ ફેસબુક પર જેરેડની તસવીરો પોસ્ટ કરી છે, આ તસવીરો કેલ્સીની બહેન કિયાના સ્મિથરે લીધી છે. પહેલાં આ ફોટોશૂટ વિશે કેલ્સીને કઈં જ ખબર નહોંતી, જ્યારે તેણે ફોટોઝ જોયા તો ખુશીથી તેની આંખમાં આંસુ આવી ગયાં.
ચોક બજાર ખાતે ગઈકાલે સાંજે દિવાળીની ખરીદી કરીને આવતી વખતે મોપેડને બાઈક ચાલકે ટક્કર મારતા નીચે પડી ગયેલા દંપતીને નાની મોટી ઈજા થતા સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડાયા હતા. પોલીસ સૂત્રો પાસેથી મળેલી વિગત મુજબ મૂળ વડોદરાના છાણીના વતની અને હાલમાં ચોક બજારના વેડ રોડ બહુચર નગર પાસે દ્વારકાધીશ એપાર્ટમેન્ટમાં રહેતા 53 વર્ષીય ઠાકોરભાઈ મગનભાઈ શ્રીમાળી મહાનગર પાલિકામાં ફરજ બજાવે છે. ગઈકાલે સાંજે તે તેમની પત્ની કુસુમબેન સાથે મોપેડ પર દિવાળીની ખરીદી કરવા ચોકબજારના પંડોળ ખાતે કાપડની દુકાનમાં ગયા હતા ત્યાંથી પરત ફરતી વખતે વેડ રોડ પંડોળના ગેટ નંબર બે પાસે પૂરપાટ હંકારતા મોટરસાયકલ ચાલક મોપેડને ટક્કર મારી ભાગી ગયો હતો.…
સુરતના વેસુ વીઆઈપી રોડ ખાતે આવેલ GSTની ઓફિસમાં જઈ ગત બપોરે પોતાની ઓળખ દિલ્હીના સેન્ટ્રલ વિજિલન્સ ડિપાર્ટમેન્ટના ડેપ્યુટી ડાયરેક્ટર વિજિલન્સ તરીકે આપી તપાસ માટે આવ્યો છું તેમ કહી રોફ જમાવનાર વાપીના યુવાનને શંકાને આધારે ઝડપી ઉમરા પોલીસને હવાલે કરાયો હતો. વાપીના યુવાને જીએસટી કચેરીમાં પોતાના નામનું કાર્ડ પણ આપ્યું હતું. પોલીસે તે અંગે તપાસ કરતાં દિલ્હીના કોઈ વ્યક્તિએ આપ્યો હોવાની તેણે કબૂલાત કરી હતી. પોલીસ સૂત્રો દ્વારા પ્રાપ્ત થતી વિગતો મુજબ સુરતના વેસુ વીઆઈપી રોડ ખાતે વ્હાઇટ હાઉસ બિલ્ડિંગના ચોથા માળે જીએસટીની ઓફિસ આવેલી છે. ગત બપોરે પોણા બે વાગ્યાના અરસામાં ડી.જી.જી.આઈ યુનિટની ઓફિસમાં એક યુવાન આવ્યો હતો અને પોતાની…
સુરતના સલાબતપુરા ખાંગડ શેરી ખાતે લેસપટ્ટીનો વેપાર કરતા પરવત પાટીયાના યુવાન પાસેથી રૂ.6.56 લાખનો લેસપટ્ટીનો માલ ખરીદી કોલકત્તાના પિતા-પુત્રએ પેમેન્ટ કર્યું ન હતું. પોલીસ સુત્રો દ્વારા પ્રાપ્ત થતી વિગતો મુજબ સુરતના પરવત પાટીયા ભક્તિધામ સામે માનસરોવર હાઈટ્સ 102માં રહેતા 25 વર્ષીય મહેન્દ્રભાઈ ગુલાબચંદ્ર પોખરાના સલાબતપુરા બારડોલી પીઠા રોડ ખાંગડ શેરી દુકાન નં.1/1881માં કાવ્યા ટ્રેડર્સના નામે લેસપટ્ટીનો વેપાર કરે છે. પ.બંગાળના કોલકત્તા ખાતે ખંગારપટ્ટી પંડિત પુરૂષોત્તમ રોયલ સ્ટ્રીટ ખાતે લક્ષ્મી ટ્રેડર્સના નામે વેપાર કરતા સંજયભાઈ ધાગા અને તેમના પુત્ર ચિરાગે શરૂઆતમાં લેસપટ્ટીનો માલ મંગાવી સમયસર પેમેન્ટ કરી વિશ્વાસ કેળવ્યો હતો. બાદમાં પિતા-પુત્રએ 23 જુલાઈ 2015થી 28 જાન્યુઆરી 2016 દરમિયાન મંગાવેલા રૂ.6,55,870ની…
વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશનના આરોગ્ય ખાતાની ખોરાક શાખાના ફૂડ સેફ્ટી ઓફિસરોની ટીમોએ દશેરાના તહેવારને ધ્યાનમાં રાખીને મીઠાઇ ફરસાણની દુકાન ઉપર જઈને ખાસ તો ફાફડા જલેબી અને તે બનાવવા વપરાતા કાચા માલનું ચેકિંગ કરીને નમૂના લીધા હતા. શહેરના માંજલપુર વારસીયા સયાજીગંજ કડક બજાર અને માર્કેટ ચાર રસ્તા પરની 28 ફરસાણ મીઠાઈની દુકાન તપાસ હાથ ધરી હતી. જોકે દુકાનદારે દુકાનમાં સ્વચ્છતા રાખી છે કે કેમ તેનું પણ ચેકિંગ કર્યું હતું જેમાં 6 દુકાનદારને સ્વચ્છતાની નોટિસ ફટકારી હતી. આ ઉપરાંત ફાફડા જલેબી તેમજ બીજી વસ્તુઓના 17 નમુના લઈ તપાસ માટે લેબોરેટરીમાં મોકલી આપ્યા હતા. તૈયાર બનેલા ફાફડા બે અને જલેબીના ચાર નમૂના લીધા હતા.…
કોંગ્રેસના હરિયાણાના પૂર્વ અધ્યક્ષ અશોક તંવરે પાર્ટીમાંથી રાજીનામુ આપી દીધુ છે. આ મામલે ટ્વિટ કરીને તેમણે જાણકારી આપી હતી.અશોક તંવર પાર્ટીમાં ટિકિટની વહેંચણીથી નારાજ હતા.તેમણે કોંગ્રેસની નેતાગીરી પર હરિયાણામાં પાર્ટીની ટિકિટો વેચવામાં આવી હોવાના આરોપ પણ લગાવ્યા હતા. તંવરે કહ્યુ હતુ કે, પાર્ટી કાર્યકરો સાથે લાંબી વિચારણા બાદ મેં પાર્ટીના પ્રાથમિક સભ્યપદેથી રાજીનામુ આપવાનુ નક્કી કર્યુ છે.મારા રાજીનામાના કારણ અંગે કોંગ્રેસ પાર્ટી અને લોકો સારી રીતે જાણે છે. તંવરે આ પહેલા કહ્યુ હતુ કે, પાર્ટીમાં જુના લોકોને નજરઅંદાજ કરીને નવા લોકોને ટિકિટ આપવામાં આવી રહી છે.તંવરે એમ પણ કહ્યુ હતુ કે, સોહના વિધાનસભા ટિકિટ પાંચ કરોડ રુપિયામાં વેચવામાં આવી છે.…
ભાજપના સ્ટાર પ્રચારક નિભાસ સરકારએ ગુરુવારે બપોરે નાદીયા જિલ્લાના રાણાઘાટમાં આત્મહત્યા કરી હતી. 2019 ની લોકસભાની ચૂંટણીમાં ભાજપ માટે પ્રચાર કરતી વખતે ભગવાન હનુમાન તરીકેની તેમની તસવીરો સામે આવી હતી. નિભાસ સરકાર રાષ્ટ્રીય સ્વયં સેવક (આરએસએસ) ના કાર્યકર અને જાત્રા આર્ટિસ્ટ પણ હતા.ભાજપના પશ્ચિમ બંગાળ એકમના અધ્યક્ષ દિલીપ ઘોષે લોકસભાની ચૂંટણી 2019 દરમિયાન રાણાઘાટમાં ભાજપ માટે ચૂંટણી પ્રચાર કરી રહ્યો હોવાનો એક ફોટો ટ્વિટર પર મૂક્યો હતો, ત્યારબાદ તે સોશિયલ મીડિયા પર ખૂબ પ્રખ્યાત બન્યા હતા. બાગુલાના વિભાગીય અધ્યક્ષ તપસ ઘોષને નિભાસ સરકારના ભાઈ દ્વારા તેમના મૃત્યુની જાણ થઈ. તપસ ઘોષ કહે છે, ‘ગુરુવારે બપોરે નિભાસ ઘરે બાથરૂમમાં ગયો હતો.…
ભૂમિ પેડનેકર બુસાનમાં ‘ફેસ ઓફ એશિયા’ અવોર્ડ જીતનારી પ્રથમ ઇન્ડિયન એક્ટ્રેસ બની છે. તેને આ અવોર્ડ શુક્રવારે મોદી સાંજે મળ્યો હતો. ભૂમિ 24મા બુસાન ફિલ્મ ફેસ્ટિવલમાં ‘ડોલી કિટ્ટી અને વો ચમકતે સિતારે’ માટે ગઈ હતી. આ ફિલ્મ ત્યાંની કોમ્પિટિશન કેટેગરીમાં છે. ભૂમિએ કહ્યું કે, આ મારી પ્રથમ જીત છે. ભૂમિને આ અવોર્ડ કોરિયાની પ્રોમિનન્ટ ફેશન મેગેઝિને આપ્યો છે. આ ફિલ્મ ફેસ્ટિવલમાં આશરે 150 મેકર્સ હાજર રહ્યા હતા. અવોર્ડ એક્સેપ્ટ કરીને ભૂમિએ કહ્યું કે હું શોક થઈ ગઈ છું. આ મારી પ્રથમ આંતરરાષ્ટ્રીય જીત છે. મને તેની પર ગર્વ છે. આ જીત મારા દિલને અડી ગઈ છે. ભૂમિ તેની ટીમની સાથે…
પ્રત્યર્પણ કાયદાના પ્રસ્તાવ અંગે હોંગકોંગમાં પ્રદર્શન કરી રહેલા લોકોએ ફ્રોગ માસ્ક પહેરીને વેપારી અને સાર્વજનિક સંસ્થાઓ સહિત ઘણા રેલવે સ્ટેશનો પર તોડફોડ કરી હતી. જેના કારણે શનિવારે હોંગકોંગમાં રેલવે સેવા પૂરી રીતે બંધ કરી દેવાઈ હતી. સરકાર પોતાની શક્તિઓનો ઉપયોગ કરવા અને નકાબ પર પ્રતિબંધ લગાવવા અંગે વિચારણા કરી રહી છે. જેના વિરોધમાં હજારો લોકોએ નકાબ પહેરીને વિરોધ પ્રદર્શન કર્યું હતું. 1લી ઓક્ટોબરે ચીને કોમ્યુનિસ્ટ સરકારની 70મી વર્ષગાંઠ દરમિયાન ભવ્ય કાર્યક્રમ કર્યો હતો. આ દરમિયાન પોલીસની ગોળીથી એક 18 વર્ષીય પ્રદર્શનકારીનું મોત થઈ ગયું હતું. ત્યારબાદથી આ પ્રદર્શને હિંસક સ્વરૂપ ધારણ કર્યું હતું. લોકો રસ્તા પર ઉતરી ગયા હતા અને…