પ્રતિષ્ઠિત ઓસ્કાર એવોર્ડ મેળવવાનું દરેક અભિનેતાનું સપનું હોય છે અને જો કોઈ ઉભરતા સ્ટારને તેની ફિલ્મની ભૂમિકા માટે ઓસ્કાર દ્વારા નામાંકિત કરવામાં આવે,તો તેની ખુશીનો કોઈ પાર રહેતો નથી અને આનંદ થી ઉછળી પડે છે પરંતુ, એક એવા અભિનેતા છે કે જેઓ ઓસ્કાર માટે નોમિનેટ થયા પણ તેઓએ ઓસ્કાર એવોર્ડ સમારોહનો જ બહિષ્કાર કર્યો હતો. આ એક્ટર બીજું કોઈ નહીં પણ અલ પચિનો છે. હા,’ધ ગોડફાધર’ ફેમ અલ પચિનોની આ કિસ્સો ઘણો ફેમસ છે. અલ પચિનો વિશે એવું કહેવાય છે કે તેણે દુનિયાભરના કલાકારોને સ્ક્રીન પર ગેંગસ્ટર અને માફિયાની ભૂમિકા ભજવવાનું શીખવ્યું હતું. બોલિવૂડની ઘણી ફિલ્મોના પાત્રો અલ પચિનોના…
કવિ: Halima shaikh
કરોડો રૂપિયાની છેતરપિંડીના કેસમાં ધરપકડ કરાયેલા જમ્મુ-કાશ્મીર પોલીસના હેડ કોન્સ્ટેબલ મોહમ્મદ રમઝાન રેશી વિદેશમાં પણ સંપર્ક ખુલ્યા છે. તપાસ એજન્સીએ એક સનસનીખેજ ખુલાસો કર્યો છે કે રેશીએ બનાવટી દસ્તાવેજોથી એકથી વધુ પાન કાર્ડ અને પાસપોર્ટ મેળવ્યા હતા. પોતાને એક બિઝનેસમેન ગણાવતા રેશી ગલ્ફ દેશોમાં પણ ગયા હતા. તેના 16 બેંક ખાતામાંથી છ કરોડના વ્યવહારો થયા છે. આરોપી દસ વિદેશી ફોન નંબરથી સતત સંપર્કમાં હતો. આવી સ્થિતિમાં આતંકવાદ સાથે તારનું જોડાણ નકારી શકાય તેમ નથી. મંગળવારે, રેશીની જામીન અરજી જમ્મુના આબકારી મેજિસ્ટ્રેટની કોર્ટમાં ફગાવી દેવામાં આવી હતી. આબકારી મેજિસ્ટ્રેટ જમ્મુ ઉમેશ શર્માએ જામીન અરજી પર બંને પક્ષોને સાંભળ્યા બાદ જણાવ્યું હતું…
યુપી રાજ્ય સરકારે 33 વર્ષ જૂના આદેશને રદ કરીને વકફમાં નોંધાયેલી સરકારી જમીનની ચકાસણી કરવાનો આદેશ આપ્યો છે. જો કોઈ જાહેર જમીન વકફ મિલકત તરીકે નોંધાયેલ હશે, તો તે રદ કરવામાં આવશે અને તે જ મૂળ સ્વરૂપમાં મહેસૂલ વિભાગમાં નોંધવામાં આવશે.ર સરકારના આ આદેશના સંદર્ભમાં, નાયબ સચિવ, લઘુમતી કલ્યાણ અને વક્ફ વિભાગ શકીલ અહેમદ સિદ્દીકીએ તમામ વિભાગીય કમિશનરો અને જિલ્લા મેજિસ્ટ્રેટને એક પત્ર મોકલીને એક મહિનાની અંદર આવા તમામ પ્લોટની માહિતી માંગી છે. આ સાથે રેકર્ડ સુધારવા માટે પણ સૂચના આપવામાં આવી છે. નોંધનીય છે કે 07 એપ્રિલ 1989ના રોજ તત્કાલીન કોંગ્રેસ સરકારે એક આદેશ જાહેર કર્યો હતો. તેમાં કહેવામાં…
આત્મવિશ્વાસથી ભરપૂર ભારતીય મહિલા ક્રિકેટ ટીમ આજે બુધવારે ઇંગ્લેન્ડ સામેની બીજી વન-ડેમાં સિરીઝ જીતવાના મજબૂત ઇરાદા સાથે મેદાનમાં ઉતરશે. ભારતીય મહિલા ક્રિકેટ ટીમ 23 વર્ષ બાદ ઈંગ્લેન્ડમાં વનડે સીરીઝ જીતવા ઈચ્છે છે. આ પહેલા ભારતે 1999માં ચંદ્રકાંત કૌલની કપ્તાનીમાં ઈંગ્લેન્ડમાં વનડે શ્રેણી 2-1થી જીતી હતી. આ શ્રેણીમાં અંજુમ ચોપરાએ એક સદી અને એક અડધી સદી ફટકારી હતી. T20I શ્રેણીમાં 1-2થી મળેલી હાર બાદ ભારતે પ્રથમ વનડે 7 વિકેટે જીતી લીધી હતી. સ્મૃતિ મંધાના, યાસ્તિકા ભાટિયા અને કેપ્ટન હરમનપ્રીત કૌરે અડધી સદી રમી હતી. આ સાથે ભારતે બોલિંગ અને ફિલ્ડિંગમાં પણ સારો દેખાવ કર્યો હતો. સિનિયર ખેલાડીઓની ગેરહાજરીમાં ઈંગ્લેન્ડની ટીમ થોડી…
ઈરાનમાં હિજાબનો વિરોધ કરવા બદલ ધરપકડ કરાયેલી 22 વર્ષની યુવતી મહેસા અમીનીને ત્રાસ આપતા તેના થયેલા મોત બાદ દેશભરમાં યુવતીના મૃત્યુના વિરોધમાં, મહિલાઓએ તેમના હિજાબ ઉતારી ફેંકી દીધા અને કેટલીય યુવતીઓએ જાહેરમાં હિજાબ સળગાવી દીધા અને પોતાના વાળ કાપ્યા પછી શરૂ થયેલા સામૂહિક પ્રદર્શનો હિંસક બન્યા હતા જેમાં પાંચ માર્યા ગયા છે ઈરાનનું દિવાંદરેહ શહેર કુર્દિશ પ્રદેશનો એક ભાગ છે જ્યાં હાલ પ્રદર્શનો થઈ રહ્યા છે. અહીં મંગળવારે અમીનીના મોતના વિરોધમાં લોકો રસ્તા ઉપર ઉતર્યા હતા ટાયર સળગાવ્યા હતા અને અનેક જગ્યાએ સૂત્રોચ્ચાર કર્યા હતા. અમીની કુર્દીસ્તાનની હતી તેથી અહીં હિંસા ફાટી નીકળી હતી અને ઘણી જગ્યાએ આગચંપી થઈ હતી.…
સરકાર સામે બાંયો ચડાવનાર માલધારી સમાજ આજે દૂધ વિતરણ કરશે નહિ અને કરવા દેશે નહિ,આજે ૨૧મીએ દૂધ હડતાળનું એલાનને લઇ કેટલાયની સવારની ચા બગડવાના ચાન્સ છે. રાજ્યમાં માલધારી સમાજ દ્વારા સરકાર સામે આંદોલનના ભાગરૂપે ગાંધીનગરના શેરથામાં રવિવારે યોજાયેલા માલધારી સંમેલનમાં 21મી સપ્ટેમ્બરે દૂધ હડતાળ જાહેર કરવામાં આવતા સમગ્ર ગુજરાતમાં માલધારીઓ ડેરીઓમાં તેમજ ઘરે ઘરે દૂધ આપવા નહીં જવાનુ નક્કી કરતા આજે ૨૧મી એ બુધવારે દૂધ માટે લોકો પરેશાન થશે. જોકે, ગઈકાલે મંગળવારથીજ લોકોએ જરૂર મુજબ દૂધનો સ્ટોક કરી લીધો છે તેવો ને વાંધો નહિ આવે પણ જેને ખબર નથી તેવા અનેક લોકો દૂધ વગર અટવાશે. રાજ્યના ચાર મહાનગરો અમદાવાદ, વડોદરા,…
ગુજરાતમાં કેજરીવાલ સતત મુલાકાત લઈ રહ્યા છે અને આપનું વજન વધ્યું છે ત્યારે હવે આમ આદમી પાર્ટી અને ભાજપ એમ બે પક્ષો વચ્ચે ગુજરાત માં જંગ છેડાશે તે નક્કી થઈ ગયું છે. કેજરીવાલે વડોદરા એરપોર્ટ પર પગ મૂક્યો ત્યાજ મોદી મોદીના નારા લાગ્યા આ અંગે વાત કરતા કેજરીવાલે જણાવ્યું કે મારી સામે મોદી મોદીના નારા લાગ્યા, પણ મને રાજકારણ નથી આવડતું. પણ એટલું તો ચોક્કસ કહેવું પડે કે હવે ભાજપને તેમની મજબૂત સીટો પર હારનો ડર લાગી રહ્યો છે. ભાજપ પણ રાહુલ ગાંધી આવે ત્યારે મોદી મોદીના નારા નથી લગાવતું. કોંગ્રેસ પણ મારી સામે નારેબાજી કરે છે. વડોદરામાં દિલ્હીના મુખ્યમંત્રી…
ઠગ સુકેશ સાથે સબંધ બાંધી ભેરવાઈ ગયેલી બોલિવૂડ એક્ટ્રેસ જેકલીન ફર્નાન્ડીઝ જ્યારથી આ કેસમાં તેને આરોપી બનાવવામાં આવી છે ત્યારથી અભિનેત્રી પરેશાન છે. મળતી માહિતી મુજબ આ કેસમાં વધુ પૂછપરછ માટે જેકલીનને ફરીથી બોલાવવામાં આવશે. આ અંગે મીડિયા સાથે વાત કરતા એક અધિકારીએ માહિતી આપી હતી કે આ મામલે અભિનેત્રી માટે વધુ સમન્સ જારી કરવામાં આવશે. અધિકારીએ એ પણ માહિતી આપી કે જેકલીનને આ કેસમાં વધુ પૂછપરછ માટે બોલાવવામાં આવી હતી. તેની સ્ટાઈલિશ લિપાક્ષીને પણ બોલાવવામાં આવી હતી, પરંતુ તે આવી શકી ન હતી. પૂછપરછમાં સુકેશ દ્વારા આપવામાં આવેલી ભેટને લગતા પ્રશ્નો હતા. લિપાક્ષી પરત ફર્યા બાદ તપાસ ફરી શરૂ…
પાટીદાર અનામત આંદોલન સમિતિ(PAAS)ના કન્વીનર અલ્પેશ કથીરિયાને સુરતમાં રિક્ષાવાળાએ લાકડાના ફટકાથી માર મારતાં તેઓને હાથના ભાગે ઈજાઓ થતા દવાખાનામાં સારવાર માટે લઇ જવાયા હતા. આજે સવારે અલ્પેશ કથીરિયા પોતાના સબંધી દવાખાનામાં દાખલ હોય તેમની ખબર કાઢવા માટે મોટરસાયકલ ઉપર જઈ રહ્યા હતા તે વખતે કાપોદ્રા પોલીસ સ્ટેશન પાસેથી પસાર થતી વખતે એક રિક્ષાવાળો બેફામ રિક્ષા ચલાવતો હોય તેને આમ રિક્ષા નહિ ચલાવવાનું કહેતાં રિક્ષાવાળો ઉશ્કેરાઈ ગયો હતો અને તેણે લાકડાના ફટકાના ત્રણ ઘા માર્યા હતા અને ભાગી ગયો હતો. સવારના સમયે કાપોદ્રા પોલીસ સ્ટેશન પાસેથી અલ્પેશ કથીરિયા હોસ્પિટલ તરફ બાઈક ઉપર જવા નીકળ્યા હતા. તે વખતે આગળ એક બેફામ રીતે…
ગુજરાત વિધાનસભાની ચૂંટણી નજીક છે ત્યારે કોંગ્રેસ દ્વારા ચૂંટણી લડવા ઇચ્છુક બાયોડેટા આપનાર અને ચૂંટણી લડવા ઇચ્છુક ઉમેદવારોને આજથી કમિટી દ્વારા બોલાવીને ઇન્ટરવ્યૂ કરવા કામગીરી હાથ ધરવામાં આવી છે, એટલુજ નહિ પણ રાજ્યમાં ચૂંટણી જીતવા માટે ચર્ચા કરવામાં આવશે ત્યાર બાદ લિસ્ટ તૈયાર કરવામાં આવશે. ગુજરાત વિધાનસભાની ચૂંટણી લડવા કોંગ્રેસ દ્વારા ચૂંટણી લડવા ઇચ્છુક ઉમેદવારો પાસે બાયોડેટા મંગાવ્યો હતો,બાયોડેટા આપનાર અને ચૂંટણી લડવા ઇચ્છુક ઉમેદવારોને આજથી કમિટી દ્વારા બોલાવીને ઇન્ટરવ્યૂ કરવામાં આવશે. તથા ચૂંટણી જીતવા માટે ચર્ચા કરવામાં આવશે, ત્યાર બાદ લિસ્ટ તૈયાર કરવામાં આવશે. વિગતો મુજબ ગુજરાત પ્રદેશ કોંગ્રેસ ત્રણ જિલ્લા વચ્ચે એક કમિટી બનાવવામાં આવી છે. આ કમિટીમાં…