સુપ્રિમ કોર્ટે ગુરુવારે પી.ચિદમ્બરમની અરજી પર સુનાવણી કરતી વખતે દિલ્હી હાઈકોર્ટના આદેશ સામે દાખલ આગોતરા જામીન અરજી ફગાવી દીધી હતી. કોર્ટે કહ્યું, પ્રારંભિક તબક્કે આગોતરા જામીનની મંજૂરીથી તપાસને વિપરીત અસર થઈ શકે છે. આગોતરા જામીન આપવા માટે આ સારો કેસ નથી. આર્થિક ગુનાઓ જુદા જુદા સ્તરે હોય છે અને તેની સાથે અલગ કાર્યવાહી કરવી જોઇએ. સુત્રોના જણાવ્યા અનુસાર જામીન અરજી નામંજૂર થયા બાદ ઇડી આજે ચિદમ્બરમની કોર્ટમાં અરજી દાખલ કરીને તેની કસ્ટડી મેળવી શકે છે. જે બાદ કોંગ્રેસના નેતાને તપાસ એજન્સીની કસ્ટડીમાં મોકલી શકાય છે. હાલ તે સીબીઆઈની કસ્ટડીમાં છે. જેની મુદત ગુરુવારે સમાપ્ત થઈ રહી છે. રાઉઝ એવન્યુ કોર્ટમાં…
કવિ: Satya Day News
કેન્દ્ર સરકાર દ્વારા મોટર વ્હીકલ એક્ટમાં સુધારો કરી ટ્રાફિક નિયમો કડક બનાવ્યા છે ,ત્યાં શહેરમાં એચએસઆરપી નંબર પ્લેટ માટે આરટીઓમાં લાઈનો લાગી હતી. આ વખતે આરટીઓમાં સર્વર બે કલાક સુધી બંધ થઈ જતા સેંકડો અરજદારો મોડી સાંજ સુધી નાણાં ભરવા માટે ઉભા રહ્યા હતા. આરટીઓ કચેરીમાં છેલ્લા બે દિવસથી લોકો એચએસઆરપી નંબર પ્લેટ લગાવવા માટે જુદી જુદી ઓળખાણો લાવીને તુરત કરી આપવા માટે માંગણી કરી રહ્યા હતા. બીજી તરફ અધિકારીઓ કેટલા વાહનોમાં એચએસઆરપી નંબર પ્લેટો લગાવવામાં આવી અને કેટલા વાહનોમાં હજુ બાકી સહિતનો ડેટા માંગી રહ્યા હતા. અમદાવાદ શહેરમાં ૧૯૯૬ થી અત્યાર સુધીમાં ૪૧ લાખ ૯૦ વાહનો આરટીઓમાં રજિસ્ટ્રેશન થયા…
દેશના ઓટો સેક્ટરમાં મંદી ચરમસીમા પર પહોંચી છે. દેશની સૌથી મોટી કાર ઉત્પાદક કંપની મારુતિ સુઝુકી ઇન્ડિયાએ હરિયાણામાં આવેલા ગુરુગ્રામ અને માનેસર ખાતેના પ્લાન્ટમાં બે દિવસ પ્રોડક્શન બંધ રાખવાનો નિર્ણય કર્યો છે. કંપની દ્વારા જારી કરાયેલા નિવેદનમાં જણાવવામાં આવ્યું હતું કે, ૭ અને ૯ સપ્ટેમ્બરના રોજ કંપનીના ગુરુગ્રામ અને માનેસર ખાતેના પ્લાન્ટમાં તમામ મેન્યુફેક્ચરિંગ ઓપરેશન અટકાવીને નો પ્રોડક્શન ડે પળાશે. ગુરુગ્રામ ખાતેના કંપનીના સૂત્રોએ જણાવ્યું હતું કે, ઉત્પાદન અને વેચાણમાં આવી ગયેલા તફાવતને દૂર કરવા માટે આ નિર્ણય લેવાયો છે. ઉત્પાદનના પ્રમાણમાં વેચાણ થઈ રહ્યું નથી તેથી કંપનીએ સ્ટોક ક્લિયરન્સ માટે બે દિવસ મેન્યુફેક્ચરિંગ ઓપરેશન્સ સ્થગિત કરવાનો નિર્ણય કર્યો છે.…
દેશની સૌથી મોટી ટેલિકોમ કંપની BSNL હવે 70થી 80 હજાર કર્મચારીઓને વોલન્ટરી રિટાયરમેન્ટ આપવાની તૈયારી કરી રહ્યું છે. મીડિયા રિપોર્ટ્સમાં જણાવ્યા અનુસાર કેન્દ્ર સરકારની મંજૂરી મળતાની સાથે જ આ કર્મચારીઓને આકર્ષક પેકેજ આપીને રીટાયર કરી દેવામાં આવશે. અંગ્રેજી બિઝનેસ સમાચાર પત્ર ઇકોનોમિક ટાઈમ્સને આપેલા ઇન્ટરવ્યૂમાં બીએસનેલના ચેરમેન પ્રવિણકુમાર પુરવારે કહ્યું હતું કે સરકારની મંજૂરી મળ્યા બાદ BSNL હવે 70થી 80 હજાર કર્મચારીઓને VRS અર્થાત વોલન્ટરી રિટાયરમેન્ટ આપવાની તૈયારી કરી રહ્યું છે. તેમણે જણાવ્યું હતું કે BSNL માં 60થી 70 હજાર કર્મચારી વીઆરએસ લે છે તો એક લાખ કર્મચારી રહી જશે. BSNL પર લગભગ 15000 કરોડ રૂપિયાનું દેવું છે. વીણાકુમારે પુરવાર કરીને કહ્યું હતું કે…
ગુજરાતમાં વરસાદની ભારે આગાહી બાદ દક્ષિણ ગુજરાતમાં મેઘરાજાએ માજા મૂકી છે. સુરત જિલ્લાના ઓલપાડ તાલુકામાં માત્ર બે કલાકમાં ચાર ઈંચ જેટલો વરસાદ ખાબક્યો હતો. જેનાં પગલે નીંચાણવાળા વિસ્તારમાં પાણી ભરાઈ ગયા છે. જ્યારે સુરત સિટીમાં પણ બે કલાકમાં 2 ઈંચ જેટલો વરસાદ પડ્યો હતો. જ્યારે સુરતના કૈલાસનગરમાં કદાવર વૃક્ષ ધરાશાયી થતાં ત્રણ કાર દટાઈ ગઈ હતી. સુરત જિલ્લાના ઓલપાડ તાલુકામાં 4 ઈંચ વરસાદથી જનજીવન અસ્તવ્યસ્ત બન્યું હતું. ઓલપાડ સાયણ રોડ પર પાણી ભરાયા હતા તો, ઓલપાડ હાથીસા રોડ પર પણ પાણી ભરાઈ ગયા હતા. ઓલપાડ, સાયણ સહિતના ગામોમાં નીંચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા હતા. ઓલપાડના મુખ્ય બજારમાં નીંચાણવાળા વિસ્તારમાં પાણી…
અમદાવાદ શહેરના અમરાઇવાડી વિસ્તારમાં એક મૂકબધીર યુવતી પર તે જ વિસ્તારમાં રહેતાં એક દિવ્યાંગ યુવકે લિફ્ટ આપવાને બહાને રામોલ રિંગરોડ પર દુષ્કર્મ આચરતાં ચકચાર મચી જવા પામી છે. માતા પિતા વગર પોતાની દાદી સાથે રહેતી મૂકબધીર યુવતી પોતાના ઘરેથી નીકળીને કાંકરિયા ફૂટબોલ ગ્રાઉન્ડ પર પહોંચી ગઇ હતી જ્યાં તેને આ યુવકે લિફ્ટ આપી દુષ્કર્મ આચર્યું હતું. આ મામલે પોલીસે આરોપી દિવ્યાંગ યુવકની ધરપકડ કરી લીધી છે. અમરાઇવાડી વિસ્તારમાં રહેતી ૭૦ વર્ષિય મહિલાએ મંગેશ ભારદ્વાજ (રહે શ્રીનાથનગર, અમરાઇવાડી) નામના વિકલાંગ યુવક વિરુદ્ધમાં બળાત્કારની ફરિયાદ કરી છે. ફરિયાદમાં કરેલા આક્ષેપ પ્રમાણે મહિલાની સાથે તેની ૨૩ વર્ષિય મૂક બધીર પૌત્રી રહે છે. તારીખ…
ગુજરાતમાં માવો કે મસાલાને કારણે અનેક લોકો કેન્સરનાં કારણે મોત નિપજ્યા છે. પણ આજે એક એવો કિસ્સો બન્યો છે કે જેમાં માવાને કારણે માવો ખાનાર નહીં પણ અન્ય કોઈ વ્યક્તિને જીવ ગુમાવવાનો વારો આવ્યો છે. વાત છે રાજકોટની. જ્યાં એક કારચાલકની માવાની પિચકારી એક યુવતીનાં મોતનું કારણ બની હતી. ચાલુ કારે માવો થૂંકતાં અકસ્માત સર્જાયો હતો. જેમાં યુવતીનું મોત નિપજ્યું હતું. રાજકોટના કુવાડવા રોડ ઉપર જુના જકાતનાકા પાસે બ્રહ્માકુમારીના દીદી પોતાની સ્કૂટર પર જઈ રહ્યા હતા. ત્યારે રસ્તામાં એક કારચાલકે ચાલુ કારે દરવાજો ખોલીને માવાની પિચકારી હતી. અચાનક કારચાલકે દરવાજો ખોલી દેતાં પાછળ આવતાં બ્રહ્માકુમારીના દીદીએ પણ અચાનક સ્કૂટરને બ્રેક…
પંજાબનાં ગુરદાસપુર જિલ્લાનાં બટાલા સ્થિત એક ફટાકડાની ફેક્ટરીમાં બ્લાસ્ટ થવાનાં કારણે 9 લોકોનાં મોત થયા છે. તો આ દુર્ઘટનામાં અન્ય કેટલાક લોકો ઘાયલ થયા છે. ફટાકડા ફેક્ટરીની બે બિલ્ડિંગમાં 50થી વધારે લોકો ફસાયા હોવાની આશંકા છે. બ્લાસ્ટનો અવાજ એટલો તીવ્ર હતો કે લોકો તે અવાજ સાંભળીને થરથરી ગયા હતા. ઘટનાસ્થળ પર સ્થાનિક વહીવટી તંત્ર સહિત પોલીસનાં જવાનોની મોટી સંખ્યા ઉપસ્થિત છે. ઘાયલોને સારવાર માટે હૉસ્પિલટલ લઇ જવામાં આવી રહ્યા છે. ઘટનાસ્થળે ફાયર બ્રિગેડની અનેક ગાડીઓ પહોંચી ચુકી છે. બચાવ કામગીરી તીવ્ર ગતિએ ચાલી રહી છે અને લોકોને મદદ પહોંચાડવાનો પ્રયત્ન ચાલી રહ્યો છે. મળતી માહિતી પ્રમાણે એ ભારે ધુમાડાનાં કારણે…
ઘણા લોકો એવા ચાના દીવાના હોય છે કે તેમને સવારે ઉઠે એવી તરત ચા પીવા જોઇતી હોય છે. પરંતુ વધારે ચા પીવામાં આવે તો તે નુકસાન કારક હોય છે. પરંતુ તેના છોડ ખૂબ લાભદાયી હોય છે. ચા બનાવ્યા બાદ તમે જે કૂચા ફેંકી દો છો તે તમારી સુંદરતા વધારવા માટે કામ આવી શકે છે. સાથે અનકે શારીરિક સમસ્યાઓ પણ દૂર થઇ શકે છે. તો આવો જોઇએ ચાના કૂચાને કેવી રીતે ઉપયોગમાં લઇ શકાય. આંખની નીચેના કાળા નિશાન પડી ગયા છે કે આંખોની નીચે સોજા આવી ગયા છે તો તમે ચાના કૂચાનો ઉપયોગ કરી શકો છો. તમે ટી બેગ વાળી ચા…
ગુજરાતના નાગરિકોને હવે ઘરે બેઠા ઓનલાઇન ઇ-સ્ટેમ્પની સુવિધા મેળવી શકાશે. સ્ટેમ્પ પેપરના કાળા બજારને નાથવા માટે રાજ્ય સરકારે મહત્વપૂર્ણ નિર્ણય કર્યો છે. મહેસુલપ્રધાન કૌશીક પટેલે પત્રકાર પરિષદ યોજીને રાજ્યની જનતા હવેથી ઇ સ્ટેમ્પ પર દસ્તાવેજોની નોંધણી કરી શકશે તેવી જાહેરાત કરી. કૌશિક પટેલે જણાવ્યું કે રાજ્યમાં હાલ 474 સુવિધા કેન્દ્રો કાર્યરત છે. અને રાજ્યમાં હવે ઇ સ્ટેમ્પીંગના વ્યાપને વધારવાનો પ્રયાસ કરવામાં આવશે. કોમન સર્વિસ સેન્ટર અને નોટરીની કચેરીમાં ઇ-સ્ટેમ્પની સુવિધા શરૂ કરી દેવામાં આવશે. રાજ્ય સરકાર દ્વારા લેવામાં આવેલા આ નિર્ણયથી રાજ્યના નાગરિકોને દસ્તાવેજી પ્રક્રિયા વધુ સરળ અને ઝડપી બનશે. સાથે જ સ્ટેમ્પ પેપરના વેચાણ માટે ઉદભવતા કાળા બજારનો અંત…