કવિ: Satya Day News

Satya Media Group was founded on 25th January 2005 with a vision to be a pioneer in Gujarati Media Fraternity to cater to news which are original and authentic along with the fearless voice of Gujarati People. We are an unbiased and most acclaimed media house. Satya Day has been Leading Gujarati News Portal since 2005.

વરાછા માતાવાડી વિસ્તારના જવાહરનગરમાં પોલીસે દરોડા પાડી 5 મહિલા સહિત 8 જણાને જુગાર રમતા ઝડપી પાડી તેમની પાસેથી રોકડા રૂા. 28,700 નો મુદ્દામાલ કબ્જે લીધો હતો. વરાછા પોલીસને બાતમી મળી હતી કે માતાવાડી વિસ્તારની જવાહરનગર સોસાયટીના ઘર નંબર 204 ના બીજા માળે મહિલા અને પુરૂષો જુગાર રમી રહ્યા છે. આ બાતમીના આધારે પોલીસે જવાહરનગરના ઘર નંબર 204 ના બીજા માળે દરોડા પાડયા હતા. જયાંથી જુગાર રમતા લાભુબેન પ્રફુલ સોલંકી (રહે. જનતાનગર સોસાયટી, વરાછા), અસ્મીત કિશોર ગોસ્વામી (રહે. સંતોષ સોસાયટી, મારૂતિ ચોક, વરાછા), અંકિત ભાણાભાઇ બાંભણીયા (રહે. લક્ષ્મીનગર સોસાયટી, સરથાણા), બાજુબેન ઉર્ફે મનિષા અજય બાંભણીયા (રહે. શ્યામવિલા સોસાયટી, કામરેજ ચાર રસ્તા),…

Read More

દેશના સૌથી મોટા રાજ્ય ઉત્તરપ્રદેશમાં પણ આસામની જેમ એનઆરસી લાગુ કરવાની કવાયત શરુ થઈ ગઈ છે. યુપી પોલીસે તમામ જિલ્લાઓમાં બાંગ્લાદેશીઓને શોધી કાઢવા માટે અભિયાન શરુ કર્યુ છે.તેની સાથે સાથે રોહિંગ્યા મુસ્લિમોની પણ ભાળ મેળવવામાં આવશે. યોગી આદિત્યનાથ યુપીમાં એનઆરસી(નેશનલ રજિસ્ટર ઓફ સિટિઝન)લાગુ કરવા માટેની ઈચ્છા વ્યક્ત કરી ચુક્યા છે. જોકે આખી કવાયતમાં મુશ્કેલી એ છે કે, ગેરકાયદેસર બાંગ્લાદેશીઓને પકડી લેવાયા બાદ તેમને ડિપોર્ટ કરવાની કાર્યવાહી કરાય છે ત્યારે બાંગ્લાદેશ આવા ઘૂસણખોરોને સ્વીકારવાની ના પાડી દે છે. યુપીમાં 10 લાખ બાંગ્લાદેશીઓ ગેરકાયદેસર રીતે વસવાટ કરી રહયા હોવાનો અંદાજ છે.પશ્ચિમી યુપીમાં નોએડા, ગાઝિયાબાદ, મેરઠ, સહારનપુર અને બુલંદ શહેર તેમનો અડ્ડો બની ગયા…

Read More

રાજકોટમાં ક્રિષ્ના વોટર પાર્કમાં પોલીસની દારૂની મહેફીલ બાદ રાજકોટ પોલીસ હરકતમાં આવી છે. આજે ત્રીજા દિવસે પણ દેશી દારૂના અડ્ડાઓ પર જનતાએ કંટાળીને સપાટો બોલાવ્યો હતો. રાજકોટ પોલીસે પણ અલગ અલગ ટીમો દ્વારા શહેરના વિવિધ વિસ્તારોમાં દેશી દારૂના અડ્ડાઓ પર મેગા ડ્રાઇવ હાથ ધરવામાં આવી છે. જેમાં હજારો લિટર દેશી દારૂ અને આથાનો સ્થળ પર નાશ કરવામાં આવ્યો હતો. શહેરના યુનિવર્સિટી રોડ પર ખરાબ રસ્તા અને દેશી દારૂના મુદ્દે લોકોમાં રોષ જોવા મળ્યો હતો. સોસાયટીની મહિલાઓએ વિરોધ કરી દારૂનું વેચાણ કરતા અડ્ડાઓ પર રેડ કરી હતી. જે.કે. ચોક નજીક જનતા રેડ પડતા દારૂનું વેચાણ કરતા લોકો ફરાર થઇ ગયા હતા.

Read More

સોશિયલ મીડિયા પર આલિયા ભટ્ટના કેટલાંક ફોટાઓ વાયરલ થઈ રહ્યા છે. આ ફોટોમાં તે એકદમ હોટ લાગી રહી છે. પીચ કલરના સુંદર ગાઉનમાં આલિયા એક પરી જેવી દેખાઈ રહી છે. હાલનાં દિવસોમાં તે ફિલ્મો સિવાય રણબીર કપૂર સાથે સંબંધોને લઈને પણ ચર્ચામાં છે. રણબીરની સાથે આલિયા પહેલીવાર મોટા પડદા પર ફિલ્મ બ્રહ્માસ્ત્રમાં સાથે નજરે આવવાની છે. આલિયાની આ ફોટો પર લોકોએ કોમેન્ટોનો મારો ચલાવ્યો છે. આ સિવાય કોઈ તે પિતા મહેશ ભટ્ટની ફિલ્મમાં પણ પહેલીવાર કામ કરવા જઈ રહી છે. મહેશ ભટ્ટની ફિલ્મ સડક 2માં આલિયા આદિત્ય કપૂરની સાથે દેખાશે એવા પણ એક સમાચાર છે. આ દિવસોમાં આલિયા રણબીર કપૂરની…

Read More

કેન્દ્ર સરકારના આયુષ્યમાન ભારત અંતર્ગત ભારતની સૌથી મોટી આરોગ્યલક્ષી પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના- PM-JAYના સફળતાપૂર્વક એક વર્ષ પૂર્ણ નિમિત્તે 23 સપ્ટે સોમવારના રોજ ગાંધીનગર ખાતે ‘આયુષ્યમાન ભારત દિવસ’ ની ઉજવણી કરવામાં આવશે. આ ઉજવણી સમારોહમાં નાયબ મુખ્યમંત્રીના હસ્તે કોમ્યુનીટી હેલ્થ ઓફિસરોને નિમણૂક પત્ર એનાયત, વિવિધ સંસ્થાઓનું સન્માન, સિવિલ હોસ્પિટલ અમદાવાદ ખાતેના ટ્રોમા સેન્ટરના થીયેટરોનું ઇ-તકતીથી લોકાર્પણ, 104 હેલ્થ હેલ્પલાઇન અને તે અંતર્ગત ‘સ્યુસાઇડ પ્રિવેન્શન’ની હેલ્પલાઇન અને લોગોનું અનાવરણ, સ્યુ સાઇડ પ્રિવેન્શન’ હેલ્થલાઇન પુસ્તકનું વિમોચન, ‘MY TECHO’નું લોકાર્પણ કરવામાં આવશે. લક્ષ્ય કાર્યક્રમ હેઠળ ઉત્કૃષ્ટ કામગીરી બદલ પી.કે.જનરલ હોસ્પિટલ-રાજકોટ તેમજ બારડોલી હોસ્પિટલને એવોર્ડ, 108 એમ્બ્યુલન્સ અને ખિલ ખિલાટ વાનને લીલી ઝંડી આપીને…

Read More

કોઇ ખોરાક કે અમુક દવાઓ (આયુર્વેદિક, એલોપથીક, હર્બલ કે હોમિયોપેથીકથી) તાત્કાલિક ભયંકર અસર (સીવીઅર રીએકશન) આવે અને મૃત્યુ થાય આવા દાખલા હમણાં ઘણા જોવા મળે છે.  આવી અસરને એનાફીલેકટીક શોક કહે છે જેમાં દવા કે ખોરાક લીધાને ૫ મિનિટની અંદર શ્વાસ ના લેવાય, બી.પી. એકદમ ઓછું થઇ જાય, વ્યકિત બેભાન થઇ જાય, શરીર ઠંડું પડી જાય અને મૃત્યુ થાય. ૧. અજાણ્યો ખોરાક કે પ્રવાહી લેશો નહીં. ૨. તમે કોઇપણ દવા લો તે પહેલાં તમારા ડોકટરને તમને દવાઓ કે કયા ખોરાકની એલર્જી છે તે ખાસ કહેશો. ૩. જાહેરાત ખૂબ કરેલી હોય તેવી દવાઓ પણ લેવાનું ટાળજો. ૪. તમારા રોગ માટે કોઇએ…

Read More

સુરત મહાનગર પાલિકાએ સુરત એરપોર્ટ તંત્ર પર લાલ આંખ કરી છે. તાજેતરમાં જ એએઆઈએ સુરત કસ્ટમ એરપોર્ટને પ્લાસ્ટિક ફ્રી જાહેર કર્યું છે. તેવામાં એસએમસીને ટર્મિનલ બિલ્ડિંગમાં પ્રતિબંધિત પ્લાસ્ટિક મળી આવતાં તેમણે એરપોર્ટને નોટીસ ફટકારી છે. ફક્ત આ એક જ બાબતે નહીં પણ પાલિકાએ અન્ય બાબતોને લઈને પણ એરપોર્ટને નોટીસ આપી છે. જેમાં ઓડબલ્યૂસી તેમજ ડસ્બીનની સુવિધા ન હોવી મુખ્ય બાબતો છે. સુરત મહાનગર પાલિકાનાં આરોગ્ય વિભાગે શુક્રવારે સુરત એરપોર્ટ તંત્રને નોટીસ પાઠવી છે. ફ્લાઇટમાંથી નીકળતાં સૂકા- ભીના કચરાને અલગ કરવાની કોઇ પણ પ્રકારની સુવિધા સુરત એરપોર્ટ પાસે નથી. આટલું જ નહીં ટર્મિનલ બિલ્ડિંગ, ટોઇલેટ, પાર્કિંગ સહિતની જગ્યા પર સૂકા અને…

Read More

ચીનની યાંગ્ત્જી નદીમાં એક રહસ્યમય કાળા કલરનું પ્રાણી તરતું જોવા મળ્યું, જેનો વીડિયો ચીનના સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર ખુબ વાયરલ થઈ રહ્યો છે. આ વીડિયો વાયરલ થયા બાદ ઘણો હંગામો મચી ગયો છે. મીડિયા અહેવાલ અનુસાર, પીઅર વીડિયોએ આ વીડિયો પોસ્ટ કર્યો છે, જેને 6 મિલિયન લોકોએ નિહાળ્યો છે. આ વીડિયો જોતાં જ લોકો ઘણા પ્રકારની વાતો કરી રહ્યા હતાં. સોશિયલ મીડિયા પર આ પ્રાણી જેવી દેખાતા રાક્ષસને ‘પાણીનો રાક્ષસ’ (Three Gorges Water Monster) કહી રહ્યા છે. હુબઈ પ્રાંતના થ્રી-જોર્જ ડેમમાં લહેરોની વચ્ચે આ પ્રાણી જોવા મળ્યું. કેટલાક લોકોએ અનુમાન લગાવ્યું કે, પ્રદૂષણમાં વૃદ્ધિ થવાના કારણે તેનો જન્મ થયો છે,…

Read More

માતાને વિશ્વભરમાં ભગવાનનો દરજ્જો આપવામાં આવે છે. પરંતુ અમેરિકાના મૈનેમાં એક માતાએ તેની નાની બાળકી સાથે જે કર્યું તે શરમજનક છે. કિમ્બર્લી નેલીગન નામની મહિલાને તેની પોતાની બાળકીની હત્યા બદલ પોલીસે ધરપકડ કરી છે. તેણીનું રડવાનું બંધ કરવા અને સૂવા માટે ઘણા દિવસોથી તેણીને હેરોઇનની નાની માત્રા આપતી હતી. બે મહિના સુધી ચાલતા બાળકીનું મોત નીપજ્યું હતું. સાક્ષીના નિવેદનના આધારે 33 વર્ષીય કિમ્બર્લીની ધરપકડ કરવામાં આવી છે. કિમ્બર્લી પર બાળકના જીવનને જોખમમાં મૂકવાનો અને ડ્રગનો ઉપયોગ કરવાનો આરોપ મૂકવામાં આવ્યો છે. તેને એક વર્ષની સજા અને 2000 ડોલરનો દંડ ફટકારવામાં આવ્યો છે. સુનાવણી માટે કોર્ટમાં જતાં મહિલાને તેની કૃત્યો અંગે…

Read More

ઇટાલીમાં હજારો વર્ષ પહેલાં દફનાવવામાં આવેલા મોડેનાના પ્રેમી તરીકે મળી આવેલા સ્કેલેટલ વિશે વૈજ્ઞાનિકોએ મોટો ખુલાસો કર્યો છે. તેમના કહેવા મુજબ, આ દંપતીનો હાથ પકડેલા હાડપિંજર જોયા પછી, જો તે પુરુષ અને સ્ત્રીને દેખાય છે, તો પણ એવું નથી. ઇટાલિયન વૈજ્ઞાનિકો અનુસાર, બંને હાડપિંજર ખરેખર બે માણસોના છે. 2009 માં, ઇટાલીના મોડેનામાં મળેલા ચોથી અને છઠ્ઠી સદીની વચ્ચે અવશેષો પછી તેમનું લિંગ શોધવાનું મુશ્કેલ હતું. બંને હાડપિંજર જોયા પછી, એવું અનુમાન કરવામાં આવી રહ્યું હતું કે બંને હાડપિંજર પુરુષ અને સ્ત્રીના હોઈ શકે છે. જો કે, બોલોગ્ના યુનિવર્સિટીના વૈજ્ઞાનિકોએ, બંને હાડપિંજરના દાંતની તપાસ કરતાં જાણવા મળ્યું છે કે તે બંને…

Read More