–દુબઈ થી મોબાઇલ આવે ત્યારે કસ્ટમ વિભાગના અધિકારીઓએ શું કરે છે? –મોબાઇલ ગુજરાતમાં આવી જાય અને ધંધો શરૂ થઈ જાય ત્યાં સુધી GST અધિકારીઓ શું કરે છે ? –લોકલ પોલીસ પણ અજાણ કેમ? ED ને પણ જાણે કે આ કરોડોના વ્યવહારમાં કોઈ રસજ નથી? ગુજરાતમાં કરોડો રૂપિયાની જીએસટી ચોરી કરી આઈફોન માર્કેટ દાણચોરીથી ધમધમી રહ્યું છે સુરતમાં સૌથી મોટું નામ અંજુમ દૌલાનું છે,હાલ દૌલા સહિત સુરત ના હોલસેલરો સક્રિય થયા છે. સુરતમાં દૌલા અંજુમ દ્વારા મોટાપાયે આઇફોન વેચાણમાં જીએસટી ચોરી કરવામાં આવી રહી હોવા મામલે સત્યડેમાં અગાઉ અહેવાલો આવ્યા બાદ સબંધિત વર્તુળોમાં ભારે ચિંતા ઉભી થઇ હતી પણ ફરી આ…
કવિ: Halima shaikh
રાજ્યમાં ફાટી નીકળેલા રમખાણો દરમિયાન પંચમહાલના દેલોલ હત્યાકાંડ કેસમાં તમામ 19 આરોપીઓ નિર્દોષ જાહેર કરાયા છે. હાલોલ સેશન્સ કોર્ટે તમામ 19 આરોપીઓને નિર્દોષ જાહેર કર્યા હોવાનું જાણવા મળ્યું છે. આ કેસમાં 2003માં કાલોલ પોલીસ મથકે રાયોટિંગ, હત્યાની ફરિયાદ થઈ હતી. જેતે સમયે રાજ્યમાં ફાટી નીકળેલા તોફાનો મામલે દેલોલ હત્યાકાંડ કેસમાં 19 વ્યક્તિઓ સામે ફરિયાદ નોંધાઇ હતી. દરમિયાન હાલોલ એડિશનલ સેશન્સ એન્ડ ડિસ્ટ્રિક્ટ કોર્ટના ચોથા એડિશનલ જજ સમક્ષ કેસ ચાલી રહ્યો હતો. ફરિયાદમાં ટાંકવામાં આવેલા મુદ્દા પુરવાર નહીં થતા કોર્ટે આરોપીઓ ને નિર્દોષ જાહેર કર્યા છે. મહત્ત્વનું છે કે રાજ્યમાં 2002માં થયેલા કોમી રમખાણો સમયે પંચમહાલના દેલોલમાં થયેલી 6 લોકોની હત્યા…
બુલેટ રેલ બ્રિજનો પહેલો પ્રોજેકટ વલસાડમાં પાર નદી ઉપર શરૂ થયો છે,અમદાવાદ-મુંબઇની વચ્ચે બની રહેલા 508 કિલોમીટર લાંબા હાઇસ્પીડ રેલ પ્રોજેક્ટમાં લગભગ 26 કિલોમીટરનો રૂટ તૈયાર થઇ ગયો છે. હાલમાં વલસાડની પાર નદી ઉપર સ્પાન બનાવવાની કામગીરી શરૂ થઇ ગઈ છે આ કામગીરી દરમિયાન નેશન હાઈસ્પીડ રેલ કોર્પોરેશને આ પુલને પ્રથમ બુલેટ રેલ બ્રિજ ગણાવ્યો છે. પાર નદીની પહોળાઈ 320 મીટર છે. જેમાં 8 ફુલ સ્પાન ગર્ડરનું કામ શરૂ કરવામાં આવ્યુ છે, હાલ 5 સ્પાન ગર્ડરનું કામ શરૂ છે. આ ગર્ડરની લંબાઈ 40 મીટર છે અને તેના થાંભલાઓની ઊંચાઈ 14.9થી 20.9 મીટર સુધીની છે. પાર નદી બાદ નર્મદા, તાપ્તી, મહી…
જમાનો બદલાઈ ગયો છે,હવે શહેરોમાં ગલી ગલી એ CCTV કેમેરા લાગી ગયા છે,દરેક વ્યક્તિ પાસે આધુનિક મોબાઈલ આવી ગયા છે અને લોકેશન ટ્રેક કરી શકાય છે,ગુનેગારો માટે માઠા દિવસો આવી ગયા છે અને તેથીજ હવે ખુલ્લેઆમ રોલા પાડવા અઘરા બની ગયા છે. મુંબઈની વાત કરવામાં આવેતો અહીં અગાઉ બદમાશો હપ્તા વસૂલી માટે વેપારીઓ પાસે જતા હતા. ધાકધમકી આપી પૈસા વસૂલતા હતા. મુંબઈ સહિત દેશના તમામ મોટા શહેરોમાં D-કંપની સહિત અન્ય ગુંડાઓનો સતત ડર હતો પણ હવે સમય બદલાતા બધું પૂરું થઈ ગયું છે આ બધું હવે માત્ર ફિલ્મોના પરદા ઉપર જોવા મળે છે પણ હકીકતમાં નહિ! મુંબઈમાં એક સમયે ખંડણી,જમીન…
વડોદરામાં મોટાપાયે આઈફોન માર્કેટમાં સરકારની તિજોરીને નુકશાન થઈ રહ્યું છે અને જીએસટી-કસ્ટમ બેઝિક ચોરીનું માર્કેટ બરાબરનું ફુલ્યુ ફાલ્યુ છે. હવાલાથી મોટા કાંડ થઈ રહયા છે અને રોજનો લાખ્ખો રૂપિયાનો વહીવટ થઈ રહ્યો છે,મોબાઈલ વર્લ્ડ,એપલ વર્લ્ડ,મારવાન્સ મોબાઈલમાં મોટાપાયે આ ધંધો થતો હોવાની વાતો વચ્ચે સબંધિત વિભાગે જાણે આંખો બંધ કરી દીધી હોવાનું ચિત્ર જોવા મળી રહ્યું છે. અહીં અગાઉ GSTની ચોરી થતી હોવાનું પુરવાર થઇ ચુક્યુ છે અને જેતે સમયે બિલ વગર મોબાઈલ વેચાણ કરવામાં આવતું હોવાના પુરાવા પણ પ્રાપ્ત થયા હતા અને આઈફોનનો ધંધો કરનારા પુષ્પક હરીશને ઝડપી લીધો હતો તે સ્માર્ટ વોચ, મોબાઇલ, લેપટોપ વગેરેનું વેચાણ કરતો હતો અને…
જૂનાગઢ સહિત રાજ્યમાં ભારે ચકચાર જગાવનાર મહંત રાજ ભારતીબાપુએ પોતાની જ પિસ્તોલથી જાતે ગોળી મારીને કરેલી આત્મહત્યા પ્રકરણમાં સનાતન સંત સમિતિના રાષ્ટ્રીય પ્રમુખ ડૉ. જ્યોતિર્નાથએ ચોંકાવનારો ધડાકો કરતા કહ્યું કે, રાજ ભારતી મૂળ મુસ્લિમ હતા અને તેઓએ હિન્દુ ધર્મ અપનાવી ભારતી બાપુના શિષ્ય બન્યા બાદ રાજ ભારતીએ છોકરીઓ ઉપર બળાત્કાર કર્યા હતા. આ પૈકી એક યુવતીએ 8 જૂન 2022ના રોજ પોતાને પહેલી ફરિયાદ કરી હતી ત્યાર બાદ તપાસ કરતા આવી 12થી 15 યુવતીઓ સાથે કુકર્મ આચરવામાં આવ્યું હોવાનું જાણવા મળ્યું હતું ,પીડિત યુવતીઓ મૂળ ગુજરાતી છે અને મુંબઇ, રાજસ્થાન સહિત જુદી જુદી જગ્યાઓ પર રહેતી હોવાનો તેઓએ દાવો કર્યો છે. ડૉ.…
એકતા નગર તા.24 : નર્મદા જિલ્લામાં અદાણી ફાઉન્ડેશન અને અદાણી વિલમર કંપનીના સંયુકત પ્રયાસથી “સુપોષણ” કાર્યક્રમ ની શરૂઆત તારીખ ૧ જુલાઇ ૨૦૧૮ ના રોજ કરવામાં આવી હતી. આ “સુપોષણ” પ્રોજેકટ આખા ભારત દેશમાં ૨૦ જેટલા વિસ્તારોમાં ચાલી રહયો છે. આ કાર્યકમનો મુખ્ય હેતુ ગ્રામીણ વિસ્તારમાં રહેતા બાળકો, કિશોરીઓ અને માતાઓમાં આરોગ્ય અને પોષણ વિશેની જાગૃતિ તથા સુધાર લાવવાનો છે તેમજ સરકારી યોજનાઓ, સેવાઓ અને સમુદાય વચ્ચે સેતુ બનીને કાર્ય કરે છે. આ પ્રોજેકટ અંતર્ગત અત્યાર સુધી પાંચ વર્ષથી નીચેના 42000થી વધુ બાળકોને લાભ આપ્યો છે. સરકારી વિભાગના સહયોગ અને સંકલનમાં અનેક સંસ્થા કામ કરે છે. જ્યારથી નિતિ આયોગ દ્વારા ગુજરાત…
દિલ્હી-NCRમાં ભૂકંપના ભારે આંચકા આવતા લોકોમાં ભારે ગભરાટ જોવા મળ્યો હતો. નેશનલ સેન્ટર ફોર સિસ્મોલોજી ઉપરથી પ્રાપ્ત વિગતો અનુસાર, આ ભૂકંપનો આંચકોબપોરે 2.28 વાગ્યે આવ્યો હતો જેની તીવ્રતા 5.8 નોંધાઈ હતી. ભૂકંપનું કેન્દ્ર નેપાળના કાલિકાથી 12 કિલોમીટર દૂર નોંધાયું હતું. ભૂકંપની અસર નેપાળ, ભારત અને ચીન સુધી જોવા મળી છે. દિલ્હી-એનસીઆર ઉપરાંત ઉત્તરાખંડ, બિહાર, યુપી, હરિયાણામાં પણ કેટલાક વિસ્તારોમાં ભૂકંપના આંચકા અનુભવાયા છે. ભૂકંપનું કેન્દ્ર નેપાળમાં જમીનની અંદર 10 કિમી ઊંડાઈએ હોવાનું કહેવાય છે.
સિરસા ખાતે ડેરા સચ્ચા સૌદા ચીફ અને બળાત્કાર તેમજ હત્યાના ગુનામાં દોષિત રામ રહીમ પેરોલ પર બહાર આવતાંની સાથે જ ચર્ચામાં આવ્યો છે. રામ રહીમે તલવાર વડે કેક કાપી હતી. ડેરાના બીજા સંત શાહ સતનામના જન્મદિવસનો પ્રસંગે રામ રહીમે પોતાની ગાદી તેમને સોંપી હતી અને તલવારથી કેક કાપતા વિવાદ થયો છે. બાગપત ખાતેના બરનાવા ડેરાનો આ કેક કાપવાનો વીડિયો વાઇરલ થયો છે બળાત્કાર અને હત્યાનો દોષિત રામ રહીમ રોહતકની સુનરિયા જેલમાં 20 વર્ષની સજા કાપી રહ્યો છે. જે છેલ્લા 14 મહિનામાં ચોથી વખત પેરાલ પર બહાર આવ્યો છે. 21 જાન્યુઆરીએ તેને 40 દિવસના પેરોલ મળ્યા છે. જેલમાંથી બહાર આવ્યા બાદ…
જૂનાગઢના ભારતી આશ્રમના શિષ્ય અને ઝાંઝરડા રોડ સ્થિત ખેતલિયા દાદાના મંદિરના મહંત રાજ ભારતીબાપુએ પિસ્તોલથી જાતે ગોળી મારીને આત્મહત્યા કરી લેતા ભારે ચકચાર મચી ગઇ છે. અત્રે ઉલ્લેખનીય છે કે થોડા દિવસ અગાઉ રાજ ભારતીબાપુ દારૂ પીતા હોવાનો એક વીડિયો વાઇરલ થયો હતા, જેને લીધે તેઓએ આ અંતિમ પગલું ભર્યું હોવાની પ્રાથમિક માહિતી ચર્ચામાં છે જોકે,ચોક્કસ કારણ હજુ સામે આવ્યું નથી. રાજ ભારતીબાપુએ ખડિયા ગામ ખાતેની વાડીમાં પોતાની લાઇસન્સવાળી પિસ્તોલથી લમણામાં ગોળી મારતાં તેઓને ગંભીર હાલતમાં સરકારી હોસ્પિટલમાં ખસેડાયા હતા. જોકે સારવાર મળે એ પહેલાં જ તેમનું મોત થયું હતું. ઉલ્લેખનીય છે કે રાજ ભારતીબાપુના કેટલાક ઓડિયો વાયરલ થયા હતા…