મધ્ય પ્રદેશ કોંગ્રેસના વરિષ્ઠ નેતા સજ્જન સિંહ વર્માએ દાવો કર્યો છે કે રાજ્યના સીએમ શિવરાજ સિંહ ચૌહાણ દસ દિવસથી વધુ સમય સુધી ખુરશી પર રહી શકશે નહીં. તેઓ દૂર કરવામાં આવશે. ભ્રષ્ટાચારના કારણે તેમને સંસદીય બોર્ડમાંથી દૂર કરવામાં આવ્યા છે. કોંગ્રેસના વરિષ્ઠ નેતા સજ્જન સિંહ વર્માએ મધ્યપ્રદેશના સીએમ શિવરાજને 10 દિવસમાં હટાવીને રાજ્યમાં નવા સીએમનો દાવો કર્યો છે. તેમણે ભાજપના સંસદીય બોર્ડમાંથી શિવરાજ સિંહ ચૌહાણને હટાવવા પાછળ ભ્રષ્ટાચાર હોવાનું જણાવ્યું છે. જણાવી દઈએ કે શનિવારે કોંગ્રેસના નેતા અને પૂર્વ મંત્રી સજ્જન સિંહ વર્મા દેવાસ જિલ્લાના સોનકચમાં હતા. તેઓ ડુંગળી અને લસણના ખેડૂતોના હકની લડાઈ માટે જન આંદોલનમાં ભાગ લેવા માટે…
કવિ: Halima shaikh
ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણીઓ અગાઉ રાજકારણમાં મોટા ફેરફાર જોવા મળી રહયા છે અને હાલમાંજ રાજ્યમાં ભાજપના બે મંત્રીઓ પાસેથી મંત્રાલય છીનવી લેવામાં આવતા રાજકારણ ગરમાયુ છે. બીજી તરફ વડોદરામાં સંગઠન સર્વોપરી નામનું કાળું બેનર લાગતા રાજકારણમાં અનેક તર્ક વિતર્ક થઈ રહયા છે. વડોદરાના પંચમુખી મહાદેવ મંદિર સામે આ બેનર લગાવવામાં આવ્યું છે. આ બેનરને પગલે અનેક તર્ક વિતર્ક થઈ રહયા છે. ભાજપની જૂથબંધી મામલે પણ અટકળો વહેતી થઈ છે. ભાજપના મંત્રીઓ રાજેન્દ્ર ત્રિવેદી અને પૂર્ણેશ મોદીના ખાતા પરત લેવામાં આવ્યા બાદ રાજકારણ ગરમાયુ છે ત્યારે વડોદરામાં લાગેલા બેનરોએ વિવાદ જગાવ્યો છે.
વડોદરામાં ગતરોજ ગાયની સાથે અથડાતા એક યુવાનનું મોત થયા બાદ આજે વાઘોડિયાના અંકોલ બસ સ્ટેન્ડ પાસે રોડ ઉપર ગાય વચ્ચે આવી જતાં રીક્ષા પલટી ખાઇ જતાં એક મહિલા મુસાફરને ગંભીર ઇજા થતા તેનું મોત થયું હતું. વિગતો મુજબ વડોદરાના વાઘોડિયા નજીક આવેલ અંકોલ બસ સ્ટેન્ડ પાસે રોડ ઉપર ગાય વચ્ચે આવી જતા રીક્ષા પલ્ટી ખાઈ જતા સર્જાયેલા અકસ્માતમાં રિક્ષામાં બેઠેલી એક મહિલા મુસાફરને ઇજા થતાં નાક અને કાનમાંથી લોહી નિકળવા લાગ્યું હતુ અને શરીરે ગંભીર ઇજાઓ થતા આ મહિલાને સારવાર માટે એમ્બ્યુલન્સમાં સયાજી હોસ્પિટલમાં લાવવામાં આવી હતી. જ્યાં મહિલાને ફરજ પરના ડોક્ટરે મૃત જાહેર કરતા મહિલાના પોસ્ટમોર્ટમ માટેની કાર્યવાહી કરવામાં…
વડોદરા જિલ્લાના સાવલીમાં રૂ.2.47 કરોડના ખર્ચે બનેલી તાલુકા પંચાયત કચેરીનું પ્રદેશ ભાજપ અધ્યક્ષ સી.આર. પાટીલે લોકાર્પણ કર્યું હતું. આ તકે રાજ્ય મંત્રી બ્રિજેશ મેરજા, સાંસદ રંજનબેન ભટ્ટ, જિલ્લા પંચાયત પ્રમુખ અશોક પટેલ અને ધારાસભ્ય કેતન ઈનામદાર હાજર રહયા હતા. આ પ્રસંગે સી.આર. પાટીલે જણાવ્યું હતું કે, સાવલીમાં હવે અદ્યતન તાલુકા પંચાયત ભવન તૈયાર થતા હવે પ્રજાજનોને વધુ સુવિધાઓ સાથે ગામડાઓના વિકાસનું કેન્દ્રબિંદુ બની રહેશે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીજીના જનહિતના સપનાઓ સાકાર કરવા ગુજરાતમાં દરેક તાલુકા અને જિલ્લા મથકે નાગરિકોની સુવિધાઓ માટે અદ્યતન ભવનોનું નિર્માણ થઈ રહ્યું છે જેનાથી લોકોને વધુને વધુ સુવિધાઓ મળી રહે. સીઆર પાટીલે કહ્યું કે સાવલી બેઠક 1…
ક્લાઈમેટ ચેન્જની અસર આખી દુનિયામાં દેખાવા લાગી છે. પર્યાવરણ અંગે જાગૃત નહિ થતા હવે વિશ્વમાં તેની વિપરિત અસરો શરૂ થઈ ગઈ છે. ખાસ કરીને યુરોપમાં તેની સૌથી ખરાબ અસર હવે દેખાઈ રહી છે. સમગ્ર ખંડ 500 વર્ષમાં તેના સૌથી ખરાબ દુષ્કાળ તરફ આગળ વધી રહ્યો છે. સામાન્ય રીતે વરસાદથી તરબોળ ઈંગ્લેન્ડ પણ દુષ્કાળમાંથી પસાર થઈ રહ્યું છે. અહીં, ઇતિહાસમાં પ્રથમ વખત, સરકારે સત્તાવાર રીતે દુષ્કાળની જાહેરાત કરી. અગાઉ, ફ્રાન્સ અને સ્પેનના નેતાઓએ પણ કહ્યું હતું કે તેમનો દેશ અત્યાર સુધીની સૌથી ખતરનાક દુષ્કાળની પરિસ્થિતિમાંથી પસાર થઈ રહ્યો છે. જો અહેવાલોનું માનીએ તો યુરોપમાં છેલ્લા બે મહિનાથી નોંધપાત્ર વરસાદ થયો નથી,…
ડોન દાઉદ ઈબ્રાહિમના ભાઈ ઈકબાલ કાસકરને શનિવારે છાતીમાં દુ:ખાવો થતાં મુંબઈની જેજે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો. જણાવી દઈએ કે ઈકબાલ કાસકર હાલ ખંડણી કેસમાં ન્યાયિક કસ્ટડીમાં છે. ડી કંપનીનો સભ્ય ઈકબાલ કાસકર થાણેની તલોજા જેલમાં તેની ન્યાયિક કસ્ટડી ભોગવી રહ્યો છે. EDએ થોડા મહિના પહેલા અહેવાલ આપ્યો હતો કે ઇકબાલ કાસકર તેના ભાઇ દાઉદ ઇબ્રાહિમની વૈશ્વિક આતંકવાદી તરીકેની છબીનો ઉપયોગ કરીને સેલિબ્રિટીઝ અને બિલ્ડરો પાસેથી ખંડણી ઉઘરાવતો હતો. તેમાં એમ પણ કહેવામાં આવ્યું હતું કે કાસકર દાઉદ દ્વારા ચલાવવામાં આવતી ગેંગનો મહત્વનો સભ્ય હતો અને તે ધમકી આપવા, ખંડણી વસૂલવા જેવી પ્રવૃત્તિઓમાં સામેલ હોવાનું ખુલ્યું છે.
દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે કેન્દ્ર સરકાર પર પ્રહાર કરતા કહ્યું કે, જ્યારે સામાન્ય માણસ મોંઘવારી સામે ઝઝૂમી રહ્યો છે, કરોડો યુવાનો બેરોજગાર છે, ત્યારે કેન્દ્ર સરકારે તમામ રાજ્ય સરકારો સાથે મળીને બેરોજગારી અને મોંઘવારી સામે લડવાના બદલે તેઓ રોજ સવારે ઉઠીને સીબીઆઈ ઈડીનો ખેલ શરૂ કરે છે આ રીતેતો દેશ કેવી રીતે આગળ વધશે? અત્રે ઉલ્લેખનીય છે કે દિલ્હી એક્સાઇઝ પોલિસી કૌભાંડના મામલે નાયબ મુખ્યમંત્રી મનીષ સિસોદિયા પર દેશ છોડવા પર પ્રતિબંધ લગાવી દેવામાં આવ્યો છે. CBIએ મનીષ સિસોદિયા વિરુદ્ધ લુક આઉટ સર્ક્યુલર નોટિસ જારી કરી છે.
જન્માષ્ટમીના તહેવારો હોય હાલ સૌરાષ્ટ્રભરમાં મેળાઓનો માહોલ જામ્યો છે અને જેતપુરમાં પણ લોકમેળો યોજાયો છે તેવે સમયે ગત રાત્રે મેળામાં મોટી સંખ્યામાં લોકો મેળાની મોજ માણતા હતા તે સમયે એક આખલો મેળામાં ઘૂસી જતા લોકોમાં ભારે નાસભાગ મચી ગઈ હતી. લોકોની બૂમાબૂમ થતા આખલો વધુ બેકાબૂ બનતા કેટલાક લોકોને શીંગડે ચડાવતા ભારે ડરનો માહોલ ઉભો થયો હતો. આખલો મેળાના એન્ટ્રી ગેટ પરથી મેળામાં ઘૂસતા ભારે અફરા તફરી મચી ગઇ હતી. ભૂરાટા બનેલા આખલાને શાંત કરવા માટે લોકોએ આખલાના માથા પર પાણી પણ નાખ્યું હતું પરંતુ આખલો શાંત થયો ન હતો અને મેળામાં આમ તેમ દોટ મૂકીને કેટલાક રમકડાના સ્ટોલ અડફેટે…
ગુજરાત વિધાનસભાની ચૂંટણી નજીક આવી રહી છે ત્યારે ભાજપ અને આમ આદમી પાર્ટીએ પોતાની રીતે તૈયારીઓ શરૂ કરી છે આપ દ્વારા રાજ્યના 19 બેઠકના ઉમેદવારોની જાહેરાત કર્યા તે પૈકીની પાંચ બેઠકો એવી છે કે જ્યાં ભાજપ અને કોંગ્રેસના વર્તમાન ધારાસભ્યો પાંચ હજારથી વધુ મતની લીડથી જીતી શક્યા નથી. અગાઉ દિયોદર, છોટાઉદેપુર, ગારિયાધાર અને રાજકોટ ગ્રામ્યમાં આવા ઉમેદવાર પાંચ હજાર કરતાં ઓછા મતથી જીત્યા હોઇ ભાજપ અને કોંગ્રેસ બંને માટે આમ આદમીના 19 બેઠકના ઉમેદવારો ભારે પડી શકે છે. આમ આદમી પાર્ટીની ગુજરાતમાં આવી સીટો પર નજર છે, જ્યાં ભાજપ અને કોંગ્રેસના ઉમેદવારો ખૂબ જ પાતળી સરસાઈથી જીત્યા છે ત્યાં જીતવાના…
રાજ્યમાં વિધાનસભાની ચૂંટણીઓ નજીક આવતાંજ રાજકીય પક્ષો તૈયારીઓમાં પડ્યા છે અને બીજી તરફ એક જગ્યાએ ત્રણ વર્ષથી વધુ સમયથી ફરજ બજાવી રહેલા પોલીસ કર્મીઓ અને સરકારી કર્મચારીઓની બદલીઓ કરવા તૈયારીઓ શરૂ થઈ છે. આ બદલીઓના દૌરમાં ઈન્ડિયન પોલીસ સર્વિસ (IPS)ની ગુજરાતના મહત્વના રેન્જના આઈજી, ડીઆઈજીની સાથે અમદાવાદ શહેરના ત્રણથી ચાર આઈપીએસ અધિકારીઓની ગમે તે સમયે બદલીઓ થઈ શકે છે. ગુજરાતમાં આઇપીએસ અધિકારીઓની બદલીઓમાં આઈજી અજય ચૌધરીનું નામ પણ સૌથી ઉપર છે, જ્યારે સેક્ટર વન રાજેન્દ્ર અસારી, સેક્ટર ટુ ગૌતમ પરમાર અને રાજ્યની મહત્વની રેન્જના આઈજીની બદલીઓ પણ થાય તેવા મીડિયા રિપોર્ટ છે. આગામી ચૂંટણીઓ નજીક આવતાંજ ગમે તે સમયે આઇપીએસ…