વડોદરામાં તા. 6થી 8 જાન્યુઆરી દરમિયાન લક્ષ્મીવિલાસ પેલેસ ખાતે એશિયાનો સૌથી મોટો વિન્ટેજ કાર શો યોજાઈ રહ્યો છે ત્યારે આ કાર્યક્રમમાં ભાગ લેવા આવી પહોંચેલા વિન્ટેજ કાર કાફલાની આજે નીકળેલી રેલી આકર્ષણનું કેન્દ્ર બની હતી. આજે સવારે લક્ષ્મીવિલાસ પેલેસથી સ્ટેચ્યૂ ઓફ યુનિટી સુધી નીકળેલી વિન્ટેજ કાર રેલીમાં ઉદ્યોગપતિઓ અને રાજવી પરિવારોની 75 કાર જોડાઈ હતી. આ હેરિટેજ કાર રેલીમાં 105 વર્ષ જૂની 1917ની ફોર્ડ કાર સહિતની 75 જેટલી કારનો સમાવેશ થાય છે. 21 ગન સેલ્યૂટ હેરિટેજ એન્ડ કલ્ચર ટ્રસ્ટ દ્વારા લક્ષ્મીવિલાસ પેલેસ અને ગુજરાતના પર્યટન વિભાગના સહયોગથી આયોજિત આ હેરિટેજ કાર રેલીમાં હેરિટેજ કારના શોખીનો દેશના જાણીતા ઉદ્યોગપતિઓની કાર્સ પણ…
કવિ: Halima shaikh
આબુમાં બર્ફીલી ઠંડીનો માહોલ જામ્યો છે અને અહીં મોટાભાગના ગુજરાતીઓ બર્ફીલો આનંદ માણવા આબુમાં પહોંચ્યા છે અને કાશ્મીરમાં ગયા હોય તેવી અનુભૂતિ કરી રહ્યા છે કારણકે કાશ્મીર જેવા સ્થળોએ જવા મોટો ખર્ચ કરવો પડે પણ ગુજરાત સરહદ અડીને આવેલા આબુમાં જવા માત્ર 500માં જઇ શકાય છે જ્યાં બર્ફીલી મોજ માણી પરત આવી જવાય છે. માઉન્ટ આબુમાં સહેલાણીઓ ઠંડાગાર તાપમાનમાં પણ ઊમટી રહ્યા છે. ચારેબાજુ બરફ જોતાં સહેલાણીઓ એનો આનંદ માણી રહ્યા છે, જ્યારે હોટલો હાઉસફુલ થઈ ગઈ છે. માઉન્ટ આબુમાં બે દિવસ પહેલા તાપમાન માઈનસ બેથી ત્રણ ડીગ્રી સુધી થઈ ગયું હતું, જ્યારે આજે તાપમાન માઇનસ 6 ડીગ્રી પહોંચતાં અનેક…
ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં કોંગ્રેસની માત્ર 17 બેઠકો આવતાં જ હાઈકમાન્ડને ખુબજ આશ્ચર્ય થયું છે અને ગુજરાતમાં મજબૂત ગણાતી કોંગ્રેસના આ હાલ કેમ થયા તે જાણવા હવે મનોમંથન શરૂ કર્યું છે. કોંગ્રેસના રાષ્ટ્રીય પ્રમુખ મલ્લાર્જુન ખડગેએ ગુજરાતમાં કોંગ્રેસની ભૂંડી હારના કારણો જાણવા માટે ‘સત્ય શોધક કમિટી’ની રચના કરી છે. ત્રણ સભ્યોની બનેલી આ કમિટીના ચેરમેન તરીકે નીતિન રાઉત, ડો. શકિલ અહેમદ ખાન તથા સપ્તગિરી શંકર ઉલાકાની નિમણુંક કરાઈ છે. આ કમિટીએ કોંગ્રેસ પ્રમુખને ગુજરાતની હારના કારણો અને પરિણામો અંગેનો રીપોર્ટ એક સપ્તાહમાં સોંપવાનો રહેશે. ત્યાર બાદ કોંગ્રેસનો હાઈકમાન્ડ ગુજરાતમાં સંગઠનમાં મોટો ફેરફાર કરે તેવી શક્યતાઓ વ્યક્ત કરવામાં આવી રહી છે. ગુજરાત…
શાહરુખના પઠાણ મુવીનો વિરોધ ચાલુ છે ત્યારે અમદાવાદના વસ્ત્રાપુર લેક નજીક આવેલા આલ્ફા વન મોલમાં આજે વિશ્વ હિન્દુ પરિષદ અને બજરંગ દળના કાર્યકરોએ પઠાણ મૂવીનો વિરોધ કરી શાહરુખ ખાન અને અન્ય સ્ટાર કાસ્ટની તસવીરો ફાડી નાખતા હવે આ ફિલ્મના રિલીઝ થવા ઉપર દિવાલ ઉઠ્યા છે. જો આ ફિલ્મ રિલીઝ થશે તો વધુ ઉગ્ર આંદોલનની ચીમકી અપાતા હવે ફિલ્મ રિલીઝ થશે તો બબાલ થવાની શકયતા વ્યક્ત થઈ રહી છે. આલ્ફા વન મોલમાં આજે વિશ્વ હિન્દુ પરિષદ અને બજરંગ દળના કાર્યકરોએ પઠાણ મૂવીનો વિરોધ કર્યો ત્યારે મોલમાં હાજર લોકો ગભરાઈ ગયા હતા. આ સમગ્ર મામલે વસ્ત્રાપુર પોલીસે ફિલ્મની રિલીઝના વિરોધમાં પ્રદર્શન કરી…
રાજકોટના ગોંડલ અને રીબડા જૂથ વચ્ચે થયેલી બબાલ પ્રકરણ હાલપણ ભારે ચર્ચામાં રહ્યું છે ત્યારે રીબડા ગામે મારામારીના કેસમાં અનિરૂદ્ધસિંહના દીકરા રાજદીપ સિંહ સહિતના 3 લોકોના આગોતરા જામીન રદ થયા છે. રીબડામાં 22 ડિસેમ્બરે મોડી સાંજે રીબડાના અનિરુદ્ધસિંહ જાડેજાના પુત્ર રાજદીપસિંહ અને તેમના સાથીઓએ યુવકને ગન દેખાડી ધમકી આપ્યાના આક્ષેપ સાથે અનિરુદ્ધસિંહ જાડેજાના દીકરા રાજદીપસિંહ સહિત 3 લોકો સામે ગુનો દાખલ થયો છે. જોકે, અનિરુદ્ધસિંહ જાડેજાએ આ આક્ષેપોને નકારી કાઢ્યા હતા અને આ પ્રકરણને રાજકીય ચાલ ગણાવી હતી. વિગતો મુજબ અમિત ખૂંટે અનિરુદ્ધસિંહ જાડેજાના પુત્ર સહીત અન્ય વિરુદ્ધ ફરિયાદ નોંધાવી હતી. જે બાદ અનિરુદ્ધસિંહ જાડેજાના પુત્રએ ગોંડલ કોર્ટમાં આગોતરા જામીન…
રાજ્યમાં આમ આદમી પાર્ટી હવે લોકસભાની ચૂંટણીઓ માટે તૈયારીઓ કરશે,ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં આમ આદમી પાર્ટીના પાંચ જેટલા ધારાસભ્યો ચૂંટાઈને આવ્યા છે. વિધાનસભાની ચૂંટણી બાદ આમ આદમી પાર્ટીના સંગઠનમાં કેટલાક ફેરફાર કરવામાં આવ્યા છે. જેમાં આમ આદમી પાર્ટીના પ્રદેશ પ્રમુખ તરીકે ગોપાલ ઇટાલિયાને હટાવી દેવામાં આવ્યા છે અને આમ આદમી પાર્ટીના નવા પ્રદેશ પ્રમુખ તરીકે ઈસુદાન ગઢવીની નિમણૂક કરવામાં આવી છે. ગોપાલ ઇટાલિયાને નેશનલ જોઈન્ટ સેક્રેટરી અને મહારાષ્ટ્રના સહ પ્રભારી તરીકે નિમણૂક આપવામાં આવી છે. આ ઉપરાંત આમ આદમી પાર્ટીમાં હવે માત્ર એક જ પ્રમુખ નહીં, પરંતુ કાર્યકારી પ્રમુખોની પણ જાહેરાત કરવામાં આવી છે, જેમાં સુરત ઝોનમાં અલ્પેશ કથીરિયા, દક્ષિણ ઝોનમાં…
ચીનના દેવામાં ડૂબેલા પાકિસ્તાનમાં ભૂખમરો, બેરોજગારી, વીજ સંકટ જેવી સમસ્યાઓ સર્જાતા ત્યાંના નાગરિકો મુશ્કેલીમાં મુકાયા છે. પાકિસ્તાન સરકારે વણસતી સ્થિતિને ધ્યાનમાં રાખી પાકિસ્તાનમાં વીજ સંકટ કાબુમાં લેવા હવેથી રાત્રે 8.30 વાગ્યા બાદ મૉલ, બજારો, રેસ્ટોરાં બંધ રાખવામાં આવશે. રાત્રે 10 વાગ્યા બાદ મેરેજ હોલ પણ બંધ રાખવા નિર્ણય કર્યો છે. પાકિસ્તાન સરકારના રક્ષામંત્રી ખ્વાજા આસિફે પત્રકાર પરિષદ યોજી જાહેરાત કરી છે કે બજારો અને મૉલ રાત્રિના 8.30 વાગ્યા બાદ બંધ થઈ જશે. દુનિયામાં હાલ 60થી 80 વોટના પંખાનો ઉપયોગ થઈ રહ્યો છે ત્યારે પાકિસ્તાનમાં 120થી 130 વોટના પંખાનો ઉપયોગ કરવામાં આવે છે. એના કારણે વધુ વીજપુરવઠો વપરાય છે. આ સ્થિતિમાં…
રાજ્યમાં ભારે ઠંડી પડી રહી છે અને લોકો આખો દિવસ ગરમ કપડામાં લપેટાયેલા જોવા મળી રહયા છે ત્યારે હવામાન વિભાગ દ્વારા વધુ ઠંડી પડવાની આગાહી કરી છે. ઉત્તર ભારતમાં થઈ રહેલી હિમવર્ષાના પગલે ગુજરાતમાં ઠંડા પવનો ફુંકાઈ રહ્યા હોવાથી આગામી એક અઠવાડિયામાં હજુપણ 2થી 3 ડિગ્રી પારો ગગડવાની આગાહી વ્યક્ત થઈ છે. છેલ્લા બે દિવસથી રાજ્યના મોટાભાગના શહેરોમાં ઠંડીનું પ્રમાણ વધ્યું છે અને ઠંડા પવનો ફૂંકાઈ રહયા છે. રાજ્યમાં કચ્છના નલિયામાં 8.1 ડિગ્રી તાપમાન નોંધાયું છે જયારે ગાંધીનગરમાં 10.5 ડિગ્રી,વડોદરામાં 11.6 ડિગ્રી,સુરતમાં નોંધાયું 14.6 ડિગ્રી,ભુજમાં 11.2 ડિગ્રી,અમરેલીમાં 13 ડિગ્રી અને રાજકોટમાં 12.5 ડિગ્રી તેમજ સુરેન્દ્રનગરમાં 11.2 ડિગ્રી તાપમાન નોંધાયું છે.…
વડોદરામાં ચાઈનીઝ દોરી ઉપર પ્રતિબંધ છતાં ઓન લાઈન ધૂમ વેચાણ થઈ રહ્યું છે ત્યારે પોલીસ પગલાં ભરે તે જરૂરી બન્યું છે. ઉત્તરાયણ પર્વ અગાઉ જ અનેક લોકો કાતિલ પતંગની દોરીથી ઘાયલ થયા છે અને વડોદરામાં બે ના મોત થઈ ચૂક્યા છે અને કેટલાય પક્ષીઓ ઈજાગ્રસ્ત બની રહયા છે ત્યારે ચાઈનીઝ દોરી ઉપર પોલીસ કમિશનર દ્વારા પ્રતિબંધ મુકવામાં આવ્યો છે પણ પોલીસ વિભાગ દ્વારા જો તપાસ કરવામાં આવેતો ઓનલાઇન ચાઇનીઝ દોરી વેંચતા અનેક લોકોના નામ સામે આવી શકે તેમ છે. હાલમાં ઓનલાઈન વેચાણ વધ્યું છે અને હાલ 1 હજારથી માંડી 850 રૂપિયામાં આ લોકો મોનો કટર નામની નાયલોન અને પ્લાસ્ટિકથી બનેલી…
વડોદરામાં ઐતિહાસિક ન્યાયમંદિર તેમજ બાજુમાં સુરસાગર તળાવની મધ્યમાં શિવજીની સુવર્ણ જડિત ઉંચી પ્રતિમા અને તળાવની બાજુમાં જ મ્યુઝિક કોલેજ આ બધું ખુબજ આકર્ષક છે અને પર્યટકો માટે એક સારી જગ્યા છે પણ વર્તમાન સમયમાં આ વિસ્તારની ગીચતા, ટ્રાફિકનું ભારણ તથા લારીઓના કારણે આ હેરીટેજ ઇમારતની ખાસ નોંધ લેવાતી નહિ હોય જો પ્લાનિંગ મુજબ આ વિસ્તારને વિકસાવવામાં આવે તો શહેરની એક આગવી ઓળખ ઉભી થઈ શકે તેમ હોઈ ન્યાયમંદિરની સામે આવેલા પદમાવતી શોપીંગ સેન્ટર કે જે વર્ષો જુનુ હોવાના કારણે મેન્ટેનન્સ પણ વધુ માંગે છે અને ટ્રાફિકને પણ ધણું અડચણરૂપ થાય છે. ત્યારે આ પદમાવતી શોપીંગ સેન્ટરને દૂર કરવું જાઈએ અને…