કવિ: Halima shaikh

આમ આદમી પાર્ટીના પુનિત જુનેજા હવે ગુજરાતના મેડિકલ સ્ટુડન્ટના સમર્થનમાં આવ્યા છે અને કહ્યું કે ગુજરાતમાં સ્વતંત્રતા દિવસે મેડિકલ સ્ટુડન્ટ હડતાળ ઉપર છે અને સરકાર તેઓને ન્યાય આપતી નથી પણ ગુજરાત સરકારને કહું છું કે આ ઘમંડ સારું નથી,આમ આદમી પાર્ટી પંજાબમાં 15,000 સ્ટાઇપેન્ડ આપીએ છીએ અને તમે ગુજરાતમાં માત્ર 4,200 આપો છો,તે સારું નથી વિદ્યાર્થીઓની માંગ મુજબ સ્ટાઇપેન્ડ આપો અન્યથા અમારી આમ આદમી પાર્ટી જ્યારે ગુજરાતમાં સત્તા ઉપર આવશે ત્યારે તે વિદ્યાર્થીઓની જે માંગ છે તે મુજબ આપીશુ. દંતાલી,આણંદ ,નવસારી,જૂનાગઢમાં પશુ ચિકિત્સા અને પશુ મહાવિદ્યાલયના વેટરનરી વિદ્યાર્થીઓએ ઇન્ટરશીપ સટાઈપેન્ડ વધારવા મુદ્દે હડતાલ પર ઉતર્યા છે છેલ્લા કેટલાક  દિવસથી વિદ્યાર્થીઓ…

Read More

ગુજરાતમાં ગોધરા ઘટના બાદ 2002ના બિલ્કીસ બાનો ગેંગ રેપ કેસમાં આજીવન કેદની સજા પામેલા તમામ 11 દોષિતોને સોમવારે ગોધરા સબ જેલમાંથી મુક્ત કરવામાં આવ્યા હતા. ગુજરાતમાં ગોધરાની ઘટના બાદ 2002ના બિલ્કીસ બાનો ગેંગ રેપ કેસમાં આજીવન કેદની સજા પામેલા તમામ 11 દોષિતોને સોમવારે ગોધરા સબ જેલમાંથી મુક્ત કરવામાં આવ્યા હતા. ગુજરાત સરકારે તેમની માફીની નીતિ હેઠળ તેમની મુક્તિને મંજૂરી આપી હતી. એક અધિકારીએ આ જાણકારી આપી. મુંબઈની વિશેષ સીબીઆઈ કોર્ટે 21 જાન્યુઆરી, 2008ના રોજ બિલ્કીસ બાનોના પરિવારના સાત સભ્યો પર સામૂહિક બળાત્કાર અને હત્યાના કેસમાં 11 દોષિતોને આજીવન કેદની સજા ફટકારી હતી. બાદમાં બોમ્બે હાઈકોર્ટે તેમની સજાને યથાવત રાખી હતી.…

Read More

વડોદરા શહેરમાં વાયરલ ઈન્ફેક્શનના કેસો સતત વધી રહયા છે અને સાથે સાથે કોરોના ના કેસો પણ આવી રહયા છે, વડોદરા મહાનગરપાલિકાના ચોપડે નોંધાયેલા આંકડાઓ મુજબ છેલ્લા 36 કલાકમાં નવા 51 કેસ નોંધાયા હતા. કોરોનાના કેસની કુલ સંખ્યા 99,507 પર પહોંચી ગઇ છે. વધુ 68 દર્દીને હોસ્પિટલમાંથી ડિસ્ચાર્જ આપવામાં આવ્યો હતો. અત્યાર સુધીમાં કુલ 98,648 દર્દીને હોસ્પિટલમાંથી ડિસ્ચાર્જ આપવામાં આવ્યો હતો. અત્યાર સુધીમાં કુલ મૃત્યુઆંક 544 પર પહોંચ્યો છે. વડોદરા શહેરમાં એક્ટિવ દર્દીઓની સંખ્યા ઘટીને 351 થઇ છે. હાલમાં હોસ્પિટલોમાં 55 દર્દી દાખલ છે. જે પૈકી 2 દર્દી ઓક્સિજન અને 2 દર્દી વેન્ટિલેટર પર છે. હાલમાં શહેરમાં 204 લોકો ક્વોરન્ટીન છે.…

Read More

રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝના ચેરમેન મુકેશ અંબાણીના પરીવારને જાનથી મારી નાંખવાની ધમકી મળી છે. મીડિયા રિપોર્ટ્સ મુજબ રિલાયન્સ ફાઉન્ડેશન હોસ્પિટલના ડિસ્પ્લે નંબર પર ધમકીભર્યા 8 ફોન આવ્યા છે. ફોન કરનારે તેમના સમગ્ર પરીવારને ત્રણ કલાકમાં ખતમ કરવાની ધમકી આપી છે. આ ઘટના પછી હોસ્પિટલ મેનેજમેન્ટે આ અંગેની ફરીયાદ DB માર્ગ પોલીસ સ્ટેશનમાં કરી છે. ડીબી માર્ગ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતી વખતે રિલાયન્સ ફાઉન્ડેશન હોસ્પિટલના અધિકારીઓએ જણાવ્યું હતું કે આજે મુકેશ અંબાણીને ધમકી આપતા કુલ આઠ કોલ કરવામાં આવ્યા છે. આ વાતની પુષ્ટિ કરતા પોલીસ અધિકારીએ કહ્યું કે અમને હોસ્પિટલ તરફથી ફરિયાદ મળી છે અને અમે તેની તપાસ શરૂ કરી રહ્યા છીએ. અગાઉ…

Read More

અફઘાનિસ્તાનમાં તાલિબાન સરકાર બન્યા બાદ એક વર્ષનો સમય નીકળી ચૂકયો છે, અમેરિકી સૈન્ય અહીથી હઠી ગયા બાદ ભારે તંગીનો સામનો કરી રહેલા અફઘાનમાં 80 ટકા પરિવારના બાળકો ભૂખ્યાંજ સૂઈ જવા મજબૂર બન્યા છે. બાળકોને એક ટાઈમનું ભોજન માંડ મળી રહ્યું છે. અફઘાનનું અર્થતંત્ર ભાંગી પડ્યું છે. છોકરીઓના શિક્ષણ પર તાલિબાન એક વર્ષ પછી પણ કોઈ નિર્ણય કરી શક્યું નથી. પ્રાથમિક ધોરણો સુધી જ છોકરીઓને શિક્ષણ મળી રહ્યું છે. એક વર્ષ દરમિયાન લગભગ 5 લાખ લોકો અફઘાનિસ્તાન માંથી હિજરત કરી ચૂક્યા છે અફઘાનિસ્તાનમાં સંયુક્ત રાષ્ટ્ર મિશનના રિપોર્ટ મુજબ એક વર્ષમાં 2106 લોકોની હત્યા થઈ. તેમાં મોટાભાગની હત્યાઓ કાબુલ અને મજાર-એ-શરીફમાં થઈ.…

Read More

રાજ્યમાં વિધાનસભાની ચુંટણીઓ નજીક આવી રહી છે ત્યારે રાજકીય પક્ષો દ્વારા જનતાને લોભામણી સ્કીમો આપવામાં આવી રહી છે ખાસ કરીને આમ આદમી પાર્ટીએ ભાજપનું ટેંશન વધાર્યું છે અને કેજરીવાલ વારંવાર ગુજરાતમાં આવીને કઈક ને કઈક નવી જાહેરાત કરતા જાય છે ત્યારે બીજી તરફ ગુજરાતની ભૂપેન્દ્ર પટેલ સરકાર એક વર્ષ પૂરું કરવા જઈ રહી છે, તો બીજી બાજુ ભાજપ સંગઠનના પ્રમુખ તરીકે સી.આર.પાટીલે બે વર્ષ પુરા કરી લીધા છે. હવે બંન્નેની વિધાનસભાની ચૂંટણીમાં પરીક્ષા થવા જઈ રહી છે, વિધાનસભા ચૂંટણીમાં ભાજપના કાર્યકરોની સાથે ચૂંટાયેલા ધારાસભ્ય, મંત્રીઓની કામગીરીનું પણ મૂલ્યાંકન થવાનું છે. સાથે સાથે 150થી વધુ બેઠકો મેળવવા માટેનો ટાર્ગેટ પૂરો કરવા…

Read More

રાજ્યમાં કેટલાક વિસ્તારોમાં પડી રહેલા છુટા છવાયા ઝાપટાઓ વચ્ચે ફરી વરસાદી રાઉન્ડ શરૂ થશે. રાજ્યમાં હવામાન વિભાગ દ્વારા માધ્યમથી ભારે વરસાદ પડવાની આગાહી કરવા સાથે આવતીકાલે મંગળવારે આઠ જિલ્લામાં ઓરેન્જ એલર્ટ તેમજ 17મીને બુધવારે સાત જિલ્લામાં યલો એલર્ટ અને દક્ષિણ ગુજરાતના ત્રણ જિલ્લામાં ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. હવામાન વિભાગ દ્વારા આગામી 16મીના રોજ પણ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. છેલ્લા 24 કલાકમાં રાજ્યમાં નોંધાયેલા વરસાદમાં 194 તાલુકાઓમાં વરસાદ થયો છે. જેમાં સૌથી વધુ સુરતના ઉમરપાડામાં 5.55 ઈંચ વરસાદ અને મેઘરજ, મોડાસા, ઈડર, હિંમતનગર, માંગરોળમાં બેથી ત્રણ ઈંચ જેટલો વરસાદ નોંધાયો છે. આજે બનાસકાંઠા, સાબરકાંઠા, અરવલ્લી, મહિસાગર, ગીર…

Read More

ભારતને ગુલામ બનાવી દેનાર બ્રિટિશ કંપની ‘ઈસ્ટ ઈન્ડિયા કંપની’ને ભારતીય ઉદ્યોગપતિએ ખરીદી લઈ વિશ્વને બતાવી દીધું કે સમય જરૂર બદલાય છે માત્ર સમયની રાહ જોવી પડે છે. ભારતમાં બે સદીઓ સુધી આ કંપનીની સરકારનું શાસન રહ્યું હતું અને બ્રિટિશરોએ ખુબજ જુલમ ગુજાર્યો હતો આજ બ્રિટિશ કંપનીને ભારતીય મૂળના સંજીવ મહેતાએ 2010માં $15 મિલિયન એટલે કે 120 કરોડ રૂપિયામાં ખરીદી લઈ વિશ્વને બતાવી દીધું છે કે ભારતીયોની તાકાત શુ છે. ઈસ્ટ ઈન્ડિયા કંપનીએ 17મી સદીની શરૂઆતમાં એટલે કે 1600ની આસપાસ ભારતમાં પગપેસારો કર્યો હતો અને આપણા દેશ પર વર્ષો સુધી એકધારું શાસન કર્યું. 1857 સુધી ભારત આ કંપનીના કબજામાં હતું. ઈસ્ટ…

Read More

રાજયભરમાં સ્વતંત્રતા પર્વની ઉજવણી કરવામાં આવી રહી છે ત્યારે અરવલ્લીના મોડાસા ખાતેની સરકારી ઇજનેરી કોલેજ ગ્રાઉન્ડ નજીક સ્વાતંત્ર પર્વ અંતર્ગત સાંસ્કૃતિક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા હતા અહીં દેશભક્તિની ઉજવણીનો અનોખો માહોલ જોવા મળ્યો હતો. મોડાસામાં સરકારી ઈજનેરી કોલેજ પાસેના ગ્રાઉન્ડમાં યોજાયેલા સાંસ્કૃતિક કાર્યક્રમમાં મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલ રાજ્યપાલ આચાર્ય દેવદત્તજી ,કેન્દ્ર મંત્રી કુબેરભાઈ ડીડોર સાંસદ અને ધારાસભ્યો તેમજ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા. ​​​​​​​આ પ્રસંગે શામળાજી મંદિરની રોશની અને વિકાસ માટે રૂ. પાંચ કરોડ જાહેર કર્યા હતા. મોડાસા નગરપાલિકાના વિસ્તારના વિકાસ માટે અઢી કરોડ અને જિ.પં.માં આવતી પંચાયતોના વિકાસ માટે રૂ. અઢી કરોડનો ચેક કલેકટર…

Read More

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ 2022માં સ્વતંત્રતા દીને 83 મિનિટ સુધી રાષ્ટ્રને સંબોધન કર્યું હતું. જોકે, 2017ના સ્વતંત્રતા દિવસ પર વડાપ્રધાનનું ભાષણ માત્ર 56 મિનિટનું હતું આ તેમનું સૌથી ટૂંકું ભાષણ હતું. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આજે 15મી ઓગસ્ટના રોજ સોમવારે લાલ કિલ્લા પરથી નવમી વખત રાષ્ટ્રને સંબોધન કર્યું. 76માં સ્વતંત્રતા દિવસ પર, વડા પ્રધાને લાલ કિલ્લા પરથી ધ્વજ ફરકાવ્યો અને 83 મિનિટ સુધી રાષ્ટ્રને સંબોધન કર્યું. આ પહેલા 2021ના સ્વતંત્રતા દિવસે વડાપ્રધાને 88 મિનિટ સુધી વાત કરી હતી. 2014માં પહેલીવાર વડાપ્રધાને 65 મિનિટ સુધી દેશને સંબોધન કર્યું હતું. 2015માં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ 86 મિનિટનું ભાષણ આપીને પ્રથમ વડાપ્રધાન જવાહરલાલ નેહરુનો રેકોર્ડ તોડ્યો…

Read More