કવિ: Halima shaikh

ગુજરાત વિધાનસભા ચૂંટણી નજીક આવતા રાજકીય પક્ષો સક્રિય થઈ ગયા છે અને રાજ્યમાં સૌ પ્રથમ આમ આદમી પાર્ટી દ્વારા ઉમેદવારોની પ્રથમ યાદી જાહેર કરાયા બાદ આજે બપોરે 12.30 વાગ્યે પ્રદેશ પ્રમુખ ગોપાલ ઇટાલીયા દ્વારા બીજી યાદી જાહેર કરનાર છે પ્રથમ યાદીમાં સૌરાષ્ટ્રની 4, મધ્ય ગુજરાતની 2, ઉત્તર ગુજરાતની 3 અને દક્ષિણ ગુજરાતમાં 1 બેઠકના ઉમેદવાર જાહેર કરવામાં આવ્યા હતા.આમ આદમી પાર્ટીના ઉમેદવારોની બીજી યાદીમાં કોણ કોણ ઉમેદવાર છે જે માટે ભારે ઉત્સુકતા પ્રવર્તી રહી છે. આમ આદમી પાર્ટી તરફથી ગોપાલ ઇટાલિયા અને ઇસુદાન ગઢવી પણ વિધાનસભા ચૂંટણી લડશે. ચૂંટણી જાહેર થયા બાદ આપ દ્વારા મુખ્યમંત્રીપદના ઉમેદવાર જાહેર થશે. આમ આદમી…

Read More

ગુજરાતમાં કોંગ્રેસ ને જીતાડવા આવેલા અશોક ગેહલોતનું કહેવું છે કે ગુજરાત માં કોંગ્રેસની જગ્યા કોઈ લઈ શકે નહીં તેઓએ આમ આદમી પાર્ટી તરફ આડકતરો ઈશારો કરતા જણાવ્યું કે ગુજરાતમાં કોઇપણ ચૂંટણી લડવા આવી શકે છે. પરંતુ, આગામી વિધાનસભાની ચૂંટણીમાં ગુજરાતમાં મુખ્ય ટકકર કોંગ્રેસ અને ભાજપા વચ્ચેજ રહેશે. તેઓએ કહ્યું કે કોંગ્રેસ છોડીને જનારાઓને ભલે જતા કોઈ ફરક પડવાનો નથી શંકરસિંહ પણ ગયા શુ ફર્ક પડ્યો ? તેઓએ કહ્યું હું કોંગ્રેસને સત્તા અપાવવા માટે રણનીતિ બનાવવા માટે જ ગુજરાતના પ્રવાસે આવ્યો છું. કોંગ્રેસમાંથી જનારાઓનું સ્વાગત કરીએ છે અને કોંગ્રેસમાં આવનારાઓનું પણ સ્વાગત કરીએ છે. કોંગ્રેસમાંથી જે લોકો જાય છે તે તેઓનું…

Read More

ઉપરવાસમાં ભારે વરસાદના કારણે નર્મદાડેમમાં પાણીની આવક વધતા ડેમમાંથી પાણી છોડાતા હાલ નર્મદા નદીમાં પુર સ્થિતિ જોવા મળી રહી છે ત્યારે આસપાસના ગામોને એલર્ટ કરાયા છે દરમિયાન માલસર ગામના કાંઠા વિસ્તારમાં જળસ્તર વધતા કરજણ નાયબ કલેકટર આશિષ મિયાત્રા, શિનોર મામલતદાર વી વી વાળા, શિનોર પીએસઆઇ સહિત પોલીસ, તલાટી સરપંચની ટીમે ગામની સ્થિતિ જાણી નર્મદા કાંઠે આવેલા વિવિધ આશ્રમના 297 જેટલા લોકોને પ્રાથમિક શાળામાં સ્થળાંતરિત કર્યા હતા. જ્યારે દિવેર મઢી દેવસ્થાનથી અંદાજિત 15 વ્યક્તિને દિવેર ગામે સ્થળાંતર કરાઇ છે. અંબાલી ગામના અનસૂયા માતા દેવસ્થાને આવેલ પૂજાપાની અંદાજિત 10 થી 12 દુકાનોના માલ સામાન સાથે દુકાન ધારકનું અંબાલી ગામે સ્થળાંતર કરાયું છે.…

Read More

ગુજરાતમાં અશોક ગેહલોતની ઓબ્ઝર્વર તરીકે નિયુક્તી થતાંજ કોંગીજનો ફોર્મમાં આવી ગયા છે અને ગુજરાતમાં કોંગ્રેસની સત્તાના સપના જોવા લાગ્યા છે આ બધા વચ્ચે કોંગ્રેસ કોંગ્રેસના પ્રભારી રઘુ શર્માએ પણ હવે નિવેદનો આપવાનું શરૂ કર્યું છે તેઓના કહેવા મુજબ આજે સમગ્ર દેશમાં જે પ્રકારની મોંઘવારી વધી રહી છે તેને કારણે સૂટ બૂટ વાળા તો મજામાં છે પરંતુ જે ગરીબ પ્રજા છે તે મુશ્કેલીમાં છે. ભાજપના નેતાઓ સામ-દામ-દંડ ભેદનો ઉપયોગ કરીને દબાવવાનો પ્રયાસ કરી રહ્યા છે પરંતુ તેમનાથી ડર્યા વગર નિડરતાપૂર્વક આગામી વિધાનસભાની ચૂંટણીમાં તેમને બતાવી દેવાનું છે અને તેમને પછાડવાના છે. સમગ્ર ગુજરાતના કોંગ્રેસના કાર્યકર્તાઓ એક થઈ રહયા છે અને ભાજપને…

Read More

ગુજરાતમાં ગેસની કિંમતોમાં અચાનક અદાણી અને ટોરેન્ટ ગેસે CNGના ભાવમાં ઘટાડો જાહેર કરતા લોકોમાં તહેવારોમાં રાહતની લાગણી પ્રસરી છે અને ગેસ પુરાવવા લોકોએ પંપ તરફ દોટ મૂકી છે. અદાણી ગેસે CNGમાં 3.48 રૂપિયા ઘટાડ્યા છે, જ્યારે અગાઉ 4 ઓગસ્ટે 1.49 અને 2જી ઓગસ્ટે 1.99 રૂપિયાનો વધારો કર્યો હતો. હવે ભાવમાં ઘટાડો કરવાથી નવો ભાવ 83.90 રૂપિયા આજથી અમલી થયો છે. અદાણી સિવાય ટોરેન્ટ ગેસ દ્વારા પણ CNG અને PNGમાં 5 રૂપિયાનો ઘટાડો કર્યો છે. અદાણી દ્વારા ઘટાડવામાં આવેલો આ નવો ભાવવધારો આજથી જ અમલી ગણાશે. અત્રે ઉલ્લેખનીય છે કે અગાઉ અદાણી CNGનો ભાવ વધારતાં પ્રતિ કિલોએ રૂપિયા 87.38 પર પહોંચ્યો…

Read More

રાજ્યમાં આમ આદમી પાર્ટીએ કેટલાક ઉમેદવારો જાહેર કર્યા બાદ હવે કોંગ્રેસે પણ ઉમેદવારોની પહેલી યાદી તૈયાર કરી લીધી હોવાનું સૂત્રો જણાવી રહયા છે. ગુજરાત વિધાનસભાની ચૂંટણી માટે કોંગ્રેસે અશોક ગેહલોતને સિનિયર ઑબ્ઝર્વર તરીકે નિયુક્ત કર્યા બાદ કોંગ્રેસે 58 ઉમેદવારો ફાઇનલ કર્યા હોવાની વાત છે. છેલ્લી ત્રણ ટર્મથી હારતી બેઠક પર કોંગ્રેસે વ્યૂહરચનાના ભાગરૂપે ઉમેદવાર જાહેર કરનાર હોવાનું મનાય છે. ગુજરાતમાં નક્કી કરાયેલા ઉમેદવારોનું લિસ્ટ હાઇકમાન્ડને મોકલી દેવામાં આવ્યુ છે. આથી, હવે કોંગ્રેસ ગમે તે સમયે ઉમેદવારોનું લિસ્ટ જાહેર કરે તેમ મનાય છે. ગુજરાત વિધાનસભાની ચૂંટણી માટે કોંગ્રેસે અશોક ગેહલોત ધારાસભ્યો સાથે તેમજ પ્રભારી ડો. રઘુ શર્મા અને પ્રમુખ જગદીશ ઠાકોર…

Read More

ગુજરાતમાં વિધાનસભાની ચુંટણીઓ અગાઉ રાજકીય દાવપેચ શરૂ થયા છે ત્યારે કોંગ્રેસને ગુજરાતમાં ફરી સત્તા અપાવવા માટે હાઈ કમાન્ડ દ્વારા રાજસ્થાનના મુખ્યમંત્રી અશોક ગેહલોતને હાયર કરવામાં આવ્યા છે, અશોક ગેહલોતે અગાઉ ગુજરાતમાં કોંગ્રેસને સત્તા અપાવી હતી તેથી તેઓને ગુજરાતમાં ફરી સત્તા માટે કમાન સોંપવામાં આવી છે. તેઓ વડોદરાની મુલાકાતે આવ્યા ત્યારે તેમણે જણાવ્યું હતું કે, ‘ગાંધીના ગુજરાતમાં દારુબંધી માત્ર નામની જ છે, દારૂ વેચાય પણ અને પીવાય પણ છે, હવે ડ્રગ્સ પણ મળે છે’ ગુજરાતમાં ચૂંટણી પ્રચાર માટે આવેલા રાજસ્થાનના મુખ્યમંત્રીએ જણાવ્યું હતું કે, હાલમાં અમારો પ્રચાર ચાલી રહ્યો છે. ગત વિધાનસભાની ચૂંટણીમાં કોંગ્રેસે ભાજપને મજબૂત ટક્કર આપી હતી. આ વખતે…

Read More

(સપન ઉપાધ્યાય – વડોદરા) વડોદરાની નીશાકુમારી આમ તો શિક્ષણ થી ગણિત શાસ્ત્રી છે.જો કે એને હિમાલયના ઉત્તુંગ શિખરો,બરફના ઢગ અને જોખમી ચઢાઈનું ગણિત સમજવામાં ભારે રસ છે.એમ કહો કે એ પર્વતારોહણ,સાયકલિંગ ,વોકિંગ, રનીંગ અને વ્યાયામનો ગાંડો શોખ ધરાવે છે. એણે દેશનું ૭૬ મુ સ્વતંત્રતા પર્વ અનોખી રીતે ઉજવિને આઝાદી કા અમૃત પર્વને યાદગાર બનાવ્યું છે. નિશાએ આ દિવસે હિમાલયના લેહ લડાખ ક્ષેત્રના ૬૫૦૦ મીટર ઊંચા માઉન્ટ નુન શિખરને સર કર્યું અને સૂસવાટા મારતા ઠંડા હિમ જેવા પવનો અને બરફ ના ઢગલા વચ્ચે શાનથી રાષ્ટ્ર ધ્વજ લહેરાવ્યો હતો.પ્રધાનમંત્રીશ્રી એ આ વખતે હર ઘર તિરંગા નો નારો આપ્યો હતો.વડોદરાની આ દીકરીએ હિમાલયના…

Read More

ભાજપે આજે બુધવારે નવા સંસદીય બોર્ડ અને ચૂંટણી સમિતિની 11 સભ્યોવાળા સંસદીય બોર્ડની કરેલી જાહેરાતમાં નવા સંસદીય બોર્ડમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી, જેપી નડ્ડા, અમિત શાહ, રાજનાથ સિંહ સિવાય સર્વાનંદ સોનોવાલ, બીએસ યેદિયુરપ્પા, કે. લક્ષ્મણ, ઈકબાલ સિંહ લાલપુરા, સુધા યાદવ, સત્યનારાયણ જાટિયા અને પાર્ટી સચિવ બીએલ સંતોષનો સમાવેશ કર્યો છે. જ્યારે મધ્યપ્રદેશના મુખ્યમંત્રી શિવરાજ સિંહ ચૌહાણ અને કેન્દ્રીય મંત્રી નીતિન ગડકરીને હઠાવી દેવામાં આવ્યા છે,સંસદીય બોર્ડ અને ચૂંટણી સમિતિમાં કોઈપણ CMને સ્થાન મળ્યું નથી. તેની સાથે જ બીજેપીએ 15 સભ્યોની કેન્દ્રીય ચૂંટણી સમિતિની રચના કરી છે. તેમાં PM મોદી, જેપી નડ્ડા, અમિત શાહ, રાજનાથ સિંહ સિવાય બીએસ યેદિયુરપ્પા, કે લક્ષ્મણ, ઈકબાલ…

Read More

કોમેડિયન રાજુ શ્રીવાસ્તવ હજુપણ ભાનમાં આવ્યા નથી તેઓનીદિલ્હીની AIIMS (ઓલ ઇન્ડિયા ઇન્સ્ટિટ્યૂટ ઑફ મેડિકલ સાયન્સ)ના સારવાર ચાલી રહી છે. દિલ્હી AIIMSમાં ICUમાં દાખલ રાજુ શ્રી વાસ્તવને 8માં દિવસે પણ હોશ નહી આવતા ઇન્ફેક્શનનું જોખમ વધતા પરિવારજનોને ICU માં જવાની મનાઈ ફરમાવી દેવામાં આવી છે. તેઓના સ્વાસ્થ્યમાં સુધારા માટે ઓડિયો થેરાપીથી સારવાર ચાલી રહી છે. તાવને કારણે ડોકટરોએ રાજુ શ્રીવાસ્તવ નું વેન્ટિલેટર નહી હટાવવાનો તબીબો એ નિર્ણય કર્યો છે. કોઈ ઇન્ફેક્શન ન વધે તે માટે કોઈ વ્યક્તિને તેના બેડ સુધી જવાની મનાઈ ફરમાવી દીધી છે. પરિવારજનો ICUની બહાર એક ગ્લાસ વિન્ડોથી રાજુને જોઈ શકે છે. રાજુના PROએ જણાવ્યું હતું કે, ‘દરરોજ…

Read More