કવિ: Halima shaikh

ગુજરાતમાં આમ આદમી પાર્ટી એ ભાજપ પાસેથી કેટલીક બેઠકો આંચકી લેવાની વ્યૂહરચના ગોઠવી કામગીરી શરૂ કરી છે અને જ્યાં અગાઉની ચૂંટણીમાં ભાજપના ઉમેદવાર ઓછી સરસાઈથી જીત્યા હોય તેવી બેઠકો ઉપર નજર દોડાવી છે તો બીજી તરફ ગુજરાતમાં ભાજપ એવું માને છે કે ભાજપ સરકારની કામગીરીના આધારે જ જનતા મત આપે છે અને તે કામોની સમીક્ષા અને લોકો સુધી તે વાત લઈ જવાશે અગાઉ નરેન્દ્ર ભાઈ મોદીની સરકાર સુધી રાજ્ય સરકારની કામગીરીના આધારે મત મળતા હતા પરંતુ નરેન્દ્ર મોદી વડાપ્રધાન બન્યા બાદ હવે ફક્ત કેન્દ્ર સરકારની કામગીરી તથા ગુજરાતમાં વિવિધ કેન્દ્રીય તથા રાજ્યની યોજનાઓનો અમલ વગેરેના આધારે જ ભાજપને મત મળતા…

Read More

આમ આદમી પાર્ટી હવે ધીરેધીરે દેશમાં પોતાનું વર્ચસ્વ વધારી રહી છે અને દિલ્હી બાદ પંજાબ અને હવે ગુજરાતમાં પગપેસારો કરતા રાજકીય સમીકરણો બદલાઈ રહયા છે ત્યારે બીજી તરફ CBIએ આજે રવિવારે દિલ્હીના ડેપ્યુટી CM મનિષ સિસોદિયા સામે લુક આઉટ નોટિસ જારી કરી છે. રિપોર્ટ મુજબ, સિસોદિયા સિવાય 13 અન્ય લોકોને દેશ છોડવાની મનાઈ કરી દેવામાં આવી છે. CBIએ શુક્રવારે દિલ્હીમાં નવી એક્સાઈઝ પોલિસીની તપાસ માટે સિસોદિયાના સરકારી નિવાસ સ્થાને દરોડો પાડ્યો હતો. 14 કલાક ચાલેલી કાર્યવાહી દરમિયાન સિસોદિયાનો મોબાઈલ, લેપટોપ જપ્ત કરાયા છે. CBIએ કેટલાક દસ્તાવેજો પણ જપ્ત કર્યા છે. મનિષ સિસોદિયાએ કરેલું ટ્વિટ ચર્ચામાં આવી ગયું છે. તેમણે વડાપ્રધાન…

Read More

વડોદરા ભાજપમાં જૂથવાદ પ્રવર્તી રહ્યો હોવાની વાતો હવે જોરશોરથી શરૂ થઈ છે અને આ બધા વચ્ચે જે રીતે વોર્ડ 16ના ભાજપના મહિલા કાઉન્સિલર સ્નેહલ પટેલના તરસાલી ખાતે યોજાનાર મટકી ફોડના કાર્યક્રમનો થયેલો વિરોધ વગરે ઘણું સુચવી જાય છે. ઉશ્કેરાયા ટોળાએ હાથમાં લાકડીઓ લઈ ડિવાઈડર પર લાગેલા મંત્રી રાજેન્દ્ર ત્રિવેદી અને કાઉન્સિલર સ્નેહલ પટેલના પોસ્ટરોને ફાડી નાખી હંગામો મચાવ્યો અને ટોળાએ દબાણ શાખાની ટીમને પણ ત્યાંથી ભગાડી મુકી તે જોતા ભાજપના જ નેતાઓની જૂથ બંધી હોવાની વાત ચર્ચામાં આવી છે વડોદરા શહેરના તરસાલી સ્વામિનારાયણ મંદિર પાસે શનિવારે સવારે ફરાસખાનાની ટીમ પહોંચી ત્યારે ટોળુ ત્યાં ધસી ગયું અને મટકી ફોડ કાર્યક્રમ નહીં…

Read More

વડોદરામાં લોકોનું કરી નાખનાર સિદ્ધિવિનાયક ડેવલોપર્સના બિલ્ડર અપૂર્વ પટેલ અને તેની પત્ની સામે છેતરપિંડીની ફરિયાદોનો દૌર શરૂ રહ્યો છે આ બિલ્ડર સામે વધુ ચાર છેતરપિંડીની ફરિયાદ માંજલપુર પોલીસ મથકે નોંધાઇ છે. શહેરના માંજલપુર વિસ્તારમાં મેંપલ સિગ્નેચર નામની સાઈટ બતાવી બુકિંગના રૂપિયા 27 લાખ પડાવી લઈ છેતરપિંડી કરનાર અપૂર્વ સામે ભોગ બનનારાઓએ ફરિયાદ નોંધાવી છે વિગતો મુજબ માંજલપુર વિસ્તારમાં રહેતા જીતેન્દ્ર કુમાર રાજપુતે મેપલ સિગ્નેચર 01 માં ફ્લેટ ખરીદ્યો હતો. જેના બુકિંગ પેટે બિલ્ડર અપૂર્વ દિનેશ પટેલને 3 લાખ રૂપિયા આપ્યા હતા અને વાત થયા મુજબ ત્યારબાદ પજેશન નહીં આપી બહાના બતાવી બુકિંગની રકમ પણ પરત આપી ન હતી. જ્યારે શહેરના…

Read More

ગુજરાતમાં 27 વર્ષથી સત્તામાં રહેલી ભારતીય જનતા પાર્ટીએ કોંગ્રેસને લગભગ સાફ કરી દીધી છે પણ સામે આમઆદમી પાર્ટી ક્યારે ઘૂસી ગઈ તે ખબરજ ન પડી અને આજે અરવિંદ કેજરીવાલની ટીમ ભાજપને પડકારવા સક્ષમ બની જતા ભાજપનો ભ્રમ તૂટ્યો છે કારણ કે જે ચિત્ર ઉભરી રહ્યું છે તે ભાજપ અને આમ આદમી વચ્ચેની મુખ્ય ટક્કર જામે તેવું છે, હવે કોંગ્રેસ ક્યાંય મેદાનમાં જ નથી તે કહેવામાં કોઈ અતિશયોક્તિ નથી તેવું રાજકીય પંડિતોનું ગણિત છે,કારણ કે કોંગ્રેસના જુના અને જેતે વિસ્તારમાં વર્ચસ્વ ધરાવતા નેતા,કાર્યકરો ભાજપમાં જોડાઈ રહયા છે જે ક્રમ હજુ ચાલુ છે. એક તરફ ભાજપ કોંગ્રેસીઓને પોતાના પક્ષમાં સમાવવાનું કામ કરતો…

Read More

બંગાળની ખાડીમાં લોપ્રેશર સર્જાતા રાજ્યમાં ફરી તા 22 ઓગસ્ટથી વરસાદની સિસ્ટમ સક્રિય થતા તા.22 અને તા.23 એમ બે દિવસ ભારેથી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. રાજ્યમાં સૌરાષ્ટ્ર, કચ્છ, દમણ, દાદરા નગર હવેલીસહિત 23 ઓગસ્ટના રોજ બનાસકાંઠા, સાબરકાંઠા, અરવલ્લી, પાટણ, વલસાડ, નવસારી, સુરતમાં ભારે વરસાદની આગાહી કરાઈ છે. જ્યારે મોરબી, સુરેન્દ્રનગર, જામનગર, દ્વારકા, પોરબંદર, રાજકોટ, જૂનાગઢ, અમરેલી, ગીર સોમનાથ, ભાવનગર અને બોટાદ જિલ્લા સહિત અમદાવાદમાં પણ વરસાદ પડવાની આગાહી કરવામાં આવી છે 22 અને 23 ઓગસ્ટ માછીમારોને દરિયો ન ખેડવા સૂચના પણ આપવામાં આવી છે.

Read More

ભાજપમાં બે મોટા નેતાઓ કદ પ્રમાણે વેતરાયા છે ત્યારે આગામી 48 કલાકમાં ગુજરાત કેબિનેટમાં ફેરબદલ થવાની શકયતા અંગેની વ્યાપક ચર્ચા જોરમાં ચાલી રહી છે. એક વર્ષ પણ નથી થયું ને ભૂપેન્દ્ર પટેલ સરકારમાં બે મોટા ફેરફારો થઈ ગયા છે,તેવામાં ભાજપ હાઈ કમાન્ડની સૂચનાથી ફેરફારોની રાજકીય ચર્ચાઓ વચ્ચે આવનાર સમયમાં હજુ પણ મોટો ફેરફારો થાય તેવી ચર્ચાઓ ચાલી રહી છે ત્યારે ગુજરાત ભાજપ માટે રાજકીય પ્રયોગની લેબ બની રહી છે. ત્યારે હજુ પણ ફેરફારો થઈ શકે તેવી ચર્ચા છે આવતીકાલે રવિવારે ભાજપના રાષ્ટ્રીય મહામંત્રી બીએલ સંતોષ ગુજરાતની મુલાકાતે છે,ત્યારે તેઓના આગમન પહેલાં જ ભૂપેન્દ્ર પટેલના બે મોટા મંત્રીઓ રાજેન્દ્ર ત્રિવેદી અને…

Read More

રાજ્યમાં સરેરાશ કરતાં ઓછા વરસાદથી અસરગ્રસ્ત ખેડૂતોને રાહત આપવા માટે મુખ્ય પ્રધાન યોગી આદિત્યનાથે બિલ બાકી હોવા છતાં ટ્યુબવેલ વીજ જોડાણનું કનેક્શન ન કાપવા અને ગ્રામીણ વિસ્તારોમાં વીજ પુરવઠો વધારવાનો નિર્દેશ આપ્યો છે. ચોમાસા અને પાકની વાવણીની સમીક્ષા કરવા શનિવારે યોજાયેલી ઉચ્ચસ્તરીય બેઠકમાં મુખ્યમંત્રીએ ખેડૂતોને રાહત આપવા ઓછા વરસાદને કારણે થયેલા પાકને વળતર આપવાની જાહેરાત કરી છે. મુખ્યમંત્રી આવાસ પર યોજાયેલી બેઠકમાં યોગી આદિત્યનાથે કહ્યું કે 20 ઓગસ્ટ સુધી રાજ્યમાં કુલ 284 મીમી વરસાદ નોંધાયો છે. જે વર્ષ 2021માં 504.10 મીમી અને 2020માં 520.3 મીમી વરસાદ કરતા ઓછો છે. તેમણે કહ્યું કે, ખેડૂતોના હિતને ધ્યાનમાં રાખીને હાલના સંજોગોમાં ખેડૂતોને વધારાની…

Read More

વડોદરામાં ગોત્રી નંદાલય હવેલી પાસે મોડી રાત્રે બાઇક ચાલકનું ગાય સાથે અથડાતા મોત થયા બાદ મેયરની સૂચનાથી પાલિકાના તંત્રએ પોલીસ બંદોબસ્ત સાથે ગોત્રી નંદાલય હવેલી પાસે આવેલા ધરમપુર વિસ્તારના બે ઢોરવાડા સીલ કરવાની કાર્યવાહી કરવામાં આવી હતી. આ ઉપરાંત 7 જેટલા ગૌ-વંશને ઢોરડબ્બામાં પુરવામાં આવ્યા હતા. આ વખતે તંત્ર સામે પશુપાલકોએ રોષ ઠાલવ્યો હતો. ગત મોડી રાત્રે ગોત્રી હરીનગર નંદાલય હવેલીથી ઝાંસી કી રાણી સર્કલ વચ્ચેના રોડ ઉપરથી મોડી રાત્રે પસાર થઇ રહેલા જીગ્નેશભાઇ ઉર્ફ જીતુ રાજપૂતને ગાય સાથે અથડાતા મોત થયું હતું. આ ઘટના બાદ મનપાના મેયરેની સૂચના બાદ કોર્પોરેશનની ઢોર પાર્ટી ચુસ્ત પોલીસ બંદોબસ્ત સાથે નંદાલય હવેલી પાછળ…

Read More

સુરતમાં એડવોકેટ મેહુલ બોઘરા ઉપર ટીઆરબીના સુપરવાઈઝર સાજન ભરવાડ દ્વારા જીવલેણ હુમલો કરવાની ઘટના બાદ સુરતના વકીલોમાં આક્રોશ ફેલાઈ ગયો છે અને વકીલ મેહુલ બોઘરાને મારનાર આરોપી સાજન ભરવાડને કોર્ટમાં હાજર કરવામાં આવ્યો હતો જ્યાં સાજન ભરવાડના 5 દિવસના રિમાન્ડ મંજૂર કરવામાં આવ્યા હતા. સાજન ભરવાડને જ્યારે કોર્ટ સંકુલમાં લાવવામાં આવ્યો ત્યારે વકીલોએ સાજન ભરવાડ હાય હાયના નારા લગાવ્યા હતા. જ્યારે સાજન ભરવાડના સમર્થનમાં રબારી સમાજના પણ યુવકો મોટી સંખ્યામાં હાજર રહેતા તણાવની સ્થિતિ ઉભી થઇ હતી. મેહુલ બોઘરા સાથે સમગ્ર સુરતના વકીલોનું સમર્થન હોય પોલીસ અને વકીલો વચ્ચે ઘર્ષણ થયું હતું. પીઆઇને સસ્પેન્ડ કરવામાં આવે તેમજ મેહુલ બોઘરા સામે…

Read More