રશિયન મોડેલ વિક્ટોરિયા ઓડિન્ટકોવાએ ઈન્ટરનેટ પર ખલબલી મચાવી દીધી છે. કારણ કે તેના બોલ્ડ ફોટોશૂટ જાણે કે સોશિયલ મીડિયામાં એક તોફાન લઈને આવ્યું હોય એવું લાગી રહ્યું છે. તે બોલિવૂડની ઈશા ગુપ્તા સાથે પણ ખૂબ સમાનતા ધરાવે છે. મોડેલ વિક્ટોરિયા ઓડિન્ટકોવા બોલિવૂડની અભિનેત્રી ઈશા ગુપ્તા સાથે અસામાન્ય સામ્યતા રાખીને હેડલાઇન્સમાં બધાનું ધ્યાન ખેંચી રહી છે. ઇંસ્ટાગ્રામ પર 4 મિલિયનથી વધુ ફોલોઅર્સ ધરાવતી વિક્ટોરિયાએ ઘણા ફોટોશૂટમાં અદ્દલ ઈશા ગુપ્તાની જેમ જ પોઝ આપ્યાં છે. 2017માં જ્યારે તેણે દુબઈમાં 73-માળના કેયાન ટાવરની ટોચ પર ખતરનાક ફોટોશૂટ કરવાનો પ્રયાસ કર્યો હતો ત્યારે તેની ચર્ચા ચોતરફ થઈ રહી હતી. અહેવાલ મુજબ તેણીએ આ ફોટોશૂટ…
કવિ: Satya Day News
મોસ્કો: રશિયાના અબજોપતિ એન્ડ્રી સિમાનોવ્સકીએ જે સ્કૂલમાં અભ્યાસકર્યો હતો, તેની સંપૂર્ણ કાયાપલટ કરી દીધી છે. તેમણે સ્કૂલને રાજમહેલમાં ફેરવી દીધી છે. તેમની નવી સ્કૂલના ફોટોઝ સોશિયલ મીડિયા પર હાલ વાઇરલ થઈ રહ્યા છે. એન્ડ્રી ‘106 સેકન્ડરી’ સ્કૂલના પૂર્વ વિદ્યાર્થીની સાથે બિઝનેસમેન પણ છે. એન્ડ્રીએ સ્કૂલમાં માર્બલ અને સોનાની દીવાલો અને બાથરૂમમાં એડવાન્સ બેસિન લગાવ્યા છે. સ્કૂલની છત પર સોનના ઝુમ્મર જોઈને એવું લાગે છે કે, જાણે કોઈ સ્કૂલમાં નહીં પણ કોઈ પેલેસમાં ઊભા હોઈએ. એન્ડ્રી નાનપણથી પૈસાદાર બનવા માગતા હતા, તેમનું સપનું હતું કે તે પોતાની સ્કૂલને રાજમહેલની જેમ સજાવે અને જે તેમણે પૂરું કર્યું છે. સ્કૂલના મોટા ભાગમાં કામ પૂરું…
ચંદ્રયાન-૨નું લેન્ડિંગ મોડ્યુલ વિક્રમ શનિવારે વહેલી સવારે ચંદ્રની ધરતી પર સોફ્ટ લેન્ડિંગ કરવા તરફ આગળ વધી રહ્યું છે અને આ શ્વાસ થંભાવી દે તેવી ભારે કટોકટીભરી ક્ષણોની પ્રતીક્ષા ઇસરોના વૈજ્ઞાનિકો કરી રહ્યા છે.ચંદ્રની ધરતી પર આ વિક્રમ લેન્ડર સફળ ઉતરાણ કરશે તો ચંદ્રની ધરતી પર યાન ઉતારનાર ભારત ચોથો દેશ બનશે, અત્યાર સુધી રશિયા, અમેરિકા અને ચીન આ સિદ્ધિ મેળવી ચુક્યા છે. અને ચંદ્રના દક્ષિણ ધ્રુવની ધરતી પર યાન ઉતારનાર તો ભારત પ્રથમ દેશ હશે. અત્યાર સુધી વિશ્વના કોઇ દેશે પોતાનું યાન ચંદ્રના આ વિસ્તારમાં ઉતાર્યુ નથી. ચંદ્રયાન-૨માંથી છૂટું પડેલુ લેન્ડર હાલ ચંદ્રની આજુબાજુની જે ભ્રમણકક્ષામાં છે ચંદ્રની સપાટીથી માત્ર…
ગુજરાત પર આવેલી લો પ્રેશન સિસ્ટમની અસર હેઠળ રાજયમાં હજુયે આગામી 24 કલાકમાં ભારે વરસાદની ચેતવણી આપવામાં આવી છે. જ્યારે આજે ગુરૂવારે સાંજે 6 વાગ્યા સુધીમાં રાજ્યમાં સૌરાષ્ટ્ર અને ઉત્તર ગુજરાતમાં 109 તાલુકામાં હળવાથી ભારે વરસાદ થયો છે. જેમાં ગીર સોમનાથમાં તાલાલામાં 6 ઈંચ વરસાદ થયો હતો. ખાસ કરીને આજે સાંજે અમદાવાદ સીટીમા વીજળીના કડાકા ભડાકા સાથે ભારે વરસાદ તૂટી પડયો હતો.જેના પગલે નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઈ જવા સાથે વાહનવ્યવહારમા પણ તકલીફ પડવા લાગી હતી. આ ઉપરાંત ગાંધીનગરમાં પણ ભારે વરસાદ થયો હતો.બનાસાકંઠાના દાંતામાં પણ 3.2 ટકા , લોધીકામાં 3.2 ટકા , પડધરીમાં 3 ઈંચ , જૂનાગઢના માંગરોળમાં 3 ઈંચ…
નવી દિલ્હી: ઈડીએ કોંગ્રેસના વરિષ્ઠ નેતા અહમદ પટેલના પુત્ર ફૈઝલ પટેલની ગુરુવારે પૂછપરછ કરી હતી. આ પૂછપરછ સ્ટર્લિંગ બાયોટેક સાથે સંકળાયેલા બેન્ક ગોટાળા અને મની લોન્ડરિંગ અંગે કરાઈ રહી છે. ચોથી વખત ફૈઝલની પૂછપરછ થઈ અધિકારીઓએ કહ્યું કે ફૈઝલને પૂછાયું હતું કે તેનો સ્ટર્લિંગ બાયોટેકના માલિક સાંડેસરા બંધુઓ સાથે પૈસાની આપ-લે અંગે શું સંબંધ છે. આ ચોથી વખત છે કે જ્યારે ફૈઝલની પૂછપરછ થઈ છે. એજન્સી અગાઉ ત્રણવાર તેની પૂછપરછ કરી ચૂકી છે. ફૈઝલની સાથે જ અહમદ પટેલના જમાઈ ઈરફાન સીદ્દીકીની પણ પૂછપરછ થઈ ચૂકી છે. ઉલ્લેખનીય છે કે સ્ટર્લિંગ બાયોટેક પર આંધ્ર બેન્કમાંથી 14,500 કરોડના લોન ગોટાળાનો આક્ષેપ છે. સાંડેસરા…
નરેન્દ્ર મોદી સરકારના બીજા કાર્યકાળના 100 દિવસ પૂરા થઈ રહ્યા છે. આ 100 દિવસોમાં વડા પ્રધાન નરેન્દ્ર મોદી તેમના પ્રિયજનોના હૃદયમાં છે, અને વિપક્ષના નિશાના પર છે. મોદી સરકારે આ સો દિવસમાં ઘણા મહત્વપૂર્ણ પગલા લીધા છે, પરંતુ સરકરા સમક્ષ અનેક પડકારો છે. જો તમે મોદી સરકાર દ્વારા લીધેલા નિર્ણયો પર નજર નાખો તો આવા ઘણા ઐતિહાસિક નિર્ણયો લેવામાં આવ્યા જેની અસર સમગ્ર દેશ અને દુનિયાને પડી છે. આ સિદ્ધિઓમાં કલમ-37૦, ત્રિપલ તલાક, માર્ગ સલામતી, આતંકવાદને કાબૂમાં રાખવી અને બેંકોના મર્જર જેવા ઘણા ઐતિહાસિક અને હિંમતવાન નિર્ણયો શામેલ છે. સાથે સાથે બીજી બાજુ મોદી 2.0 ની સરકારે મંદીના સંકેતોથી શરૂઆત…
આવનારા દિવસોમાં બની શકે કે તમારે પેમેન્ટ કરવા માટે કોઈ કાર્ડ અથવા રોકડ રકમની જરૂર નહીં પડે તમે તમારા હાથને સ્કેન કરીને પેમેન્ટ કરી શકશો. એક રિપોર્ટ્સ અનુસાર જાણવા મળ્યું છે કે એમેઝોન એક ટેસ્ટિંગ કરી રહ્યું છે. જેનાથી સ્ટોર પર સામાન ખરીદ્યા બાદ તમે બોયોમેટ્રીક ટેક્નોલોજીનો પ્રયોગ કરીને પેમેન્ટ કરી શકશો. માહિતી છે કે એમેઝોન તેના બધા ફૂડ્સ અને સુપર માર્કેટ સ્ટોર માટે આવતા વર્ષ સુધી લાગુ કરશે. આ સ્કેનિંગ ટેકનિક મોબાઈલ ફોન ફિંગર પ્રિન્ટ સ્કેનરથી અલગ હશે. તેના માટે ફિઝિકલી ટચ કરવું કરવાનું રહે હથેળીને દૂરથી જ સ્કેનિંગ કરીને પેમેન્ટ થઈ જશે. તેના માટે તમારી હથેળીઓને ડિટેલ સાથે…
અમરાઈવાડી વિસ્તારમાં મકાન થયું ધરાશય ફાયર વિભારની ટીમ ઘટના સ્થળે પહોંચી હતી. સાંકડી ગલી હોવાથી બચાવ કાર્યમાં થોડીક મુશ્કેલી થઈ રહી છે. ગઈકાલે રાત્રે અમદાવાદમાં વરસાદ ખાબક્યો હતો. ત્યારે તંત્રનાં ઉચ્ચ અઘિકારીઓ ઘટના સ્થળે પહોંચ્યા છે. ત્યારે કાટમાળમાંથી પાંચ વ્યકિતઓને બચાવીને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવી છે. મકાન ધરાશાયી થતા લોકોના ટોળા ઉમટી પડ્યા છે અને ભીડને કાબુમાં લેવા માટે પોલીસનો મોટો કાફલો ઘટના સ્થળે પહોંચ્યો છે.બચાવ કાર્ય યુદ્ધના ધોરણે હાથ ધરાયુ છે.આ મકાન ઘણા વર્ષો જુનુ બે માળ મકાન જર્જરિત હાલતમાં તૂટી પડ્યું છે. ત્યારે આ ઘટનનાને પગલે આજુબાજુનાં મકાનો તકેદારીના રૂપે ખાલી કરાયા છે.
સુરતના કતારગામમાં આવેલા ગોધાણી જેમ્સ નામની કંપનીએ વધુ 300 રત્નકલાકારોને છૂટા કર્યા છે. કંપનીના નિર્ણયને કારણે હીરાના કારીગરોમાં ભારે નારાજગી પ્રવર્તી રહી છે. છુટ્ટા કરાયેલા રત્નકલાકારો કતારગામના સ્પોર્ટ્સ ગ્રાઉન્ડમાં એકઠા થયાં હતા અને ત્યાર બાદ જિલ્લા કલેક્ટર કચેરી પહોંચી કલેક્ટરને લખિત રજૂઆત કરી હતી. કલેક્ટર આ મુદ્દે મધ્યસ્થી કરી રત્નકલાકારોના હિતમાં ઉકેલ લાવે તેવી માંગ સાથે ધરણા પર ઉતર્યા હતા. રત્નકલાકારોનું કહેવું છે કે તેમને કોઇ પણ લેખિત જાણ કર્યા વગર કંપની દ્વારા છુટા કરવામાં આવ્યા છે. જેના કારણે રત્નકલાકારોને ઘરખર્ચ, બાળકોના અભ્યાસ માટેની ફી, ઘરનું ભાડું સહિત અનેક સમસ્યા સર્જાઇ છે. મહત્વનું છે કે ગોધાણી જેમ્સે થોડા દિવસ પહેલા…
કાશ્મીર મુદ્દે દુનિયાભરમાં એકલુ પડી ગયેલુ પાકિસ્તાન ગમે તે ભોગે આ મામલો સળગતો રાખવા માંગે છે. પાકિસ્તાને હવે પીઓકેમાં ભારતની બોર્ડરને અડીને બાઘ અને કોટલી સેક્ટરમાં વધુ 2000 સૈનિકોની તૈનાતી કરી છે. ભારતીય સેનાના સૂત્રોના કહેવા પ્રમાણે આ સૈનિકોને બેરેકમાંથી નિકાળીને લાઈન ઓફ કન્ટ્રોલના 30 કિમીની અંદર તૈનાત કરાયા છે. ભારતીય સેના પાકિસ્તાનની દરેક હિલચાલ પર નજર રાખી રહી છે. લશ્કરે તોયબા અને જૈશ એ મહોમ્મ્દ જેવા આતંકી સંગઠનોએ મોટા પાયે આતંકવાદીઓની ભરતી શરૂ કરી છે ત્યારે જ પાકે સૈનિકોની તૈનાતી વધારી છે. સૂત્રોનુ કહેવુ છે કે, લદ્દાખ નજીકની પોતાની ચોકીઓ પર પણ પાક સેના મોટી સંખ્યામાં હથિયાર અને સૈન્ય…