ભરૂચ નજીક આવેલા નિકોરા ફાર્મ હાઉસમાં ભાજપના ચાર આગેવાનોએ સંગઠનના નામે બે મહિલાઓ ને ફાર્મ હાઉસમાં લઇ જઈ દારૂ પીને મરઘી ની મિજબાની માણ્યા બાદ મહિલા ઉપર બળાત્કાર કર્યો હોવાના વહેતા થયેલા લેટર બોમ્બને લઈ ભારે હોબાળો મચી ગયો છે. પીડિત મહિલા ઈજ્જત જવાની બીકે ફરિયાદ કરવાનું ટાળ્યું હોવાનો પત્રમાં ઉલ્લેખ કરાયો છે પરંતુ જો લેટરમાં જે નેતાઓના નામો જણાવવામાં આવ્યા છે તેઓના મોબાઇલ ટ્રેસ કરવામાં આવેતો આગળ તપાસ થઈ શકે અને પીડિત મહિલાના નિવેદન અને મેડીકલ ચેક થાયતો આ નેતાઓની અસલિયત બહાર આવી શકે તેમ હોવાનું કહેવાય છે. આ વિસ્તારમાં નિકોરા વાસીઓમાં પણ આ વાત ભારે ચર્ચાનો વિષય બની…
કવિ: Halima shaikh
ભાજપ દ્વારા હાલ ઠેરઠેર તિરંગા રેલી નિકળી રહી છે ત્યારે મહેસાણાના કડીમાં નીકળેલી ભાજપની તિરંગા રેલી દરમિયાન ગુજરાતના પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલને ગાય માતાએ અડફેટમાં લેતા તેઓ ગબડી પડ્યા હતા અને નિતીન કાકા ને ઇજાઓ પહોંચતા સારવાર માટે તાત્કાલિક હોસ્પિટલમાં લઈ જવા પડ્યા હતા. કડીમાં નીકળેલી તિરંગા યાત્રામાં ભાજપના નીતિન પટેલ સહિતના નેતાઓ હાજર હતા તે દરમિયાન કરણપુર શાકમાર્કેટ પાસે અચાનક એક ગાય રોડ પર દોડી આવી હતી અને નીતિન પટેલને અડફેટે લીધા હતા પરિણામે તેઓને ઢીંચણના ભાગે ઈજાઓ પહોંચી હતી. ઈજાગ્રસ્ત નીતિન પટેલને સારવાર અર્થે કડીની ભાગ્યોદય હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. આ ઘટના ને પગલે ભારે દોડધામ મચી…
દેશમાં કરોડો અબજોના ખર્ચે વિકાસના કામો પ્રગતિમાં છે પણ કામમાં મોટાપાયે કૌભાંડ પણ થઈ રહ્યાનું સપાટી ઉપર આવી રહ્યું છે તેના તાજા ઉદાહરણમાં મધ્યપ્રદેશના ધાર જીલ્લાના ભરૂડપુરા અને કોઠીડા વચ્ચે કરમ નદી પર રૂ.304 કરોડના ખર્ચે બંધાઈ રહેલા ડેમમાં લીકેજ થયું હોવાના ચોંકાવનારા અહેવાલ છે અહીં પાણીનો પ્રવાહ અચાનક વધી ગયો છે. શુક્રવારે ડેમની એક બાજુની માટી ધોવાઈ ગઈ હતી. જેના કારણે ડેમની દિવાલનો મોટો ભાગ તૂટી પડ્યો છે. સ્થિતિની ગંભીરતા જોતા વહીવટીતંત્ર એલર્ટ થઈ ગયુ છે અને ડેમની આસપાસના 18 ગામોને ખાલી કરાવી દીધા છે,આ ગામોમાં ધાર જિલ્લાના 12 ગામો અને ખરગોનના 6 ગામોના લગભગ 40 હજાર લોકો પ્રભાવિત…
આઝાદી કા અમૃત મહોત્સવ અંતર્ગત પાવાગઢ ખાતે માં કાલિકા માતાજીના મંદિરમાં પ્રથમવાર આરતી બાદ રાષ્ટ્રગીત ગાવામાં આવ્યું છે. માતાજીના દર્શન કરવા આવેલા ભક્તોએ રાષ્ટ્રગીત ગાયું હતું. માતાજીની આરતી પૂર્ણ થયા બાદ ભક્તોએ રાષ્ટ્રધ્વજ સાથે રાષ્ટ્રગીત ગાતા પાવાગઢ નિજ મંદિરમાં દેશભક્તિનો માહોલ જોવા મળ્યો હતો. આ સિવાય પ્રાચીન ધરોહર સમા મોઢેરા સૂર્યમંદિર ખાતે પણ 15મી ઑગષ્ટના રોજ આ વખતે પ્રથમવાર ધ્વજવંદન કાર્યક્રમ યોજાશે. આર્કિઓલોજિકલ સર્વે ઓફ ઇન્ડિયા દ્વારા કરાયેલા આ આયોજન દરમિયાન પદ્મશ્રી માલજીભાઈ દેસાઈના હસ્તે ધ્વજવંદન કરવામાં આવનાર છે. મહત્વનું છે કે અત્યાર સુધી સૂર્યમંદિર ખાતે વિશ્વ યોગ દિવસ તથા સાંસ્કૃતિક કાર્યક્રમો યોજાય છે પરંતુ આ પહેલીવાર હશે જ્યારે અહીં…
આકાશમાં તા.14 ઓગસ્ટે અનોખી ઘટના જોવા મળશે આ દિવસે શનિ ગ્રહ પૃથ્વીની સૌથી નજીક હશે. જ્યારે આકાશ સ્વચ્છ હશે, ત્યારે શનિ ટેલિસ્કોપ વગર પણ જોઈ શકાશે જે આખી રાત દેખાશે. આ સમય દરમિયાન તે પૃથ્વીની એટલી નજીક હશે કે તેના સુંદર વલયોને સામાન્ય ટેલિસ્કોપથી પણ જોઈ શકાશે. શનિ અને પૃથ્વી 14 ઓગસ્ટે સૂર્યની આસપાસ તેમની ભ્રમણકક્ષામાં ફરતા એકબીજાની સૌથી નજીક આવશે. પૃથ્વીથી શનિનું અંતર દરરોજ બદલાય છે, કારણ કે બે ગ્રહો સૂર્યની અલગ ભ્રમણકક્ષામાં પરિભ્રમણ કરે છે. આ સમય દરમિયાન, જ્યારે આ બંને ગ્રહો સૂર્યની એક જ બાજુની ભ્રમણકક્ષામાં એકબીજાની સૌથી નજીક હોય છે, ત્યારે તેમની વચ્ચેનું અંતર લગભગ એક…
દેશ વિદેશમાં જાણીતી વડોદરાની એમ.એસ.યુનિવર્સિટીમાં વિદેશી સ્ટુડન્ટ ભણવા આવી રહ્યા છે, હાલમાં એમએસ યુનિમાં આર્ટ્સ, કોમર્સ, ફાર્મસી, સોશિય વર્ક, ફાઇન આર્ટસ, જર્નલીઝમ, સંસ્કૃત મહાવિદ્યાલય સહિતની વિવિધ ફેકલ્ટીમાં વિદેશી વિદ્યાર્થીઓએ એડમિશન લીધા છે. જેમા અત્યાર સુધીમાં 173 વિદેશી વિદ્યાર્થીઓએ એડિશન લીધું છે અને હજું આ પ્રવેશ પ્રક્રિયા ચાલુ રહેવા પામી છે. વડોદરાની એમ.એસ.યુનિવર્સિટીનું નામ ટોચની યુનિવર્સિટીમાં સામેલ છે અને તેમાં દેશના વિવિધ રાજ્યોમાંથી મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ અભ્યાસ અર્થે આવે છે અને વિદેશમાંથી મોટાભાગે મોરેશિયસ, જર્મની, ઘાના, સાઉથ આફ્રિકા, અફઘાનિસ્તાન, બાંગ્લાદેશ, કેન્યા, ફિજી, શ્રીલંકા, મોરોક્કો, નેપાળ સહિતના દેશોમાંથી વિદ્યાર્થીઓ અભ્યાસ માટે વડોદરા આવે છે. ગુજરાતના વડોદરામાં આવેલ MS University ની શુરૂઆત વર્ષ…
ઉત્તર પ્રદેશની તમામ સરકારી માધ્યમિક શાળાઓને વાઈફાઈ સુવિધાથી સજ્જ કર્યા બાદ અહીં સ્માર્ટ ક્લાસ શરૂ કરવાની તૈયારીઓ પણ કરવામાં આવી રહી છે. મુખ્યમંત્રી યોગી આદિત્યનાથની સૂચના મુજબ 2500 શાળાઓમાં સ્માર્ટ ક્લાસની સ્થાપના કરવામાં આવી રહી છે. પ્રથમ તબક્કામાં 1060 શાળાઓમાં સ્માર્ટ વર્ગો શરૂ કરવામાં આવશે. આ માટે છ મહિનાનો સમય આપવામાં આવ્યો છે. આ માટે સરકારે ઝડપથી કામ કરવા સૂચના આપી છે. આમાં કોઈપણ વિલંબ ચલાવી લેવામાં આવશે નહીં. અપટ્રોન પાવર ટ્રોનિક્સને સ્માર્ટ ક્લાસ તૈયાર કરવાની જવાબદારી સોંપવામાં આવી છે. કંપની દ્વારા ટેન્ડર પ્રક્રિયા કરવામાં આવી રહી છે. અધિકારીઓના જણાવ્યા અનુસાર રાજ્યમાં પ્રથમ તબક્કામાં 1060 શાળાઓની પસંદગી કરવામાં આવી છે.…
દેશમાં બેરોજગારી ફાટી નીકળી છે અને ભણી ગણીને પણ નોકરી મળતી નથી જેમાં જો યુવાન હોયતો નોકરી માટે લાંચ આપવી પડે અને જો છોકરી હોયતો તેણે નોકરીના બદલામાં પોતાનું સોંપવા મજબુર થવું પડી રહ્યું હોવાનું કર્ણાટક રાજ્ય કોંગ્રેસ સમિતિના પ્રવક્તા અને ધારાસભ્ય પ્રિયંક ખડગેએ નિવેદન આપ્યું છે. ધારાસભ્ય પ્રિયંક ખડગેએ પોતાના નિવેદનમાં ભાજપની આગેવાની હેઠળની રાજ્ય સરકાર પર ગંભીર આરોપ લગાવ્યા છે. તેઓનું કહેવુ છે કે રાજ્યમાં સરકારી નોકરી મેળવવા માટે પુરુષોએ લાંચ આપવી પડે છે જ્યારે યુવતીઓએ કોઈની સાથે સૂવું પડે છે,મતલબકે નોકરી માટે યુવતિઓએ પોતાનું શરીર સોંપવું પડે છે તોજ નોકરી મળે છે. વાસ્તવમાં, કોંગ્રેસના પ્રદેશ પ્રવક્તા અને…
અંગ્રેજી ભાષાના પ્રખ્યાત લેખક સલમાન રશ્દી ઉપર અમેરિકાના ન્યૂયોર્ક શહેરમાં એક કાર્યક્રમ દરમિયાન હુમલો કરવામાં આવ્યો હતો. એક ઈવેન્ટ દરમિયાન તેના પર છરી વડે હુમલો કરવામાં આવ્યો હતો. આ દરમિયાન રશ્દીની ગરદનમાંથી ઘણું લોહી નીકળ્યું હતું. રશ્દી વેસ્ટર્ન ન્યૂયોર્કમાં એક કાર્યક્રમમાં લેક્ચર આપવાના હતા ત્યારે તેમના પર હુમલો થયો હતો. હોસ્પિટલમાં રશ્દીની સર્જરી કરવામાં આવી છે અને તેમને વેન્ટિલેટર પર રાખવામાં આવ્યા છે. હુમલાખોરની ઓળખ ન્યુ જર્સીના 24 વર્ષીય હાદી માતર તરીકે થઈ છે. ન્યૂયોર્ક સ્ટેટ પોલીસે જણાવ્યું કે ઘટનાસ્થળેથી એક બેગ અને કેટલાક ઈલેક્ટ્રોનિક ઉપકરણો મળી આવ્યા છે. અમે તપાસના પ્રારંભિક તબક્કામાં છીએ. એફબીઆઈના સભ્યો અમને તપાસમાં મદદ કરી…
યુરોપિયન દેશ મોન્ટેનેગ્રોના સેટિન્જે શહેરમાં બનેલી અંધાધૂંધ ફાયરીંગની ઘટનામાં બે બાળકો સહિત 10 લોકોના મોત થઇ ગયા હતા. રાજધાની પોડગોરિકાથી 36 કિમી દૂર સેટિન્જેમાં થયેલા બનેલી આ ફાયરિંગની ઘટનામાં પોલીસે 34 વર્ષના હુમલાખોરને ઠાર માર્યો હતો. હુમલાખોરે પહેલાં 2 બાળકો અને તેમની માતાને ગોળી મારી હતી. ત્રણેય તેના મકાનમાં ભાડે રહેતા હતા. બાળકો 8 અને 11 વર્ષના હતા. ત્યારબાદ તેણે ઘરની બહાર અંધાધૂંધ ફાયરિંગ શરૂ કરી દીધું. આ દરમિયાન 7 લોકોને ગોળી વાગી હતી અને તેમના મોત થયા હતા. આ હુમલો પારિવારિક વિવાદને કારણે થયો છે. કૌટુંબિક વિવાદ શું હતો, શા માટે વ્યક્તિએ આ રીતે ગોળીબાર કર્યો તે અંગે પોલીસે…