Gujarat: ગુજરાતમાં નશીલા ડ્રગ્સ બનાવવા ગૃહ ઉદ્યોગ અમદાવાદ, 20 ઓગસ્ટ 2024 Gujarat: વર્ષ 2024માં કેન્દ્ર-રાજ્ય સરકારના એક જ વર્ષમાં ચાર રાજ્યમાં 7 ફેક્ટરી પર દરોડા, 8 હજાર કરોડનું ડ્રગ્સ પકડાયું હતું. રાજ્યમાં હજારો કિલો ડ્રગ્સ પકડાઇ રહ્યું છે, પાછલા બારણે કેટલું ડ્રગ્સ વેચાતું હશે તે જનતાને મૂંઝવતો સવાલ છે. ગુજરાત જાણે નશાખોરીનું એપી સેન્ટર બની ગયું છે. Gujarat: પાંચ વર્ષમાં ગુજરાતમાં 93691 કીલો ડ્રગ્સ, 2229 લીટર પ્રવાહી ડ્રગ્સ તથા 73163 ડ્રગ્સ પીલ્સ-ઇન્જેકશન પકડાયા હતા. ગુજરાત ડ્રગ્સ તસ્કરીનું સિલ્ક રૂટ બની રહ્યું છે. એપ્રિલ 2024 ગાંધીનગરના પીપળજ અમરેલીના ભક્તિનગર અને રાજસ્થાનના સિરોહી, ઓસિયામાં દરોડા પાડી (એટીએસ અને નાર્કોટિક્સ કંટ્રોલ બ્યૂરોએ 230…
કવિ: દિલીપ પટેલ
Ahmedabad: જિંદાલ કંપની સાથે ભાજપના નેતાઓની ભ્રષ્ટ જિંદગી અમદાવાદમાં કચરામાંથી 360 મે.વો. વીજળી સામે પેદા કરી 15 મે.વો. અમદાવાદ Ahmedabad માં 8 વર્ષના વિલંબ બાદ જિંદાલ અર્બન વેસ્ટ મેનેજમેન્ટ દ્વારા કચરામાંથી વીજળી પેદા કરવાનું કામ શરુ કરાયું છે. ટ્રાયલ રન દરમિયાન 15 મેગાવોટ પ્રતિ કલાક ક્ષમતાના ટર્બાઈન મારફત 15 મેગાવોટ વીજળી ઉત્પન્ન કરાઈ રહી છે. દૈનિક એક હજાર ટન ઘન કચરામાંથી 360 મેગાવોટ વીજળી ઉત્પન્ન કરશે જે પાવરગ્રીડમાં સપ્લાય કરાશે. Ahmedabad ના 21 લાખથી વધુ રહેણાંક અને કોમર્શિયલ મિલકતોમાંથી એકઠા થતાં કચરામાંથી વીજળી બનાવવા વર્ષ 2016માં પ્લાન્ટ નાંખવા ખડી સમિતિએ મંજૂરી આપી હતી. 19.08.2016ના રોજ 14 એકર મોંઘી જમીન ફાળવેલી…
Porbandar: જે ફેક્ટરીએ ગેંગને નાબૂદ કરવા ગેંગ રાખી તે, ગેંગ હવે એ ફેક્ટરી માટે આફત બની ગેંગસ્ટર ભીમા દુલા પ્રકરણ દેખાય છે એવું નથી દિલીપ પટેલ અમદાવાદ, 19 ઓક્ટોબર 2024 Porbandar: ભીમા દુલા દ્વારા ખંડણીની પ્રવૃત્તિઓને કારણે ભૂતકાળમાં ઘણા ઔદ્યોગિક એકમો પોરબંદર વિસ્તાર છોડીને અન્યત્ર સ્થળાંતર કરી ચૂક્યા છે. ભીમા દુલા ભાજપના નેતા અને મોદી સરકારમાં કૃષિ પ્રધાન રહેલા બાબુ બોખીરીયાના સંબંધી છે. પોરબંદરના બિઝનેસ મેન બાબુ બોખીરિયા કુટુંબના સાળા બનેવી થાય છે. પોરબંદરમાં અગાઉ કોંગ્રેસના માફિયા રાજ કરતા હતા. હવે ભાજપના માફિયા રાજ જો કરે છે પણ હવે તેઓ જ ઉદ્યોગપતિ બનીને ધંધો ઉપરાંત માફિયાગીરી પણ કરે છે. Porbandar…
Ahmedabad: 2 કલાકમાં એક વ્યક્તિને રૂ. 3200નું પાણી પીવડાવી દીધું Ahmedabad: અમદાવાદમાં ભ્રષ્ટાચારનો અજબ કિસ્સો છતાં કોઈ પગલાં નહીં અમદાવાદ, 18 ઓક્ટોબર 2024 Ahmedabad શહેરમાં 6થી 8 જૂલાઈ 2023માં શેરપા બેઠક થઈ હતી. દેશ- વિદેશમાંથી 39 લોકો આવ્યા હતાં. તેમને જોવાલાયક સ્થળો અને અમદાવાદની હેરિટેજ વોકમાં લઈ જવામાં આવ્યા હતા. શેરપા બેઠકમાં બેફામ ખર્ચ કરવામાં આવ્યો હતો. 7 જુલાઈએ બે કલાકના હેરિટેજ વોકમાં મહેમાનો માટે ડેઝિગ્નેટેડ ફૂડ ઓફિસરે રૂ. 1 લાખ 24 હજારનો ખર્ચ પીવાના પાણી માટે કર્યો હતો. બે કલાકમાં એક વ્યક્તિને રૂ. 3200નું પાણી પીવડાવ્યું હતું. રકમ ગાંધી કેટરસને ચૂકવાઈ હતી. ડેઝિગ્નેટેડ ઓફિસરે આ અગાઉ પણ આવા અનેક…
Vibrant Gujarat: 10 વાઈબ્રન્ટ ગુજરાતમાં માત્ર 14 ટકા સફળતા મળી? Vibrant Gujarat: 10 વાઈબ્રન્ટ ગુજરાતમાં 103 લાખ કરોડના 2 લાખ ઉદ્યોગોના કરારો, તો સરકાર શું છુપાવે છે 2002 પહેલાં વિકાસ થતો હતો, વાયબ્રન્ટ પછી જીડીપી ઘટી ગયો 10 ઉદ્યોગ રોકાણ સંમેલનમાં શું થયું, જાણો તમામ વિગતો સરકાર કેમ રોકાણની વિગતો જાહેર કરવાનું બંધ કરી દીધું અમદાવાદ, 15 ઓક્ટોબર 2024 Vibrant Gujarat પ્રથમવાર વર્ષ 2003માં Vibrant Gujarat ગ્લોબલ સમિટનું આયોજન કરવામાં આવ્યું હતુ, 10 વખત વાયબ્રંટ ગુજરાત થયા છે. 10 વાયબ્રંટ કુલ મળી ગુજરાતમાં આશરે રૂ. 103.37 લાખ કરોડથી વધુના સૂચિત રોકાણ સાથે બે લાખથી વધુ MoU કરવામાં આવ્યાં છે. 2 લાખ…
Gujarat: લદાખમાં અદાણી સામે આંદોલન, ગુજરાતના ખાવડામાં મૌન દિલીપ પટેલ અમદાવાદ, 14 ઓક્ટોબર 2024 Gujarat: લદાખમાં 80 ચોરસ કીલોમીટર જમીન ખાણો ખોદવા માટે અદાણીને આપવા માટે મોદીએ લોકશાહીના અધિકારો છીનવી લીધા હોવાના કારણે લોકો આંદોલન કરીને દિલ્હી પહોંચ્યા છે. પણ ગુજરાતમાં હમાણાં જ કોઈ હરાજી વગર અદાણીને કચ્છના ખાવડામાં અમદાવાદ શહેર જેટલી જમીન આપી દીધી, ચીને દિલ્હી શહેર વસે એટલી જમીન હડપ કરી લીધી છતાં તેમની સામે કોઈએ આંદોલન કર્યું નથી કે પાકિસ્તાનની સરહદે વીજળી પેદા કરવા અને 8 હજાર લોકોને રહેવા દેવા માટે અદાણીને તમામ નિયમોનો ભંગ કરીને જમીન આપી દેવામાં આવી છે. Gujarat: જમીન ફાળવવાના કરારના ત્રણ વર્ષમાં…
Pravin Togadia: ડો. પ્રવિણ તોગડિયાને ભાજપના નેતાઓ કેમ મળી રહ્યા છે અમદાવાદ, 9 ઓક્ટોબર 2024 Pravin Togadia: 40 વર્ષથી સંઘ અને હિંદુ સંગઠનો સાથે જાહેર જીવનમાં રહેલા ડો. પ્રવિણ તોગડિયા સાથે સંબંધ વિકસાવવા માટે અનેક લોકો તેમને મળી રહ્યા છે. જે રીતે રાષ્ટ્રીય રાજકારણ કરવટ બદલી રહ્યું છે તે હિસાબે હવે સંઘ નારાજ છે, જે સંઘની વિચારધારામાં માને છે અને કેન્દ્ર સરકારની નીતિથી નારાજ છે, તે ડો. તોગડિયાને મળી રહ્યા છે. તેઓ 6 વર્ષમાં જ મોદીને માટે મોટો પડકાર બનીને તેની છાતી સામે ઉભા છે. હવે સંઘ પણ Pravin Togadia ની મદદ લઈને મોદીને પરાસ્ત કરી શકે છે. Pravin Togadia:…
Gujarat: વસ્તી ગણતરીમાં ઘુડખર વધ્યાં, પણ જમીન માફિયાઓ જંગલી બની જતાં જોખમ વધ્યું દિલીપ પટેલ અમદાવાદ, 7 ઓક્ટોબર 2024 Gujarat: 4954 ચો.કિમી. વિસ્તારમાં ફેલાયેલું ભારતનું સૌથી મોટું ઘુડખર અભયારણ્ય છે. સુરેન્દ્રનગર જીલ્લાના પાટડી તાલુકના ખારાઘોડાનું રણ અગરિયાઓ તેમજ ઘુડખર માટે તો પ્રખ્યાત છે. ભારતમાં એક માત્ર ગુજરાતના કચ્છના નાના-મોટા રણના વિસ્તારોમાં ઘુડખર બચ્યા છે. 2024માં કરેલી વસતી ગણતરીમાં 7 હજાર 672 ઘુડખરની વસ્તી છે. 5 વર્ષમાં 26.14 ટકાનો વધારો નોંધાયો છે. Gujarat: 9મી ગણતરીમાં 6 હજાર 82 ઘુડખર હતા જે 10મી ઘુડખર વસ્તી ગણતરીમાં 7 હજાર 672 થયા છે. 5 વર્ષના સમયમાં 1,590 ઘુડખરનો વધારો થયો છે. સરેરાશ વર્ષે 318…
BJP: અસભ્ય બનાવવાની ભાજપની ભૂંગળા વાળી ભવાઈની ઠગાઈ લીલા દિલીપ પટેલ અમદાવાદ, 5 ઓક્ટોબર 2024 BJP: 2 ઓક્ટોબર 2024 સુધીમાં દેશભરમાં ભાજપ 1 કરોડ સભ્ય બનાવી શક્યો નથી. ત્યાં ગુજરાતમાં 2 કરોડ સભ્યો બનાવાયા હોવાનો ખોટો દાવો કરાયો હોવાનું માનવામાં આવે છે. 25 સપ્ટેમ્બર સુધીમાં 1 કરોડ સભ્યો બનાવવાનો લક્ષ્યાંક રાખ્યો હતો. પરંતુ મોટાભાગના રાજ્યોમાં ભાજપનુ સંગઠન તેમ કરવામાં નિષ્ફળ નીવડી છે. અત્યાર સુધીમાં ફક્ત 83 લાખ સભ્યો બન્યા છે. તેની સામે ગુજરાતમાં 80 લાખ સભ્યો ભાજપે બનાવી દીધા હોવાનો દાવો કરાયો છે. તે દેશના લોકો સામે મોટું જૂઠ કે પ્રજા સાથે ઠગાઈ થઈ હોવાનું માનવામાં આવે છે. ભાજપના સભ્યો…
Gir: ગીર ઈકો સેન્સેટીવ ઝોન જાહેર કરવામાં સિંહના નામે જમીનનો કોણ શિકાર કરી રહ્યા છે દિલીપ પટેલ Gir: 10 કિલોમીટરના ઇકો-સેન્સીટીવ ઝોન વિસ્તારની હદમાં નવા ઇકો-સેન્સીટીવ ઝોનમાં ઘટાડો કરી દેવાયો છે. જાહેરનામા મુજબ અભયારણ્યથી જાહેર થયેલા ઇકો-સેન્સિટિવ ઝોન વિસ્તારનું અંતર બાબતે સૌથી ઓછામાં ઓછું 2.78 કિ.મી. અને વધુમાં વધુ 9.50 કિ.મી. રાખવામાં આવ્યું છે. 650 સિંહ છે જેમાં મોટા ભાગના રક્ષિત જંગલોની બહાર રહે છે. Gir: 2016માં ઇકો સેન્સિટિવ ઝોન લાગુ કરવાની દરખાસ્ત કરવામાં આવી હતી. વર્ષ 2016ની સરખામણીએ વર્ષ 2024માં 40% ઈકો સેન્સેટિવ ઝોનમાં ઘટાડો કરી દેવામાં આવ્યો છે. સિંહ અને અન્ય વન્ય પ્રાણીઓ માટે આ ખતરો બની જશે.…