કવિ: Halima shaikh

વલસાડમાં છેલ્લા 11 વર્ષથી 15 મી ઓગષ્ટના રોજ ઉમિયા સોશ્યલ ટ્રસ્ટ દ્વારા યોજાતા મેગા બ્લડ ડોનેશન કેમ્પમાં આ વર્ષે પણ 1201 બોટલ રકત એકત્ર કરી વલસાડમાં ત્રીજી વખત ઇતિહાસ સર્જ્યો છે. 75 માં આઝાદી કા અમૃત મહોત્સવ અંતર્ગત દર વર્ષની જેમ આ વર્ષે પણ 15-08-2022 સ્વાતંત્ર્ય દિવસ નિમિતે ઉમિયા સોશ્યલ ટ્રસ્ટના ઉપક્રમે વલસાડના મોંઘાભાઇ હોલ ખાતે મહારકતદાન શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું . આ કાર્યક્રમ દરમ્યાન મુખ્ય મેહમાન તરીકે કેબિનેટ મંત્રી કનુભાઇ દેસાઇ, વલસાડ કલેકટર શ્રીમતિ ક્ષિપ્રા આગ્રે અને વલસાડ જિલ્લા પોલીસ વડા રાજદીપસિંહ ઝાલા ઉપસ્થિત રહયા હતા. આ કેમ્પમાં વલસાડ રકતદાન કેન્દ્ર , પારડી બ્લડ બેંક અને હરિયા બ્લડ…

Read More

રાજ્યમાં આગામી વિધાનસભાની ચૂંટણીઓ નજીક આવી રહી છે ત્યારે ખાસ કરીને આમ આદમી પાર્ટી ફૂલ ફોર્મમાં જણાઈ રહી છે અને સામે ભાજપ પણ સતત ચૂંટણી લક્ષી કામગીરીમાં વ્યસ્ત છે ત્યારે કોંગ્રેસ અને AIMIM પાર્ટીઓ હવે ધીરેધીરે મેદાનમાં આવી રહી છે. ખાસ કરીને ગુજરાતમાં મુસ્લિમો અને દલિતોની વોટબેંક ઉપર કોંગ્રેસ,AIMIM અને આપ ની નજર રહેલી છે. રાજ્યમાં મુસલમાનની વસતિ અંદાજે 11 ટકા જેટલી છે. તેમાંય અમદાવાદનો જુહાપુરા વિસ્તાર મુસલમાન સમુદાયની સૌથી મોટી વસાહત તરીકે ઓળખાય છે. આ વિસ્તારના મકતમપુરા વૉર્ડથી હંમેશાંથી કૉંગ્રેસ જીતતી આવી છે, પરંતુ આ વખતે આ વૉર્ડમાંથી ૩ AIMIMનાં ઉમેદવારો જીતી ચૂક્યા છે. અમદાવાદ શહેરમાં દરિયાપુર, જમાલપુર-ખાડિયા અને…

Read More

ભાવનગર જિલ્લાના ઉમરાળા તાલુકાના અંતરયાળ ગામ અલમપરના વતની એવા ગોહિલ લગ્ધીરસિંહ ખેંગારસિંહએ ચોખાના દાણા પર સૂક્ષ્મ અક્ષરે શ્રી હનુમાન ચાલીસા લખી ગુજરાત બુક ઓફ રેકોર્ડ, ઇન્ડિયા બુક ઓફ રેકોર્ડ અને મેજિક બુક ઓફ રેકોર્ડ એમ ત્રણેય બુક ઓફ રેકોર્ડ પોતાના નામે કર્યા છે. ભાવનગર જિલ્લાના ઉમરાળા તાલુકાના અલમપર ગામના 24 વર્ષીય લગ્ધીરસિંહએ ચોખાના 314 દાણા પર શ્રીહનુમાન ચાલીસા લખવા માટે ચશ્મા કે કોઈપણ પ્રકારનો બીલોરી કાચ કે માઈક્રો પેનનો ઉપયોગ કર્યો નથી અને માત્ર સાદી લાલ બોલ પેનથી જ અત્યંત બારીકાઈથી ચોખાના દાણા ઉપર શ્રી હનુમાનજી ચાલીસાનું સૂક્ષ્મ લખાણ કર્યું છે. લગ્ધીરસિંહ ખેંગારસિંહ ગોહિલએ ધોરણ 12 કોમર્સ પછી ઈતિહાસ વિષયમાં…

Read More

આજે નાગપાંચમ છે અને આજના દિવસે નાગ દેવતાની આરાધના કરવાથી તેમના આશીર્વાદ અને શુભફળ પ્રાપ્ત થાય છે. પંચાંગ પ્રમાણે દર વર્ષે શ્રાવણ મહિનાના વદ પક્ષની પાંચમ તિથિએ નાગપાંચમ પર્વ ઊજવવામાં આવે છે. જે આજે 16મીને મંગળવારે છે, આજનો દિવસ સંપૂર્ણ રીતે ભગવાન શિવના પ્રિય નાગ દેવતાની પૂજા માટે સમર્પિત હોય છે. પૌરાણિક માન્યતા મુજબ નાગપાંચમના દિવસે નાગ દેવતાની પૂજા કરવાથી બધી મનોકામનાઓ પૂર્ણ થાય છે. પૌરાણિક કાળથી જ સાપને દેવતાઓની જેમ પૂજવાની પરંપરા ચાલી આવી છે. આજે નાગપાંચમના દિવસે જે નાગદેવનું સ્મરણ કરી પૂજા કરવામાં આવે છે તે નાગ દેવતાઓમાં અનંત, વાસુકી, શેષ, પદ્મ, કંબલ, શંખપાલ, ધૃતરાષ્ટ્ર, કાલિયા અને…

Read More

રાજ્યમાં ભારે વરસાદની આગાહી વચ્ચે અરવલ્લી જિલ્લામાં 9.6 ઈંચ જેટલો દેમાર વરસાદ પડતા સર્વત્ર જળબંબાકારની સ્થિતિ જોવા મળી રહી છે, ગ્રામ્ય વિસ્તારના રસ્તાઓ બેટમાં ફેરવાઇ ગયા છે. જિલ્લાની હાથમતી, બુઢેલી નદીઓમાં અને લીલછા પાસેની ઇન્દ્રાસી નદીમાં ઘોડાપૂર આવતાં નદીકાંઠાનાં 20 ગામોને સતર્ક કરવામાં આવ્યાં છે. અરવલ્લી જિલ્લાના ભિલોડા તાલુકામાં પણ આજે મંગળવારે વહેલી સવારથી ધોધમાર વરસાદ ચાલુ છે. ભિલોડાના લીલછા, માકરોડા, ખલવાડ ,જૂના ભવનાથ જેવા ગ્રામ્ય વિસ્તારોમાં જળબંબાકાર બન્યા છે. મેઘરજ તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં પણ વરસાદ ચાલુ છે. યાત્રાધામ શામળાજીમાં પણ સતત વરસાદ ચાલુ રહ્યો છે, જેમાં મંદિર પરિસર અને શામળાજીનાં બજારોમાં પાણી પાણી જોવા મળી રહ્યું છે. આગાહી મુજબ…

Read More

વલસાડ શહેર કોંગ્રેસ પ્રમુખ રોનક શાહ દ્વારા ભાજપના પૂર્વ PM સ્વ.વાજપેયીજીને શ્રદ્ધાંજલિ પાઠવવામાં આવી છે,તેઓએ સોશ્યલ મીડિયા થકી સ્વ.વાજપેયીજીને શ્રધ્ધાસુમન અર્પણ કર્યા હતા. આજે પૂર્વ વડાપ્રધાન અને ભારત રત્ન અટલ બિહારી વાજપેયીની ચોથી પુણ્યતિથિ છે, સ્વ.વાજપેયીજીનું 2018માં આ દિવસે નિધન થયું હતું. પૂર્વ પીએમને યાદ કરીને ભારતીય જનતા પાર્ટીના નેતૃત્વવાળી નરેન્દ્ર મોદી સરકાર શ્રદ્ધાંજલિ આપી રહી છે અને સરકારના ઘણા મંત્રીઓ ટ્વિટર દ્વારા સ્વર્ગસ્થ પીએમ વાજપેયીને શ્રદ્ધાંજલિ આપી રહ્યા છે ત્યારે વલસાડ કોંગ્રેસ દ્વારા પણ શ્રધ્ધાસુમન અર્પણ કરાયા છે.વલસાડ શહેર કોંગ્રેસ પ્રમુખ રોનક કુમાર રમણીક લાલ શાહે પણ સદગત અટલ બિહારી વાજપેયીજી ને શ્રદ્ધાંજલિ પાઠવી છે.વાજપેયી એક એવા નેતા હતા…

Read More

કપરા સમયમાં ભારતે શ્રીલંકાને મદદ કરી તે વાત જાણે શ્રીલંકા ભૂલી ગયુ હોય તેમ ભારતના વાંધો છતાં ચીનના સંશોધન જહાજ યુઆન વાંગ-5 શ્રીલંકાના હમ્બનટોટા બંદરે પહોંચી ગયું છે, ભારતના વિરોધની પરવા કર્યા વગર શ્રીલંકાની સરકારે તેને તેના બંદરે આવવાની મંજૂરી આપી હતી. શ્રીલંકાના ડેઈલી મિરરના અહેવાલ મુજબ યુઆન વાંગ-5 આજે સવારે હમ્બનટોટા બંદરે પહોંચ્યું હતું. આ જહાજ ઉચ્ચ ટેક્નોલોજીથી સજ્જ હોવાથી ભારતને તેનાથી જાસૂસીનો ડર હતો. ભારત સરકારે આ ઉચ્ચ તકનીકી સંશોધન જહાજ અંગે ચિંતા વ્યક્ત કરી હતી કે આ જહાજ ભારત વિરુદ્ધ જાસૂસી કરી શકે છે. ભારતે આ અંગે કોલંબોમાં ફરિયાદ પણ નોંધાવી હતી. આ ચિંતાઓ હોવા છતાં, ચીની…

Read More

હવામાન વિભાગ દ્વારા રાજ્યમાં આજે 16મીએ ભારે વરસાદની આગાહી થઇ છે,આ બધા વચ્ચે અમદાવાદમાં આજે વહેલી સવારે દેમાર વરસાદ શરૂ થતા સવારમાં લોકો અટવાયા હતા. વરસાદને કારણે અમદાવાદ શહેરમાં અનેક જગ્યાએ પાણી ભરાઈ જવાના બનાવો બન્યા છે. આજે સવારે અમદાવાદમાં અડધા ઈંચ જેટલો વરસાદ પડી ચુક્યો છે. રાજ્યમાં આજે 16 ઓગસ્ટે, ઉત્તર ગુજરાતના બનાસકાંઠા અને સાબરકાંઠા તેમજ સૌરાષ્ટ્રના જામનગરમાં પણ ઓરેન્જ એલર્ટ અપાયું છે. ઉપરાંત પાટણ, મહેસાણા, અરવલ્લી, સુરત, નવસારી, વલસાડ, કચ્છ, મોરબી, દ્વારકા અને ગીર સોમનાથમાં યલો એલર્ટ અપાયું છે. 17 ઓગસ્ટે દક્ષિણ ગુજરાતના સુરત, નવસારી, વલસાડ તથા કચ્છમાં ભારે વરસાદની સંભાવના છે. અમદાવાદમાં સોમવારે વરસાદ શરૂ થયો હતો…

Read More

વડોદરાના કરજણ નેશનલ હાઇવે-48 ઉપર માંગલેજ ચોકડી પાસે પંદર દિવસ અગાઉ અકસ્માતનો ભોગ બનેલા નારેશ્વર આઉટપોસ્ટ પોલીસ ચોકીના ઇન્ચાર્જ PSIનું સારવાર દરમ્યાન મોત થતા તેમના પત્ની અને બે બાળકો નોંધારા બન્યા છે. મૃતક પોલીસકર્મીને હજુ 10 માસ પહેલાં જ PSI તરીકેનું પ્રમોશન મળ્યું હતું અને છેલ્લા એક માસથી નારેશ્વર આઉટ પોસ્ટમાં ઇન્ચાર્જ PSI તરીકે ફરજ બજાવી રહ્યા હતા વડોદરમાં સિટી પોલીસ લાઇનમાં બી-1, રૂમ નંબર-7માં રહેતા અને કરજણના નારેશ્વર આઉટપોસ્ટમાં PSI તરીકે ફરજ બજાવનાર રવિચન્દ્રભાઈ બાબુભાઈ નિનામા તા.1-8-022ના રોજ સાંજના સમયે પોતાની નોકરી પતાવીને બાઇક પર વડોદરા આવી રહ્યા હતા. ઘરે આવતા પહેલાં PSI રવિચન્દ્ર નિનામાએ વડોદરા મહિલા પોલીસ મથકમાં…

Read More

ગુજરાતમાં બોટાદમાં સર્જાયેલા લઠ્ઠાકાંડ બાદ એકાએક સફાળી જાગેલી રાજ્ય સરકારે પોલીસને દારૂબંધીનો કડક અમલ કરાવવા સૂચના આપતા થોડા દિવસ રેડ પાડવાના સીન સપાટા થયા બાદ ફરી દેશી દારૂ ની પોટલીઓ મળતી થઈ ગઇ છે, આ દ્રશ્યો ઘણું બધું કહી જાય છે કચ્છના માંડવીમાં લોકોની અવરજવરથી અતિ વ્યસ્ત રહેતા આઝાદ ચોકમાં દારૂની પોટલી જાહેરમાં બેસીને એક ઇસમ પીતો હતો અને કહેતો હતો કે ‘હું કોઈનાથી ડરતો નથી’! ગુજરાતમાં શહેરી વિસ્તારમાં જાહેરમાં જ આ રીતે દારૂ પીવાતો હોય ત્યાં પોલીસવાળા શુ કરતા હશે તે સ્વાભાવિક જ ખ્યાલ આવે છે. ગુજરાતમાં દારૂબંધી છે. પરંતુ તેનો ક્યાંય અમલ થતો નથી તેનું આ જીવંત ઉદાહરણ…

Read More