વડોદરા શહેરના બાપોદ વિસ્તારમાંથી એક વિદ્યાર્થી સ્કૂલેથી ઘરે આવ્યા બાદ હું જ્યારે સફળ થઇસ પછીજ ઘરે આવીશ તેવું હિન્દીમાં ચિઠ્ઠી લખી સાયકલ લઇ ઘરેથી ગુમ થઇ જતાં પરિવારજનો ચિંતામાં મુકાઈ ગયા છે.જે અંગે પોલીસને જાણ કરતા પોલીસે તેની શોધખોળ હાથધરી છે.વડોદરાના બાપોદ વિસ્તારમાં રહેતો એક વિદ્યાર્થી સ્કૂલથી આવ્યા બાદ ઘરે સ્કૂલબેગ મૂકી ઘરેથી સાયકલ લાઈન ક્યાંક જતો રહ્યો હતો મોડે સુધી પણ તે પરત ન ફરતા પરિવારે તેની શોધખોળ હાથધરી હતી. જો કે તે શહેરમાં સંબંધીઓને ત્યાં પણ તેનો કોઈ પત્તો નહી મળતા ચિંતામાં મુકાઈ ગયેલા પરિવારે આખરે પોલીસને જાણ કરી હતી.પોલીસે હાથ ધરેલી પ્રાથમિક તપાસમાં છે વિદ્યાર્થી સોસાયટીમાંથી સાયકલ…
કવિ: Halima shaikh
રાજ્યમાં નવરાત્રી પર્વ શરૂ થવાને આડે માત્ર હવે ત્રણ દિવસ બાકી છે ત્યારે કોરોનામાં નવરાત્રી આયોજનમાં જે કમાણી નહોતી થઈ તે હવે ચાલુ વર્ષે થશે,જોકે,વરસાદનું વિઘ્ન નહિ નડે તો સારી એવી કમાણી થવાની શક્યતા વ્યક્ત કરાઈ રહી છે બીજી તરફ વડોદરાની વાત કરવામાં આવેતો ગરબા માટે મ્યુનિ. કોર્પોરેશન પોતાના ગ્રાઉન્ડ ભાડે આપે છે, મ્યુનિ.દ્વારા ગરબા આયોજકોને રોજના 1 રૂપિયાના ટોકન ભાડે 17 ગ્રાઉન્ડ આપી પણ દીધા છે. હવે આયોજકો આ ગ્રાઉન્ડમાં ગરબા યોજીને તગડી કમાણી પણ કરી લેશે. આયોજકો ભલે કહેતા કે, અમે “ન નફો ન નુકસાન’ના ધોરણે ગરબા યોજીએ છીએ. પરંતુ હકીકત એ પણ છે કે, પાસની કિંમત ઉંચી…
દિલ્હીમાં ભારે વરસાદ પડતાં આજે યલો એલર્ટ જાહેર કરાયું છે. સાયબર સિટી ગુડગાંવમાં કાળા ડીબાંગ વાદળો છવાઈ ગયા છે અને વરસાદ પડતા ડિઝાસ્ટર મેનેજમેન્ટ ઓથોરિટીએ આજે શુક્રવારે જિલ્લાની તમામ કોર્પોરેટ અને ખાનગી સંસ્થાઓને કર્મચારીઓને ઘરેથી કામ કરવાની સલાહ આપી છે. નોઈડા અને ગાઝિયાબાદમાં આઠમા ધોરણ સુધીની તમામ શાળાઓ બંધ કરી દેવામાં આવી છે. ગઈકાલથી દિલ્હી-NCRમાં વરસાદ પડી રહ્યો છે. આજે પણ ભારે વરસાદ પડવાની સ્થિતિમાં ભીડભાડવાળા વિસ્તારોમાં રસ્તાઓ પર જામ થવાની સંભાવના છે. મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ આજે સવારે યુપીના પૂર પ્રભાવિત જિલ્લાઓનું હવાઈ સર્વેક્ષણ કરશે. ભારે વરસાદને કારણે ગોરખપુરમાં પૂર આવ્યું છે, જેના કારણે નદીઓના કિનારે આવેલા અનેક ગામો મુશ્કેલીમાં…
વડોદરાના વાઘોડિયાના ધારાસભ્ય મધુ શ્રીવાસ્તવે ગાંધીનગર ખાતે એક કાર્યક્રમમાં હાજરી આપી હતી તેઓએ કહ્યું કે. આગામી વિધાનસભાની ચૂંટણીમાં ભાજપ ફરીથી પોતાનેજ ટિકિટ આપશે. તેઓએ જણાવ્યું હતું કે,અમિત શાહ જ્યારે ગુજરાતમાં આવ્યા હતા ત્યારે કહી ગયા હતા કે જે જીતે છે તેને જ ટિકિટ આપવાની છે. ત્યારે હુંતો 6 વખતથી જીતતો આવ્યો છું અને આગામી વિધાનસભાની ચૂંટણીમાં પણ પક્ષ મને જ ટિકિટ આપશે અને હું જીતીશ પણ ખરો. તેઓએ આમ આદમી પાર્ટી પર પ્રહાર કરતાં જણાવ્યું હતું કે, ગુજરાતમાં ભાજપને જીતાડવા માટે આપ પાર્ટી આવી છે, તેનું કોઇ અસ્તિત્વ જ નથી, આપ ગુજરાતમાં આવવાથી કોંગ્રેસને નુકસાન થશે પણ ભાજપને ફાયદો થવાનો…
ગુજરાત વિધાનસભા ચૂંટણીને હવે ગણતરીના મહિનાઓ બાકી રહ્યા છે. નવેમ્બર મહિનામાં જાહેરાત બાદ આચરસંહિતા લાગુ પડશે તેવામાં વધુ એક વખત પોલીસ બેડામાં સાગમટે બદલી કરવામાં આવી છે.આજે વધુ 169 બિન હથિયારધારી પોલીસ સબ ઈન્સ્પેકટરના બદલીના ઓર્ડર આપી દેવામાં આવ્યા છે. નોંધનીય છે કે આ પહેલા 22 આઇપીએસ તેમજ 86 dysp કક્ષાના અધિકારીઓ ની બદલીઓ કરવામાં આવી છે.
દિલ્હી બાદ પંજાબ વિધાનસભા ચૂંટણીમાં આમ આદમી પાર્ટીની ભવ્ય જીત બાદ સીએમ અરવિંદ કેજરીવાલ ખૂબ જ ઉત્સાહિત છે, હવે તેઓ ગુજરાત વિધાસભાની ચૂંટણીઓમાં પોતાનું સ્થાન બનાવવા સતત પોતાના સંગઠનને મજબૂત કરવામાં લાગેલા છે. કેજરીવાલ એવા રાજ્યોની પણ મુલાકાત લઈ રહ્યા છે જ્યાં આગામી દિવસોમાં ચૂંટણી યોજાવાની છે. આ સાથે તેઓ 2024ની લોકસભા ચૂંટણીની તૈયારીઓમાં પણ વ્યસ્ત છે. ગુજરાત, હિમાચલ પ્રદેશ બાદ હવે આમ આદમી પાર્ટી રાજસ્થાનમાં પણ ચૂંટણી લડવાની તૈયારી કરી રહી છે. રાજસ્થાનમાં આગામી વર્ષે યોજાનારી વિધાનસભાની ચૂંટણીને લઈને અરવિંદ કેજરીવાલ હવે રાજસ્થાનમાં પણ પોતાનું સ્થાન બનાવવા સક્રિય થયા છે. હાલમાં ભાજપ સામે ટક્કર લઈ રહેલા કેજરીવાલ માત્ર દિલ્હી…
વડોદરાના મોબાઇલ માર્કેટમાં રૂ.8.50 કરોડની જીએસટી ચોરી બહાર આવ્યા બાદ અન્ય મોટા ગજાના મોબાઈલ શોપ પણ હવે શંકાના ઘેરામાં આવી ગયા છે અહી પણ જીએસટી ચોરી થતી હોવાની વાતો ભારે ચર્ચાસ્પદ રહી છે અને મારવાન્સ મોબાઇલ , સરકાર મોબાઈલ અને જેવી દુકાનોમાં પણ જો તપાસ થાયતો મોટા કાંડ બહાર આવવાની શક્યતા હોવાની લોકચર્ચા ઉઠવા પામી છે. વડોદરામાં 8.50 કરોડની જીએસટી ચોરી કરનાર મોબાઈલ શો રુમના માલિકની ધરપકડ થતાં હવે આખો મામલો ફરી ચર્ચામાં આવ્યો છે. વડોદરા માં મોબાઈલ, સ્માર્ટ વોચ સહિતની મોઘી વસ્તુઓ બીલ વગર માર્કેટમાં વેચી દેવામાં આવતા હોવા અંગે અગાઉથી જ ભારે ચર્ચાઓ હતી તેવા સમયે જીએસટી વિભાગે …
અમદાવાદમાં કાગડાપીઠ પોલીસ સ્ટેશન ની હદ વિસ્તારમાં દારૂ અને જુગારના અડ્ડા ચાલુ છે. કન્ટોડીયા વાસ અને ચુનારા વાસમાં ઠેર ઠેર દેશી દારૂના અડ્ડા ચાલતા હોવા અંગે અગાઉ પણ ફરિયાદ ઉઠી હતી. સ્થાનિક પોલીસ કાર્યવાહી કરવામાં સતત નિષ્ફળ રહી છે અને દારૂ,જુગારના અડ્ડા બંધ કરાવવા માં સ્થાનિક પોલીસને રસ નહિ હોવાનું જણાઈ રહ્યું છે. તાજેતરમાંજ બોટાદના લઠ્ઠાકાંડ પછી રાજ્ય સરકારે દારૂબંધી કરાવવા આદેશ આપ્યો હોવાછતાં ફરી દારૂ જોઈએ તેટલો મળતો હોવાની વાત વચ્ચે અમદાવાદ શહેરમાં દારૂ ચાલુ થઈ જતાં પોલીસની કામગીરી ઉપર સવાલો ઉઠી રહ્યા છે. સ્થાનિક પોલીસ દ્વારા કોઈજ પ્રકાર ની કાર્યવાહી કરવામાં આવતી નહિ હોવાથી અહી દારૂ અને જુગારના…
તુર્કીના રાષ્ટ્રપતિએ સંયુક્ત રાષ્ટ્ર મહાસભામાં પોતાના સંબોધન દરમિયાન કાશ્મીરનો મુદ્દો ઉઠાવ્યો હતો. ત્યારે શું હતું ભારતના વિદેશ મંત્રી એસ જયશંકરે પણ જડબાતોડ જવાબ આપતા તુર્કીની બોલતી બંધ થઇ ગઇ હતી. તુર્કીના રાષ્ટ્રપતિ એર્દોગને સંયુક્ત રાષ્ટ્ર મહાસભામાં તેમના સંબોધન દરમિયાન કાશ્મીરનો મુદ્દો ઉઠાવ્યો હતો બાદમાં ભારતે પણ તુર્કીની નબળી નસને દબાવી હતી, તુર્કી જેને તે હંમેશા ટાળવાનો પ્રયાસ કરે છે તે સાયપ્રસનો મુદ્દો ભારતે ઉઠાવતા તુર્કીની બોલતી બંધ થઈ ગઇ હતી. સાયપ્રસ મુદ્દો હંમેશા તુર્કી માટે માથાનો દુખાવો રહ્યો છે, જેના પર તે જવાબ આપવાથી દૂર રહે છે.ભારતના વિદેશ મંત્રી એસ. જયશંકરે બુધવારે મહાસભાની બેઠક બાદ ફરી એકવાર તુર્કીના વિદેશ મંત્રી…
બિહારમાં મહાગઠબંધન સરકાર બનીને થોડા મહિના જ થયા છે ત્યાજ હવે બખેડો શરૂ થઈ ગયો છે,આરજેડી નેતા શિવાનંદ તિવારીએ નીતિશ કુમારને હવે આશ્રમ ખોલવાની અને સીએમની ખુરશી તેજસ્વી યાદવને સોંપવાની સલાહ આપી છે. પટનામાં આરજેડી કાર્યાલયમાં આયોજિત એક કાર્યક્રમમાં તિવારીએ આવું કહીને મહાગઠબંધનમાં હંગામો મચાવ્યો છે. તિવારીએ કહ્યું કે નીતીશ કુમારે 2025માં ખુરશી છોડી દેવી જોઈએ. સીએમ નીતીશ કુમારને જૂની વાતો યાદ કરાવતા આરજેડી નેતાએ કહ્યું કે, ‘નીતીશ કુમારે કહ્યું હતું કે તેઓ આશ્રમ ખોલશે અને આશ્રમમાં રાજકીય તાલીમ આપશે, તેથી તેઓ નીતિશ કુમારને કહેશે કે આશ્રમ યાદ કરે. 2025માં તેજસ્વી યાદવને મુખ્યમંત્રી બનાવો અને પછી આશ્રમ ખોલો. બીજી તરફ…