કવિ: Halima shaikh

ભારતમાં અમે એવો હાઈવે બનાવીશું જે જે રોડ ઉપર ચાલતા-ચાલતાજ વાહનો ચાર્જ થઈ જશે, પરિવહન મંત્રી નીતિન ગડકરીએ આ મુજબની જાહેરાત કરતા ઉમેર્યું કે ખૂબજ જલ્દી ભારતમાં સ્વીડન જેવો ઈલેક્ટ્રિક હાઈવે બની જશે. દિલ્હી-જયપુર હાઇવે અને દિલ્હી-આગ્રા યમુના એક્સપ્રેસવે સહિત લગભગ 500 કિમી ઇલેક્ટ્રિક હાઇવે માર્ચ 2023 સુધીમાં કાર્યરત થઇ જશે જે દેશનો પ્રથમ અને વિશ્વનો સૌથી લાંબો ઇલેક્ટ્રિક હાઇવે હશે. હાલમાં વિશ્વનો સૌથી લાંબો ઇલેક્ટ્રિક હાઇવે બર્લિનમાં છે, જેની લંબાઈ 109 કિમી છે. ગડકરીએ ઉમેર્યું કે સરકાર સોલર એનર્જીથી ચાલતા ઈલેક્ટ્રિક વાહનોના પ્રોડક્શનને પ્રાધાન્ય આપશે, આ હાઇવે પર ભારે ટ્રક અને બસો પણ ચાર્જ થઈ જશે. ઈલેક્ટ્રિક હાઈવે એવા…

Read More

રાજ્યમાં ચાલુ વર્ષે સારા વરસાદ અને ઉપરવાસમાં પડેલા વરસાદને પગલે સરદાર સરોવર નર્મદા ડેમની જળ સપાટી સીઝનમાં પ્રથમવાર પ્રથમવાર 138.68 મીટરે પહોંચતા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ કેવડિયા પહોંચ્યા હતા અને આરતી ઉતર્યા બાદ નર્મદા મૈયાને વધામણાં કર્યા હતા. નર્મદા નિગમ દ્વારામાં નર્મદાની વિધિવત પૂજા કરવા માટે બ્રાહ્મણોને આમંત્રણ અપાયું હતું, CMના આગમનને લઈ સરદાર સરોવર ખાતે તડામાર તૈયારીઓ અગાઉથીજ કરી દેવામાં આવી હતી. નર્મદા ડેમની જલસર્પતિ 138.68 મીટરની મહત્તમ સપાટીને પાર કરી એટલે જે છલોછલ નર્મદા ડેમને જોવાની ગુજરાતની ઈચ્છા હતી. જે આજે પરિપૂર્ણ થઇ છે અને આ નર્મદા નીરના વધામણાં કરવા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ આજે ગુરુવારે 8 કલાકે નર્મદા ડેમ…

Read More

રાજ્યમાં આવી રહેલી વિધાનસભા ની ચૂંટણીઓ અગાઉ વડોદરાની એમ.એસ.યુનિવર્સિટીની ફાઇન આર્ટસ ફેકલ્ટીમાં ‘પોલીટીકસ ઓફ જેન્ડર, જેન્ડર ઓફ પોલીટીકસ’ વિષયે લેકચરના આયોજનને લઈ ભારે હોબાળો થયો હતો. આ લેકચર ચૂંટણી ટાણેજ કેમ આયોજિત કરાયું તે મુદ્દે વિવાદ થતા યુનિવર્સિટી સત્તાધીશોએ કાર્યક્રમ જ રદ કરી દેવો પડ્યો હતો. વિધાનસભાની ચૂંટણી પહેલા સામ્યવાદી વિચારધારા વાળા લોકો ભાજપને નુકશાન કરવા કાર્યક્રમનું આયોજન કર્યું હોવાના સિન્ડિકેટ સભ્ય હસમુખ વાઘેલાએ આક્ષેપો કરતા વાત રાજકીય બની હતી. વિગતો મુજબ ફેકલ્ટીના ડીન જયરામ પોંડવાલે આ લેકચરનું આયોજન ફેકલ્ટીના ઓડીટોરીયમ ખાતે 14 સપ્ટેમ્બરે 4 વાગ્યે નિર્ધારિત કર્યું હતું,​​​​​​​જેમાં આર્ટસના પોલીટીકલ સાયન્સ વિભાગના અધ્યાપિકા લાજવંતી ચટ્ટાણી વિષયગત લેકચર આપવાના હતા.…

Read More

કેનેડાના ટોરોન્ટોમાં મંગળવારે કેટલાક અસામાજિક તત્વોએ BAPS સ્વામિનારાયણ મંદિરમાં તોડફોડ કર્યા પછી દિવાલો પર ભારત વિરોધી સૂત્રો લખવામાં આવ્યા હતા. આ ઘટના બાદથી ત્યાંના હિંદુ સમુદાયમાં રોષ છે અને સરકાર પાસે કડક કાર્યવાહીની માંગ કરવામાં આવી છે. કેનેડામાં ભારતીય હાઈ કમિશને સ્વામિનારાયણ મંદિરની તોડફોડની નિંદા કરી છે અને કેનેડિયન સત્તાવાળાઓને આ ઘટનાની તપાસ કરવા વિનંતી કરી છે. ભારતીય મૂળના કેનેડિયન સાંસદ ચંદ્ર આર્યએ ખેદ વ્યક્ત કરી કહ્યું કે આ પહેલા પણ મંદિરોને નુકસાન પહોંચાડવાના પ્રયાસો થયા છે જે ખુબજ નિંદનીય છે. આ ઘટના પર દુઃખ વ્યક્ત કરતા, બ્રેમ્પટન સાઉથના સાંસદ સોનિયા સિદ્ધુએ ટ્વીટ કર્યું કે અમે બહુસાંસ્કૃતિક અને બહુ-ધાર્મિક સમુદાયમાં…

Read More

વડોદરામાં વિવિધ ત્રણ વિસ્તારોમાં લઘુમતી કોમના ત્રણ ધાર્મિક સ્થાનો ચુસ્ત પોલીસ બંદોબસ્ત હેઠળ દૂર કરાયા હતા આ સમયે સ્થાનિક મહિલાઓ અને પોલીસ વચ્ચે ઘર્ષણ થયું હતું વડોદરા મહાનગર સેવા સદન દ્વારા કોર્પોરેશનના પ્લોટો ઉપર ઉભા કરી દેવામાં આવેલા ધાર્મિક સ્થાનો દૂર કરવાની કાર્યવાહી શરૂ કરવામાં આવી છે જે અંતર્ગત તાંદલજા અને સયાજીગંજ ખાતે આવેલા બે ધાર્મિક સ્થાનોનું ડીમોલેશન કરવામાં આવ્યું હતું. વડોદરા કોર્પોરેશનની દબાણ શાખાની ટીમની આ કામગીરી સમયે મેયર કેયુર રોકડીયા હાજર રહ્યા હતા. ત્યારબાદ મોડી રાત્રે ડભોઇ રોડ સોમા તળાવ પાસે આવેલા ગરીબોની આવાસ યોજનામાં બાંધેલી દરગાહ અને નમાજ પઢવાનું સ્થળ કોર્પોરેશનની સૂચના બાદ સ્થાનિક લોકોએ શ્વેચ્છાએ દૂર…

Read More

એકાધિકારના મામલે સર્ચ એન્જિન ગૂગલને મોટો ઝટકો લાગ્યો છે. યુરોપિયન યુનિયન (EU)ની ટોચની અદાલતે બુધવારે આલ્ફાબેટ કંપની પર થ્રોટલિંગ સ્પર્ધા અને વપરાશકર્તાઓ માટે વિકલ્પો ઘટાડવા માટે લાદવામાં આવેલ $4 બિલિયનનો દંડ ફટકારી લગભગ રૂ. 31,778 કરોડનો દંડ માફ કરવાનો ઇનકાર કર્યો હતો. ગૂગલની અપીલની સુનાવણી દરમિયાન કોર્ટે કહ્યું, “અમે યુરોપીયન રેગ્યુલેટરના નિર્ણયને સમર્થન આપીએ છીએ, કંપનીએ એન્ડ્રોઇડ મોબાઇલ ઉત્પાદકો અને મોબાઇલ નેટવર્ક ઓપરેટર્સ પર ગેરકાયદેસર નિયંત્રણો લાદ્યા હતા, જેથી તે સર્ચ એન્જિન માર્કેટમાં પ્રભુત્વ મેળવી શકે.” એકાધિકારને ખતમ કરવાની પ્રવૃત્તિઓને લઈને 2015માં ગૂગલ અને કોર્ટ વચ્ચે વિવાદ શરૂ થયો હતો. ત્રણ વર્ષ પછી, યુરોપિયન કમિશને કંપનીનો અત્યાર સુધીનો સૌથી મોટો…

Read More

મહારાષ્ટ્રના અહમદનગર જિલ્લામાં મુસ્લિમ યુવતી સાથે લવ મેરેજ કરનાર યુવકની હત્યા કરી નાખવામાં આવી છે, આ ઘટના અહેમદનગર જિલ્લાના શ્રીરામપુર તહસીલના ભોકર ગામની છે. દીપક બર્ડે નામના યુવકને સ્થાનિક વિસ્તારમાં રહેતી એક મુસ્લિમ યુવતી સાથે પ્રેમ થઈ જતા બન્ને એ ગત ઓગસ્ટ મહિનામાં લગ્ન કરી લીધા હતા. લગ્નની જાણ થતાં યુવતીના પરિવારના લોકોએ દીપકનું અપહરણ કરી માર મારતા તેનું મોત થઈ ગયું હત્યા બાદ તેનો મૃતદેહ ગોદાવરી નદીમાં ફેંકી દીધો હતો. દરમિયાન 31 ઓગસ્ટ 2022ના રોજ મૃતક દીપકના સંબંધીઓએ પોતાનો પુત્ર ગૂમ હોવા અંગે અહમદનગર પોલીસમાં કેસ નોંધાવ્યા બાદ પોલીસે તપાસ શરૂ કરતાં હત્યાનો ખુલાસો થયો હતો. પોલીસે તપાસ હાથ…

Read More

ભૂતપૂર્વ કેન્દ્રીય પ્રધાને ગોવામાં ભાજપમાં નહિ જોડાનારા કોંગ્રેસના ત્રણ ધારાસભ્યોની પ્રશંસા કરી હતીકે જેઓ તેમના આઠ સાથીદાર સાથે શાસક ભાજપમાં જોડાયા નથી. ચિદમ્બરમે કહ્યું કે આ ત્રણેય ધારાસભ્યોએ ભગવાન, પક્ષ, મતદારો અને સિદ્ધાંતો પ્રત્યે “અચળ નિષ્ઠા” દર્શાવી છે. કોંગ્રેસના વરિષ્ઠ નેતા પી ચિદમ્બરમે ભારતીય જનતા પાર્ટી (BJP) પર નિશાન સાધતા ગંભીર આરોપો લગાવ્યા હતા. ગોવામાં કોંગ્રેસના આઠ ધારાસભ્યોના ભાજપમાં જોડાવાના મુદ્દે શાસક પક્ષ પર પ્રહાર કરતા પી ચિદમ્બરમે કહ્યું કે 2014થી ભારતીય જનતા પાર્ટી રાજકારણના બજારમાં એક “હોલસેલ ખરીદનાર” પક્ષ બની ગયો છે અને એક દિવસ ભાજપ લગભગ તમામ ધારાસભ્યોને ખરીદી લેશે. નેતાઓ ખરીદો અને દેશના મતદારોની મજાક કરો જેવી…

Read More

કોગ્રેંસની ભારત જોડો યાત્રાના પાંચમા દિવસે કોંગ્રેસે પોતાના ટ્વિટર એકાઉન્ટ હેન્ડલ પરથી ખાખીના હાફપેન્ટનો ફોટો પોસ્ટ કર્યો હતો, કોંગ્રેસે આ પોસ્ટમાં RSSના ખાખીનું હાફપેન્ટનો એક ભાગ સળગતો બતાવ્યો હતો, સાથે કેપ્શનમાં લખ્યું હતું કે અમે દેશમાં ચાલી રહેલી નફરતથી લોકોને મુક્ત કરવાના અને ભાજપ-RSSને નુકસાનની ભરપાઈ કરવાના અમારા લક્ષ્ય સુઘી પહોંચીશું. તેના જવાબમાં આસામના CM હેમંત બિસ્વા સરમાએ એક તસવીર પોસ્ટ કરી હતી, જેમાં નેહરુ હાફપેન્ટમાં હતા. આ તસવીરની સાથે તેમણે લખ્યું કે શું તમે આને પણ બાળી નાખશો? એની સાથે તેમણે #BharatTodoYatri હેશટેગ પણ લગાવ્યો તસવીરમાં નેહરૂએ RSSની ખાખી હાફપેન્ટ નહીં, પરંતુ કોગ્રેંસના સેવાદળનો યુનિફોર્મ પહેર્યો છે. કોગ્રેંસ સેવાદળની…

Read More

અમદાવાદમાં એસ્પાયર-2 નામના બિલ્ડિંગમાં 7મા માળેથી લિફ્ટ તૂટી, સાતના મોત અમદાવાદમાં ગુજરાત યુનિવર્સિટી નજીક બંધાઈ રહેલ નવી એસ્પાયર નામના બિલ્ડિંગમાં ચાલુ બાંધકામ દરમિયાન લિફ્ટ તૂટતાં 7 શ્રમિકનાં મોત થયા છે. એસ્પાયર-2 નામના બિલ્ડિંગમાં બાંધકામ દરમિયાન સાતમા માળેથી લિફ્ટ તૂટતાં 7 મજૂરનાં મોત થયાં હોવાના અહેવાલ છે. આ દુર્ઘટનામાં મૃતકોમાં સંજયભાઈ બાબુભાઇ નાયક ​​​​​​​​​,જગદીશભાઈ રમેશભાઈ નાયક,અશ્વિનભાઈ સોમાભાઈ નાયક ​​​​​​,મુકેશ ભરતભાઈ નાયક ​​​​​​,મુકેશભાઇ ભરતભાઇ નાયક​​​​​​​, રાજમલ સુરેશભાઇ ખરાડી,અને પંકજભાઇ શંકરભાઇ ખરાડીનો સમાવેશ થાય છે. આ ઘટનાને પગલે ભારે અરેરાટી ફેલાઈ જવા પામી છે.

Read More