વલસાડ માં નવા કલેકટર તરીકે ગાંધીનગર ડીડીઓ આર.આર.રાવલ ચાર્જ સંભાળશે અને હાલ ના કલેક્ટર સી.આર ખરસાણ 31 મેં 2020 ના રોજ વલસાડ થી જ નિવૃત્તિ લેશે. રાજ્ય સરકાર ના સામાન્ય વહીવટ વિભાગ દ્વારા 6 જેટલા કલેકટર ની બદલી અને નિમણૂક ના કરેલા આદેશ કરતા વલસાડ માં નિવૃત થઈ રહેલા શ્રી ખરસાણ ના સ્થાને શ્રી રાવલ ની નિમણૂક થઈ છે. ઇ-ગવરન્સ , ઇ-મેઘ અર્લી વોર્નિંગ સિસ્ટમ ના એવોર્ડ વિજેતા અને વલસાડ માં સારી કામગીરી માટે અધિકારી ખરસાણ ની નોંધ લેવાઈ હતી. તેઓએ 30 એપ્રિલ 2017 માં વલસાડ કલેક્ટર નો ચાર્જ લીધા બાદ વલસાડ થી જ નિવૃત્તિ થયા છે, તેઓ એ ત્રણ…
કવિ: Halima shaikh
લોકડાઉન અને કોરોના ની સ્થિતિ બાદ અનેક લોકો ના આત્મહત્યા ના બનાવો ચિંતાજનક રીતે સામે આવી રહ્યા છે ત્યારે ભાવનગર નજીક આવેલ સિહોરના વતની અને અમદાવાદના ખોખરા પોલીસ સ્ટેશનમાં ફરજ બજવતાં 26 વર્ષીય અશોકભાઇ નાથાભાઈ છેલણા નામના પોલીસ કર્મી એ વતન માં જઇ આત્મહત્યા કરી લીધી હોવાનો બનાવ પ્રકાશ માં આવ્યો છે અમદાવાદ ખાતે થી પોતાની ફરજ પરથી 3 દિવસની રજા પર સિહોર પોતાના ઘરે માતાપિતા અને ભાઈને મળવા અશોક ભાઈ તા.29.05.2020 રોજ સાંજે ઘરે આવ્યા હતા. ગઈકાલે સાંજે તેઓ ઘરેથી નીકળી ગયા હતા. અને સિહોરના ડુંગર વિસ્તારમાં ઝાડ ઉપર ગળેફાંસો ખાઈ લઇ આત્મહત્યા કરી લેતા ચકચાર મચી ગઇ હતી.…
આપણા દેશ માં દેશીપણું જતું જ નથી અગાઉ ટ્રેન જ્યાં જવાનું હતું તેને બદલે બીજે પહોંચી ગઈ અને હવે પાયલોટ રશિયા નજીક પહોંચી પણ ગયો અને ખબર પડી કે તેને કોરોના છે તો તેને પાછો બોલાવતા પાયલોટ વિમાન ઉડાડી ઈંધણ ના ભુક્કા કાઢી દિલ્હી પરત આવી ગયો વાત જાણે એમ છે કે વંદે ભારત મિશન અંતર્ગત રશિયામાં ફસાયેલા ભારતીયોને પાછા લાવવા માટે એર ઈન્ડિયાની દિલ્હી-મોસ્કોની ફ્લાઇટ રવાના થઈ ગયા બાદ પરત બોલાવવી પડી હતી, અધિકારીઓના જણાવ્યા પ્રમાણે આ ફ્લાઈટ ઉઝબેકિસ્તાનની એરસ્પેસ પર પહોંચી ત્યારે અમારી ગ્રાઉન્ડ ટીમના સભ્યોને જાણમાં આવ્યું કે વિમાનનો એક પાઇલટ કોરોના પોઝિટિવ છે. તેમાં કોઈ મુસાફરો…
અમદાવાદ માં કોરોના એ હાહાકાર મચાવ્યો છે ત્યારે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના વિપક્ષના નેતા દિનેશ શર્મા અને તેમના પુત્ર અર્પણ શર્માનો કોરોના ટેસ્ટ પોઝિટિવ આવતા તેમના પરિવરજનો માં ભારે દોડધામ મચી હતી. બંને પિતા પુત્રને સારવાર માટે SVP હોસ્પિટલમાં દાખલ કરવાનમાંઆવ્યા છે. અત્રે નોંધનીય છે કે દિનેશ શર્માને કોરોનામાં ગરીબો અને જરૂરિયાતમંદ લોકોને ફૂડ પેકેટ અને શ્રમિકોને વતન પોહચાડવાની કામગીરી માં વ્યસ્ત હોઈ ચેપ લાગ્યો હોવાની શક્યતાઓ વ્યક્ત કરાઈ રહી છે અને તેમના કારણે પુત્રને પણ લાગ્યો હોવાનું માનવામાં આવે છે બન્ને પિતાપુત્ર નો કોરોના પોઝીટિવ આવતા તેમના પરિવારને હોમ ક્વોરન્ટીન કરવામાં આવ્યોછે. દિનેશ શર્મા બાપુનગર વોર્ડના કોર્પોરેટર છે સાથે જ…
અમદાવાદ માં કોરોના ની સ્થિત વિકટ છે અને હવેતો ડોકટરો પણ સંક્રમણ નો ભોગ બની રહ્યા ની વાતો સપાટી ઉપર આવી રહી છે ત્યારે સિવિલ કેન્સર હોસ્પિટલમાં શુક્રવારે હોસ્પિટલ સ્ટાફના વધુ એક વ્યકિતનો કોરોનાનો રિપોર્ટ પોઝિટિવ આવતાં કેન્સર હોસ્પિટલ સ્ટાફમાં પોઝિટિવનો આંકડો 106 પર પહોંચી ગયો છે. હોસ્પિટલમાં તપાસ કમિટી તપાસ માટે આવે તો ડોક્ટરો કે સ્ટાફે એવું જણાવવું કે મને કોરોનાનો ચેપ હોસ્પિટલમાંથી નહિ બહારથી લાગ્યો છે, જો તેમ નહિ કરાય તો આકરા પગલા લેવાની ધમકી આપી હોવાની ચર્ચાઓ ઉઠી રહી છે જોકે આ વાત અંગે હોસ્પિટલતંત્ર સતત ઇન્કાર કરી રહ્યું છે ત્યારે ખાનગી રાહે ગુપ્ત રીતે તપાસ કરવામાં…
આખી દુનિયા નું જનજીવન અને પ્રગતિ ઠપ્પ કરી દેનાર કોરોના કોઈપણ રીતે કાબુ માં આવતો નથી અને જો લોકડાઉન રાખે તો ધંધા રોજગાર બંધ થઈ જાય અને બેકારી આવે અને જો લોકડાઉન હટાવે તો કોરોના માં લોકો ને ચેપ લાગવાની શકયતા વધે અને મૃત્યુઆંક વધી જાય છે હાલ ભારત માં લોકડાઉન અમલ માં છે અને ચોથા લોકડાઉન માં થોડી છૂટછાટ આપી છે અને પાંચમું લોકડાઉન માં વધુ છૂટછાટ આપવાની વાત છે ત્યારે આવો જોઈએ દુનિયા માં કેટલી જગ્યા એ છૂટછાટ આપ્યા બાદ ફરી લોકડાઉન જારી કરવું પડ્યું છે ,દક્ષિણ કોરિયા જેવા એશિયન દેશ માં શરૂઆતથી જ કોરોનાને કાબૂમાં હતો. આશરે…
લોકડાઉન માં મંદિરો બંધ થઈ જતા આવક બંધ થતાં યાત્રાધામ ડાકોર માં શ્રી રણછોડરાયજી મંદિર સંચાલિત ગૌશાળા જેમાં 1750 જેટલા ગૌવંશનો નિભાવ કરવાનું મુશ્કેલ બન્યું છે.હાલ અહીંની ગૌ શાળા માં 240 દૂધાળી ગાયો છે તથા અન્ય 600 સાંઢ અને વૃધ્ધ અને બીમાર ગાયો વાછરડા,સહિત અન્ય ગૌવંશનો નિભાવ કરવામાં આવે છે. જેનો ખર્ચ ખુબજ મોટો છે. કોરોનાના પગલે હાલ રણછોડરાયજી મંદિર બંધ થતા ગૌશાળાના ગૌવંશ ના નિભાવ માટે મોટી સમસ્યા નિર્માણ થઈ છે. સુપ્રસિદ્ધ યાત્રાધામ ડાકોર ખાતે આવેલી આ ગૌશાળામાં 1700 ઉપરાંત ગાયો સહિતનું ગૌધન છે.જેની નિભાવણી શ્રદ્ધાળુઓ દ્વારા આપવામાં આવતા દાન પર જ થાય છે.જો કે દાનની સામે ઘાસચારો,સ્ટાફનો પગાર…
કોરોના અને લોકડાઉન માં હજ્જારો નહિ પણ લાખ્ખો ની સંખ્યામાં શ્રમિકો પગપાળા , તો કોઈ પોતાના ખર્ચે ટ્રેન,બસ કે અન્ય વાહનો માં વતન જવા છેલ્લા 2 મહિના થી દોડધામ કરતા હતા અને હવે લગભગ શ્રમિકો પોતાના વતન ભાગી ગયા છે ત્યારે હવે વતનમાં જવા માગતા શ્રમિકો પાસેથી ટ્રેનનું ભાડું નહીં વસૂલવા અને ભાડાની વ્યવસ્થા સરકારે કરવા સુપ્રીમ કોર્ટ અને હાઇકોર્ટે આપેલા આદેશના પગલે ગુજરાત સરકાર હવે શ્રમિકો પાસેથી ટ્રેનનું ભાડું નહીં વસૂલે, ભાડાના પૈસા રાજ્ય સરકાર સીધા રેલવે તંત્રને જમા કરાવશે. આ ભાડા પેટે મુખ્યમંત્રી રાહત ફંડમાંથી 25 કરોડ રૂપિયા રેલવેને ચૂકવવાનો નિર્ણય મુખ્યમંત્રી વિજય રૂપાણીએ કર્યો છે. મુખ્યમંત્રીના સચિવ…
વડોદરા માં ઉનાળા નો આકરો તડકો શહેરીજનો ને અકળાવી રહ્યો છે અને ભારે બફારા ના માહોલ વચ્ચે સવારે વાદળછાયા વાતાવરણ બાદ સાંજના સાડા આઠ વાગ્યા ના અરસા માં ગોત્રી સહિત ના વિસ્તારમાં વરસાદ પડતાં ઠંકક પ્રસરી હતી. જોકે, આકાશ માં વીજળી સાથે પડેલા વરસાદે નાનકડા ઝાપટા સાથેજ વીદાય લીધી હતી પરિણામે જોઈએ તેવી ઠંડક મળી નહતી પરંતુ થોડી રાહત જરૂર જણાય હતી. હવામાન વિભાગ દ્વારા 29 મેં થી 3 જૂન દરમ્યાન વરસાદ થવાની આગાહી કરવામાં આવી છે ત્યારે 29 મી એ વરસાદે પોતાની હાજરી પુરાવ્યાં નું સાબિત થયું હતું.
દિલ્હી માં દૂરદર્શન ના 55 વર્ષીય કેમેરામેન યોગેશકુમાર નું પોતાના ઘરે એટેક આવતા હોસ્પિટલ લઈ જતી વખતે મોત થઈ ગયું હતું. દરમ્યાન તેઓના કરાયેલા રીપોર્ટ દરમ્યાન કોરોના પોઝીટીવ આવતા દૂરદર્શન ઓફીસ ને સેનેટરાઇઝ કરાઈ હતી અને સીલ કરી દેવામાં આવી હતી તેમજ મૃતક કેમેરામેન ના સંપર્ક માં આવેલ તમામ ના રિપોર્ટ કરવા સહિત કોરોન્ટાઇન કરવા તજવીજ હાથ ધરાઈ હતી મૃતક પત્રકાર કમ કેમેરામેન યોગેશ ભાઈ ને એક પુત્રી અને એક પુત્ર તેમજ પત્ની છે. આ ઘટના ને પગલે અન્ય પત્રકારો માં પણ ફફડાટ ફેલાયો છે.