આગામી વર્ષે માર્ચ-એપ્રિલમાં આયોજિત ધો.10 અને ધો.12ની સામાન્ય પ્રવાહ અને વિજ્ઞાન પ્રવાહની પરીક્ષામાં લાંબા પ્રશ્નો 80 માર્કસના અને હેતુલક્ષી પ્રશ્નો 20 માર્કસના પૂછવામાં આવશે. અત્રે ઉલ્લેખનીય છે કે ગુજરાત માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા ધો.10 અને ધો.12માં લાંબા પ્રશ્નો અને હેતુલક્ષી પ્રશ્નોના જવાબ માટેનો ગુણભાર 80:20નો રેશિયો રાખવામાં આવતો હતો પણ કોરોના ની સ્થિતિ ઉભી થતા કોરોનાના બે વર્ષના સમયમાં 70:30ના રેશિયો મુજબ પરીક્ષા લેવાતી હતી પણ હવે કોરોના ની સ્થિતિ થાળે પડતા હવેથી બોર્ડની પરીક્ષામાં લાંબા પ્રશ્નો 80 માર્કસના અને હેતુલક્ષી પ્રશ્નો 20 માર્કસના પૂછવામાં આવશે. જોકે આ નિર્ણય બાદ કેટલાક તજજ્ઞો દ્વારા સવાલ ઉઠાવવામાં આવ્યા છે અને તેઓના મતે…
કવિ: Halima shaikh
રાજ્ય સરકારે પોલીસ વિભાગ માટે ગ્રેડ પે માટે કરેલી જાહેરાત બાદ આમ આદમી પાર્ટી અને કોંગ્રેસની પ્રતિક્રિયા સામે આવી છે. આમ આદમી પાર્ટીના પ્રદેશ અધ્યક્ષ ગોપાલ ઇટાલીયાએ પોતાની પ્રતિક્રિયા માં જણાવ્યુ કે, સરકારે માત્ર પડીકું આપ્યું છે અને આતો માત્ર ચૂંટણીલક્ષી જાહેરાત થઈ હોય તેવું જણાય છે. પોલીસે પોતાના ગ્રેડ પેની માંગણી કરી હતી. રજા પગારની માંગણી કરી હતી. આતો માત્ર 550 કરોડની આંકડાની જાહેરાત કરવામાં આવી છે. આખા વર્ષનો પગારની વાત કરીને એક ભ્રમ ઉભો કરવામાં આવ્યો છે. હર્ષ સંઘવીનો પોતાનો પગાર 18 લાખ રૂપિયા છે તો પોલીસ કર્મચારીને ઓછામાં ઓછા આઠ લાખ કેમ ન મળવા જોઈએ. જ્યારે…
રાજ્યમાં ચાલુ વર્ષે પડી રહેલા વ્યાપક વરસાદ અને ઉપરવાસના વરસાદી પાણીને લઈ સરદાર સરોવર ડેમની જળ સપાટી 135.11 મીટર પર પહોંચી ગઈ છે અને હવે ઓવરફ્લો થવામાં માત્ર 3 મીટર બાકી બાકી રહેતા ડેમના 23 દરવાજા ખોલવામાં આવતા નર્મદાનદીમાં ઘોડાપુર આવ્યા છે પરિણામે નર્મદા નદીના કાંઠાના ગામોને સાવચેત કરાયા છે. સરદાર સરોવર નર્મદા બંધના ઉપરવાસમાં વરસાદ અને ઇન્દિરા સાગર ડેમમાંથી પાણી છોડવામાં આવતાં નર્મદા ડેમમાં 1 લાખ 04 હજાર ક્યૂસેક પાણીની આવક થઈ રહી છે. જેને પગલે નર્મદા ડેમની જળ સપાટી 135.11 મીટર પર પહોંચી છે. નર્મદા ડેમની મહત્તમ જળ સપાટી 138.68 મીટર છે, જે હવે માત્ર 3 મીટર…
ભરૂચના વાલિયામાં કોંગ્રેસ કાર્યાલયમાં ઊંધો રાષ્ટ્રધ્વજ લગાવવા મામલે ભારે ચર્ચા ઉઠવા પામી હતી સોશિયલ મીડિયામાં ફોટો વાયરલ થતા ભારે દોડધામ મચી હતી. વાલિયા તાલુકા કોંગ્રેસ કાર્યાલય ખાતે કાર્યકરોએ રાષ્ટ્રધ્વજ ઊંધો ફરકાવતા વિવાદ ઉભો થયો હતો. આઝાદીના 75 માં સ્વતંત્ર પર્વની ઠેરઠેર ઉજવણી થઈ રહી છે અને તિરંગા યાત્રા સહિત અનેક વિધ કાર્યક્રમો યોજાઈ રહયા છે ત્યારે કોંગ્રેસ પક્ષના વાલિયા તાલુકા સમિતિના કાર્યકરોએ કાર્યાલય ઉપર ઊંધો રાષ્ટ્રધ્વજ ફરકાવતા વિવાદ ઉભો થવા પામ્યો છે. આ ઊંધા રાષ્ટ્રધ્વજના ફોટા સોશ્યલ મીડિયામાંવાઈરલ થતા દોડધામ મચી હતી. કોંગ્રેસ પક્ષના પ્રદેશના હોદ્દેદારોની ઝઘડીયા વિધાનસભાની મહત્વની બેઠક આ કાર્યાલયમાં રાખવામાં આવી હતી ત્યારેજ આ ઘટના બનતા ભારે…
દેશ આજે 76મો સ્વતંત્રતા દિવસ ઉજવી રહ્યો છે ત્યારે પીએમ મોદીએ લાલ કિલ્લા પરથી નવમીવાર રાષ્ટ્રધ્વજ ફરકાવ્યો હતો. વડાપ્રધાન મોદીએ દેશવાસીઓને સ્વતંત્રતા દિવસની શુભેચ્છા પાઠવી હતી. તેમણે કહ્યું, “આઝાદીના 75 વર્ષ પૂર્ણ થવા પર દેશવાસીઓને ઘણી શુભેચ્છાઓ. અભિનંદન. તેમણે કહ્યું, “આઝાદીના આ અમૃત ઉત્સવ પર વિશ્વભરમાં ફેલાયેલા ભારત પ્રેમીઓને, ભારતીયોને ખૂબ ખૂબ અભિનંદન. સ્વતંત્રતા દિવસ ઉપર દેશભરમાં અનેકવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવી રહ્યું છે અને ત્રિરંગો લહેરાવવામાં આવી રહ્યો છે. આ દરમિયાન પીએમ મોદીએ દેશને તેના 76માં સ્વતંત્રતા દિવસની શુભેચ્છા પાઠવી હતી. આ પછી તેઓ રાજઘાટ પહોંચ્યા અને બાપુને શ્રદ્ધાંજલિ આપી. ત્યાર બાદ લાલ કિલ્લાની કિલ્લા પરથી ત્રિરંગો ફરકાવ્યો હતો.…
વડોદરામાં બીલ રોડ પર સગુણ પાર્ટી પ્લોટ સામે આવેલા અશોક વાટિકા બંગ્લોઝમાં રહેતાં ગાંધીનગર આઈજીના રીડર પીએસાઈના બંધ બંગલામાં ચોરીનો બનાવ બન્યો છે અને ચાર તસ્કરો રૂા. 5. 30 લાખની મતા લઇ ફરાર થઇ જતા માંજલપુર પોલીસે તપાસ હાથ ધરી છે. વિગતો મુજબ રાજેશકુમાર બ્રહ્મભટ્ટ હાલમાં રેન્જ આઈજી ગાંધીનગરના રીડર પીએસઆઈ તરીકે ફરજ બજાવતા હોય તેઓ હાલ પોલીસ હેડ કવાટર્સ ગાંધીનગર ખાતે રહે છે અને વડોદરા ખાતે બીલ રોડ પર અશોક વાટિકા બંગલોઝ માં પોતાનો બંગલો ધરાવે છે. દરમિયાન ગત તા.7મી ઓગસ્ટના રોજ પીએસઆઈના પત્ની પારૂલબેન વડોદરાથી ગાંધીનગર ખાતે ગયા હતા. ત્યારે 12મી ઓગસ્ટના રોજ પીએસઆઈ રાજેશ બ્રહ્મભટ્ટે વડોદરાના ઘરની…
રાજ્યના પોલીસ પરિવારો માટે ખુશીના સમાચાર આવી શકે છે અને ગ્રેડ-પે અંગે કોઈ મોટી જાહેરાત થવાની શકયતા જણાઈ રહી છે, સુરતમાં પોલીસના એક કાર્યક્રમમાં ગૃહ રાજ્યમંત્રી હાજર રહેવાના છે અને તે સમયે દરેક પોલીસ જવાનોને પરિવાર સાથે હાજર રહેવા જણાવાયુ હોવાની માહિતી છે. ગુજરાતમાં છેલ્લા ઘણા સમયથી ગ્રેડ-પેનો મામલો ભારે ચર્ચામાં રહ્યો છે અને આ મુદ્દો પોલીસ વિભાગ પૂરતો સિમિત ન રહેતા રાજકીય પણ થઈ જતા હવે વર્તમાન સરકાર ગ્રેડ-પેની જાહેરાત ઝડપથી કરે તેવી શકયતા છે. ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી સુરતની મુલાકાતે છે અને પોલીસ કમિશનર કચેરી ખાતે સાંજે એક કાર્યક્રમમાં ઉપસ્થિત રહેનાર હોય આ કાર્યક્રમ દરમિયાન પોલીસ ગ્રેડ-પેને લઈને…
રાજ્યની કોલેજ માં ચૂંટણીઓ દરમિયાન રાજકારણ ઘૂસી જતા અનેક જગ્યાએ ઘર્ષણ થાય છે અને મોટાભાગે ચૂંટણી દરમ્યાન અભ્યાસ ના બદલે મારામારીના અડ્ડા બની જાય છે. વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીની સેનેટની ચૂંટણીના મતદાન દરમિયાન સુરતની ધારુકાવાલા કોલેજમાં ABVP અને AAPની વિદ્યાર્થીઓના જૂથ વચ્ચે છુટ્ટાહાથની મારામારી થઈ હતી. યુનિવર્સિટીની સેનેટની ચૂંટણીમાં ધારૂકાવાળા કોલેજ ખાતે બોગસ મતદાન થયું હોવાની શંકા જતા આમ આદમી પાર્ટીના સમર્થક મતદારો અન્ય સમર્થકો પણ કોલેજમાં જતા મારામારી થઈ હતી. ભાજપની વિદ્યાર્થી પાંખ ABVP અને આમ આદમી પાર્ટીની વિદ્યાર્થી પાંખ CYSS(છાત્ર યુવા સંઘર્ષ સમિતિ) વચ્ચે છુટ્ટાહાથની મારામારી થતા પોલીસ દોડી આવી હતી અને મારામારી કરી રહેલા તત્વોને છુટા…
રાજ્યના કડીમાં માજી નાયબ મુખ્યપ્રધાન નિતીન પટેલને ગાયે અડફેટે લીધા બાદ આજે પોરબંદરમાં નિકળેલી હર ઘર તિરંગા યાત્રા દરમ્યાન રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના કોન્વે અને રેલી દરમિયાન વચ્ચે બે આખલાઓ ઘુસી જતા અફરા તફરી મચી ગઇ હતી. જોકે, આ વખતે ચૂસ્ત વ્યવસ્થા હોય મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના કોન્વે અને રેલીમાં આ આખલાઓ તેઓને અડફેટે લે પહેલા દૂર કરાયા હતા. મુખ્યમંત્રી જ્યારે તિરંગા યાત્રા પૂર્ણ કરી પોતાના કોન્વે સાથે જઇ રહ્યા હતા. તે સમયે યુગાન્ડા રોડ પર આ ઘટના બની હતી. મુખ્યમંત્રીના કાર્યક્રમના રૂટ પર રખડતા પશુઓને દુર કરવા માટે પોરબંદર નગરપાલિકા દ્વારા શેરી-વિસ્તારોમાં ખાસ માણસો મુકવામાં આવ્યા હતા, જેથી કરીને રખડતા…
ભરૂચ જિલ્લાની વાગરા વિધાનસભા બેઠક ઉપર હાલ કોંગ્રેસ-ભાજપ બાદ હવે આમ આદમી પાર્ટીની અંદર ખાને એન્ટ્રી થઈ ચૂકી છે આમ આદમી પાર્ટી અહીં યુવા અને પ્રામાણિક છાપ ધરાવતા ઉમેદવારને ઉભો રાખે તેવી વાતોએ રાજકીય વાતાવરણમાં ગરમાટો લાવી દીધો છે ત્યારે વાગરા બેઠક અંગે અગાઉનો અત્યારસુધીનો ઘટનાક્રમ શુ રહ્યો છે તે પણ જાણવું જરૂરી છે. વાગરા બેઠક ઉપર અત્યાર સુધી 13 ચૂંટણીઓ યોજાઈ ચુકી છે જેમાં કોંગ્રેસને 10 વખત અને ભાજપની 3 વાર જીત થઈ છે. વાગરા વિધાનસભા બેઠકની સૌ પ્રથમ ચૂંટણી 1962માં થઈ હતી. જેમાં કોંગ્રેસના ઉમેદવાર માનસિંહજીની જીત થઈ હતી. આમ, શરૂઆતથી કોંગ્રેસનું વાગરા બેઠક ઉપર વર્ચસ્વ રહ્યું હતું.…