Gujarat: ગુજરાત સરકારને વિભાગે ઈન્ટરનેટ અંગે આજે વિગતો જાહેર કરી છે. ભારતમાં 82 કરોડ અને ગુજરાતમાં 5.18 કરોડ લોકો ઇન્ટરનેટ કનેક્ટિવિટીનો ઉપયોગ કરે છે ઈન્ટરનેટ બંધ થવાના કેસ વિશ્વના અન્ય દેશો કરતા ભારતમાં વધુ છે. ભારતમાં 3 રાજ્યો પૈકી એક ગુજરાત છે, જ્યાં ઈન્ટરનેટ બંધ કરાવવામાં સરકાર આગળ છે. 2024માં મોદી સરકારે લદાખમાં ઇન્ટરનેટ બંધ કરી દીધું અને કલમ 144 લાગુ કરી હતી. મોદીના ગુજરાતમાં વારંવાર ઈન્ટરનેટ બંધ કરી દેવામાં આવે છે. એ જ રીતે 144મી કલમ દ્વારા લોકોના વિચારો પણ બંધ કરી દેવામાં આવે છે. મોદી સરકારે લોકોની વાત સાંભળવી જોઈએ. 25 ફેબ્રુઆરી 2024માં ખેડૂત આંદોલનમાં હરિયાણાના 7 જિલ્લામાં…
કવિ: દિલીપ પટેલ
Gujarat: નરેન્દ્ર મોદી મુખ્ય પ્રધાન હતા ત્યારે પાંચ વખત અને દેશના વડાપ્રધાન તરીકે ચારથી અનેક વખત ચીનની મુલાકાત લીધી હતી. તેઓ વડાપ્રધાન બન્યા પછી 20 સૈનિકો ડોકલામામાં સહિદ થયા. ચીને 4 હજાર ચોરસ કિલો મીટરનો ભારતનો પ્રદેશ પડાવી લીધો છે. છતાં મોદી ચીન સાથે વેપારી સંબંધો વધારી રહ્યાં છે. અમેરિકા અને ચીન વચ્ચે શરૂ થયેલા વેપાર યુદ્ધના પરિણામે ચીનનો સસ્તો માલ ભારતમાં ડમ્પ થશે. જેમાં ગુજરાતને સૌથી મોટું નુકસાન થવાનું છે. છતાં કેન્દ્રની ડરપોક મોદી સરકાર ચીન સામે કોઈ પગલાં લેવા તૈયાર નથી. ચીન સાથે ભારતનું વધતું વેપાર અસંતુલન ઊભું થયું છે. ચીન દેશમાંથી વધુ માલ ખરીદીએ છીએ જ્યારે તેને…
BJP: ચૂંટણી લડવા માટે પક્ષ બદલીને નેતાઓને લોકસભાની ચૂંટણીઓમાં ભાજપના ઉમેદવારો 25 ટકા પક્ષપલટુ છે. ગુજરાતમાં પણ ભાજપે પક્ષપલટુઓને ઉમેદવારો બનાવી દીધા છે. ભારતીય રાજકારણમાં તે અસામાન્ય છે. લોકસભા ચૂંટણીમાં ભાજપે ચોથા ભાગ અર્થાત 25 ટકા ટીકીટ બીજા પક્ષમાંથી આવેલા નેતાઓને આપી છે. ભાજપના 435 માંથી 106 ઉમેદવારો એવા છે કે જે છેલ્લા 10 વર્ષ દરમ્યાન અન્ય રાજકીય પક્ષમાંથી ભાજપમાં જોડાયા હતા તેનાથી પણ મહત્વની વાત એ છે કે 106 પૈકીનાં 90 ઉમેદવારો તો છેલ્લા પાંચ વર્ષમાં જ ભાજપમાં સામેલ થયા હતા. જેમાં ગુજરાતના 3 ઉમેદવારો છે. વિધાનસભાના ગુજરાતના 5 ઉમેદવારો છે. જામનગરના ભાજપના ઉમેદવાર પુનમ માડમ મૂળ કોંગ્રેસ કુળના…
Gujarat: ઉત્તરાખંડમાં 10મી મેથી ચારધામ યાત્રા શરૂ થઈ છે. જેમાં 20 લાખ લોકો જોડાય તેમ છે. 20 લાખમાંથી ગુજરાતના 1.80થી 2 લાખ યાત્રાળુ હશે. તે સમયે અહીં પુજારીઓ સરકારની નીતિ સામે હડતાલ પર ઉતર્યા છે તેથી યાત્રા જોખમમાં મૂકાઈ છે. અહીં પૂરમાં હજારો લોકોના મોત બાદ મંદિર પર ધાર્મિક વિવાદો ઊભા થઈ રહ્યાં છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ અહીં વીઆઈપી મુલાકાત લીધી બાદ વિવાદો વધ્યા છે. જેમાં VIP લોકોની ઘુસણખોરી સામે ભાજપ સરકાર સામે વિરોધ થયો છે. ગુજરાત સરકારને પણ એક પત્ર ઉત્તરાખંડ સરકારે લખ્યો છે કે ગુજરાતથી વીઆઈપી મોકલવામાં ન આવે. મુખ્ય સચિવોને પત્ર લખીને વિનંતી કરી છે કે તેઓ…
Gujarat: દિલીપ સંઘાણી સામે ઈફકોમાં ભ્રષ્ટાચાર થયો હોવાનો આરોપ મૂકતો પત્ર જાહેર થયો છે. આ અગાઉ તેઓ મોદીની સરકારમાં પ્રધાન હતા ત્યારે તેમની સામે માછલા પકડવા માટે કૌભાંડના આરોપો હતા. ગુજરાતના રૂ.400 કરોડના કોંભાંડમાં પૂર્વ મુખ્ય પ્રધાન નરેન્દ્ર મોદીની સરકારમાં હતા એવા પ્રધાનોને અદાલતે ધરપકડ વોરંટ જાહેર કર્યા હતા. તે કોઈ નહીં પણ દિલીપ સંઘાણી અને પરસોત્તમ સોલંકી સામે હતા. સંઘાણી કૃષિ પ્રધાન હતા તેના નાયબ પ્રધાન સોલંકી હતા. 2019ની લોકસભાની ચૂંટણીની ચૂંટણી પહેલા જ ભાજપાના સરકારના પ્રધાન પરસોત્તમ સોલંકીની રૂ.400 કરોડના ફીશરીઝ કૌભાંડમાં ખાસ લાંચ રૂશ્વત વિરોધી દળની અદાલતે ધરપકડ માટે વોરંટ જાહેર કર્યું હતું. અગાઉ ગુનાની સુનાવણી દરમિયાન…
Gujarat: 2021 માં ગુજરાત સરકાર સાથે ઈન્ડો એશિયા કોપર સાથે એમઓયુ અમરેલીના રાજુલા માટે કર્યા હતા. કામગીરી 2025 માં શરૂ થવાની છે. આ વિશાળ પ્રોજેક્ટમાં રૂ. 17 હજાર કરોડનું થવાનું છે. જેમાં તાંલુ ગાળવામાં આવશે. આવી બીજી ભારતની સૌથી મોટી ફેક્ટરી અદાણીની કચ્છમાં ચાલુ થઈ ગઈ છે. અમરેલીમાં આ ફેક્ટરી મોટું પ્રદૂષણ કરશે એવું જાહેર કરીને અહીં આંદોલન ચાલી રહ્યું છે. જેને ભાજપના કેટલાંક નેતાઓ મદદ કરી રહ્યાં છે. ફેક્ટરી માટે પ્રશ્નો ઊભા કરનારાઓને ઉમેદવાર નહીં બનાવીને અંગુઠા છાપ 6 ધોરણ ભણેલાં કહ્યાગરા નેતાને ઉમેદવાર બનાવીને દિલ્હીના એક નેતા પોતાના ક્રિકેટના વ્યવસાય સાથે જોડાયેલા પુત્ર માટે માર્ગ મોકળો કરી આપ્યો…
BJP:ક્ષત્રિય, દલિત, આદિવાસી અને મુસલમાનની થિયરી ભાજપે પોતાની સામે જ લાવી દીધી છે. કોંગ્રેસ તે ચક્રવ્યૂહમાં બરાબર ફસાયો હતો. જે ભૂલ માધવસિંહ સોલંકીએ 1985માં કરી હતી. તે ભૂલ ભાજપની એન્ટી ખામ થિયરીમાં પણ કરી બેઠી છે. ક્ષત્રિય, દલિત, આદિવાસી અને મુસલમાન મોટા ભાગે ભાજપ સામે છે એવો માહોલ ઊભો કરીને ભાજપે બાકીના 70 ટકા મતદારોને પોતાની પાસે ખેંચી લીધા છે. જેનાથી મોટો ફાયદો થયો છે. રાજકોટ બેઠકના ભાજપના ઉમેદવાર અને કેન્દ્રીય મંત્રી પુરૂષોત્તમ રૂપાલાના નિવેદન પર થયેલા વિવાદ બાદ કોંગ્રેસને આશા છે કે તેને KHAM થિયરીનો ફાયદો થશે. પણ એવું નથી. પૂર્વ મુખ્ય પ્રધાન માધવસિંહ સોલંકીએ ક્ષત્રિય, હરિજન, આદિવાસી અને…
BJP: ભાજપમાં 30-40 વર્ષથી કામ કરનારા કાર્યકરોને ટિકિટ મળતી નથી. પરંતુ કોંગ્રેસમાંથી આવતા નેતાઓ મંત્રી બને છે. ભાજપમાં ચાલી રહેલા ભરતી મેળા આ વખતે ભાજપને ભારે પડી ગયા હતા. કોંગ્રેસના નેતાઓ સવારે રાજીનામું આપે છે, બપોરે ભાજપમાં આવી જાય છે. સાંજે ટિકિટ મેળવે છે, આ સારી વાત નથી. જીતે એટલે પ્રધાન બની જાય છે. આવા આ ચૂંટણીમાં 26 હજાર પક્ષાંતર ભાજપે કરાવ્યા હતા. ભાજપ પ્રમુખ ચંદ્રકાંત પાટીલે પોતે જાહેર કર્યું હતું કે 18 હજાર કાર્યકરોનું મેં પક્ષાંતર કરાવીને ભાજપમાં લાવ્યો છું. ગુજરાતમાં લોકસભાની ચૂંટણી પૂર્ણ થઈ ગઈ હોવા છતાં ભાજપમાં નારાજગી યથાવત છે. ઈફકોની ચૂંટણીમાં કોંગ્રેસથી પક્ષાંતર કરાવીને ભાજપમાં લાવામાં…
India: રોગચાળો, બેરોજગારી અને મોંઘવારીએ સામાન્ય લોકોમાં કફોડી સ્થિતિ સર્જી છે. અંગ્રેજ રાજ પછી સૌથી વધારે આર્થિક અસમાનતા આવી ગઈ તે નીચું મતદાન કારણ હોઈ શકે છે 2022-23માં પરિવારોની ચોખ્ખી નાણાકીય સંપત્તિ GDP (ગ્રોસ ડોમેસ્ટિક પ્રોડક્ટ)ના માત્ર 5.1 ટકા પર આવી ગઈ છે. જે પાંચ વર્ષમાં સૌથી નીચું સ્તર છે. 2020-21 કરતાં અડધા કરતાં પણ ઓછું છે. લોકસભાની ચૂંટણીમાં જો લોકોએ સમજી વિચારીને મતદાન કર્યું હોય તો તે પોતાની આવક વધારે એવી સરકાર લાવવા સક્ષમ હતા. જે પરિણામો બાદ ખબર પડશે. પણ મોદી સરકાર આવશે તો એ નક્કી છે કે, ગરીબી વધવાની છે. મધ્યમ વર્ગની આવક હજુ નીચે જશે. શ્રીમંતોની…
India: ગુજરાતના લોકો સત્યને વરેલા છે. પણ ગુજરાતથી દિલ્હી ગયેલા નેતાઓ અસત્યભાષા બોલી રહ્યાં છે. મોદીનું અત્યાર સુધીનું સૌથી મોટું અસત્ય બહાર આવ્યું છે. 8 મે 2024માં દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી તેલંગાણાના કરીમનગરમાં એક ચૂંટણી રેલીને સંબોધિત કરતી વખતે વિશ્વને ચોંકીવે દે એવું મહાજુઠ બોલ્યા હતા. પોતાના પરમ મિત્ર અદાણી અને અંબાણી અંગે તેઓ વડાપ્રધાન બન્યા પછી બોલ્યા પણ જૂઠ બોલ્યા. વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ એક નવો મુદ્દો ઉઠાવ્યો હતો. પીએમ મોદીએ કોંગ્રેસ પર ઉદ્યોગપતિ ગૌતમ અદાણી અને મુકેશ અંબાણી સાથે ‘ડીલ’ કરવાનો આરોપ લગાવ્યો હતો. ગુજરાતમાંથી આવતાં આ બંને ઉદ્યોગપતિઓ મોદીના નજીકના હોવાનું કહેવાય છે. તેની સામે વિપક્ષે પીએમ…