કવિ: Halima shaikh

હિન્દુ ધર્મમાં રંગ અને ઉમંગના તહેવાર હોળીનું ખુબજ મહત્વ રહેલું છે. પંચાગ મુજબ ફાગણ માસની પૂર્ણિમાના દિવસે હોળી ઉજવવામાં આવે છે અને બીજા દિવસે ધુળેટી નું પર્વ હર્ષોલ્લાસ વચ્ચે ઉજવાય છે ત્યારે આ વખતે હોળી-ધુળેટીનો તહેવાર ઉજવવો મોંઘો બનશે. હાલ બજારમાં કલર અને પિચકારીના ભાવોમાં થોડો વધારો જોવા મળી રહ્યો છે. આ વખતે કલરના ભાવમાં 20થી 30 ટકા અને પિચકારીના ભાવમાં 25થી 30 ટકા સુધી ભાવ વધારો ધ્યાને આવી રહ્યો છે. બજારમાં ર૦ રૂપિયાથી ૧ હજાર રૂપિયા સુધીની અલગ અલગ પિચકારીઓ વેચાય છે. ગત વર્ષે બજારમાં પ૦ રૂપિયામાં વેચાતી પિચકારીના આ વખતે ૬પથી ૭૦ અને ર૦૦ રૂપિયાની પિચકારીના રપ૦ જેટલા…

Read More

અમદાવાદ-રાજકોટ હાઇવે ઉપર લીમડી નજીક બે ટ્રકો સામસામે ભટકાતા સળગી ઉઠી હતી અને આ ઘટનામાં બન્ને ટ્રક ચાલકો જીવતા સળગી જતા અરેરાટી ફેલાઈ જવા પામી છે. સુરેન્દ્રનગર જિલ્લાના લીંબડી હાઇવે ઉપર બે ટ્રક વચ્ચે ભીષણ અકસ્માત થયા બાદ બંને ટ્રકોમાં આગ લાગતા તેમાં રહેલા બન્ને ચાલકો જીવતાજ સળગી જતા ભારે અરેરાટી ફેલાઈ ગઈ છે. અમદાવાદ-રાજકોટ હાઈવે પર લીંબડી નજીક જનશાળી ગામના પાટિયા પાસે બનેલી અકસ્માતની આ ઘટના અંગેની જાણ થતાંજ ફાયર ફાઇટર ટીમે ઘટનાસ્થળે પહોંચી આગને બુઝાવવાની કામગીરી હાથ ધરી હતી અને પાંચ કલાક બાદ આગ ઉપર કાબુ મેળવ્યો હતો ટ્રકમાં કોઈ જ્વલનશીલ પદાર્થ હોવાનું અનુમાન વ્યક્ત કરવામાં આવ્યું હતું.…

Read More

રાજ્યમાં ભારે ચકચાર જગાવનાર નકલી PSI મયુર તડવી મુદ્દે પોલીસ વિભાગ સામે અનેક સવાલો ઉભા કરી દીધા છે અને આ ગંભીર મામલો મીડિયામાં લાવનાર વિદ્યાર્થી નેતા યુવરાજ સિંહ પણ ભારે ચર્ચામાં આવ્યા છે તેઓએ સબંધિત વિભાગની પોલ ખોલી નાખતા સબંધિતો દોડતા થઈ ગયા છે ત્યારે હવે જે રીતે વાત સામે આવી રહી છે તેમાં વિદ્યાર્થી નેતા યુવરાજસિંહ પાસે આ માહિતી કેવી રીતે આવી? તે અંગે તપાસ થશે, યુવરાજ સિંહ પાસે પહોંચેલી માહિતીની પણ તપાસ કરવામાં આવશે. યુવરાજસિંહને માહિતી કોણે પહોંચાડી તેની પણ તપાસ થશે. યુવરાજસિંહે તપાસને નુકશાન પહોંચાડવાનો એકેડમીનો આરોપ છે. યુવરાજસિંહ જાડેજાએ મીડિયા સમક્ષ પરપોટો ફોડી નાખ્યો હતો અને…

Read More

રાજ્યના ગૃહ વિભાગ જેવા સંવેદનશીલ વિભાગની આંખોમાં ધૂળ નાખી નકલી ડોક્યુમેન્ટ પધરાવી પોલીસ ડીપાર્ટમેન્ટને થાપ આપી મયુર તડવી છેક ટ્રેનિંગ લેવા માંડયો ત્યાં સુધી પોલીસને કેમ ખબર ન પડી તે મુદ્દો ભારે ચર્ચાસ્પદ બન્યો છે અને ભરુચ જિલ્લાના ઉમેદવાર વિશાલ તેરસિંગભાઈ રાઠવાના સ્થાને મયૂર તડવીએ પોતાનું નામ યાદીમાં ઉમેરી દઈ છેતરપિંડી કરીને કરાઈમાં પ્રવેશ મેળવી લીધો હતો અને ત્યાં સુધી જવાબદાર વિભાગ ઉંઘતો રહ્યો તે વાત ભારે ચર્ચાસ્પદ બની ગઈ છે ત્યારે કોંગ્રેસે આ વાતનો સરકાર પાસે ખુલાસો માંગ્યો હતો. ગાંધીનગર કરાઇ એકેડેમી ખાતે પોલીસ સબ-ઇન્સ્પેક્ટરની બોગસ રીતે તાલીમ મેળવી રહેલા મયૂર તડવીનો મુદ્દો ગૃહમાં પણ ગાજયો હતો. ગૃહમાં કોંગ્રેસના…

Read More

ગુજરાત પોલીસમાં નકલી પીએસઆઈ તરીકે ઘૂસ માર્યા બાદ ગાંધીનગર ખાતે કરાઈ એકેડેમીમાં ટ્રેનિંગ પણ લઈ લેનાર નકલી PSI મામલે હોબાળો થતાં આખરે પોલીસે આરોપી મયુર તડવીની ધરપકડ કરી તપાસ શરૂ કરી છે, પોલીસે ડોક્યુમેન્ટમાં છેડછાડ કરવાના સંદર્ભમાં ગુનોં નોંધી ધરપકડ કરાઈ છે. નકલી ડોક્યુમેન્ટ પધરાવી પોલીસ જેવા ડીપાર્ટમેન્ટને થાપ આપનાર મયુર તડવી છેક ટ્રેનિંગ લેવા માંડયો ત્યાં સુધી પોલીસને કેમ ખબર ન પડી તે મુદ્દો ભારે ચર્ચાસ્પદ બન્યો છે. યુવા નેતા યુવરાજ સિંહે મીડિયામાં આ કૌભાંડને જાહેરમાં છતું કરતા પોલીસખાતું દોડતું થઈ ગયું હતું અને ગાંધીનગરના ડભોડા પોલીસ મથકમાં નકલી PSI મયુર તડવીની સામે ગુનો નોંધાયો હતો. અત્રે ઉલ્લેખનીય છે…

Read More

ઉત્તર-પૂર્વના ત્રણ રાજ્યો ત્રિપુરા, મેઘાલય અને નાગાલેન્ડમાં આજે ચુસ્ત સુરક્ષા બંદોબસ્ત વચ્ચે મતગણના ચાલુ થઈ છે. શરૂઆતમાં પોસ્ટલ બેલેટની ગણતરી કરવામાં આવી રહી છે. જેમાં ત્રિપુરા (33) અને નાગાલેન્ડ (31)માં બીજેપી ગઠબંધન બહુમત તરફ આગળ વધી રહયુ છે જ્યારે મેઘાલયમાં NPP 28 સીટો પર આગળ છે. આજે મતગણતરીનો પ્રારંભ સવારે 8 વાગ્યાથી શરૂ થયો હતો છે. મહત્વનું છે કે છેલ્લા 47 દિવસથી ચાલી રહેલી ચૂંટણી પ્રક્રિયા આજે સમાપ્ત થશે. ત્રિપુરામાં 16 ફેબ્રુઆરીએ જ્યારે મેઘાલય અને નાગાલેન્ડમાં 27 ફેબ્રુઆરીએ મતદાન થયું હતું. નાગાલેન્ડ વિધાનસભાનો કાર્યકાળ 12 માર્ચે સમાપ્ત થશે. જ્યારે, મેઘાલયમાં વિધાનસભાનો કાર્યકાળ 15 માર્ચે અને ત્રિપુરામાં 22 માર્ચે સમાપ્ત થઈ…

Read More

ભારતમાં આતંકવાદ ફેલાવતા તત્વો સામે કડક કાર્યવાહી કરવામાં આવી રહી છે ત્યારે ગુજરાતમાં પણ આતંકી પ્રવૃત્તિમાં સામેલ આતંકીઓએ સુરેન્દ્રનગર જિલ્લામાં ચોટીલા ડુંગર ઉપર આવેલ વિખ્યાત શ્રી ચામુંડા માતાજીના મંદિરને બોમ્બથી ઉડાવી દેવાના ષડયંત્ર કરનાર રામોડિયા બંધુ વસીમ અને નઈમને 10-10 વર્ષની સખત કેદની સજા ફટકારવામાં આવી છે. મહત્વનું છે કે ગુજરાતમાં ISISના આતંકવાદીઓને સજા થયાનો પ્રથમ કિસ્સો સામે આવ્યો છે. સ્પેશિયલ NIA કોર્ટ દ્વારા આ ચુકાદો આપવામાં આવ્યો છે. અત્રે નોંધનીય છે કે આજથી છ વર્ષ અગાઉ રાજકોટના નહેરુનગરમાં રહેતા વસીમ અને નઈમ ભાવનગરથી ઝડપાયા હતા, જેઓ ISISની તાલીમ લેવા બન્ને ભાઈઓ સિરિયા જવાના હતા જોકે તેઓ સિરિયા જાય તે…

Read More

વડાપ્રધાન નરેન્દ્ર મોદી તા. 9 માર્ચના રોજ ગુજરાતની મુલાકાતે આવવાના છે તેઓ અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમ ખાતે રમાનાર ભારત અને ઑસ્ટ્રેલિયા વચ્ચેની છેલ્લી ટેસ્ટ ઓસ્ટ્રેલિયાના પીએમ સાથે બેસીને નિહાળશે. આમ,તા. 9 માર્ચે વડાપ્રધાન મોદી મેચ નીહાળવા અમદાવાદ આવવાના છે, જેઓ ઓસ્ટ્રેલિયાના પીએ સાથે નરેન્દ્ર મોદી સ્ટેડિયમાં ખાતે મેચ નીહાળશે. આ તકે રાજ્યભરમાંથી ભાજપના વિધાનસભા 500 જેટલા વાઈઝ કાર્યકર્તાઓ પણ અમદાવાદ આવશે અને મેચ જોશે. આ મેચ ભારત-ઓસ્ટ્રેલિય વચ્ચે રમાવાની છે. વિશ્વના સૌથી મોટા ગણાતા અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં ભારત અને ઑસ્ટ્રેલિયા વચ્ચે છેલ્લી ટેસ્ટ રમાવાની છે ત્યારે જેમના પોતાના નામ પર આ સ્ટેડિયમ બનાવવામાં આવ્યું છે તે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ…

Read More

ગાંધીના ગુજરાતમાં દારૂબંધી હોવા છતાં રોજે રોજે હજારોની કિંમતનો દારૂ પકડાઈ રહ્યો છે અને અમદાવાદમાં તો જોઈએ તેટલો દારૂ મળે છે પણ હવેતો ગ્રામ્ય વિસ્તારોમાંથી અમદાવાદમાં ખુલ્લેઆમ એસટી બસોમાં દારૂ લાવવામાં આવતો હોવાની વાત ખુલ્લી પડી છે. બોટાદમાં સર્જાયેલા લઠ્ઠાકાંડ બાદ થોડા સમય માટે બધું બંધ કરાયા બાદ ફરી દારૂનો વેપાર ધમધમવા માંડ્યો છે અને અમદાવાદ હવે દારૂનું મોટું હબ બની ગયું છે. પોલીસ આ બધી વાત જાણતી હોવાછતાં તેનો અમલ થતો નથી અને ખુલ્લેઆમ દારૂનો ધંધો ચાલી રહ્યો છે. બીજી તરફ બૂટલેગરો દારૂ ઘુસાડવા માટે અવનવી તરકીબો અપનાવી રહ્યા છે. એવામાં હવે એસ.ટી બસમાંથી દારૂની હેરાફેરી કરાતી હોવાનો…

Read More

ગુજરાત પોલીસમાં કોઈપણ પરીક્ષા આપ્યા વગર રૂ.40 લાખની લાંચ આપી મયુર તડવી પીએસઆઇની ટ્રેનિંગ લેતો હોવાનો યુવરાજ સિંહ જાડેજાએ કરેલા આક્ષેપ બાદ તપાસ શરૂ થઈ ગઈ છે અને ગાંધીનગર સ્થિત કરાઈ એકેડમીમાંથી PSIની ટ્રેનિંગ લેતા મયુર તડવી નામના યુવાનની ડીઆઈજી અને ઉચ્ચ કક્ષાના અધિકારીઓએ તેની પૂછપરછ દરમિયાન મોટો ખુલાસો થયો છે,જેમાં ભરુચ જિલ્લાના ઉમેદવાર વિશાલ તેરસિંગભાઈ રાઠવાની જગ્યાએ મયૂર તડવીએ પોતાનું નામ યાદીમાં ચડાવી દીધુ હોવાની વાત સામે આવતા ભારે ચકચાર ફેલાઈ ગઈ છે. વિશાલના પિતા તેરસિંગભાઈ રાઠવા ભરૂચના એસપી ઓફિસ ખાતે ફરજ બજાવતા હોવાની વાતનો ખુલાસો થયો છે. સામાન્ય પરિવારમાંથી આવતા વિશાલના નામે મયુર તડ઼વીએ છેતરપિંડી કરીને કરાઈમાં પ્રવેશ મેળવી…

Read More