માતા હીરાબાનું નિધન થયા બાદ તેઓની અંતિમ યાત્રા નીકળી અને સ્મશાન પહોંચ્યા બાદ નરેન્દ્ર ભાઈ મોદી સહિત ચારેય ભાઈઓએ માતાને મુખાગ્નિ આપ્યો હતો. આ ક્ષણે મોદી પરિવાર માતાની વિદાયમાં ભાવુક બન્યા હતા. માતા હીરાબા પંચમહાભૂતમાં વિલીન થઈ ગયા હતા. વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે વહેલીસવારે રાયસણ પંકજભાઈના ઘરે પહોંચ્યા હતા. અહીં વડાપ્રધાન મોદીએ તેમના અંતિમ દર્શન કર્યા હતા અને ત્યારપછી તેમને અંતિમ સંસ્કાર માટે લઈ જવાયા હતા. સેક્ટર 30 સ્મશાનમાં અંતિમ સંસ્કાર કરવામાં આવ્યા છે. અંતિમ વિધિમાં મોદી પરિવાર ભાવુક થઈ ગયો હતો. અમદાવાદમાં યુએન મહેતા ઇન્સ્ટિટ્યૂટ ઓફ કાર્ડિયોલોજી એન્ડ રિસર્ચ સેન્ટરમાં આજે શુક્રવારે વહેલી સવારે 3.30 વાગ્યે હીરાબાએ અંતિમ શ્વાસ…
કવિ: Halima shaikh
ક્રિકેટર ઋષભ પંતની ગાડીનો અકસ્માત, ગંભીર રીતે ઘાયલ થયો. રુડકીથી પરત ફરતાં કાર ડિવાઈડર સાથે અથડાઈ. માથામાં ગંભીર ઈજા થઈ છે. ભારતીય ક્રિકેટ ટીમના વિકેટ કીપર બેટ્સમેન ઋષભ પંતનો અકસ્માત થયો છે. આજે શુક્રવારે સવારે કાર દ્વારા ઉત્તરાખંડ સ્થિત તે પોતાના ઘરે જઈ રહ્યો હતો ત્યારે આ દુર્ઘટના રૂરકીની નરસન બોર્ડર પર હમ્માદપુર ઝાલ પાસે બની હતી. કાર અકસ્માત એટલો ગંભીર હતો કે રેલિંગ સાથે અથડાયા બાદ કારમાં આગ લાગી હતી અને કાર પલટી ગઈ હતી. આ આગને ભારે જહેમતથી કાબૂમાં લેવામાં આવી હતી. તે જ સમયે આ અકસ્માતમાં ઋષભ પંત ગંભીર રીતે ઘાયલ થયો હતો. ઋષભ પંતને દિલ્હી રોડ…
ચીનમાં સર્જાયેલી કોરોનાની સ્થિતિ વચ્ચે ભારત, અમેરિકા સહિત સાત દેશોએ ચીન મુસાફરી ઉપર પ્રતિબંધ લાદયો છે. જે દેશોએ તેના પર પ્રતિબંધ મૂક્યો છે તેમાં જાપાન, દક્ષિણ કોરિયા, તાઈવાન, ઈટાલી અને મલેશિયાનો સમાવેશ થાય છે. તે જ સમયે, ચીનમાં દવાઓની પણ અછત છે. બીજી તરફ બુધવારે ચીનથી બે ફ્લાઈટ ઈટાલી પહોંચી હતી. બોર્ડ પરના 212 લોકોમાંથી 100 લોકો સંક્રમિત જોવા મળ્યા છે. ઇટાલી હજુ સુધી કોવિડના કારણે થયેલા વિનાશમાંથી સંપૂર્ણ રીતે બહાર આવ્યું નથી. દરમિયાન બુધવારે ચીનથી બે ફ્લાઈટ ઈટાલી પહોંચી હતી. બોર્ડર પરના 212 લોકોમાંથી 100 લોકો સંક્રમિત જોવા મળ્યા છે. આ પછી તરત જ, ઇટાલિયન સરકારે પણ કોવિડ માટે…
વડાપ્રધાન નરેન્દ્ર મોદીના માતૃશ્રી હીરાબાનું 100 વર્ષની વયે નિધન થયા છે. હીરાબાની અંતિમ યાત્રા પુત્ર પંકજ મોદીના રાયસણ સ્થિત ઘરેથી 8.30 વાગ્યે નીકળી હતી અને સેક્ટર-30ના સ્મશાન ખાતે પહોંચશે મોદીએ માતાના અંતિમ દર્શન કર્યા હતા અને માતાના પાર્થિવ દેહને કાંધ આપી હતી. અંતિમ યાત્રામાં મોટી સંખ્યામાં લોકો હાજર રહયા હતા.
હીરાબાના નિધનના સમાચાર જાણ્યા પછી ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ટ્વીટ દ્વારા શોક વ્યક્ત કર્યો હતો. હીરાબાના નિધન પર ભાજપના અનેક નેતાઓ અને રાજ્યના મુખ્યમંત્રીઓએ ટ્વિટ કરી શ્રદ્ધાંજલિ પાઠવી હતી. કેન્દ્રિય ગૃહમંત્રી અમિત શાહે ટ્વિટ કરીને શ્રદ્ધાંજલિ પાઠવી હતી. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ટ્વિટરના માધ્યમથી શ્રદ્ધાંજલિ પાઠવી હતી. કેન્દ્રિય સંરક્ષણમંત્રી રાજનાથ સિંહે પણ ટ્વિટરના માધ્યમથી શ્રદ્ધાંજલિ પાઠવી હતી. ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી પંકજભાઇના નિવાસસ્થાને પહોંચ્યા છે. હાલમાં સ્મશાન તરફ આવવા જવાના રસ્તાબંધ કરાયા છે અને એસપી કક્ષાના અધિકારીઓ સહિતનો પોલીસ બંધોબસ્ત ગોઠવાયો છે. મેયર પણ પોહંચ્યા તેમણે જાતે રસ્તા સાફ કરાવ્યા હતા. સામાન્ય માણસો માટે આવવા જવાની એન્ટ્રી પર પ્રતિબંધ સ્માશાન સુધીનો…
વડાપ્રધાન મોદીના માતુશ્રી હીરાબાનું વહેલી સવારે નિધન થતા તેઓ રાયસણ પહોંચ્યા છે વહેલી સવારે માતૃશ્રી હીરાબાનું નિધન થયુ હતું.વડાપ્રધાન નરેન્દ્ર મોદી રાયસણ પંકજભાઈના ઘરે પહોંચ્યા છે. હીરાબા શ્વાસની તકલીફના કારણે મંગળવારથી હોસ્પિટલમાં દાખલ હતાઅમદાવાદમાં યુએન મહેતા ઇન્સ્ટિટ્યૂટ ઓફ કાર્ડિયોલોજી એન્ડ રિસર્ચ સેન્ટરમાં શુક્રવારે વહેલી સવારે 3.30 વાગ્યે અંતિમ શ્વાસ લીધા હતા. યુએન મહેતા ઇન્સ્ટિટ્યૂટ ઓફ કાર્ડિયોલોજી એન્ડ રિસર્ચ સેન્ટરની એક અખબારી યાદીમાં આ જાણકારી આપવામાં આવી હતી. હીરાબાના અંતિમ સંસ્કાર ગાંધીનગરમાં થશે. તેમની અંતિમ યાત્રા પુત્ર પંકજ મોદીના રાયસણ સ્થિત ઘરેથી 8.30 વાગ્યા થશે અને સેક્ટર-30ના સ્મશાન ખાતે પહોંચશે
રાજ્યમાં ફરી કોરોના સક્રિય થતાં લોકોને તકેદારી રાખવા અપીલ કરવામાં આવી રહી છે ત્યારે વડોદરામાં કોરોનાના પાંચ કેસ નોંધાયા છે. હાલ 12 એક્ટિવ કેસ પૈકી 1 દર્દી ઓક્સિજન ઉપર ઉપર છે. બીજી તરફ કોરોનાના સંક્રમણની શકયતાને લઈ પાલિકાએ ટેસ્ટિંગ વધારી દીધું છે. બે દિવસમાં પાલિકાએ 600થી વધુ ટેસ્ટિંગ શરૂ કર્યા છે. જેમાં બુધવારે માત્ર 1 પોઝિટિવ કેસ નોંધાયો હતો. 24 કલાકમાં પાલિકાએ 679 નમૂના લીધા હતા. જેમાં સમા વિસ્તારમાં એક કેસ પોઝિટિવ આવ્યો હતો. હાલમાં એક્ટીવ દર્દીઓની સંખ્યા 12 છે, જે તમામ હોમ આઈસોલેશનમાં છે. 11 વ્યક્તિ હોમ ક્વોરન્ટીન છે. વડોદરા શહેરના અકોટા, રામદેવનગર, પાણીગેટ અને મકરપુરા વિસ્તારમાં કોરોનાના નવા…
હાલ મોઘવારી વધી છે અગાઉ જે ખાનગી કંપનીના પગાર હતા તે અગાઉના સમયની મોંઘવારીને અનુરૂપ હતા અત્યારે પરિસ્થિતિ બદલાઈ છે અને જૂના પગારમાં અત્યારની વર્તમાન સ્થિતિ માં ઘર ચાલી શકે નહિ તેવે સમયે હવે દરેક ક્ષેત્રમાં પગાર વધ્યા છે ત્યારે અગ્રણી વૈશ્વિક વ્યાવસાયિક સેવા કંપની એઓનના ભારતમાં તાજેતરના પગારવધારાના સર્વે અનુસાર ભારતમાં પગારવધારો ૧૦.૪ ટકા વધવાની ધારણા છે, જે ૨૦૨૨માં આજની તારીખે ૧૦.૬ ટકાના વાસ્તવિક વધારાની સરખામણીમાં થોડો ફેરફાર છે, જ્યારે ફેબ્રુઆરીમાં ૯.૯ ટકાનો વધારાનો અંદાજ મૂક્યો હતો જેની સરખાણીમાં વધારે છે. ભારતના ૪૦થી વધુ ઉદ્યોગોના ૧૩૦૦ કંપનીઓના ડેટાનું વિશ્લેષણમાં આ વાત સામે આવી છે અને ૨૦૨૨ના પ્રથમ અર્ધવાર્ષિક ગાળામાં…
મોંઘવારી વધી છે અને તેમાંય રાંધણ ગેસના ભાવ વધતા લોકો મુશ્કેલીમાં મુકાઈ ગયા છે તેવા સમયે વડોદરામાં આમ આદમી પાર્ટીએ પાલિકા કચેરી ખાતે પહોંચી વિરોધ કર્યો હતો. મેયરની કેબિનમાં પહોંચી મહિલા કાર્યકરે ટેબલ પર બંગડી મૂકી મેયર ને બંગડી પહેરી લેવાનું કહેતા મેયરે સામે કહ્યું હતું કે, ભાઈને બંગડી નહિ, પરંતુ હાથે રાખડી બાંધવાની હોય. વડોદરા ગેસ લિમિટેડ કંપની દ્વારા ગેસ લાઈન મારફતે અપાતા ઘરગથ્થુ ગેસના ભાવમાં રૂા. 3 નો ભાવ વધારો કરતા ગ્રાહકોમાં ભારે નારાજગી ફેલાઈ છે. ગેસ વધારા મામલે વડોદરા આમ આદમી પાર્ટીના કાર્યકરો પાલિકાની કચેરીએ જઈ મેયર કેયુર રોકડિયાને આવેદનપત્ર આપી મોંઘવારી મુદ્દે રજૂઆત કરી હતી. દરમ્યાન…
ગુજરાતના મુખ્યપ્રધાન પદેથી રાજીનામું આપ્યાના એક વર્ષ પછી, વિજય રૂપાણીએ કહ્યું છે કે તેમને બીજેપી “હાઈ કમાન્ડ” દ્વારા આગલી રાત્રે જ રાજીનામું આપવા માટે કહેવામાં આવ્યું હતું. 11 સપ્ટેમ્બર, 2021 ના રોજ રાજીનામું આપનાર રૂપાણીએ એક ઈન્ટરવ્યુમાં જણાવ્યું હતું કે, “આગલા દિવસે રાતે જ કીધુ આને મેં બીજે દિવેસે આપ જે દિધુ (તેઓએ મને આગલી રાત્રે કહ્યું હતું અને મેં તે બીજા દિવસે (રાજીનામું) સુપરત કર્યું હતું. મેં તેમને કારણ પૂછ્યું ન હતું અને તેથી, તેઓએ મને જણાવ્યું પણ ન હતું. જો મેં પૂછ્યું હોત, તો મને ખાતરી છે કે તેઓએ મને કારણ આપ્યું હોત. પરંતુ હું હંમેશા પાર્ટીનો શિસ્તબદ્ધ…