વડોદરામાં ગોત્રી વિસ્તારમાં આવેલી સ્કૂલમાં ગયા બાદ ધો.12ની વિદ્યાર્થીની રહસ્યમય સંજોગોમાં ગુમ થઈ જતા ભારે ચકચાર ફેલાઈ ગઈ છે. નવાઈની વાત તો એ છે કે વિદ્યાર્થીની ની માતાનું કહેવું છે કે તે પોતેજ વિદ્યાર્થીની ને સ્કૂલના ગેટમાં અંદર છોડી હતી તો સ્કૂલ મેનેજમેન્ટ કહી રહ્યું છે કે વિદ્યાર્થીની સ્કૂલમાં આવી નથી ત્યારે સીસીટીવી વગરે ચેક કરવામાં આવેતો સાચી હકીકત બહાર આવી શકે તેમ છે. વિગતો મુજબ સેવાસીમાં રહેતી વિદ્યાર્થીનીને ગત 18 જાન્યુઆરીના રોજ તેની માતા ઘરેથી લઇ સી.ટી.બસમાં બેસી ગોત્રીની શ્રી ગાયત્રી વિદ્યાલયમાં મુકવા માટે ગઇ હતી અને બપોરે પોણા બાર વાગ્યે વિદ્યાર્થીનીને સ્કૂલના ગેટની અંદર મુકી માતા ઘરે પરત…
કવિ: Halima shaikh
વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ સોમવારે શિવસેનાના સ્થાપક બાળ ઠાકરેને તેમની જન્મજયંતિ પર યાદ કરીને શ્રદ્ધાંજલિ આપી હતી. પીએમ મોદીએ ટ્વીટ કરીને લખ્યું કે, ‘બાળાસાહેબ ઠાકરેને તેમની જન્મજયંતિ પર યાદ કરું છું. તેમની સાથેની મારી વાતચીતની યાદોને હું હંમેશા યાદ રાખીશ. બાળ ઠાકરે સમૃદ્ધ જ્ઞાન અને વિનોદી પ્રતિભાવથી સમૃદ્ધ હતા. તેમણે કોલસાના કલ્યાણ માટે પોતાનું જીવન સમર્પિત કર્યું. સોમવારે અન્ય એક ટ્વિટમાં, વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ નેતાજી સુભાષ ચંદ્ર બોઝને તેમની જન્મજયંતિ પર શ્રદ્ધાંજલિ આપી હતી અને દેશની આઝાદીમાં તેમના યોગદાનને યાદ કર્યું હતું. એક ટ્વીટમાં વડાપ્રધાને લખ્યું કે ‘આજે પરાક્રમ દિવસ પર હું નેતાજી સુભાષ ચંદ્ર બોઝને શ્રદ્ધાંજલિ અર્પણ કરું…
પાકિસ્તાનમાં આર્થિક સંકટ ઘેરું બન્યું છે મોંઘવારીથી ત્રસ્ત પાકિસ્તાનમાં હવે વીજળી સંકટ છવાયું છે અને ઈસ્લામાબાદ, લાહોર અને કરાચી જેવાં શહેરોમાં કેટલાય કલાકોથી લાઈટ ગુલ થઈ જતા સર્વત્ર અંધારપટ છવાઈ ગયો છે. પાકિસ્તાનના ઊર્જા મંત્રાલયે જાહેર કર્યું હતું કે નેશનલ ગ્રિડ સવારે 7:34 વાગ્યે ડાઉન થઈ જતા વીજળી ખોરવાઈ ગઇ છે. મંત્રાલયે કહ્યું હતું કે સિસ્ટમને સુધારવા માટે ઝડપથી કામ ચાલી રહ્યું છે બલૂચિસ્તાનનાં 22 શહેર સવારથી વીજળી વગરનાં છે. અહીં ગુડ્ડુ અને ક્વેટા વચ્ચેની બે સપ્લાય લાઈનમાં સમસ્યા છે. પાકિસ્તાનના અખબાર ડોનના જણાવ્યા અનુસાર પેશાવર અને ઈસ્લામાબાદમાં સિસ્ટમને રિસ્ટોર કરવાનું કામ શરૂ કરી દેવામાં આવ્યું છે, સમગ્ર પાકિસ્તાનમાં 117…
રાજ્યમાં વ્યાજખોરો સામે હાલ પોલીસ દ્વારા જોરદાર કાર્યવાહી શરૂ થતાં આવા વ્યાજખોરોમાં ભારે ફફડાટ છે ત્યારે પોલીસની આ ઝૂંબેશમાં કેટલાક નેતાઓ પણ ઝપેટમાં ચડી રહ્યા છે અમદાવાદમાં કઈક આવુજ થયું છે. અમદાવાદમાં કરોડોની વ્યાજ ઉઘરાવનાર ટોળકી સામે એક રાઇસ મિલના માલિકે આર્થિક ગુના નિવારણ શાખામાં ફરિયાદ કરતા ત્રણ ઈસમો સામે કડક કાર્યવાહી શરૂ થઈ છે જે પૈકી ધરપકડ કરાયેલા જયેન્દ્ર સિંહ પરમાર નામનો આરોપી કોંગ્રેસના શહેર પ્રવક્તા તરીકેની જવાદારી નિભાવતો નેતા હોવાનું સામે આવ્યું છે. અનુસાર, રાઈસ મિલના માલિકે ક્રાઈમ બ્રાન્ચના ઈકોનોમિક્સ ઓફેન્સ વિંગમાં મહિલા સહિત છ આરોપીઓ વિરુદ્વ ફરિયાદ કરતા ગુનો દાખલ થયો છે. ફરિયાદીના રૂપિયા જમીનમાં રોકાઈ જતા…
વડોદરામાં રખડતા ઢોરને અંકુશમાં લેવા તંત્ર દ્વારા નવતર પ્રયોગ હાથ ધરવામાં આવ્યો છે જેમાં મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા હવે CCTVની મદદથી રખડતા ઢોર શોધી તેના ટેગના આધારે પશુપાલકો સામે પોલીસ કેસ દાખલ કરવાની કાર્યવાહી શરૂ કરવામાં આવી છે અને આ કામગીરી હેઠળ 9 પશુપાલકો સામે પોલીસ કેસ કરવામાં આવ્યા છે. નોંધનીય છે કે અત્યાર સુધી માત્ર વાહનચાલકો સામે ટ્રાફિકના નિયમોના ભંગ બદલ ઘરે ઇ-મેમો મળતા હતા અને કેમેરામાં કેદ થનારા રખડતા ઢોરના કાનમાં લેવાયેલ ટેગને સ્કેન કરી માલિકોને દંડ કરવામાં આવશે. વડોદરામાં CCTVના આધારે રખડતા ઢોરના ટેગ સ્કેન કરી તેના માલિકો સામે પોલીસ કેસ દાખલ કરવાની આ કામગીરી અંતર્ગત શહેરના જુદાજુદા…
INS વાગીરને ભારતીય નૌકાદળમાં સામેલ કરવામાં આવી છે. પ્રોજેક્ટ 75 હેઠળ કલવરી વર્ગની આ પાંચમી સબમરીન છે, જેને ભારતીય નૌકાદળમાં સામેલ કરવામાં આવી છે. INS વાગીરને મુંબઈમાં નેવલ ડોકયાર્ડ ખાતે નૌકાદળના વડા એડમિરલ આર હરિ કુમારની હાજરીમાં નૌકાદળમાં સામેલ કરવામાં આવ્યું હતું. INS વાગીર સંપૂર્ણપણે ભારતમાં બનેલ છે. તેનું નિર્માણ મુંબઈની મઝાગોન ડોક શિપબિલ્ડર્સ લિમિટેડ દ્વારા ફ્રેન્ચ કંપની નેવલ ગ્રુપના સહયોગથી કરવામાં આવ્યું છે. આ સબમરીનની વિશેષતા એ છે કે આ સબમરીનનો ઉપયોગ એન્ટી સબમરીન યુદ્ધ, ગુપ્ત માહિતી એકત્ર કરવા, દરિયામાં લેન્ડમાઈન બિછાવવા અને સર્વેલન્સના કામમાં થઈ શકે છે. આ સબમરીનને દરિયાકિનારે અને સમુદ્રની વચ્ચે બંને જગ્યાએ તૈનાત કરી શકાય…
આજે સોમવારે સેન્સેક્સ 254 પોઈન્ટ ઉછળીને 60876 પોઈન્ટની સપાટીએ જ્યારે નિફ્ટી 90 પોઈન્ટ વધીને 18118 પોઈન્ટની સપાટીએ અને બેંક નિફ્ટી 384 પોઈન્ટના ઉછાળા સાથે 42891 પોઈન્ટની સપાટીએ ખૂલ્યો હતો. સપ્તાહના પ્રથમ ટ્રેડિંગ દિવસે શેરબજાર જોરદાર ખુલ્યું. વૈશ્વિક તેજીની અસર બજાર પર જોવા મળી હતી. સોમવારે સેન્સેક્સ 254 પોઈન્ટ ઉછળીને 60876 પોઈન્ટની સપાટીએ, નિફ્ટી 90 પોઈન્ટ વધીને 18118 પોઈન્ટની સપાટીએ, જ્યારે બેંક નિફ્ટી 384 પોઈન્ટના ઉછાળા સાથે 42891 પોઈન્ટની સપાટીએ ખૂલ્યો હતો. નિફ્ટી બેન્ક, પીએસયુ બેન્ક અને મેટલ્સ સેક્ટરના શેરોએ શરૂઆતી કારોબારમાં મજબૂતી દર્શાવી હતી. સોમવારે પણ ડોલર સામે રૂપિયો મજબૂત રીતે ખુલ્યો હતો. રૂપિયો આજે 18 પૈસાના વધારા સાથે 80.94…
સુરતમાં ઇલેક્ટ્રિક બાઇક સળગી ગયું હતું, પેટ્રોલ-ડીઝલના ભાવો આસમાને જતા હવે લોકો ઇલેક્ટ્રિક વાહનો તરફ વળ્યા છે પણ તે હજુ સો ટકા સલામત નથી અને અવાર નવાર આવા વાહનો સળગી જતા હોવાની ઘટનાઓ બનતી રહે છે ત્યારે આવાજ એક બનાવમાં સુરતના કાપોદ્રા સ્થિત શાંતીવન રો હાઉસમાં રહેતા સંજયભાઈ મધુભાઈ વેકરીયાએ રવિવારે સવારે ઘર સામે તેમની ઇલેક્ટ્રીક બાઈક ચાર્જિંગમાં મુકી હતી તે દરમિયાન બાઈકમાં અચાનક આગ લાગી હતી પરિણામે ભારે ભાગદોડ મચી જવા પામી હતી. ઘટનાની જાણ થતાં આજુબાજુના લોકો દોડી આવ્યા હતા અને પાણીનો મારો ચલાવી આગ બુઝાવવા પ્રયાસ શરૂ કર્યો હતો અને ફાયર બ્રિગેડને પણ બનાવની જાણ કરતા કાપોદ્રા…
વડોદરામાં કડકડતી ઠંડીમાં ઘરમાં કોલસાની સગડી સળગાવી સુઈ ગયેલા દંપત્તિનું રાત્રે કોલસાના ધુમાડાથી સર્જાયેલા કાર્બન મોનોક્સાઈડને પગલે ગુંગળાઈ જતા મોત થયું હોવાનો ચોંકાવનારો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. આ ઘટનામાં પોલીસે એફએસએલની મદદ લેતા આ વિગતો ખુલી છે. વડોદરાના છાણી પોલીસ સૂત્રો પાસેથી જાણવા મળતી માહિતી મુજબ દશરથ ગામથી આજોડ રોડ ઉપર આવેલી કૃષ્ણ વિલાસ સોસાયટીના 88 નંબરના મકાનમાં વિનોદભાઈ સોલંકી અને ઉષાબેન સોલંકી રહેતા હતા.જયંત એગ્રો કંપનીમાં પાણી શુદ્ધિકરણ વિભાગમાં ઓપરેટર તરીકે નોકરી કરતા વિનોદભાઈ રવિવારે રજા હોવાથી શનિવારે રાત્રે ઠંડીમાં હુંફ મેળવવા માટે તગારામાં કોલસા સળગાવી તાપણું કરી સુઈ ગયા હતા. દરમિયાન કોમ્પ્યુટર એન્જિનિયરિંગમાં ભણતો પુત્ર હાર્દિક અને અન્ય…
રાજ્યમાં માવઠું થવા સાથે ઠંડા પવનો ફૂંકાતા ઠંડીનું પ્રમાણ ફરી વધવાની શકયતા વ્યક્ત કરવામાં આવી છે, હાલમાં દક્ષિણ-પશ્ચિમી રાજસ્થાન વિસ્તારમાં સાઈક્લોનિક સરક્યુલેશન સક્રિય થતાં આગામી પાંચ દિવસ ફરી રાજ્યમાં ઠંડીનું જોર વધશે. સાઈક્લોનિક સરક્યુલેશનની અસર હેઠળ રાજ્યમાં પવન ફૂંકાવાને પગલે 2થી 3 ડીગ્રી તાપમાનમાં ઘટાડો થતાં ઠંડીમાં વધારો થશે. હવામાન વિભાગ દ્વારા આગામી તા.25, 26 અને 27 એમ ત્રણ દિવસ તાપમાનનો પારો નીચે ગગડતા ઠંડીનું પ્રમાણ વધવાની આગાહી કરવામાં આવી છે. સાથે સાથે અંબાલાલ પટેલે ઠંડી સાથે માવઠાની પણ આગાહી કરી છે. તા. 23થી 29 જાન્યુઆરી સુધી માવઠાની થવાની શકયતા છે, જાન્યુઆરીના અંતમાં કમોસમી વરસાદની આગાહી હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલ…