Gujarat: ગુજરાતમાં શાળા પ્રવેશોત્સવ અને કન્યા કેળવણી મહોત્સવના પરિણામે શિક્ષણ ક્ષેત્રે ક્રાંતિ સર્જાઈ હોવાનો દાવો કરાય છે. પણ ખરેખર તો ગુજરાતમાં શિક્ષણની અધોગતી થઈ છે. મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલ, કેબિનેટ પ્રધાન કુબેર ડીંડોર અને રાજ્યના શિક્ષણ પ્રધાન પ્રફુલ પાનસેરિયા દાવો કરે છે, તેનાથી સ્થિતિ જુદી છે. 21મો શાળા પ્રવેશ ઉત્સવ 54000 શાળાઓમાં યોજાયો હતો. શાળા પ્રવેશોત્સવથી ગુજરાતમાં શિક્ષણ ક્ષેત્રે ક્રાંતિ આવી છે. એવો દાવો ભાજપ સરકાર કરી રહી છે. પણ એવું ખરેખર નથી. 2019થી નાગરિક નોંધણી પ્રણાલીના જન્મ નોંધણીની વિગતોનો ઉપયોગ વર્ગ-1 માં પ્રવેશ માટે યોગ્ય વયના બાળકોને ઓળખવા અને પ્રવેશ આપવા માટે કરવામાં આવે છે. વર્ષ 2023-24માં કિન્ડરગાર્ટનમાં પ્રવેશ માટે…
કવિ: દિલીપ પટેલ
અમદાવાદ મહાનગર પાલિકા (અમપા)માં ભાગલા પાડો અને રાજ કરોની નીતિ છે. Ahmedabad: 2008-09 માં ડેપ્યુટી કમિશનર તરીકે નિમણૂક કરેલા આરજવ શાહ અને અન્ય બે અધિકારીઓએ પણ નિયમ વિરુદ્ધ જઈ તેમના પે ગ્રેડ માં બારોબાર વધારો કર્યો હતો. તે મામલે કોઈ ઉહાપોહ થયો ન હતો. આ વખતે પણ આસિસ્ટન્ટ કમિશનરોના પે ગ્રેડ વધારો કરવામાં ડેપ્યુટી કમિશનર આરજવ શાહ અને મિહિર પટેલની ભૂમિકા મહત્વની છે. પાલિકાના ભાજપના સત્તાધીશો અને ઉચ્ચ અધિકારીઓ પોતાના માનીતા અધિકારીઓને રાતોરાત કાર્ય પ્રભારીત વરિષ્ઠ અધિકારી બનાવી દેવામાં આવે છે. કેટલાક અધિકારીઓને પે ગ્રેડ વધારો કરી સીધે સીધી સિનિયોરિટી આપવામાં આવે છે. પાંચ આસિસ્ટન્ટ પાલિકા કમિશનર અને એચઓડી કક્ષાના…
Ahmedabad: અમદાવાદ મંડળના 5 સ્ટેશન અમદાવાદ, ગાંધીધામ, ભુજ, મહેસાણા અને પાલનપુર પર 26 એસ્કેલેટર્સ તથા 10 સ્ટેશન અમદાવાદ, ભુજ, મહેસાણા, ગાંધીધામ, સાબરમતી, પાલનપુર, સામખિયાળી, ભચાઉ, વડનગર, મણિનગર પર 29 લિફ્ટની સુવિધા ઉપલબ્ધ છે જે દિવ્યાંગ અને બીમાર યાત્રીઓ માટે ખૂબ ઉપયોગી સાબિત થઈ રહી છે. આ અત્યાધુનિક સુવિધાઓ દિવ્યાંગજન યાત્રીઓની જરૂરિયાતોને પૂરી કરવા માટે ડિઝાઇન કરવામાં આવી છે, 25 સ્ટેશનો પર ઓટોમેટિક તથા 69 સ્ટેશનો પર મેન્યુઅલ યાત્રી ઉદઘોષણા સિસ્ટમ લગાવવામાં આવી છે, સ્ટેશનો પર ગ્લો સાઇન પેસેન્જર ગાઈડન્સ બોર્ડ, એલઈડી સ્ટેશન નામ બોર્ડ વગેરે પણ લગાવવામાં આવ્યા છે. અમદાવાદ મંડળ પર અમ્બ્રેલા વર્ક (પીએચ-53) હેઠળ લગભગ 147 કરોડ રૂ.…
ગંભીર અહેવાલ બાદ ગુજરાતના આર્થિક મોડેલ અંગે દેશમાં શંકા Gujarat: નોટબંધી, GST, ચીન, આર્થિક નીતિ, મોટા ઉદ્યોગો મહત્વ, સરકારી સહાય ન મળતાં અને લોકડાઉનને કારણે ઉદ્યોગને મોટો ફટકો પડ્યો છે. છેલ્લા સાત વર્ષમાં 37 લાખ નાના ઉદ્યોગો બંધ થઈ ગયા અને તેમાં કામ કરતા 1 કરોડ 34 લાખ લોકો બેરોજગાર થઈ ગયા છે. અસંગઠિત સેક્ટર એન્ટરપ્રાઇઝિસ ના વાર્ષિક સર્વેમાં આ વિગતો બહાર આવી છે. તેના પરથી એ અંદાજ મૂકી શકાય છે કે, દેશના નુકસાન સામે ગુજરાતના ઉદ્યોગોને 10 ટકા નુકસાન ગણવામાં આવે તો પણ 3 લાખ 70 હજાર ઉદ્યોગો અને 13થી 15 લાખ લોકો બેકારીના ખપ્પરમાં હોમાઈ ગયા છે. વડાપ્રધાને…
મોદી આવાસ યોજનામાં કરોડોના કૌભાંડ થયા PM Awas: કેન્દ્ર સરકારે વર્ષ 2015માં શરૂ થયેલી યોજનાના 9 વર્ષ થયા છે. 9 વર્ષમાં ગુજરાતમાં શહેર અને ગામડાંઓમાં 15 લાખ મકાનો બનાવવા સરકારે રૂ.1 લાખથી 3 લાખ સુધીની આર્થિક સહાય કરી છે. જે લગભગ 19 હજાર કરોડ હોવાનું અનુમાન છે. મે 2023 સુધીમાં 9.54 લાખ ઘરને સહાય મંજૂર કરી હતી. કેન્દ્ર સરકારે 9 વર્ષમાં 10 લાખ મકાનો મંજૂર કર્યા છે, જેમાં 7.50 લાખ ઘરનું બાંધકામ પૂર્ણ કરવામાં આવ્યું છે. 9 વર્ષમાં કેટલા મકાનોને રૂ.1 લાખથી 3 લાખ સુધીની મદદ કરી તેની વિગતો ગુજરાત સરકારે જાહેર કરી નથી. દેશમાં 3 કરોડ નવા મકાનો બનાવવાનું…
Gujarat: આનંદીબેન પટેલના જમાઈ અને દિકરી સામે પ્રકરણો ખુલી રહ્યાં છે. ગાંધી આશ્રમની અંદર અને આસપાસ 21 ઈમારતો એવી છે જેના પર સીધો અથવા પરોક્ષ કબજો જયેશ પટેલ પાસે હતો. તે તમામ મકાનો મોટાભાગે ખાલી કરવાની ફરજ સરકારે પાડી છે. કારણ કે અહીં 1200 કરોડનો સાબરમતી આશ્રમનું સમારકામ શરૂ થયું છે. આનંદીબેન પટેલના જમાઇ જયેશ પટેલના ગેરકાયદે કબજા વાળા 21 મકાનો ખાલી કરાવાયા છે. તેમાં ગાંધીજી પછી જે બન્યા હતા તે તમામ તોડી પડાયા છે. આ 21 મકાનો જયેશ પટેલ છેલ્લા 30 વર્ષથી દબાણ કરીને બેસી ગયા હતા. સરકારે તેમની પાસે સીટની રચના કરીને તેનું નાક દબાવીને ગાંધીજીના મકાનો ખાલી…
Adani: અદાણીને ગૌચરની જમીન ગામને પરત આપવા ગુજરાતની વડી અદાલતે કહ્યું છે. કચ્છમાં અદાણી સેઝને આપેલી 170 હેક્ટર ગૌચર જમીન ગામને પાછી આપવી પડશે. કચ્છના મુન્દ્રા તાલુકાના નવી નાળ ગામની ગૌચરની કિંમતી જમીન ગુજરાત સરકાર દ્વારા અદાણી જૂથને સ્પેશિયલ ઈકોનોમિક ઝોન (સેઝ- એસઈઝેડ) આપતા વિવાદ ચાલતો હતો. ચીફ જસ્ટિસ સુનિતા અગ્રવાલ અને જસ્ટિસ પ્રણવ ત્રિવેદીની ખંડપીઠે સરકાર અને કચ્છ કલેકટરના નિર્ણયને સવાલો કર્યા હતા. ગોચરની જમીન તમે અન્ય હેતુ માટે આપી જ કેવી રીતે શકો? તમારે આ પ્રકારનો નિર્ણય લેતાં પહેલાં ગંભીરતાપૂર્વક વિચારવું જોઈતું હતું. ગામની ગૌચરની જમીન અન્ય હેતુ માટે આપી ન શકાય. સરકારનો નિર્ણય કોઈપણ રીતે યોગ્ય નથી.…
વડોદરા ભાજપ પ્રમુખ દ્વારા પણ ધમકી આપવામાં આવી હતી. BJP: પ્રજાએ ચૂંટેલા પ્રતિનિધિઓ પ્રજાને જ ભાંડી રહ્યાં છે. તેઓ ટપોરી ભાષા બોલી રહ્યાં છે. પ્રજા માટે આવા પ્રતિનિધિઓ ગળાનું હાડકું બની ગયા છે. તેમની વાણી સ્વીકારવા યોગ્ય નથી. પ્રજાના ચૂંટાયેલા પ્રતિનિધિ શેરીના ગુંડાની ભાષામાં વાત કરી રહ્યાં છે. ચૂંટાયેલા પ્રતિનિધિ ક્યારેય લોકશાહીમાં સાચું ઉદાહરણ બની ન શકે. જાહેરજીવનમાં ભાષાકીય વિવેક ઓળંગવો એ ભાજપ માટે સામાન્ય થઈ ગયું છે. પહેલા નેતાઓ આવાં નિવેદનો કરે કે ભાષાને લઈને કોઈ છૂટ લે તો પ્રજા તેને માફ કરતી ન હતી. પરંતુ હવે મોટા નેતાઓ માટે પણ આ વાત સામાન્ય થઈ ગઈ છે. લોકશાહીના મુલ્યો…
ગુજરાતમાં ઉંધે માર્ગે અકસ્માતથી 500 લોકો મોતને ભેટે છે સાચા રસ્તે નહીં ચાલો તો ધરપકડ, દંડ અને સજા Gujarat: ગુજરાતમાં રોંગ સાઈડમાં વાહન ચલાવતા ચાલકો સામે IPC 279 અને મોટર વ્હીકલ એક્ટ 184 હેઠળ ગુનો નોંધાશે. દંડવાની જગ્યાએ કેસ કરવામાં આવશે. આ ગુનામાં વાહન ચાલકની ધરપકડ પણ કરવામાં આવશે. વાહન ચાલકોએ પોલીસ મથકમાંથી જામીન લેવા પડશે. 2018થી આવી ઝુંબેશ ઘણા સ્થળે ચલાવાય છે, જેનો અહેવાલ જાહેર કરાયો નથી. ભ્રષ્ટાચાર હોવાથી આવી ઝુંબેશનું પરિણામ શૂન્ય છે. ધોરી માર્ગો પર રોંગ સાઈડમાં સૌથી વધારે મોત થઈ રહ્યાં છે. છતાં તે અંગે ગુજરાત પોલીસ નિષ્ક્રિય છે. સુરત શહેરમાં ટ્રાફિક પોલીસને 80 ટૂકડીઓ 4…
કોટેશ્વર અને ગોધાવીમાં પરિમલ નથવાણી શું કરી રહ્યાં છે Gujarat: યોગ દિવસે લાખો લોકોએ ગુજરાતમાં શારીરિક શ્રમ કર્યો હતો. પણ ગુજરાતમાં યોગ શિખવે એવા 10 હજાર શિક્ષકો શાળામાં નથી. ખેલ શિખવે એવા 10 હજાર વ્યાયામ શિક્ષકો નથી. 66 લાખ ખેલાડી ખેલ મહા કુંભ થાય છે. પણ 80 ટકા શાળાઓ પાસે રમતના મેદાન નથી. નવી શિક્ષણ નીતિ આવી પણ વ્યાયામ શિક્ષકો ના આવ્યા. સ્પોર્ટસ યુનિવર્સિટી અને યોગ યુનિવર્સિટી બનાવી પણ વિદ્યાર્થીઓ કે શિક્ષકો કેટલાં તૈયાર કર્યા. 23 જૂન 2024ના દિવસે ભારત અને સાઉથ એશિયાનુ એકમાત્ર અને પ્રથમ ઓલિમ્પિક રીસર્ચ સેન્ટર દહેગામના લવાડ સ્થિત રક્ષા યુનિવર્સિટીમાં બનાવામાં આવ્યું છે. ભારત સેન્ટર ઓફ…