ચીનમાં એક સપ્તાહમાં 12 હજાર 658 લોકોના મોત થયા છે. આ આંકડો માત્ર એવા લોકોનો છે જેઓ હોસ્પિટલમાં મૃત્યુ પામ્યા છે. ઘરોમાં દર્દીઓના મૃત્યુનો આમાં સમાવેશ થતો નથી. આ માહિતી ચાઈનીઝ સેન્ટર ફોર ડિસીઝ કંટ્રોલ એન્ડ પ્રિવેન્શન દ્વારા આપવામાં આવી છે. આ પહેલા 8 ડિસેમ્બરથી 12 જાન્યુઆરી સુધી ચીનમાં 59 હજાર 938 હજાર લોકોના મોતના આંકડા સામે આવ્યા હતા. આ સાથે જ ભારત, અમેરિકા સહિત અન્ય દેશોમાં કોવિડના નવા મોજાનો ખતરો મંડરાઈ રહ્યો છે. સેન્ટર ફોર ડિસીઝ કંટ્રોલ એન્ડ પ્રિવેન્શનના વડા વુ જુન્યાઓએ જણાવ્યું હતું કે લૂનર ન્યુ ઈયરની રજા દરમિયાન સામૂહિક મુસાફરી રોગચાળા તરફ દોરી શકે છે. નવું વર્ષ…
કવિ: Halima shaikh
ભારતીય સેના પ્રમુખ જનરલ મનોજ પાંડે આજે સોમવારે સવારે અરુણાચલ પ્રદેશ પહોંચ્યા હતા. અહીં તેમણે ચીનને અડીને આવેલા સરહદી વિસ્તારોની મુલાકાત લીધી અને જવાનોને મળ્યા હતા. જનરલ પાંડેએ એલએસીની નજીકના સંવેદનશીલ વિસ્તારોની સમીક્ષા પણ કરી હતી. સેના પ્રમુખ ચીન સાથેની સરહદ પર તૈનાત સૈનિકોને મળવા માટે સંવેદનશીલ વિસ્તારોની મુલાકાતે છે જેની તસવીરો સામે આવી છે. નોંધનીય છે કે LACની પાર ચીની સૈનિકોની જમાવટ થઈ છે અને ભારતીય સેનાએ તેના પર નજર રાખીને નોંધપાત્ર સૈનિકો તૈનાત કર્યા છે. જોકે, રાજદ્વારી સ્તરે વાતચીત દ્વારા એલએસીના મુદ્દાઓને ઉકેલવાની પહેલ ચાલુ છે પરંતુ તેમાં કોઈ શંકા નથી કે ભારતીય સૈનિકો દુશ્મનની કોઈપણ નાપાક યોજનાઓને…
ચીન તાલિબાનને આધુનિક હથિયારો આપી રહ્યું છે. જેમ્સટાઉન ફાઉન્ડેશનમાં તાલિબાન શેડો હેઠળ યુએસ-પાકિસ્તાન રિલેશન્સ ધી ટ્રબલ્ડ ટ્રાયેન્ગલના લેખક ઝફર ઈકબાલ યુસુફઝાઈનો આ દાવો છે. યુસુફઝાઈના જણાવ્યા અનુસાર, ચીને આ પગલું એટલા માટે લીધું છે કારણ કે અસ્થિર અફઘાનિસ્તાન ચીનના હિતોને અને બેલ્ટ એન્ડ રોડ ઈનિશિએટિવ (બીઆરઆઈ)ની સફળતાને અવરોધી શકે છે. રિપોર્ટ અનુસાર અનિશ્ચિતતા અને અશાંતિ અફઘાનિસ્તાનને આતંકવાદીઓનો ગઢ બનાવી શકે છે. તે ચીનના શિનજિયાંગ અને ચાઈના-પાકિસ્તાન ઈકોનોમિક કોરિડોર (CPEC) પ્રોજેક્ટને નિશાન બનાવી શકે છે. 12 ડિસેમ્બરના રોજ, ઇસ્લામિક સ્ટેટના સભ્યોએ કાબુલમાં એક હોટલ પર હુમલો કર્યો જ્યાં ઘણા ચીની નાગરિકો રોકાયા હતા. આ હુમલામાં 18 અન્ય પીડિતો સાથે પાંચ ચીની…
દેશમાં પેટ્રોલ-ડીઝલના ભાવો વધુ હોવાથી મોંઘવારી વધી હોવાની અસર છે,ટ્રાન્સપોર્ટેશન ખર્ચ વધતા ખાવા પીવાની ચીજો અને શાકભાજી,દૂધ મોંઘા થાય છે, જેની જીવન જરૂરિયાતની ચીજ વસ્તુઓ ઉપર અસર વર્તાય છે ત્યારે આ બધા વચ્ચે હવે કેન્દ્રીય પેટ્રોલિયમ મંત્રી હરદીપ સિંહ પૂરીએ ઓઈલ કંપનીઓને ભાવ ઘટાડવાની અપીલ કરી છે. હરદીપ સિંહ પુરીનું માનવું છે કે, આંતરરાષ્ટ્રીય સ્તરે ભાવવધારો છતાં અમે પેટ્રોલ-ડીઝલની કિંમતમાં વધારો કર્યો નથી. કારણ કે સરકારે નવેમ્બર 2021 અને પછી મે 2022ના દિવસે એક્સાઈઝ ડ્યુટીમાં ઘટાડો કર્યો હતો પણ કેટલાક રાજ્યોએ વેટ ઘટાડ્યો નથી અને તેથી જનતાને ભાવ વધારે લાગી રહયા છે.
રાજ્યમાં ગત ડિસેમ્બરમાં યોજાયેલી ગુજરાત વિધાનસભાની ચૂંટણી વખતે ભાજપમાં આંતરીક મતભેદોને લઈ કેટલાક નેતાઓ નિષ્ક્રિય રહેવા છતાં ભાજપે 156 સીટ જીતી ઇતિહાસ બનાવ્યો હતો અને ચમત્કારિક વિજય હાંસલ કર્યો હતો પણ ચૂંટણી વખતે જેઓ સામે ફરિયાદો હતી તેવા નેતાઓ અને કાર્યકરોનું લિસ્ટ હાઈ કમાન્ડ સુધી પહોંચતા તેઓના જવાબો લેવાનું શરૂ છે ત્યારે કેટલાક સાંસદોને પણ દિલ્હી બોલાવ્યા બાદ તેઓને મુલાકાત નહિ આપતા આવા સાંસદ બે બે વખત ધક્કા ખાઈ રહ્યા હોય મજાક બન્યા હોવાનું ચર્ચાઈ રહ્યું છે. ગુજરાતના પાંચ સાંસદોને ભાજપના રાષ્ટ્રીય નેતાઓએ મુલાકાત માટે દિલ્હી તેડાવ્યા બાદ બે-બે વખત મુલાકાત નહીં આપ્યાની રાજકારણમાં ગરમા ગરમ ચર્ચા છે. વિગતો મુજબ…
ડભોઈમાં આવેલી મહાલક્ષ્મી માર્કન્ટાઇલ કો.ઓ બેન્ક દ્વારા રિઝર્વ બેંકના નિયમોનું ઉલ્લંઘન કરવામાં આવ્યું હોવાની નોંધ લેવામાં આવી છે અને બેન્કના જ મળતીયાઓ દ્વારા એકબીજાની મિલીભગતમાં લોન કૌભાંડ આચર્યું હોવાની વાત સામે આવી છે. બેંકના BYLAWS મુજબ શુ એક્શન લઈ શકાય ? શુ તમામ સભાસદ હવે આ મામલે જાગૃત થઈ લડતના મંડાણ કરશે?જવાબદારી કોની? નિયમ વિરુદ્ધ લોન આપવાના મામલે દંડની જોગવાઈ છે પણ જાણી જોઈને એકબીજાના મેણાપીપણામાં ગેરરીતિ કરવામાં આવે તે મામલે કેવા પગલાં ભરી શકાય વગરે મુદ્દે આ ક્ષેત્રના જાણીતા અગ્રણીઓ સાથે આગળ ચર્ચામાં જોડાઈશું પણ હાલમાં જે વાત બહાર આવી છે તે જોતા વાત ઘણી ગંભીર જણાઈ રહી છે…
લવ જેહાદ અંગે ઘણા લોકો સવાલો ઉઠાવી રહયા છે પણ જે લોકો ધર્મ છુપાવીને લગ્ન કરી રહયા છે તેવા લોકો સામે કાયદો કડક બનાવાઈ રહ્યો છે કારણ કે લવ જેહાદીઓ માને છે કે આવું કરવાથી જન્નન્ત મળે છે. યુપીના બલિયામાં નર્સિંગની વિદ્યાર્થીની ને પોતે હિન્દૂ ક્ષત્રિય હોવાનું જણાવી લગ્ન કરી લઈ છેતરપીંડી કરનાર મોહમ્મદ આલમનું એક વિવાદાસ્પદ નિવેદન સામે આવ્યું છે જેમાં તેણે લખ્યું છે “મેં જે કર્યું છે તેનાથી જન્નત પ્રાપ્ત થાય છે!!” નર્સિંગની વિદ્યાર્થીની જેને હિન્દૂ રાજપૂત યુવક માનતી રહી, પણ તે મુસ્લિમ નીકળ્યો ! ત્યારે તે ખુબજ ગભરાઈ ગઈ અને પસ્તાવો થવા લાગ્યો! વિદ્યાર્થિનીએ જણાવ્યું હતું કે…
વડોદરા શહેરમાં દારૂ અને ડ્રગ્સનો ધંધો જામ્યો છે અને ઉપરા ઉપરી દારૂ અને ડ્રગ્સ પકડવાના બનાવો મીડિયામાં છવાઈ રહયા છે ત્યારે હવે આવા ધંધામાં કામ કરતા તત્વોમાં ગેંગવોર થવાની દહેશત વ્યક્ત કરવામાં આવી રહી છે. વડોદરામાં માથાભારે બૂટલેગરો જુબેર મેમણ અને શબ્બીર ઉર્ફે લાલુ અંડો શેખની ગેંગ વચ્ચે ગેંગવોર થઈ શકે છે. સાજીદ બેકરી અને જુબેર સહિત પાંચ જેટલા ઈસમો હથિયારોસાથે લાલુ અંડા પર હુમલો કરવા પોળમાં રોલા પાડયા હતા પણ લોકો એકત્ર થઈ જતાં સાજીદ બેકરી પોતાના સાગરીતો સાથે ત્યાંથી જતો રહ્યો હતો. આ આખા મામલામાં લાલુ અંડાની પત્નીએ પાંચ ઈસમો સામે ફરિયાદ કરીતો સામા પક્ષે જુબેરની પત્નીએ લાલુ…
ભારતમાં 2023નું વર્ષ નોકરિયાત વર્ગ માટે સારું સાબિત થશે અને એપ્રિલમાં કંપનીઓમાં 10 ટકા જેટલો પગાર વધારો મળી શકે છે. કોર્ન ફેરી દ્વારા આ અંગે કરાયેલા એક સર્વે માં આ વાત સામે આવી છે,જેમાં મહેનત મુજબ કર્મચારીઓ પગાર વધારો થઈ જશે. આ સર્વેમાં 8,00,000થી વધુ કર્મચારીઓ ધરાવતી 818 કંપનીઓમાં થયેલા સર્વે મુજબ ભારતમાં 2023માં પગારમાં 9.8 ટકાનો વધારો થઈ જવાની ધારણા છે. મહત્વનું છે કે કોરોના વખતે 2020 માં પગાર 6.8 ટકા કરતા નીચે થઈ ગયો હતો,જોકે, એક તરફ વિશ્વમાં મંદીનો માહોલ હોવાછતાં ભારતના જીડીપીમાં 6 ટકા વધારાની શક્યતાઓ વ્યક્ત કરાઈ રહી છે. કોર્ન ફેરીના સૂત્રોના હવાલાથી કહેવાયું છે કે…
પાકિસ્તામાં હાલ સ્થિતિ સારી નથી અને નાગરિકોની હાલત ખરાબ થઈ ગઈ છે ત્યારે હવે પાકિસ્તાની મીડિયાએ પ્રથમવાર પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની ખૂલીને પ્રશંસા કરી છે અને મોદીજીના નેતૃત્વમાં વૈશ્વિક મંચ ઉભો થયેલો પ્રભાવ અંગે ખાસ કવરેજ આપ્યું છે. પાકિસ્તાનના જાણીતા અખબાર દૈનિક ધ એક્સપ્રેસ ટ્રિબ્યૂને ભારતના પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં વિશ્વમાં ભારતના વધતા કદની પ્રશંસા કરી છે. પાકિસ્તાની દૈનિકમાં છપાયેલા સમાચારમાં કહેવામાં આવ્યું છે કે પીએમ મોદી ભારતની વિદેશ નીતિને કુશળતાથી ચલાવી રહયા છે પરિણામે જીડીપી 3 ટ્રિલયન અમેરિકી ડોલરથી વધારે થઇ ગઇ છે. જાણીતા રાજનીતિક, સુરક્ષા અને રક્ષા વિશ્લેષક શહજાદ ચૌધરીએ ધ એક્સપ્રેસ ટ્રિબ્યૂનમાં આપેલા ઇન્ટરવ્યુમાં કહ્યું કે વિશ્વના રોકાણકારો…