કૌભાંડી ભાજપને જરા પણ જમીન ખણવી નથી, બેશરમીની હદ આવી છે રાજકોટના જુના હવાઈ મથકની 265 એકર જમીન પર બગીચા અને સ્ટેડિયમ બનાવો પણ વેચશો તો વિરોધ થશે Rajkot: રાજકોટના 92 વર્ષ જૂના એરપોર્ટ માટે પણ આવું જ છે. નવું એરપોર્ટ બની જતાં 10 સપ્ટેમ્બર 2023થી રાજકોટ એરપોર્ટ બંધ કરી દેવાયું છે. તેની 265 એકર જમીન પર ભાજપના સત્તાધીશોની નજર ખરાબ થઈ છે. ગમે ત્યારે તેને ફૂંકી મારશે. 1 કરોડ 15 લાખ 43 હજાર 400 ચોરસ ફુટ જમીન છે. અહીં ફૂટ જમીનનો ભાવ 30થી 35 હજાર રૂપિયા છે. એ હિસાબે 30થી 38 હજાર કરોડ રૂપિયાની જમીન થાય છે. ગુજરાતમાં કોઈ…
કવિ: દિલીપ પટેલ
રૂપાણી સરકારના 100 કૌભાંડો પછી હાંકી કઢાયા હતા કૌભાંડોથી ખરડાયેલી સરકારને કોણ હાંકી કાઢે છે રૂપાણીએ જેમને છાવર્યા હતા તે સાગઠીયાના કૌભાંડો પછી રૂપાણીના 100 કૌભાંડો જૂઓ Gujarat: ભોળા દેખાતા ગુજરાતના બિલ્ડર અને મુખ્ય પ્રધાન ભૂપેન્દ્ર પટેલની સરકારમાં એક પછી એક 100 કૌભાંડો બહાર આવ્યા છે. તેનાથી પ્રજાને આંચકા પર આંચકા મળી રહ્યા છે. ત્યારે લોકો હવે વિજય રૂપાણીના રાજમાં 100 કૌભાંડો થયા હતા તે યાદ કરીને કઈ સરકાર સારી તેનો હિસાબ મૂકી રહ્યા છે. ખાસ કરીને દેશના વિરોધ પક્ષના નેતા રાહુલ ગાંધી ગુજરાતમાં ચૂંટણી જીતવા લોકસભામાં અમિત શાહને પડકાર આપીને ગુજરાતમાં સાગઠીયા કૌભાંડના અગ્નિકાંડના લોકોને મળ્યા બાદ હવે દિલ્હી…
પાલનપુરમાં રીંગરોડ બને તે પહેલાં 45 જમીનોના એન એ કઈ રીતે થયા ખેતીની જમીનને બિનખેતી કરી સરકારને કરોડોનું નુકસાન કરાવ્યું માર્ગ બનાવવામાં કેવા ગોટાળા થયા તેની સરકારમાં ફરિયાદ કરાઈ Gujarat: બનાસકાંઠા જિલ્લાના મુખ્ય મથક પાલનપુરના એરોમા હાઇવે સર્કલ પર ટ્રાફિક જામ એ વર્ષો જૂની સમસ્યા છે. લોકો હાઇવે સર્કલ પર કલાકો સુધી ટ્રાફિકમાં ફસાય છે. જે સમસ્યાનો નિવેડો લાવવા માટે સરકારે બાયપાસ મંજૂર કરી જમીન સંપાદન હાથ ધર્યું હતું. પાલનપુરના 40 હજાર લોકોને માટેનો આ પ્રશ્ન 15 વર્ષથી છે. 50 હજાર વાહનો નોંધાયેલાં છે. અહીં રોજના 70 હજાર વાહનો પસાર થતાં હોવાની ધારણા છે. પાલનપુર શહેરમાં ટ્રાફિકની સમસ્યા હળવી કરવા…
Junagadh: ભાજપના સાંસદ રાજેશ ચુડાસમાએ ધમકી આપી હતી કે જે નડ્યા છે તેમને જોઈલેશે. હવે તેમના મતવિસ્તારમાં 40 ગામોમા બુલડોઝર ફેરવીને બદલો લેવામાં આવી રહ્યો છે. રાજેશ ચૂડાસમાએ શું કહ્યું હતું ? જૂનાગઢના સાંસદ બનતાની સાથે જ ભાજપના રાજેશ ચૂડાસમાએ વિવાદસ્પદ નિવેદન આપ્યું હતું કે, વિરોધીઓ અને મતદારોને જાઇ લઈશ. વર્ષ જે લોકો મને નડ્યા છે તેમને હું છોડવાનો નથી. પાર્ટી કાર્યવાહી કરે કે ન કરે હું તેમને છોડવાનો નથી. ભાજપના રાજેશ ચુડાસમા નામના એક સાંસદ પ્રજા સામે બદલાની ભાવનાથી કેવી રીતે કામ કરી શકે ? જિલ્લા કલેક્ટર ડીડી જાડેજા છે. તે ચૂડાસમાના આદેશથી બુલડોઝર લઈને નિકળી પડ્યા છે. જૂનાગઢ…
મોરબી ઝુલતો પુલ, ગોલ્ડન પુલ અને સુરતના હોપ પુલ પછીનો ત્રીજા નંબરનો ગુજરાતનો લોખંડનો પુલ એલિસ છે અમદાવાદના ઐતિહાસિક પુલની દાસ્તાન વાંચો Ahmedabad: 131 વર્ષ પહેલાં રૂ. 4 લાખમાં બનેલો એલિસબ્રિજ રૂ. 32 કરોડમાં રીપેરીંગ કરાશે. વર્લ્ડ હેરિટેજ સિટી અમદાવાદના હેરિટેજ બ્રિજ એવા 131 વર્ષ જૂના એલિસ બ્રિજના મજબૂતીકરણ અને પુનઃસ્થાપન માટે 32 કરોડ 40 લાખ 50 હજાર રૂપિયા ફાળવવાની સૈદ્ધાંતિક મંજૂરી 8 જુલાઈ 2024માં આપી હતી. આ અગાઉ પુલ માટે બનેલી 6 યોજનાઓ પાછળ 8 કરોડનું ખર્ચ થઈ ચૂક્યું છે. આમ એલિસ પુલના સમારકામ પાછળ રૂ.40 કરોડ ખર્ચ થઈ જશે. પુલને તોડી પાડવા કે ઉતારી લેવો કે નહીં તે…
Gujarat: ચામાસુ શરુ થાય છે અને જર્જરિત મકાનો તુટવા લાગે છે. સુરતના સચિનના પાલી ગામ વિસ્તારમાં આવેલી ડીએમ નગરમાં પાંચ માળની બિલ્ડિંગ તૂટી પડી હતી. આ બિલ્ડિંગ માત્ર 8 વર્ષ જૂની હતી. તે અચાનક જ પત્તાના મહેલની જેમ તુટી પડી હતી. બિલ્ડિંગ પડી ત્યારે તેની અંદર 15 લોકો હતાં. આખા ગુજરાતમાં ઓછામાં ઓછા 1 લાખ મકાનો જોખમી હોવા છતાં તેમાં લોકો રહેવા મજબૂર છે. રથયાત્રા અમદાવાદમાં જગન્નાથજીની રથયાત્રા પહેલા ભયજનક મકાનોનો હંમેશની જેમ સરવે કરાય છે. જૂના શહેર કોટ વિસ્તારમાં ચિંતાજનક રીતે ભયજનક મકાનોનું પ્રમાણ સતત વધતું જાય છે. અમદાવાદના કોટ વિસ્તારમાં 157 મકાનને ભયજનક જાહેર કરાયા હતા. કોટ વિસ્તારમાં…
ગુજરાતમાં 15 લાખ મોબાઈલ ફોન ઘટી ગયા ભાવ વધતા 3 વર્ષમાં 1 કરોડ ફોન ઓછા થવાની ધારણા શું ગુજરાતની આર્થિક સ્થિતિ ડગમગી રહી છે એક જ મહિનામાં 4 લાખ 40 હજાર ફોન ગ્રાહકો ઘટી ગયા Gujarat:ગુજરાત રાજ્યમાં 6.7 કરોડ મોબાઈલ ગ્રાહકો હતા. તે એપ્રિલમાં ઘટીને 6.55 કરોડ થઈ ગયા છે. 2020થી 2024 વચ્ચે 15 લાખ ફોન ઘટી ગયા છે. જે ગુજરાતમાં લોકોની આર્થિક હાલત બગડી ચૂકી હોવાનું દર્શાવે છે. માર્ચ 2024ની સામે એપ્રિલ 2024માં એક મહિનામાં 4 લાખ 40 હજાર ફોન ઘટી ગયા હોવાનો અહેવાલ ટેલિકોમ વિભાગે જાહેર કર્યો છે. ભાવ વધતાં બીજા 50 લાખ મોબાઈલ ફોન જોડાણ ઓછા થવાની…
sansad: એડીઆર દ્વારા આજે 4 જુલાઈ 2024ના રોજ જાહેર કરાયેલાં વિશ્લેષણ અહેવાલમાં ઘણી ચોંકાવનારી વિગતો બહાર આવી છે. કુલ 503 કરોડપતિ સાસદમાથી 54 સાંસદોની સામેના સ્પર્ધક/વિરોધક ઉમેદવાર કરોડથી ઓછી મિલકત ધરાવતા હતા. આ 54 સાંસદોમાંથી 5 સાંસદોને 30% થી વધુ લીડ મળી છે. સાંસદ શંકર લાલવાની (BJP) (મધ્ય પ્રદેશ ના ઈન્દોર મતક્ષેત્રમાંથી) ને 64.54% માર્જિનથી જીત્યા છે. કરોડથી ઓછી મિલકત ધરાવતા ઉમેદવારોની જીત અને તેમની લીડ 39 સાસદો 1 કરોડથી ઓછી મિલકત ધરાવે છે. તેમના પૈકી 31 MP એ એમના કરોડપતિ સ્પર્ધક ને હરાવ્યા છે. અને એમનામાંથી 2 સાંસદોને 30% થી પણ વધુ મતની લીડ મળી છે. * ગુજરાતના ભરતભાઈ…
Anil Ambani: અનિલ અંબાણીની મોટાભાગની કંપનીઓ નાદારીની પ્રક્રિયામાંથી પસાર થઈ રહી છે. તેની અસર શેરો પર સીધી દેખાઈ રહી છે. અનિલ અંબાણીની કેટલીક કંપનીઓના શેર 99 ટકા ઘટ્યા છે અને પેની સ્ટોકની શ્રેણીમાં આવી ગયા છે. આમાંથી એક શેર રિલાયન્સ હોમ ફાઇનાન્સનો છે. થોડા વર્ષો પહેલા જે શેરની કિંમત રૂ. 120 પર ટ્રેડ થતી હતી તે આજે શેરબજારમાં રૂ. 5 કરતા પણ ઓછી છે. તે થોડા સમય પહેલાં 75 પૈસા હતો. અનિલ અંબાણીનો સમાવેશ ક્યારેક દુનિયાના ટોચના 10 અબજોપતિઓમાં થતો હતો, ત્યારે કુલ 42 અબજ ડોલરની સંપત્તિ હતી. પણ હાલ તેમનો સૌથી ખરાબ સમય ચાલી રહ્યો છે. શેરની સ્થિતિ રિલાયન્સ…
Education: રાજ્યની સરકારી પ્રાથમિક અને માધ્યમિક તેમજ ઉચ્ચતર માધ્યમિક શાળાઓમાં ભરતી કેલેન્ડરને આખરી ઓપ આપ્યો છે. શિક્ષણ મંત્રી ડૉ. કુબેરભાઈ ડીંડોર તેમજ રાજ્ય મંત્રી પ્રફુલભાઈ પાનસેરિયા ઓગષ્ટથી ડિસેમ્બર 24,700 શિક્ષકોની ભરતી પ્રક્રિયા માટેની જાહેરાત પ્રસિદ્ધ કરીને ભરતીની પ્રક્રિયા માટેની કાર્યવાહી હાથ ધરવામાં આવશે. માધ્યમિક શાળાઓની 4000 જગ્યાઓ કેબિનેટ બેઠકના આ નિર્ણયથી રાજ્યની શાળાઓમાં આ ભરતી દ્વારા પૂરતી સંખ્યામાં શિક્ષકો ઉપલબ્ધ થશે તેમજ યોગ્ય ઉમેદવારોને તક મળશે તેમ તેમણે જણાવ્યું હતું. અમદાવાદ ગ્રામ્ય જિલ્લા શિક્ષણધિકારી દ્વારા ‘વિદ્યાર્થી-જીવન પથદર્શક બનશે શ્રીમદ્ ભગવદ ગીતા’ જે.જી.ઇન્ટરનેશનલ સ્કૂલ ખાતે શિક્ષણ રાજ્યમંત્રી પ્રફુલ્લ પાનશેરિયાના હસ્તે 19 જુન 2024માં શરૂ કરવામાં આવ્યું હતું. જાહેરાત બાદ પુસ્તકમાં ક્યાંય…