Lok Sabha Elections: લોકસભાની 2024ની ચૂંટણીના સાતમા તબક્કામાં 57 મતવિસ્તારો છે. જેમાં 904 ઉમેદવારો છે. 904 ઉમેદવારોમાંથી, 199 (22%) ઉમેદવારો સામે ફોજદારી કેસ છે, જેમાં ગંભીર કેસના ઉમેદવારો 151(17%) છે. ગંભીર ફોજદારી ગુનામાં 13 ઉમેદવારો દોષિત ઠેરવવામાં આવ્યા છે. 4 ઉમેદવારોએ પોતાની વિરુદ્ધ હત્યા સંબંધિત કેસ (IPC કલમ-302) છે. 307 હેઠળ હત્યાના પ્રયાસ સંબંધિત કેસ ધરાવતા ઉમેદવારો 27 છે. 13 ઉમેદવારોએ મહિલાઓ વિરુદ્ધના ગુનાઓમાં સંડોવણી છે. 13 ઉમેદવારોમાંથી, 2 ઉમેદવારો સામે 376 કલમ હેઠળ બળાત્કાર સંબંધિત આરોપો છે. તેને ઓછામાં ઓછી દસ વર્ષની સખત કેદની સજા થશે. 25 ઉમેદવારો સામે અપ્રિય ભાષણ સંબંધિત કેસ છે. ફોજદારી કેસ ધરાવતા પક્ષ મુજબના…
કવિ: દિલીપ પટેલ
Gautam Adani: ભારત અને એશિયાના બીજા નંબરના સૌથી ધનિક વ્યક્તિ ગૌતમ અદાણી હવે વિદેશમાં પોતાનો બિઝનેસ વધારવા પર ધ્યાન કેન્દ્રિત કરી રહ્યા છે. અદાણી ગ્રુપની નજર ત્રણ વિદેશી બંદરો પર છે અને આ માટે તેણે ત્રણ બિલિયન ડોલર એટલે કે લગભગ (25 કરોડ) રૂ. 2,49,77,49,00,000ની રોકડ બનાવી છે. આ જૂથ ભારત-યુરોપ કોરિડોર પર મજબૂત હાજરી આપવા માંગે છે. સૂત્રોના જણાવ્યા અનુસાર દેશમાં આયર્ન ઓર અને કોલસાની આયાતની માંગ વધી રહી છે જ્યારે તૈયાર માલની નિકાસ વધી રહી છે. અદાણી ગ્રુપ આ તકને ઝડપી લેવા માંગે છે. યુરોપ, આફ્રિકા અને દક્ષિણ પૂર્વ એશિયાના ત્રણ મોટા બંદરો પર તેની નજર છે. બ્લૂમબર્ગ…
ચૂંટણી પંચનું ષડયંત્ર Lok Sabha Election:ગુજરાતમાં લોસભાની અનેક બેઠકો પર ચૂંટણીમાં ગોલમાલ થઈ હોવાની ફરિયાદો મોટા પ્રમાણમાં ઉઠી છે. ઉમેદવારોને ધમકાવવા, તેને સવલતો ન આપવા, મતદાનમાં ગોલમાલ અને બોગસ વોટીંગની અનેક ફરિયાદો ગુજરાતમાં ઊઠી છે. ઉમેદવારનું અપહરણ અને પક્ષાંતર કરાવાયા છે. આ વખતની ચૂંટણી નિષ્પક્ષ નથી જ. મતદાનના આંકડાઓમાં ગોલમાલ કરવામાં આવી છે. ફરી એક વખત ગુજરાતની 26 બેઠકો 5 લાખની સરસાયથી જીતવાનો દાવો ભાજપે કર્યો છે. ઓછું મતદાન કરીને લોકોએ સરકારનો વિરોધ કર્યો હોવા છતાં ભાજપને તમામ 26 બેઠકો મળે તે માટેનો કારશો રચાઈ ગયો છે. અનેક વિસ્તારોમાં ચૂંટણી અધિકારીઓની વર્તણુંક શંકાસ્પદ અને ભાજપને મદદ કરનારી જોવા મળી છે.…
Gujarat: ગુજરાતની સરકારી કચેરીઓમાં આતંકવાદ વિરુદ્ધ શપથ લેવામાં આવી રહ્યા છે. દેશના નાગરિકોને આતંકવાદ અને હિંસાથી દૂર રાખવા દર વર્ષે 21મી મેના રોજ આતંકવાદ વિરોધી દિવસ તરીકે મનાવવામાં આવે છે. આ દિવસના ભાગરૂપે ગાંધીનગરની તમામ સરકારી કચેરીઓ અને ખાનગી એકમોમાં કર્મચારીઓ તથા સહભાગીઓ દ્વારા આતંકવાદ વિરૂદ્ધના શપથ લેવામાં આવી રહ્યાં છે. જ્યારે જ્યારે ચૂંટણી આવે છે ત્યારે ત્યારે ગુજરાતમાં આતંદવાદીઓ પણ આવવા લાગે છે. આતંકવાદ વિરોધી દિવસ 21મે 1991ના દિવસે પૂર્વ વડાપ્રધાન રાજીવ ગાંધીની બોમ્બ બ્લાસ્ટમાં હત્યા કરવામાં આવી હતી. રાજીવ ગાંધી એક ચૂંટણી રેલીમાં ભાગ લેવા માટે શ્રીપેરંબુદુર (તમિલનાડુ) ગયા હતા. રેલી પહેલા લોકોની શુભેચ્છા સ્વીકારતી વખતે રાજીવ ગાંધી…
Gujarat: પ્રાંતિજમાં ખેતી કરતાં ખેડૂત કલ્પેશ પટેલ રંગબેરંગી ફુલ કોબી શાક ઉગાડવા માટે વિશ્વની કંપનીઓ અને ગુજરાતના ખેડૂતોમાં જાણીતા છે. કંપનીઓ બાયો-ફોર્ટિફાઇડ જાતોની ખેતી કરીને નવીનતા રજૂ કરી છે. પોતાના ખેતરમાં વિવિધ દેશોમાં સંશોધન કરેલા બિયારણોના પ્રયોગ તેના ખેતરમાં કરે છે. તેમણે નવા જ પ્રકારની જાંબલી, આછો જાંબલી અને કેસરી રંગના ફ્લાવર કોબી ઉગાડી બતાવી હતી. તેમનું ખેતર વિશ્વની ઘણી કંપનીઓ માટે પ્રયોગશાળા છે. ગુજરાતના ખેડૂતોને નવી રીત શિખવવા માટે તેઓ પ્રેરણા પુરી પાડી રહ્યાં છે. તેમના ખેતરમાં 10 જાતની ફુલ કોબીના અખતરો એક વૈશ્વિક કંપની દ્વારા એકી સાથે થયો છે. તેઓ ગુજરાત, ભારત અને વિશ્વની 17 કંપનીઓ સાથે ફિલ્ડ…
New research: નવા પુસ્તક ‘ધ રમ્બલિંગ અર્થ – ધ સ્ટોરી ઓફ ઈન્ડિયન અર્થક્વેક્સ’ પર જાણીતા સિસ્મોલોજીસ્ટ ડૉ. સી.પી. રાજેન્દ્રને લખ્યું છે. જેમાં ગુજરાતનો ઉલ્લેખ હિમાલય, પ્રશાંત મહાસાગર બાદ ગુજરાત પ્રદેશ ધરતીકંપ માટે જોખમી હોવાનું સંશોધન જાહેર કર્યું છે. આ માટે તેમાં કચ્છમાં આવેલા 1819 અને 2001ના ધરતીકંપનો ઊંડો અભ્યાસ કરાયો છે. 200 વર્ષ પહેલાં કચ્છમાં આવેલા વિનાશક ધરતીકંપનું આધુનિક સાધનો દ્વારા પહેલી વખત ઊંડો અભ્યાસ કરાયો છે. 66 ફોલ્ટ લાઈન જીઓલોજિકલ સર્વે ઓફ ઈન્ડિયાએ દસ્તાવેજીકરણ કર્યું છે કે 66 સક્રિય ફોલ્ટ લાઈનો છે. જે તમામ ભૂકંપ પેદા કરી શકે છે. જેમાં ગુજરાત એક છે. હિમાલય, ઉત્તરપૂર્વ ભારત, ગુજરાત અને આંદામાન…
Gujarat: નવો સાબરમતી આશ્રમ બની રહ્યો છે. જેમાં 289 મકાનો ખાલી કરાવવા માટે સરકારે વળતર આપ્યું છે. એક મકાનના 60 લાખથી 1.20 કરોડ સુધીની રકમ કુટુંબ દીઠ કે મકાન દીઠ ચૂકવાઈ છે. તેમાં મોટું કૌભાંડ થયું છે. ઓછામાં ઓછા 18 મકાનો એવા છે કે જેને વળતર મળી શકે તેમ ન હતું તેમને વળતર આપવામાં આવ્યું છે. જેમાં ભાજપના નેતાઓના ડ્રાઈવર, પટાવળા, અંગત મદદનીશ અને જમાઈનો સમાવેશ થાય છે. તેમના કુટુંબના લોકોનો સમાવેશ થાય છે. સાબરમતી આશ્રમ માટે 1246 કરોડ રૂપિયા સરકારે ફાળવેલા છે. જેમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીના માનીતા આર્કીટેકને પ્રોજેક્ટ તૈયાર કરવાનું કામ લાગવગથી આપી દેવામાં આવ્યું છે. કૌભાંડની શરૂઆત…
Gujarat: સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે ચિલ્ડ્રન ન્યુટ્રીશન પાર્ક એ વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા ડિઝાઇન અને અમલમાં મુકાયેલો 5 એકરનો થીમ પાર્ક છે. સહી પોષણ, દેશ રોશનની થીમ પર બનેલો વડા પ્રધાન નરેદ્ર મોદીનો પ્રોજેક્ટ બનાવાયો તેમાં કૌભાંડ થતાં ગુજરાત ભરમાં તેની ચર્ચા થઈ રહી છે. તે અંગે વન વિભાગ અને સચિવની બેઠક 17 મે 2024માં થઈ હતી. વિશ્વની સૌથી ઊંચી પ્રતિમા સ્ટેચ્યુ ઓફ યુનિટી પાસે અને કેવડિયામાં સરદાર સરોવર બંધ પાસે ચિલ્ડ્રન ન્યુટ્રીશન પાર્કમાં કૌભાંડ થયું છે. બાળકો માટે રૂ.125 તથા વયસ્ક વ્યક્તિ માટે રૂ.200 ટિકિટનો દર રાખવામાં આવ્યો હતો. બહુ ઓછા મુલાકાતી ત્યાં જાય છે. ન્યુટ્રીશિયન પાર્ક એટલા માટે…
ગુજરાતી કોમેડિયનની કોપી કરીને સંપતિ મેળવવની શરૂઆત કરી Technology: યુટ્યુબ પર વિડિયો મૂકીને રૂ. 200 કરોડનો માલિક બનેલા બિહારના અરમાન ગુજરાતી કોમેડિ વિડિયો કોપી કરતાં પકડાયો અને તેને ચેનલ બંધ કરી દેવામાં આવી હતી. તેને પ્રેરણા આપનારા ગુજરાતી કોમેડિયો છે. આજે પણ ગુજરાતમાં સૌથી વધારે વિડિયો હાસ્ય – કોમેડીના જોવાય છે. વસતી પ્રમાણે ગુજરાતમાં હાસ્યને લગતાં વિડિયો સૌથી વધારે જોવાય છે. તેમાં રીલ વધારે જોવામાં આવી રહી છે. ગુજરાતના અનેક યુટ્યુબર લાખો રૂપિયા કમાઈ રહ્યાં છે. નોકરી માટેનું નવો વ્યવસાય ખુલ્લો થયો છે. અરમાન મલિક યુટ્યુબ ચેનલ દ્વારા રૂ. 200 કરોડની આસપાસ માલિક બની ગયો હોવાની જાહેરાત ગઈ કાલે થઈ…
Gujarat: રાજકીય પક્ષોની આઈટી ગેંગ દ્વારા નેટનો વ્યવસ્થિત રીતે દુરુપયોગ કરવામાં આવી રહ્યો છે. ધમકીઓ આપવામાં આવી રહી છે અને જો લોકો તેમની મરજી મુજબ ન લખે તો રાજકીય સમર્થકો વોટ્સએપ, ફેસબુક અને ટ્વિટર પર બદનક્ષીનો ખેલ શરૂ કરી દે છે. આવું ગુજરાતની ચૂંટણીમાં થયું હતું. ભગવાં પક્ષની સોશિયલ મિડિયા માટે ભાડે રાખેલી ગેંગો દ્વારા લોકોને ટ્રોલ કરાય છે અને તેના અંગે ખરાબ ભાષા લખાય છે. ગંદી ગાળોની તેઓ સંસકૃત્તિ ઊભી કરી દીધી છે. ભગવા ગેગને ટ્વિટર અથવા એકસ સહકાર આપતું નથી. તેમના વિરોધની પોસ્ટ તે દવાબી દેતું નથી કે વાયરલ ન થાય તેવી ટેકનોલોજી વાપરતું નથી. તેથી પોતાને ગમતી…