કવિ: Halima shaikh

ગોવામાં કોંગ્રેસના સુપડા સાફ થઈ ચૂક્યા છે. પૂર્વ મુખ્યમંત્રી અને કોંગ્રેસના વરિષ્ઠ નેતા દિગંબર કામત અને વિપક્ષના નેતા માઈકલ લોબો સહિત કોંગ્રેસના આઠ ધારાસભ્યો ભાજપમાં જોડાઈ ગયા છે. વિપક્ષના નેતા માઈકલ લોબોએ આજે ​​કોંગ્રેસ ધારાસભ્ય દળની મહત્વની બેઠક યોજી હતી. આ બેઠકમાં કોંગ્રેસ ધારાસભ્ય દળને ભાજપમાં ભેળવી દેવાનો નિર્ણય લેવાયો હતો. આ પછી આ ધારાસભ્યો મુખ્યમંત્રી પ્રમોદ સાવંતને પણ મળ્યા હતા. કુલ 40 સીટો પૈકી ગોવા વિધાનસભામાં ભાજપના 20 ધારાસભ્યો હતા,જ્યારે કોંગ્રેસ પાસે 11 બેઠકો હતી. આ સિવાય મહારાષ્ટ્રવાદી ગોમંતક પાસે બે અને ગોવા ફોરવર્ડ પાર્ટી પાસે એક સીટ છે. જ્યારે અન્યના ખાતામાં છ બેઠકો છે. કોંગ્રેસના આઠ ધારાસભ્યો ભાજપમાં…

Read More

ગુજરાતમાં ડ્રગ્સ પકડાવુ હવે જાણે સામાન્ય બની ગયું છે અને ઉપરા ઉપરી ડ્રગ્સ પકડાઈ રહ્યું છે ત્યારે ભારતીય કોસ્ટ ગાર્ડ અને ગુજરાત એટીએસે હાથ ધરેલા સંયુક્ત ઓપરેશનમાં ભારતીય જળસીમાની અંદર 6 માઈલ અંદર એક પાકિસ્તાની બોટને 200 કરોડની કિંમતના 40 કિલો ડ્રગ્સ સાથે ઝડપી પાડી હોવાના અહેવાલ છે. કોસ્ટગાર્ડની ટીમે ગુજરાતના જખૌ કિનારે 33 નોટિકલ માઈલ દૂર પાકિસ્તાની બોટ ઝડપી પાડી હતી જેમાં આ ડ્રગસનો જથ્થો મળી આવ્યો હતો,આ ઓપરેશનમાં તપાસ દરમિયાન અત્યંત ચોંકાવનારી વાતતો એ છે કે પંજાબની જેલમાં બંધ નાઈજીરિયને આ ડ્રગ્સનો જથ્થો મગાવ્યો હોવાનું તપાસમાં ખુલવા પામ્યું છે. ડ્રગસનો કારોબાર જેલમાંથી ચાલી રહ્યું હોવાનું બહાર આવતા અનેક…

Read More

ભારતીય જનતા પાર્ટીએ 2024ની લોકસભા ચૂંટણીની તૈયારીઓ શરૂ કરી દીધી છે. રાજ્યવાર સર્વે કરવામાં આવી રહ્યો છે. સાંસદોના રિપોર્ટ કાર્ડ તૈયાર કરવામાં આવી રહ્યા છે. રાજ્યના પ્રભારીઓની પણ જાહેરાત કરવામાં આવી છે. ભાજપના નેતાઓ 2024માં 350થી વધુ બેઠકો જીતવાનો દાવો કરી રહ્યા છે. દાવા કરનારાઓમાં કેન્દ્રીય મંત્રીઓ પણ સામેલ છે. 2024ની લોકસભા ચૂંટણી માટે ભાજપે મોટાભાગના રાજ્યોના પ્રભારી અને સહ-પ્રભારીઓની યાદી જાહેર કરી છે. લોકસભા સીટો પર પણ સર્વેની કામગીરી ચાલી રહી છે. ખાસ કરીને તે બેઠકો જ્યાં ભાજપ 2014 અને 2019ની ચૂંટણીમાં જીતી અથવા બીજા સ્થાને રહી. ભાજપના તમામ સાંસદોના રિપોર્ટ કાર્ડ પણ તૈયાર કરવામાં આવી રહ્યા છે. તેના…

Read More

જમ્મુ ડિવિઝનના પુંછ જિલ્લામાં સર્જાયેલા એક માર્ગ અકસ્માતમાં 11 લોકોના મોત થઈ ગયા છે. જિલ્લાના મંડી તાલુકામાં ભારત-પાકિસ્તાન નિયંત્રણ રેખા નજીક સાવજિયાન ખાતે મિનિબસને અકસ્માત નડ્યો છે.. આ અકસ્માતમાં 11 લોકોના મોત થયા છે, જ્યારે 25 લોકો ઘાયલ હોવાનું કહેવાય છે. દુર્ઘટનાની માહિતી મળતાની સાથે જ સેના અને પોલીસના જવાનોએ સ્થાનિક લોકોની મદદથી બચાવ કાર્ય શરૂ કર્યું હતું. ઘાયલોને નજીકની હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા છે. મળતી માહિતી મુજબ, ગલી મેદાનથી પૂંછ જતી એક મિની બસ સાવજિયાના સરહદી વિસ્તાર પાસે ઉંડી ખીણમાં ખાબકી હતી. આ અકસ્માતમાં 11 લોકોના મોત થયા છે અને 25 લોકો ઘાયલ થયા છે. મિની બસમાં 36 લોકો…

Read More

ગોવામાં કોંગ્રેસને મોટો ઝટકો લાગી શકે છે. સૂત્રોના જણાવ્યા અનુસાર પૂર્વ મુખ્યમંત્રી દિગંબર કામત અને વિપક્ષના નેતા માઈકલ લોબો સહિત કોંગ્રેસના આઠ ધારાસભ્યો ભાજપમાં જોડાઈ શકે છે. મળતી માહિતી મુજબ વિપક્ષના નેતા માઈકલ લોબોએ કોંગ્રેસ ધારાસભ્ય દળની મહત્વની બેઠક યોજી હતી. આ બેઠકમાં કોંગ્રેસ ધારાસભ્ય દળને ભાજપમાં ભેળવી દેવાનો નિર્ણય લેવાયો હતો. ગોવા બીજેપી અધ્યક્ષ સદાનંદ શેટ તનાવડે દ્વારા દાવો કરવામાં આવ્યો છે કે ટૂંક સમયમાં કોંગ્રેસના 8 ધારાસભ્યો ભાજપમાં જોડાશે. તેમાં કોંગ્રેસના ઘણા મોટા નેતાઓના નામ સામેલ છે. 40 બેઠકો ધરાવતી ગોવા વિધાનસભામાં હાલમાં ભાજપ પાસે 20 ધારાસભ્યો છે. જ્યારે કોંગ્રેસ પાસે 11 બેઠકો છે. આ સિવાય મહારાષ્ટ્રવાદી ગોમંતક…

Read More

સુરતના વરાછા વિસ્તારમાં એક હીરા દલાલની હત્યાનો બનાવ બનતા ભારે ચકચાર મચી ગઇ છે. વરાછા વિસ્તારમાં કમલપાર્ક સોસાયટીમાં 62 વર્ષીય હીરા દલાલની હત્યા થઈ છે. ઘટનાની જાણ થતાંજ ઉચ્ચ પોલીસ અધિકારી ઘટના સ્થળે દોડી ગયા હતા અને તપાસ શરૂ કરી હતી. વિગતો મુજબ સુરતના વરાછા વિસ્તાર ખાતે આવેલ કમલપાર્ક સોસાયટી સ્થિત ઓફીસમાંથી 62 વર્ષીય હીરા દલાલ પ્રવિણ નકુમની હત્યા કરાયેલી લાશ મળી આવી હતી. અજાણ્યા ઈસમો પ્રવિણભાઈ ઉપર બોથર્ડ પદાર્થ વડે હુમલો કરી હત્યા કરી ફરાર થઇ ગયા હતા. ઘટનાની જાણ વરાછા પોલીસને થતા પોલાસ સહીત ક્રાઈમ બ્રાન્ચની ટીમ અને ઉચ્ચ પોલીસ અધિકારીનો કાફલો તપાસ માટે ઘટના સ્થળે દોડી આવ્યો…

Read More

ગુજરાતમાં આવી રહેલી વિધાનસભા ચૂંટણીઓ પૂર્વે રાજકીય પાર્ટીઓ કામે લાગી છે અને ટીકીટ ફાળવણી અંગે પણ ભારે દોડધામ રહી છે આ બધા વચ્ચે કોંગ્રેસની વાત કરવામાં આવેતો જુના જોગીઓ ભાજપમાં જતા રહયા છે તેથી હવે નવા ઉમેદવાર મોટી સંખ્યામાં લાઈનમાં લાગ્યા હોવાની વાત સામે આવી છે જોકે, પ્રદેશ કોંગ્રેસ પ્રમુખ જગદીશ ઠાકોર આ અંગે અગાઉ પણ જણાવી ચૂક્યા છે કે, યુવાનો, મહિલાઓ તેમજ સ્વચ્છ છબી ધરાવતા લોકોને ટીકીટ આપવામાં પ્રાથમિકતા રાખી છે.ઉમેદવારની પસંદગી માટે કોઇ માપદંડ નહી, માત્ર જીતનો માપદંડ રહેશે. નવા યુવા ચહેરાઓને પણ ટિકિટ આપવામાં આવશે. તેઓએ કહ્યું કે કોંગ્રેસ મોટાભાગે લોકશાહીને માનવાવાળો પક્ષ છે જેથી વિધાનસભામાં જે…

Read More

ગુજરાતનાં સાત મહાનગરમાં અગામી તા. 29 સપ્ટેમ્બરથી 12 ઓક્ટોમ્બર દરમિયાન 36મી નેશનલ ગેમ્સનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે, જેમાં 36 જેટલી રમતો માટે 7000 વધુ ખેલાડીઓ ભાગ લેનાર છે આ માટે તડામાર તૈયારીઓ ચાલી રહી છે. અમદાવાદમાં મોટેરા ખાતે PM નરેન્દ્ર મોદી ખાસ ઉપસ્થિત રહેશે અને સ્ટેડિયમમાં નેશનલ ગેમ્સનું ઉદઘાટન કરશે. 12 દિવસ સુધી ગુજરાત સ્પોર્ટ્સ સ્ટેટ બનશે, જેમાં અમદાવાદમાં સૌથી વધારે 16 જેટલી રમતો આઠ જેટલાં સ્થળોએ યોજાવવાની છે. સાબરમતી રિવરફ્રન્ટ, કેન્સવિલે, કાંકરિયા ટ્રાન્સેડિયા સ્ટેડિયમ, શાહીબાગ પોલીસ સ્ટેડિયમ, સંસ્કારધામ, રાઇફલ કલબ અને ક્રાઉન શૂટિંગ અને સ્પોર્ટ્સ એકેડમી ખાતે રમતો યોજાશે. નેશનલ ગેમ્સને લઈ અમદાવાદના એરપોર્ટ અને રેલવે સ્ટેશન પર…

Read More

દેશની ત્રીજી અને ગુજરાતની પહેલી વંદે ભારત એક્સપ્રેસ ટ્રેન અગામી તા. 30 સપ્ટેમ્બરના રોજથી ગાંધીનગર- મુંબઈ વચ્ચે દોડતી થઈ જશે. આ ટ્રેનને વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી પ્રસ્થાન કરાવશે. સપ્તાહમાં 6 દિવસ ચાલનારી આ વંદે ભારત ટ્રેનનું ચેરકારનું ભાડું 1200 રૂપિયા અને એક્ઝિક્યુટિવ ચેરકારનું ભાડું 2500 રૂપિયા હશે. અહેવાલો એવા પણ છે કે વર્ષના અંત સુધીમાં દેશના લગભગ તમામ મોટા શહેરોના લોકોને 75 વંદેભારત એક્સપ્રેસ ટ્રેન નો લાભ મળશે. સાથેજ અમદાવાદમાં સાબરમતી ઈન્ટિગ્રેટેડ ટ્રાન્સપોર્ટ હબ ફેબ્રુઆરી સુધીમાં શરૂ થશે જે બુલેટ ટ્રેન પ્રોજેક્ટના ભાગરૂપે સાબરમતી ખાતે ઈન્ટિગ્રેટેડ ટ્રાન્સપોર્ટ હબ તૈયાર કરાઈ રહ્યું છે. 3.54 હેક્ટરમાં 332 કરોડના ખર્ચે તૈયાર થઈ રહેલા આ…

Read More

આ વર્ષે નવરાત્રી પર્વમાં વરસાદ પડવાની આગાહીએ અયોજકોની ચિંતા વધારી દીધી છે કારણ કે લાખ્ખો રૂપિયાના આયોજનો થાય અને જો વરસાદ પડે તો ગરબા રમી શકાય નહીં અને ખર્ચો માથે પડી શકે. અગાઉ 2019ના વર્ષમાં ભારે વરસાદે ત્રીજા નોરતે જ અમદાવાદ સહિત અનેક જગ્યાએ વરસાદ પડતા નવરાત્રીના આયોજન રદ કરવા પડ્યા હતા ત્યારબાદ 2020 અને 2021માં કોરોનામાં નવરાત્રી થઈ શકી નહીં અને હવે ચાલુ વર્ષે વરસાદ પડવાની આગાહી વચ્ચે મોટા આયોજકો મુંઝવણમાં છે કે શું કરવું ? કારણ કે વરસાદ પડતો ખેલૈયાઓ રમી શકે નહીં તેની સીધી અસર ટીકીટ વેચાણ ઉપર થાય. હવામાન વિભાગના ગુજરાતમાં ચોમાસું હજી પૂરું થયું નથી…

Read More