પિતા પુત્રના સંબંધને લાંછન લગાવતો કિસ્સો દેવગઢ બારીયાનામાં સામે આવ્યો છે. જેને લઈને સમગ્ર વિસ્તારમાં ખળભળાટ મચી ગયો છે. દાહોદના ચેનપુરમાં કળિયુગી પુત્રએ પિતાની હત્યા કરતા સમગ્ર મામલો ટોક ઓફ ધ ટાઉન બની ગયો હતો. પ્રાપ્ત માહિતી અનુસાર, દેવગઢ બારીયાના ચેનપુર ખાતે એક 65 વર્ષીય વ્રુદ્ધની હત્યા કરી દેવામાં આવી હતી. આ હત્ય મૃતક વૃદ્ધના સગા દીકરાએ જ કરી હતી. પુત્રએ તલવારના ઘા મારી પોતાના પિતાની હત્યા કરી હતી. જોકે, આ હત્યા પાછળનું કારણ પણ ચોંકાવનારૂં છે. પ્રાથમિક માહિતી અનુસાર, મૃતક વૃદ્ધ પોતાની પુત્રવધુને કોઇ કારણસર ઠપકો આપી રહ્યા હતા અને પુત્રવધુને ખોટૂ લાગતા તેણે પોતાના પતિને આની જાણ કરી…
કવિ: Satya Day News
નિવૃત્ત થવાના સમય પહેલા જો તમે આયોજન બદ્ધ રીતે નાણાંકીય વ્યવસ્થા કરી દીધી હોય તો આ સમયે તમે ખુબજ નિશ્ચિંત થઈ શકો છો. એક ચોક્કસ અને નિયમિત આવક જો તમને મળતી રહે તો તમે ભવિષ્યને લઈને થોડા બેફીકર થઈ શકો છો. આ માટે તમારે એક ચોક્કસ માસિક આવક મળતી રહે તે જોવાનું રહ્યુ. આજે તમારા માટે એવાજ કેટલાક ખાસ વિકલ્પ લઈને આવ્યા છીએ જે તમારી આવકને નિશ્ચિત કરશે. જેમકે બેન્કની એફડી, પોસ્ટ ઓફિસ ડિપોઝિટ તેમજ મ્યુચ્યુઅલ ફંડ સિસ્ટેમેટિક વિથડ્રોલ પ્લાન. ફિક્સ ડિપોઝિટ MIS ફિક્સ ડિપોઝિટ માસિક આવક યોજનાઓ દરેક મહિને એક નિશ્ચિત વ્યાજ દર પર નિયમિત આવક આપનાર વિકલ્પોમાંથી એક…
સુરતમાં વિદ્યાર્થીઓને એડમિશન અપાવવાના બહાને ચિટિંગ કરનારા શખ્સની વરાછા પોલીસે ધરપકડ કરી છે. પ્રતિન ડાવરિયા નામના યુવાને 50થી વધુ વિધાર્થીઓ સાથે સ્કૂલોમાં એડમિશન આપવાના બહાને 40 લાખનું ચિટિંગ કર્યું હતું. પ્રતિન ડાવરિયા ઓસ્ટ્રેલિયામાં પણ મની કોન્ટ્રી કેશમાં પકડાઈ ચુક્યો છે. થોડા મહિના અગાઉ વરાછા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઈ હતી.
અમેરિકાના ઓહિયો શહેરમાં 15 વર્ષના એક વિદ્યાર્થીએ બાળકોના હોસ્પિટલ માટે 10 લાખ રૂપિયા દાન કરતા સમગ્ર વિશ્વમાં ચર્ચાનું કેન્દ્ર બન્યો છે. પશ્ચિમી રિઝર્વ સ્કૂલમાં અભ્યાસ કરતા ધોરણ સાતના વિદ્યાર્થી ડિઝેલ પિપર્ટે ગત્ત મહિને પશુઓને વેચી કમાયેલા 10.74 લાખ રૂપિયા દાનમાં આપી દીધા હતા. જે પછી તેની ચારે તરફ પ્રશંસા થઈ રહી છે. સ્કૂલે પણ ડિઝેલના આ વિચારના વખાણ કર્યા છે. સ્કૂલે આ જાણકારી સોશિયલ મીડિયા પર શેર કરી હતી. ડિઝેલે આ વિશે કહ્યું હતું કે, આવા ઘણા બાળકો છે જેમને ઈલાજ નથી મળી શકતો. તેણે કહ્યું કે, હું મદદ કરવા માટે સક્ષમ છું. આ માટે જ મેં આ નિર્ણય લીધો…
તમે જાહેર સ્થળોએ ધૂમ્રપાન પર પ્રતિબંધ વિશે સાંભળ્યું જ હશે, પરંતુ તમે ક્યારેય તમારા પોતાના ઘરે ધૂમ્રપાન કરવા પર પ્રતિબંધ વિશે સાંભળ્યું છે. સાંભળવામાં નહીં આવે, પરંતુ થાઇલેન્ડમાં એક નવો કાયદો લાગૂ કરવામાં આવ્યો છે. જે અંતર્ગત જો કોઈ વ્યક્તિ તેના ઘરે ધૂમ્રપાન કરતો પકડાય છે, તો તેને છ વર્ષની સજા થશે. ઉપરાંત, તેણે થોડો દંડ ભરવો પડશે. તે વ્યક્તિ પર ધૂમ્રપાનનો કેસ પણ ચાલશે. ડબ્લ્યુએચઓના એક અહેવાલ મુજબ દર વર્ષે ધૂમ્રપાનને કારણે 6 લાખ લોકો મરે છે. આમાંથી 60 ટકા ફક્ત બાળકો હોય છે, જે સિગારેટ અને સિગારના ધૂમાડાને કારણે પોતાનો જીવ ગુમાવે છે. ખરેખર, થાઇલેન્ડની સરકારે ઘરમાં હાજર…
19 ઓગસ્ટથી શૉ કરોડપતિની સિઝન-11 શરૂ થઇ ગયો છે. સોમવારે એટલે કે આજથી કોન બનેગા કરોડપતિની સિઝન-11નો નવો એપિસોડ ટેલિકોસ્ટ થશે. આ પહેલા હોટ સીટ પર બેસનાર લોકો ખાસ કમાલ કરી શક્યા નથી અને તમામ પ્રતિયોગીઓ 10 હજારથી લઈ 12 લાખ રૂપિયા સુધીની રકમ જ જીતી શક્યા છે. જો કે હવે ગેમ વધુ રોમાંચક થશે કારણ કે, એવા કન્ટેસ્ટન્ટ હોટસીટ પર આવશે જે કરોડો રૂપિયા જીતી શકે છે. સોમવારે એટલે કે આજથી ટેલિકાસ્ટ થનારા કોન બનેગા કરોડપતિના એપિસોડમાં તમને એક એવી મહિલા કન્ટેસ્ટન્ટ જોવા મળશે જે 1 કરોડના સવાલનો સામનો કરશે. 19 ઓગસ્ટથી શરૂ થયેલા શૉમાં આપણે ઘણી સફળ અને…
ગૂગલે પોતાની નવી ઓપરેટિંગ સિસ્ટમ Android Qના ઓફિશિયલ નામનું એલાન કરી દીધું છે. આ વખતે ગૂગલે પોતાની પરંપરાને તોડતા પોતાની OSનું નામ કોઈ મીઠી વસ્તુ પર નહીં પણ તેને ‘Android 10’ રાખ્યું છે. આ નવી OSના ઘણા ડેવલોપર્સ સુધી પહોંચવા અને બીટા વર્ઝન પર ટેસ્ટિંગ બાદ, તેના કેટલાક ફીચર્સ વિશે ખુલાસો થઈ ગયો છે. તો આવો જાણીએ કે નવા ફીચર્સથી કઈ રીતે બદલાઈ જશે તમારો સ્માર્ટફોન… Dark Mode: આ ફીચરને પહેલા પબ્લિક બીટાની સાથે રિલીઝ કરવામાં આવ્યું હતુ અને તે વિશે IO ડેવલોપર કોન્ફ્રેંસમાં પણ કન્ફર્મ કરવામાં આવ્યું. સ્માર્ટફોનમાં એન્ડ્રોઈડ 10ના આવવાથી તમે તમારી મરજીથી ડાર્ક મોડને ઈનેબલ કરી શકશો,…
સાઉથ કોરિયન સ્માર્ટફોન કંપની સેમસંગ સતત તેના ગ્રાહકો માટે અલગ-અલગ અને અપગ્રેટેડ ટેક્નોલોજીના સ્માર્ટફોન માર્કેટમાં લાવતી રહે છે. સેમસંગે અત્યાર સુધી M સિરીઝના કેટલાક ફોન લોન્ચ કર્યા છે. ત્યારે હવે કંપની આ જ સિરીઝમાં વધુ એક સ્માર્ટફોન લોન્ચ કરવાની તૈયારી કરી રહી છે. મીડિયા રિપોર્ટ મુજબ સેમસંગ M સિરીઝમાં Samsung Galaxy M30s નું લોન્ચિંગ કરવાની તૈયારી કરી છે. આ ફોન આગામી મહિને લોન્ચ થાય એવી સંભાવના છે. જોકે ફોનની કિંમત વિશે હાલ કોઈ સ્પષ્ટ માહિતી મળી નથી. પરંતુ ઇન્ડસ્ટ્રી સાથે સંકળાયેલ લોકોનું માનવું છે કે આ Samsung Galaxy M30s સ્માર્ટફોન એક બજેટ ફોન છે. તેથી તેની કિંમત 20,000 નજીક હોવાની…
મોરબીના હળવદમાં જન્માષ્ટમીના દિવસે જ ગાય માતાની હીચકારી હત્યા કરવામાં આવી હતી. ગૌમાતાની હત્યા પગલે પશુપ્રેમીઓમાં ભારે અરેરાટી વ્યાપી છે. કોઈ અજાણ્યા નરાધમોએ ગાય માતાના ગળે દોરડાથી ટૂંપો દઈને મારી નાખી હતી. પોલીસે ઘટના સ્થળે દોડી જઈને તપાસનો ધમધમાટ શરૂ કર્યો હતો. ઘટનાને પગલે લોકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. લોકોની માંગ છે કે આરોપી તાત્કાલિક પકડીને આકરી સજા કરવામાં આવે.
સમલૈંગિક સંબંધ વિશે એક રસપ્રદ બાબત સામે આવી છે. સમલૈંગિક સંબંધો માત્ર મનુષ્યોમાં જ જોવા નથી મળતા, પરંતુ પર્યાવરણમાં રહેતી 500થી વધારે જાતીયોમાં આ સંબંધનું અસ્તિવ્ત જોવા મળે છે. વિજ્ઞાનીકોના મત મુજબ સમલૈંગિક વ્યવહાર મુખ્યત્વે આનુવંશિકતા પર આધાર રાખે છે અને આ પ્રકારના લોકો વિજાતીય લોકોની સરખામણીએ ઘણી ઓછી પ્રજનનક્રિયા કરે છે. ઇટલી યુનિવર્સિટી ઓફ પડોવામાં વિકાસ મનોવિજ્ઞાનના પ્રોફેસર આંદ્રિયા સિયાનીનું કહેવું છે કે, ડાર્વિનના સિદ્ધાંતનો વિરોધાભાસ કહે છે કે, પ્રજનનને પ્રોત્સાહન ન આપતા જીન્સનું અસ્તિત્વ ટકાવી રાખવું સંભવ નથી, જેવું સજાતીયમાં થાય છે. જો કે સજાતીય લોકો વિજાતીયની સરખામણીમાં ઓછું પ્રજનન કરતા હોવાથી આ પ્રકારના જીન્સ જલદીથી વિલુપ્ત થઇ…