વલસાડ જિલ્લાના પોલીસ જવાનોમાં હાઇપર ટેંશન અને ડાયાબીટીસનું પ્રમાણ વધ્યુ હોવાનું સામે આવ્યું છે લાયન્સ ક્લબ અને હેલપિંગ ચેરીટેબલ ટ્રસ્ટના સંયુક્ત ઉપક્રમે યોજાયેલા મેડિકલ ચેકઅપ કેમ્પ દરમિયાન આ વાત બહાર આવી છે. વલસાડ લાયન્સ ક્લબ તિથલ રોડ અને હેલપિંગ ચેરીટેબલ ટ્રસ્ટ તેમજ મહેતા હોસ્પિટલ પારડીના સંયુક્ત ઉપક્રમે પોલીસ પરિવાર માટે એક મેડિકલ અને ડેન્ટલ ચેકઅપ કેમ્પ યોજાઈ ગયો જેમાં 250થી વધુ પોલીસ જવાનો અને તેમના પરિવારના સભ્યોએ કેમ્પનો લાભ લીધો હતો આ સમયે મહેતા હોસ્પિટલના 10થી વધુ નિષ્ણાત તબીબોએ હાજર તમામનું ચેકઅપ કર્યું હતું. આ ચેકઅપ કેમ્પમાં પોલીસ જવાનો પૈકી 80 ટકા પોલીસ જવાનો લાઈફ સ્ટાઇલ ડિજિસનો શિકાર હોવાનું સામે…
કવિ: Halima shaikh
કોંગ્રેસના ગઢ પંજાબમાં આમ આદમી પાર્ટીએ વિધાસનસભાની ચૂંટણીમાં બહુમતી હાંસલ કર્યા બાદ હવે ભાજપના ગઢ ગુજરાતમાં આમ આદમી પાર્ટીની નજર છે. જોકે,ગુજરાતમાં વિધાનસભાના ઇલેકશનમાં આમ આદમી પાર્ટીનું જનતામાં વર્ચસ્વ જોવા મળી રહ્યું છે ત્યારે આપ પ્રવક્તા યોગેશ જાદવાણીએ અગાઉ નિવેદન આપ્યું હતું કે ગુજરાતમાં મોટા માથાઓ ભાજપના ડર થી અરવિંદ કેજરીવાલ ને મળવાથી દૂર રહે છે તેઓએ આક્ષેપ કર્યો કે રાજકોટ, જામનગરમાં ઉદ્યોગપતિઓ કેજરીવાલને મળ્યા તો જીએસટી અધિકારીઓએ તેમને બરાબરના ધમકાવ્યા હતા. ભાજપ સરકારી સંસ્થાનો ઉપયોગ કરી ડરાવતા હોવાની વાત તેઓએ કરી હતી. જોકે,તેમછતાં આમ આદમી પાર્ટી ગુજરાતમાં મહેનત કરી રહી છે અને સફળ થયેલા દિલ્હી મોડેલને ગુજરાતમાં લાવવા ઉપર…
ભરૂચ જિલ્લામાં કોંગ્રેસનું અસ્તિત્વ ખતમ થઈ રહ્યું છે જિલ્લા કોંગ્રેસ પ્રમુખ પરિમલસિંહ રણા સંગઠન ટકાવી રાખવામાં જાણે નિષ્ફળ સાબિત થઈ રહયા છે, કોંગ્રેસમાં મોટા પાયે નારાજગીનો માહોલ છે અને ધીરેધીરે આમ આદમી પાર્ટી અને ભાજપ તરફ માહોલ બની રહ્યો છે અહીં મોટાભાગના આગેવાનો રાજીનામાં આપી રહયા છે અને કેટલાય આપી ચૂક્યા છે. ભરૂચમાં એક સમયે કોમી એકતાના પ્રતિક એહમદ પટેલે કોંગ્રેસનો ગઢ બનાવ્યો હતો તે ગઢના કાંગરા ખરી રહયા છે આજે અહેમદ પટેલ જો હયાત હોતતો અહીં કોંગ્રેસનું પતન જોઈ દુઃખી થયા હોત અહીંની સ્થાનિક નેતાગીરી સામે શરુઆતથી જ અસંતોષ હતો અને તેનું પરિણામ બધા સામે છે. ભરૂચમાં પંડિત ઓમકારનાથ…
અમદાવાદ તા . ૨૩ ઓગષ્ટ ૨૦૨૨ સમાજના વિવિધ વર્ગોમાં રહેલી સુષુપ્ત કૌશલ્ય શક્તિઓને બહાર લાવી તેમને તાલીમ મારફત સ્વરોજગારીનું માધ્યમ બનાવી તેઓને સક્ષમ બનાવવાની બિન નફાકારક પરિણામલક્ષી પ્રવૃત્તિઓ કરી રહેલા દેશના અગ્રણી અદાણી ઔદ્યોગિક જૂથના અંગ એવા અદાણી સ્કીલ ડેવલપમેન્ટ સેન્ટર ( ASDC ) એ સીએમઓ એશિઆ એવોર્ડઝ ખાતે મહિલા સશક્તિકરણ માટેનો ઓર્ગેનાઇઝેશ્નલ એકસલન્સ એવોર્ડ જીત્યો છે . સમાજના નબળા વર્ગની મહિલાઓના સામાજિક – આર્થિક દરજ્જાને વિશ્વ કક્ષાની તાલિમ આપીને સ્વરોજગારી માટે સક્ષમ બનાવી એક નવા મુકામે લઇ જવા માટે કોર્પોરેટ સોશ્યલ રિસ્પોન્સિબીલિટી અંતર્ગત ઉત્કૃષ્ટ કામગીરી અદા કરવામાં અદાણી કૌશલ વિકાસ કેન્દ્રએ અદા કરેલી ભૂમિકા માટે આ એવોર્ડ આપવામાં આવ્યો…
વડોદરાના સાવલી પાસેથી ડ્રગ્સની ફેક્ટરી પકડાયા બાદ આ પ્રકરણના મુખ્ય આરોપી એવા સુરતના મહેશ વૈષ્ણવના માર્વેલ લક્ઝરીયા સ્થિત લક્ઝુરિયસ ફ્લેટમાં થયેલી તપાસ દરમિયાન મહેશ વૈષ્ણવના ઘરેથી રોકડા 50 લાખ રૂપિયા મળી આવ્યા છે. સુરતના મોટા વરાછા ઉતરાયણ ખાતે આવેલા માર્વેલ લક્ઝરીયા નામના બિલ્ડીંગમાં એ વિભાગમાં દસમાં માળે 1002 નંબરના ફ્લેટમાં રહેતા મહેશના ત્રણ વર્ષ અગાઉ લગ્ન થયા છે જે પત્ની સાથે આલીશાન ફ્લેટમાં રહેતો હતો. આ દરમિયાન ડ્રગ્સ કેસમાં તેનું નામ આવતા તેની ધરપકડ કરવામાં આવી હતી. ત્યારબાદ આજે એટીએસ અને એસઓજી દ્વારા મહેશ વૈષ્ણવના ઘરે સર્ચની કામગીરી થતા તેના ઘરેથી રોકડા રૂ.50 લાખ મળી આવ્યા હતા. અત્રે ઉલ્લેખનીય છે…
બાબા રામદેવની કંપની પતંજલિના કહેવાતા દેશી ઘીનું સેમ્પલ ફેઇલ સાબિત થતા પતંજલિ ના ઘી સામે સવાલો ઉઠ્યા છે. પતંજલિ બ્રાન્ડ ગાયના ઘીનું સેમ્પલ ખાદ્ય સંરક્ષા અને ઔષધિ વિભાગ દ્વારા ટિહરી જનપદના ઘનસાલીમાં એક દુકાનમાંથી લેવામાં આવ્યું હતું. તપાસમાં સેમ્પલ નિષ્ફળ થઈ જતા કોંગ્રેસના નેતા દિગ્વિજય સિંહે ટ્વીટ કરીને લખ્યું કે, મેં આજથી 11 વર્ષ અગાઉ કહી દીધું હતું કે આ ઠગ છે !! તેઓની દરેક વસ્તુમાં મિલાવટ છે, પરંતુ ભગવા વસ્ત્ર પહેરીને જનતાને છેતરી રહ્યો છે. ખબર નહીં જનતાને કયું કેમિકલ મળાવીને ‘ગાયના દૂધનું ઘી’ બતાવીને ખવડાવી રહ્યો છે. ઘીના સેમ્પલની તપાસ બાદ જ્યારે ખાદ્ય સંરક્ષા વિભાગ દ્વારા કંપનીને નોટિસ…
ગુજરાતમાં ભાજપ અને આમ આદમી પાર્ટી વચ્ચે મુખ્ય ટક્કર જોવા મળી રહી છે ત્યારે બીજી તરફ કોંગ્રેસ માંથી મોટી સંખ્યામાં નેતાઓ ભાજપમાં જોડાઈ રહયા છે, આવા સમયે હવે મોડે મોડે કોંગ્રેસે પણ કોંગ્રેસે પણ ‘કોંગ્રેસનું કામ બોલે છે’ તે મુદ્દા ઉપર પોતાનું ડિજિટલ કેમ્પેઈન લોંચ કરીને વિધાનસભાની ચૂંટણીના પ્રચારના મંડાણ કર્યા છે. ગુજરાતમાં કોંગ્રેસની કમાન સંભાળનાર અશોક ગહેલોતે કોંગ્રેસનું ડિજીટલ કેમ્પેઈન લોન્ચ કરવા સાથે લોકોનો સંપર્ક કરવા માટે જનસંપર્ક અભિયાન પણ શરૂ કરી દીધું છે. ગુજરાતના દરેક વિસ્તારમાં કોગ્રેસની ટીમ જન સંપર્ક કરી વાત સાંભળશે જેના આધારે કોંગ્રેસ ચૂંટણી ઢંઢેરો તૈયાર કરશે. કોંગ્રેસે જુના કામો અંગે વાતો કરી રહયા છે…
ગુજરાતમાં વિધાનસભા ચૂંટણી અગાઉ હવે રાજકીય માહોલ જામી રહ્યો છે અને ભાજપ તેમજ આમ આદમી પાર્ટી અને કોંગ્રેસમાં સળવળાટ જોવા મળી રહ્યો છે ત્યારે હવે પૂર્વ મુખ્યમંત્રી શંકરસિંહ વાઘેલા મેદાનમાં આવ્યા છે તેઓની કોંગ્રેસમાં જોડાવાની અટકળો હવે સમાપ્ત થઈ ગઈ છે અને હવે તેઓ પોતાનાજ નવા રાજકીય પક્ષ સાથે ઇલેકશન માં ઝંપલાવશે. ગુજરાતના પીઢ નેતા અને રાજ્યના ભૂતપૂર્વ મુખ્ય પ્રધાન શંકરસિંહ વાઘેલાએ નવા પક્ષ પ્રજાશક્તિ લોકતાંત્રિક પાર્ટી સાથે ગુજરાતમાં આગામી વિધાનસભા ચૂંટણી લડશે. વાઘેલાએ ચૂંટણી રાજકારણમાં પોતાના પુનઃ પ્રવેશની ગાંધીનગરમાં પત્રકાર પરિષદમાં જાહેરાત કરી હતી અને જણાવ્યું કે, ‘લોકો ભાજપનો વિકલ્પ શોધી રહ્યા છે. મારે માટે ભાજપ, કોંગ્રેસ અને આમ…
વિધાનસભા ચૂંટણી અગાઉ ગુજરાતમા ભાજપના બે મંત્રીઓ રાજેન્દ્ર ત્રિવેદી અને પૂર્ણેશ મોદી પાસેથી ખાતા આંચકી લેવાતા રાજકારણ ગરમાયુ છે. હવે આ મુદ્દે કોંગ્રેસ બીજેપી સરકારને ઘેરી છે. કોંગ્રેસ પ્રવક્તા મનિષ દોશીએ મોટો આરોપ લગાવતા કહ્યું કે, 2017માં ભાજપે જુઠ્ઠાણા ફેલાવી સત્તા મેળવી હતી અને માત્ર ત્રણ વર્ષમાંજ મંત્રી મંડળ બદવું પડ્યું હતું,ત્યારે સવાલ થાય કે જેતે વખતે મંત્રીઓના વખાણ કરતા હતા તે ખોટા હતા? તેઓએ કહ્યું કે ખેડા જિલ્લામાં જુદા-જુદા સર્વે નંબરની જમીનના કાચા ચિઠ્ઠા રાજેન્દ્ર ત્રિવેદીના હાથમાં આવ્યા હતા,જે તેઓએ દિલ્હીના બોસને આપ્યા અને 30 હજાર ચોરસ મીટર જમીન કોના નામે હતી ?તે તપાસનો વિષય છે. અમદાવાદમાં પણ અનેક…
વલસાડ ના તિથલ રોડ ઉપર ડીજે સાથે શ્રીજીની પ્રતિમા લઈને નીકળેલા ભક્તોને અટકાવી પોલીસે ડીજે બંધ કરાવતા આ મામલે ધારાસભ્ય ભરત પટેલને જાણ કરાતા તેઓ સ્થળ ઉપર દોડી આવ્યા હતા અને પોલીસ સાથે ઘર્ષણ થયું હતું. દરમિયાન ઘટના ની જાણ થતાં ડીવાયએસપી પીઆઇ સહિત ના પોલીસ કર્મચારીઓ સ્થળ પર પહોચ્યા હતા અને મામલો થાળે પાડ્યો હતો. આ ઘટનાએ સ્થાનિક વિસ્તારમાં ભારે ચકચાર જગાવી હતી.