વડાપ્રધાન નરેન્દ્ર મોદી 15 અને 16 સપ્ટેમ્બરે શાંઘાઈ કોઓપરેશન ઓર્ગેનાઈઝેશન (SCO) સમિટમાં ભાગ લેવા ઉઝબેકિસ્તાન જશે. વિદેશ મંત્રાલયના જણાવ્યા અનુસાર, PM મોદી SCO કાઉન્સિલના રાજ્યોના વડાઓની 22મી બેઠકમાં ભાગ લેવા માટે ઉઝબેકિસ્તાનના રાષ્ટ્રપતિ શવકત મિર્જિયોયેવના આમંત્રણ પર મુલાકાત લેશે. આ સમિટ ઉઝબેકિસ્તાનના સમરકંદમાં યોજાશે. આ દરમિયાન તમામની નજર પીએમ મોદીની ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિંગ અને રશિયાના વ્લાદિમીર પુતિન સાથેની મુલાકાત પર રહેશે. સમિટ દરમિયાન વડાપ્રધાન નરેન્દ્ર મોદી ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિંગ અને રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિનને મળવાના છે. સૂત્રોના જણાવ્યા અનુસાર, PM મોદી સમરકંદમાં SCO સમિટ બાદ રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિન અને ઉઝબેકિસ્તાનના રાષ્ટ્રપતિ શવકત મિર્જિયોયેવ સાથે દ્વિપક્ષીય બેઠક કરે…
કવિ: Halima shaikh
ગુજરાતમાં ભાજપની સરકાર બને છે અને બહારથી આવી સપના બતાવે છે તેમનું કઈ ચાલવાનું નથી આ નિવેદન અમિત શાહે આપ્યું છે. ભૂપેન્દ્ર પટેલ સરકારને એક વર્ષ પૂર્ણ થતા મહાત્મા મંદિર ખાતે આજ રોજ એક કાર્યક્રમ દરમિયાન કેન્દ્રીય ગૃહમંત્રીએ ગુજરાત ભાજપનો મુખ્યમંત્રીપદનો ચહેરો ભૂપેન્દ્ર પટેલ રહેશે એવો ફરીથી એક વખત સંકેત આપ્યો છે સાથેજ ઉમેર્યું હતું કે સપ્ટેમ્બરના અંતમાં ચૂંટણી પણ જાહેર થઈ જશે. આ મહિનાના અંતમાં ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વમાં બે તૃતીયાંશ બહુમતીથી સરકાર બનશે કેન્દ્રીય ગૃહમંત્રીએ મહત્ત્વનું નિવેદન કરતાં ગુજરાત ભાજપનો મુખ્યમંત્રીપદનો ચહેરો ભૂપેન્દ્ર પટેલ રહેશે એવો ફરીથી એક વખત સંકેત આપ્યો છે. માત્ર એટલું જ નહીં, તેમણે કહ્યું હતું…
ગુજરાતમાં બોટાદના લઠ્ઠાકાંડ બહાર આવ્યા બાદ સરકાર ઉપર માછલાં ધોવાતા આખરે સરકારે પોલીસને દારૂબંધીનો કડક અમલ કરવાની કાર્યવાહી કરવા આદેશ આપતા છેલ્લા બે દાયકાથી ગુજરાતમાં દારૂનો કરોડોનો ધંધો કરનારા સૌથી મોટા વિનોદ સિંધી ઉપર ભીંસ વધતા તે દુબઈ ભાગી ગયો હોવાનું સામે આવ્યું છે. વિજિલન્સની ટીમ તેની પાછળ પડી હતી પણ એના પાસપોર્ટ નંબરની વિગત પોલીસને મળી અને ખબર પડી કે વિનોદ સિંધી ભારત છોડીને દુબઈ ભાગી ગયો છે. એક કોર્પોરેટ કંપનીની જેમ દારૂનો વેપાર કરતા વિનોદ સિંધી અને તેના સાથીઓ જેમાં નાગદાન ગઢવી સહિતના મોટા બુટલેગરો સામેલ છે. તેની સાથે અમદાવાદના સોનુ સિયાપિયા અને અન્ય બુટલેગરો પણ સામેલ હતા.…
અમેરિકાના બાઇડન ડબલ ઢોલકી ની રમત રમી રહયા હોય તેમ ભારત સાથે દોસ્તી ની વાતો કરતા કરતા પાકિસ્તાન ને પણ નારાજ કરવા માંગતા નથી અને અમેરિકાએ ફાઇટર જેટ F-16ને અપગ્રેડ કરવા પાકિસ્તાન એરફોર્સને 3.58 હજાર કરોડ રૂપિયા ની મદદ કરતા આ બાબત ચર્ચાનો વિષય બની છે. જોકે આ વાત ઉપરથી સ્પષ્ટ થાય છે કે અર્થવ્યવસ્થાના ભયાનક સંકટનો સામનો કરી રહેલા પાકિસ્તાનને હવે ચીન અને અમેરિકા બંને પાસેથી પૈસા મળી રહ્યા છે. પાકિસ્તાન હાલ ચીનનું સૌથી મોટું દેવાદાર છે,ઈકોનોમિક સર્વે ઓફ પાકિસ્તાન 2021-22ના રિપોર્ટમાં પણ ખરાબ તબક્કામાંથી પસાર થઈ રહેલા પાકિસ્તાન પર કુલ 6.97 લાખ કરોડ રૂપિયાનું દેવું છે. આવી સ્થિતિમાં…
જમ્મુ, શ્રીનગરના SI ભરતી કૌભાંડ મામલે ગાંધીનગર, હરિયાણા, ગાઝિયાબાદ, બેંગલુરુ, દિલ્હી સહિત 33 સ્થળોએ દરોડા પાડ્યા છે. જણાવવામાં આવી રહ્યું છે કે સીબીઆઈએ જમ્મુ-કાશ્મીર પોલીસ, ડીએસપી અને સીઆરપીએફના અધિકારીઓના પરિસરમાં પણ દરોડા પાડ્યા છે. જણાવી દઈએ કે 27 માર્ચ 2022ના રોજ લેવાયેલી SI ભરતી પરીક્ષામાં ગેરરીતિ થઈ હતી. જમ્મુ અને કાશ્મીર સેવા પસંદગી બોર્ડ (JKSSB) એ 27 માર્ચે સબ ઇન્સ્પેક્ટરની 1200 જગ્યાઓ માટે લેખિત પરીક્ષા યોજી હતી, જેનું પરિણામ 4 જૂને જાહેર કરવામાં આવ્યું છે. 97 હજાર યુવાનોએ ભરતીની લેખિત પરીક્ષા આપી હતી. પરિણામ બાદ સોશિયલ મીડિયા પર વાયરલ થયેલી પોસ્ટમાં કેટલાક ઉમેદવારોએ મેળવેલા માર્ક્સ પર સવાલો ઉભા થયા છે.…
વડોદરાની MS યુનિવર્સિટીમાં વારંવાર વિદ્યાર્થીઓના ગ્રુપો વચ્ચે મારમારી ના બનાવ સામે આવી રહયા છે અને યુનિવર્સિટીમાં જાણે વિદ્યાર્થીઓ ભણવા નહીં પણ ઝગડા કરવા આવતા હોય તેવો માહોલ ક્રિએટ થઈ રહ્યો છે ત્યારે વિદ્યાર્થી સંગઠનની ચૂંટણી નજીક આવતા આવા બનાવો વધી રહયા છે. ચૂંટણી નજીક આવતા યુનિવર્સિટીના વિવિધ વિદ્યાર્થી સંગઠનો દ્વારા શરૂ થયેલા પ્રચાર દરમિયાન મારમારીનો વધુ એક બનાવ બન્યો છે. એમ.એસ. યુનિવર્સિટીમાં આગામી દિવસોમાં યોજાનાર વિદ્યાર્થી સંગઠનની ચૂંટણીને ધ્યાને લઇ AGSG ગ્રૂપ દ્વારા વોટ્સએપ ગ્રૂપ બનાવવામાં આવ્યું છે. આ ગ્રૂપમાંથી આતિફ મલિક તથા અન્ય એક યુવાનને ગ્રૂપમાંથી રિમૂવ કરી દેવામાં આવતા મામલો બીચકયો હતો અને વાત મારામારી ઉપર પહોંચી હતી.…
સુરેન્દ્રનગર જિલ્લામાં જોરદાર વરસાદ પડતાં ચોટીલા પંથકમાં 82 ગામડાઓમાં વીજળી ડૂલ થઈ ગઈ હતી નદી,નાળા છલકાઈ ગયા છે,શનિવારથી સુરેન્દ્રનગર જિલ્લામાં વરસાદી માહોલ જામ્યો છે. સુ.નગર જિલ્લાના લખતર અને ચુડામાં સાડા 3 ઈંચથી વધુ જ્યારે ચોટીલામાં પોણા 3 ઈંચ વરસાદ પડ્યો છે, સુરેન્દ્રનગર અને વઢવાણમાં પણ દોઢ ઈંચથી વધુ વરસાદ પડયાના અહેવાલ છે. સુરેન્દ્રનગર જિલ્લામાં વરસાદી માહોલ જામતા ચોટીલા તાલુકાના ડાકવડલા ગામ પાસેનો ત્રિવેણી ઠાંગા ડેમ 100 ટકા ભરાઈ ગયો છે તેમજ 0.10 મીટરથી ઓવરફ્લો થતા નીચાણવાળા વિસ્તારોમાં આવતા રામપરા (રાજ), ખાટડી, શેખલિયા, મેવાસા અને લોમા કોટડી ગામના લોકોને સાવચેત કરાયા છે. શનિવારથી સોમવાર સુધીના 3 દિવસમાં સિઝનનો કુલ 3.09…
તેલંગાણાના સિકંદરાબાદમાં મોડી રાત્રે એક ઇલેક્ટ્રિક સ્કૂટર શોરૂમમાં આગ ફાટી નીકળતા આઠ લોકોના મોત થઈ ગયા છે. કહેવામાં આવી રહ્યું છે કે આ ઘટના ત્યારે બની જ્યારે અહીં ઈલેક્ટ્રિક બાઈક ચાર્જ થઈ રહી હતી. આગના કારણે અત્યાર સુધીમાં આઠ લોકોના મોત થયા હોવાના અહેવાલ છે. ડીસીપી નોર્થ ઝોન ચંદના દીપ્તિએ કહ્યું, “અગાઉ છ લોકોના મોતની પુષ્ટિ થઈ હતી, પરંતુ અન્ય બે વધુ લોકો ગૂંગળામણને કારણે મૃત્યુ પામ્યા છે. તેમણે કહ્યું કે અત્યાર સુધીની તપાસમાં જાણવા મળ્યું છે કે શોર્ટ સર્કિટના કારણે અકસ્માત થયો હતો. અધિકારીઓએ જણાવ્યું કે લોજ પણ શોરૂમની ઉપર સ્થિત છે. આગને કારણે પહેલા અને બીજા માળે ધુમાડો…
—દાદરા,નગર હવેલીની જિલ્લા પંચાયતની કુલ 20 બેઠકોમા થી 17 બેઠકો પર JDU ના ઉમેદવારો જીત્યા હતા, જેમાંથી JDUના 15 સભ્યો વિધિવત રીતે ભારતીય જનતા પાર્ટીમાં જોડાઈ ગયા —પ્રદેશ અધ્યક્ષે બે બે વખતની હાર બાદ પોતાની જવાબદારી સ્વીકારી હોદ્દાનો ત્યાગ કરવો જોઈએ, પણ તેનાથી ઉલટું 2024 ની લોકસભા ચૂંટણીમાં ત્રીજીવાર નાક ના કપાય એવા ભય સાથે દાદરા,નગર હવેલીની જિલ્લા પંચાયત હસ્તગત લેવાનો વ્યૂહ રચ્યો ? — 2019 માં સ્વ.મોહનભાઈ ડેલકરે કોંગ્રેસ અને ભાજપાના ઉમેદવારો સામે અપક્ષ ઉમેદવાર તરીકે જીત્યા હતા,ત્યારબાદ 2021માં લોકસભાની પેટા ચૂંટણીમાં તેમના પત્ની કલાબેન ડેલકર શિવસેનાના બેનર હેઠળ જવલંત વિજય મેળવી 3D પ્રદેશ ભાજપા અધ્યક્ષનું નાક વાઢી નાખ્યું…
આગામી વિધાનસભાની ચૂંટણીઓ નજીક છે ત્યારે રાજકીય પાર્ટીઓ સક્રિય થઈ ગઈ છે તેવે સમયે સાવલી, ડેસર અને વડોદરા ગ્રામ્યના યોજાયેલા ક્ષત્રિય રાજપૂત સમાજના મહાસંમેલનમાં ઉપસ્થિત રહેલા ભાજપના ધારાસભ્ય કેતન ઇનામદારે જણાવ્યું હતું કે, આગામી વિધાનસભા ચૂંટણી 50 હજારથી ઓછા મતથી જીતુ તો વિજય સરઘસ નહીં કાઢું. બીજું કે 2022ની ચૂંટણી જીત્યા બાદ 2027ની વિધાનસભા ચૂંટણી નહીં લડું કેતન ઇનામદારે કહ્યું હતું કે આગામી વિધાનસભા ચૂંટણીમાં 50 હજારથી વધુ મતથી જીતીને આશિર્વાદ લેવા આવવાનો છું. જો 50 હજારથી ઓછા મતથી જીતું તો તમારો કેતન ઇનામદાર વિજય સરઘસ નહીં કાઢે. કેતનભાઇએ કહ્યું કે એક લાખ મતથી જીત તો તમને સોંપી જનતાએ જીતડવાનો…