Dudhsagar dairy: દૂધસાગર ડેરી દ્વારા બનાવવામાં આવેલા 620 મેટ્રિક ટન ઘીમાં પામ ઓઇલની ભેળસેળ કરવામાં આવી હતી. આરોપીઓ છૂટા ફરી રહ્યાં છે. ભાજપના નેતાઓના કારણે દૂધમાં કાળો કારોબાર વધી ગયો છે. તાત્કાલિક આરોગ્ય માટે જોખમ ઊભું કરતા નથી. પણ મોનોગ્લિસરાઈડ્સ કોરોનરી હૃદય રોગનું જોખમ વધારી શકે છે. મોટી માત્રામાં ટ્રાન્સ ચરબી ખાવાથી કોરોનરી હૃદય રોગ અને સ્ટ્રોકના જોખમમાં વધારો થાય છે વધુ માત્રામાં ફરસાણ જેવો ખોરાક ખાવાથી આરોગ્યપ્રદ ન હોઈ શકે. તળેલા ખોરાકમાં કે ખોરાક તળવાંમાં તેનો ઉપયોગ ખતરો છે. ઉત્પાદન પ્રક્રિયા દરમિયાન, મોનોગ્લિસેરાઇડ અને ડિગ્લિસરાઇડ મિશ્રણો શીશુ, કેડમિયમ આર્સેનિકથી ઓછી માત્રામાં ઝેરી પદાર્થોથી દૂષિત થઈ શકે છે. જે લોકો આહાર, ધાર્મિક અથવા…
કવિ: દિલીપ પટેલ
Dudhsagar: દૂધસાગર ડેરી દ્વારા બનાવવામાં આવેલા 620 મેટ્રિક ટન ઘીમાં પામ ઓઇલની ભેળસેળ કરવામાં આવી હતી. આરોપીઓ છૂટા ફરી રહ્યાં છે. નમૂનામાં Acetylated mono અને Diglycerideની ભેળસેળ મળી આવી હતી. દિલીપ પટેલ દ્વારા એસીટીલેટેડ મોનોગ્લિસરાઈડ એ ચરબી અને તેલમાંથી બનેલા મોનોગ્લિસરાઈડ્સનું એસિટિક એસિડ એસ્ટર છે. ઉત્પાદન પારદર્શક છે, જેમાં આછો પીળો તેલયુક્ત રંગ છે. તે સામાન્ય રીતે ઠંડા અને ગરમ પાણીમાં અદ્રાવ્ય અને ખાદ્ય તેલ અને ચરબીમાં દ્રાવ્ય હોય છે. Diglyceride અથવા diacylglycerol બે ફેટી એસિડ સાંકળોનો બનેલો ગ્લિસરાઈડ છે. ડીએજી સર્ફેક્ટન્ટ તરીકે કાર્ય કરી શકે છે અને સામાન્ય રીતે પ્રોસેસ્ડ ફૂડ્સમાં ઇમલ્સિફાયર તરીકે ઉપયોગમાં લેવાય છે. તેલની ચરબીના અવેજી તરીકે વાપરે છે. તેમની શરીરમાં…
યાત્રાનું રાજકારણ કે રાજકારણની યાત્રા ? જનસંપર્કથી જનસમર્થન યાત્રા કે પછી સત્તા યાત્રા? એવા સવાલો દરેક મતદારોના મનમાં સતત પડઘાતા રહે છે. પણ આ વખતની કોંગ્રેસની પદયાત્રા અને ભાજપની વાહન યાત્રાનો જંગ લોકસભાની ચૂંટણી 2024 માટે શરૂ થયો છે. દિલીપ પટેલ દ્વારાભારતના લોકો માટે ધાર્મિક પદ યાત્રા સદીઓ જૂની છે. પણ રાજકિય પદયાત્રા કે વાહન યાત્રા મહાત્મા ગાંધીએ શરૂ કરી હતી. તેમણે દક્ષિણ આફ્રિકામાં સૌથી પહેલી પદયાત્રા ખાણોની અંદર ભારતના લોકોના થતાં શોષણ સામે પદ યાત્રા કાઢી હતી. જે યાત્રાએ ઈગ્લેન્ડની સત્તાને પડકાર ફેંક્યો હતો અને નિર્ણયો લેવા પડ્યા હતા. ગાંધીજીની બીજી પદયાત્રા દાંડી યાત્રા હતી. જેણે અંગ્રેજોની સત્તા ઉખેડી…
ભાગ 2 દિલીપ પટેલ 5સપ્ટેમ્બર 2023 (Dudhsagar) દૂધસાગર ડેરી દ્વારા બનાવવામાં આવેલા 620 મેટ્રિક ટન ઘીમાં પામ ઓઇલની ભેળસેળ કરવામાં આવી હતી. આરોપીઓ છૂટા ફરી રહ્યાં છે. જુલાઈ 2020માં દૂધસાગર ડેરીના તત્કાલીન MD નિશિથ બક્ષીને ભેળસેળ મામલે રૂ. 25 હાજરનો દંડ થયો હતો. દંડ નિયમો વિરૂદ્ધ હોવાથી તેના પર બક્ષી સ્ટે લાવ્યા હતા. હજું 144 નુમનાના ગુનામાં ખટલો ચાલી રહ્યા છે. દોઢ વર્ષે ચાર્જશિટ કરી હતી. ભેળસેળનો ગુનો હોવાથી ખટલો કલેક્ટરે ચલાવવાનો હોવાથી અદાલતે આ કેસ ચલાવવાનો ઈન્કાર કરી દીધો હતો. ઘીમાં ભેળસેળ પકડાતાં ફરિયાદ નોંધાઇ હતી. 3 વર્ષથી મામલો અદાલત અને કલેક્ટર કચેરી વચ્ચે અટવાઈ ગયો છે. જેમાં ફૂડ…
દિલીપ પટેલ અમદાવાદ 5 સપ્ટેમ્બર 2023 AIMS (RAJKOT) કેન્દ્ર સરકાર દરેક રાજ્યમાં એક એઈમ્સ બનાવવાની જાહેરાત કરી હતી. ગુજરાતમાં તે 2014માં કામ શરૂ થઈ જવું જોઈતું હતું. પણ ભાજપના નેતાઓ પોતાના વિસ્તારમાં એઈમ્સ હોસ્પિટલ લઈ જવા માટે 5 વર્ષ સુધી અંદરો અંદર જાહેરમાં લડતાં રહ્યાં હતા. બનાવવાની જાહેરાત થઈ પણ હોસ્પિટલ બનવામાં 1 વર્ષનો વિલંબ થયો છે. આમ ગુજરાતને 6 વર્ષ મોડી એઈમ્સ મળી છે. 2022 પહેલા રાજકોટમાં એમ્સનું લોકાર્પણ કરવાનો દાવો કર્યો હતો. પણ 2023માં સપ્ટેમ્બર પછી થઈ શકશે કે કેમ તે નક્કી નથી. કારણ કે આરોગ્ય પ્રધાન મનસુખ માંડવિયાએ મોદીને પૂછ્યા વગર ડો.વલ્લભ કથિરીયાને એઈમ્સના હેડ બનાવી દીધા…
ભાગ 1 અમદાવાદ, 2 સપ્ટેમ્બર 2023 દિલીપ પટેલ દ્વારા Dudh Sagar Dairy દૂધ સાગર ડેરી કે જેનું દૂધ સમગ્ર દેશમાં ચાહના ધરાવે છે. પણ રાજકારણમાં ડેરી દેશભરમાં વગોવાઈ ગઈ છે. મહેસાણાના ભાજપના નેતાઓએ વિપુલ ચૌધરીને ખતમ કરવા અને મહેસાણાનો રાજકીય સંપૂર્ણ કબજો કરવા માટે ડેરીને ખતમ કરી રહ્યાં છે. સફેદ દૂધના ધંધાને કાળા કામોમાં ભાજપના નેતાઓએ ફેરવી નાંખ્યો છે. દૂધસાગર ડેરી દ્વારા બનાવવામાં આવેલા 620 મેટ્રિક ટન ઘીમાં પામ ઓઇલની ભેળસેળ કરવામાં આવી હતી. દૂધસાગર ડેરી દ્વારા કરવામાં આવેલા 118ની બેચમાં 16% પામે ઓઇલ ભેળવવામાં આવ્યું હતું. બીજું 522 મેટ્રિક ટન ઘી ડેરીના ગોડાઉનમાં હતું. દૂકાનોમાં આનાથી વધારે જથ્થો હતો તે…