Lok Sabha Election: લોકસભા ચૂંટણીના બીજા તબક્કામાં આસામ, બિહાર, છત્તીસગઢ, કર્ણાટક, કેરળ, મધ્યપ્રદેશ, મહારાષ્ટ્ર, મણિપુર, રાજસ્થાન, ત્રિપુરા, ઉત્તર પ્રદેશની કુલ 89 બેઠકો પર 26 એપ્રિલે મતદાન છે. પશ્ચિમ બંગાળ, જમ્મુ અને કાશ્મીર. આ બેઠકો માટે કુલ 1,206 ઉમેદવારો મેદાનમાં છે. આ તબક્કામાં નરેન્દ્ર મોદી કેબિનેટના ત્રણ કેન્દ્રીય પ્રધાનો, બે ભૂતપૂર્વ મુખ્ય પ્રધાનો, રાજસ્થાનના બે ભૂતપૂર્વ મુખ્ય પ્રધાનોના પુત્રો સહિત ઘણા દિગ્ગજ નેતાઓની પ્રતિષ્ઠા દાવ પર છે. ગત લોકસભા ચૂંટણીમાં ભારતીય જનતા પાર્ટીએ આ તબક્કામાં 89માંથી 51 બેઠકો જીતી હતી. આ વખતે ઘણી તકલિફ છે. એનડીએના સાથી પક્ષોના ખાતામાં 8 બેઠકો હતી. આ ચૂંટણીમાં કોંગ્રેસના 21 સાંસદોનો વિજય થયો હતો. બાકીની…
કવિ: દિલીપ પટેલ
Gujarat: ખુદ વડાપ્રધાન મોદીના ભાજપના પ્રચારમાં અચાનક ફેરફાર આવ્યો છે. વિકાસના પ્રચારના બદલે વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ પોતાનું વલણ બદલ્યું છે. મુસ્લિમ તુષ્ટિકરણ માટે કોંગ્રેસ પર પ્રહારો શરૂ કર્યા છે. એ બતાવે છે કે મોદીને કોંગ્રેસનો મોટો ભય લાગી રહ્યો છે. જે રીતે અમિત શાહ પણ ગાંધીનગરમાં ભયભીત દેખાય છે. ભાષા અને ધાર્મિક છબીનો ઉપયોગ કરીને ચૂંટણી કાયદાના ઉલ્લંઘ વડાપ્રધાન કરી રહ્યાં છે. ચૂંટણી પંચે જેની ગંભીર નોંધ લીધી છે. મોદી 22મીએ ગુજરાત આવવાના હતા પણ તેમણે ગુજરાતમાં રાજકોટમાં સભા કરવાનું માંડી વાળીને તેઓ બીજા તબક્કા માટે વધારે સમય આપવો પડી રહ્યો છે. વર્તમાન લોકસભા ચૂંટણીના બીજા તબક્કા માટે આજે…
Education: જ્યારે નરેન્દ્ર મોદીની આગેવાની હેઠળના નેશનલ ડેમોક્રેટિક એલાયન્સ (NDA) એ 2014 માં સત્તામાં આવ્યા પછી શિક્ષણમાં સુધારો કરવાનું વચન આપ્યું હતું. છોકરીઓ પર વિશેષ ધ્યાન કેન્દ્રિત કરવાનું વચન આપ્યું હતું. શિક્ષણ પરનો જાહેર ખર્ચ જીડીપીના 6 ટકા જેટલો કરવાનું વચન મોદીએ આપ્યું હતું. મોદી સરકારના એક દાયકાના લાંબા શાસનમાં પાઠ્યપુસ્તકોમાં ઇતિહાસ અને રાજનીતિમાં હિન્દુત્વના વર્ણનને અનુરૂપ બદલવામાં આવ્યા છે. પણ લોકો માટે શિક્ષણ મેળવવું મુશ્કેલ બન્યું છે. મોદી સરકાર દ્વારા આપવામાં આવેલા વચનો અને શિક્ષણના ક્ષેત્રમાં જમીની વાસ્તવિકતાનો ખ્યાલ મેળવવા માટે, ફાઇનાન્શિયલ એકાઉન્ટેબિલિટી નેટવર્ક ઇન્ડિયા (FAN-India) એ ‘એજ્યુકેશન રિપોર્ટ કાર્ડ-2014-24’ બહાર પાડ્યું છે. શાળા બંધ કરી રાષ્ટ્રીય શિક્ષણ નીતિ…
Gujarat: સુરતમાં રાજકીય આગ લાગી છે. સુરતમાં ભાજપ સરલતાથી જીતી શકે તેમ હતો છતાં પક્ષાંતર કરાવી બિનહરીફ ઉમેદવાર જાહેર કરાયા છે. 75 કલાક રાજકીય ડ્રામાં ચાલ્યો હતો પણ તેની શરૂઆત તો 32 દિવસ પહેલાં થઈ ચૂકી હતી. 20 એપ્રિલે ઉમેદવારી પત્રોની ચકાસણી વખતે ભાજપના ચૂંટણી એજન્ટ દિનેશ જોધાણીએ કોગ્રેસના ઉમેદવાર નિલેશ કુંભાણી અને ડમી ઉમેદવારના ચાર ટેકેદારો યોગ્ય નથી તેવો વાંધો ઉઠાવ્યો હતો. નિલેશ કુંભાણીના નામની દરખાસ્ત કરનારા તેમના સગા, મિત્રો હતા. હોવા છતા તે ચૂંટણી અધિકારી સમક્ષ હાજર થઇને ફોર્મમાં તેમની સહી નથી તેવી એફેડેવીટ કરી હતી. વધુમા ડમી ઉમેદવારના ટેકેદારે પણ પોતાની સહી ન હોવાનું કહ્યું હતું. હવે…
Adani: અદાણી ગ્રુપ ફરી એકવાર વિવાદ ઊભો થયો છે. સિક્યોરિટીઝ એન્ડ એક્સચેન્જ બોર્ડ ઓફ ઈન્ડિયા (સેબી) એ શોધી કાઢ્યું છે કે અદાણીની કંપનીઓમાં રોકાણ કરતા 12 વિદેશી ફંડોએ તેના ડિસ્ક્લોઝર નિયમોનું ઉલ્લંઘન કર્યું હતું અને રોકાણની મર્યાદા કરતાં વધુ રોકાણ કર્યું હતું. આ વર્ષની શરૂઆતમાં નિયમોના ઉલ્લંઘનના આરોપમાં અદાણી જૂથમાં રોકાણ કરનારા એક ડઝન ભારત બહારના – ઓફશોર રોકાણકારોને નોટિસ મોકલવામાં આવી હતી. તેમને ડિસ્ક્લોઝર નિયમો અને રોકાણ મર્યાદાના ઉલ્લંઘન અંગે તેમની સ્થિતિ સ્પષ્ટ કરવા પણ કહેવામાં આવ્યું હતું. ઓફશોર ફંડ વ્યક્તિગત સ્તરે અદાણી જૂથની કંપનીઓમાં તેમના રોકાણની જાણ કરી રહ્યા હતા. જ્યારે સેબી ઇચ્છે છે કે આને ઓફશોર ફંડ…
Manipur: 2024ની લોકસભા ચૂંટણીના પ્રથમ તબક્કા દરમિયાન શુક્રવારે મણિપુરના બિષ્ણુપુર જિલ્લાના થમનપોકપીમાં એક મતદાન કેન્દ્ર પર ફાયરિંગ થયું હતું. જેમાં 3 લોકો ઘાયલ થયા હતા. દરમિયાન, ઇમ્ફાલ પૂર્વના થોંગજુમાં એક બૂથ પર EVM તોડફોડના સમાચાર મળ્યા હતા. મણિપુરમાં લોકસભા ચૂંટણી દરમિયાન છૂટાછવાયા હિંસાના અહેવાલો આવ્યા છે, પરંતુ તેમ છતાં અહીં 68.6 ટકા મતદાન થયું છે. આંતરિક મણિપુરમાં 72.3 ટકા અને બાહ્ય મણિપુરમાં 61.9 ટકા મતદાન થયું હતું. જોકે, હિંસામાં ઈલેક્ટ્રોનિક વોટિંગ મશીનને નુકસાન થયું છે. મણિપુરની એક લોકસભા સીટ પર આજે પ્રથમ તબક્કામાં મતદાન થયું હતું. ઉત્તર-પૂર્વીય રાજ્ય એક વર્ષથી ઓછા સમય માટે હિંસાની પકડમાં છે. પરિસ્થિતિ હજુ પણ સંપૂર્ણ…
Gujarat: મહેસાણાના ખેરાલુના મંદ્રોપુર ગામના 50 વર્ષની ઉંમરના ખેડૂત પથુભાઈ લવજી ચૌધરી 10 વર્ષથી પાલેકરની પદ્ધતિ પ્રમાણે ખેતી કરે છે. ગુજરાતના રાજ્યપાલ અને પ્રાકૃતિક ખેતીના ગુજરાતના પ્રણેતા રાજ્યપાલ આચાર્ય દેવવ્રતે 21 જાન્યુઆરી 2024માં તેમના ખેતરમાં જઈ આવ્યા છે. રાજ્યપાલે ગુજરાતમાં આવીને પહેલી બેઠક કરી ત્યારથી તેઓ તેમની સાથે છે. તેમના ખેતરમાં 5 હજાર ખેડૂતો પ્રાકૃતિક ખેતી જોવા અને શિખવા માટે આવેલા છે. એકજ ખેતરમાં 12 પ્રકારની શાકભાજી જોઈને રાજ્યપાલ રાજી થયા હતા. તેમની ખેતી અનોખી ખેતી છે. જે લોકોના જીવન બચાવે છે. રોગ થતાં અટકે છે. પર્યાવરણને બચાવે છે. મોતની ખેતી ગુજરાતમાં પ્રદૂષણના કારણે 2 લાખ લોકો મરે છે. ગુજરાતમાં…
Gujarat: ગોળીબાર કરનાર વિકી સાહેબ સાહ અને સાગર યોગેન્દ્ર પાલ બંને ઝડપી પાડ્યા છે. વિકી સાહેબ ગુપ્તા તેમજ સાગર શ્રીજોગેન્દ્ર પાલ આખરે કચ્છમાં માતાના મઢ એટલે કે કરાચી નજીકની સરહદ પરથી પકડાઈ ગયા છે. સલમાન ખાનના બ્રાંદ્રા વિસ્તારમાં ગેલેક્સી એપાર્ટમેન્ટ ઘર ઉપર હુમલામાં મુંબઈ ક્રાઈમ બ્રાન્ચે સલમાન ખાનના બાંદ્રા વેસ્ટ ખાતે આવેલા ઘરની બહાર ફાયરિંગની ઘટનામાં સંડોવણીની શંકાના આધારે બે લોકોની ગુજરાતથી અટકાયત કરી છે. લોરેન્સ બિસ્નોઈ ગેંગના બે આરોપીઓને પશ્ચિમ કચ્છ પોલીસે માતાના મઢ ખાતેથી ઝડપી લીધા હતાં. આરોપી વિકિ સાહેબસાબ ગુપ્તા ઉ.વ. 24 રહે ગામ મસહી થાણા ગોહના તા. નરકટિયા ગજ જી. વેસ્ટ ચાંપાનેર બિહાર તથા સાગર શ્રીજોગેન્દ્ર…
કોંગ્રેસની ‘ન્યાયપત્ર’ નહીં જાતિ પત્ર બની રહી Congress Manifesto 2024: કોંગ્રેસ પાર્ટીએ 5 એપ્રિલ 2024ના રોજ લોકસભા ચૂંટણી માટે તેનો મેનિફેસ્ટો બહાર પાડ્યો છે. તેનું બીજું નામ ન્યાય પત્ર પણ છે. કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગે, સોનિયા ગાંધી અને રાહુલ ગાંધીએ આ મેનિફેસ્ટોને ‘ન્યાય પત્ર’ નામ આપ્યું છે. આ ઢંઢેરામાં કોંગ્રેસની જનતાની 25 બાંયધરી આપી છે. જેમાં ભારતના ભવિષ્યની વાત બહુ દેખાતી નથી. આયોજન નથી. માત્ર ખાલી વચનો છે. જેમાં જાતિવાદ ફરી એક વખત દેખા દે છે. કોંગ્રેસ માટે નિષ્ફળતાનું મોડેલ ગુજરાત હોવું જોઈએ. કારણ કે ગુજરાતમાં કોંગ્રેસે જાતિવાદ ખેલ્યો હતો તેના પરિણામો 40 વર્ષથી ભોગવી રહી છે. માધવસિંહ સોલંકીએ જાતિવાદ…
Gujarat: ફરી એક વખત ભાજપે પક્ષાંતર કરાવ્યું છે. એ એવા માણસનું કે જેમણે વડાપ્રધાન જ્યારે મુખ્ય પ્રધાન હતા ત્યારે પત્રકાર પરિષદ બોલાવીને તેમણે નરેન્દ્ર મોદીના અંગત જીવન અને જાહેરમાં આરોપો મૂક્યા હતા. તેમના પત્નિ અને બીજી અંગત બાબતો જાહેર કરી હતી. શંકરસિંહ વાઘેલાના એક સમયના મજબૂત સાથીદાર સોમા ગાંડા કોળીપટેલ તેનું નામ છે. તેઓ ફરી ભાજપમાં ગયા છે. ભાજપ નામનો હાથી હવે સોમા ગાંડાને પણ પોતાના પક્ષમાં લઈ રહ્યો છે. નીતિ અને નીતિમત્તા કોઈનામાં રહી નથી. આ એજ સોમા ગાંડા છે જેમણે પૂર્વ મુખ્ય પ્રધાન વિજય રૂપાણી પાસેથી રૂ. 15 કરોડ લઈને રાજીનામું આપ્યું હોવાની વાત એક સ્ટીંગ ઓપરેશનમાં કરી…