નર્મદા નદીના ઉપરવાસમાં પડી રહેલા ભારે વરસાદને કારણે સરદાર સરોવર ડેમમાંથી 55 હજાર ક્યુસેક પાણી છોડવાની ફરજ પડી છે પરિણામે નર્મદા નદીમાં ઘોડાપૂર આવ્યા છે સાથેજ હજુપણ સરદાર સરોવરમાંથી 1.45 લાખ ક્યુસેક પાણી છોડવાની શક્યતાને પગલે કાંઠા વિસ્તારમાં આવેલા વડોદરા જિલ્લાના ડભોઇ, શિનોર અને કરજણ તાલુકાના ગામોને એલર્ટ કરી દેવામાં આવ્યા છે. સરદાર સરોવર હાલ 80 ટકા પાણીથી ભરાયો છે અને હાલમાં ડેમમાં પાણીની સપાટી વધીને 133.77 મીટર ઉપર પહોંચી છે, બંધની પૂર્ણ સપાટી 138.68 મીટર છે જ્યારે બંધ 100 ટકા ભરાઈ જાય છે તેવે સમયે પાણીની સપાટીનું લેવલ જાળવવા હાલ પાણી છોડવામાં આવી રહ્યું છે. પાણીની આવક 1.96 લાખથ…
કવિ: Halima shaikh
રાજ્યમાં વિધાન સભાની ચૂંટણીઓ નજીક આવી રહી છે ત્યારે સૌરાષ્ટ્રના 22 સહિત 88 મામલતદારોની સામુહિક બદલીઓનો ગંજીપો ચિપાયો છે, સાથેજ 51 નાયબ મામલતદારોને બઢતી સાથે બદલીના હુકમ કરવામાં આવ્યા હોવાનું જાણવા મળ્યું છે. રાજ્ય સરકાર દ્વારા ચૂંટણીઓ અગાઉ વહીવટી તંત્રમાં મોટા ફેરફાર કરવામાં આવ્યા છે અને પોલીસ અને મહેસુલી અધિકારીઓની બદલીઓ બાદ હવે કલાસ-2 ઓફીસરોની બઢતી અને બદલીના હુકમો કરવામાં આવ્યા છે. આ પૈકી સૌરાષ્ટ્રની વાત કરવામાં આવે તો ચુડાના મામલતદાર જીતેન્દ્રકુમાર દેસાઈને અમદાવાદ, ભાવનગરના પ્રદિપસિંહ ગોહીલને સાવરકુંડલા, મુળીના કે.એસ.પટેલના પાલીતાણા, જામનગર સીટીના જે.ડી.જાડેજાને તળાજા, ધંધુકાના એન.આઈ.બ્રહ્મભટ્ટને બોટાદ, ભાણવડના બી.એમ.રૂદાણીને કલ્યાણપુર, માળીયા હાટીના પી.એ.ગોહીલને ભાણવડ, તળાજાના વિજય ડાભીને ગાંધીનગર, જામનગરના…
વડોદરામાં સ્થાનીક ધારાસભ્યો કે સાંસદની ગેરહાજરી વચ્ચે રાજ્ય કક્ષાના વન મહોત્સવની ઉજવણી કરવામાં આવી હતી રાજ્ય મંત્રી પ્રદીપભાઈ પરમારની હાજરીમાં ઉજવાયેલા વન મહોત્સવ ઉપર વરસાદે પાણી ફેરવ્યુ હતું એક તરફ પર્યાવરણ જાગૃતિ અંગે મોટી મોટી સરકાર વાતો કરી રહી છે પણ તે માટે નેતાઓ પાસે ટાઈમ જ નથી. વડોદરા શહેર માં ૭૩મો વનમહોસ્તવ ઉજવાયો પરંતુ આ પ્રસંગે સ્થાનિક ધારાસભ્ય અને સાંસદ ની ગેરહાજરી ઉડીને આંખે વળગતી હતી જાણે કે ચૂંટણીઓ અગાઉ જ નેતાઓ થાકી ગયા છે. જ્યારે અંગે મંત્રી પ્રદીપભાઈ પરમારને સવાલ કરતા તેઓના મોઢા ઉપર સ્મિત ફરી વળ્યુ હતું જોકે,તેઓએ અંગે ખુલાસો કરવાનું ટાળ્યું હતું. વડોદરા સામાજીક વનીકરણ વિભાગ…
આમ આદમી પાર્ટી અને ભાજપે ગુજરાતમાં મતદારોને રીઝવવા પ્રયાસો ચાલુ કરતા હવે કોંગ્રેસ પ્રદેશ પ્રમુખ જગદીશ ઠાકોર મેદાનમાં આવી ગયા છે અને તેઓએ દાવો કર્યો કે 2022માં ગુજરાતમાં કોંગ્રેસ જીતશે. ગુજરાતમાં મતદારોને રીઝવવા જગદીશ ઠાકોરે મોટી જાહેરાતો પણ કરી દીધી છે તેઓએ ગુજરાતના ખેડૂતો માટે મોટી જાહેરાત કરી છે. જગદીશ ઠાકોરે જણાવ્યુ કે કોંગ્રેસ સત્તામાં આવશે તો રૂ. 3 લાખ સુધી ખેડૂતોનો દેવો માફ કરશે ખેડૂતોના પાકના પોષણક્ષમ ભાવ આપીશું તેમજ ખેડૂતોને 10 કલાક વિનામુલ્યે વીજળી આપવામાં આવશે. ગુજરાતમાં જમીન માપણીના નામે જે જમીન કૌભાંડ થયા છે એની માપણી રદ કરીને સાચી માપણી કરવાનું બાંયધરી આપીગુજરાતના દરેક તાલુકાઓમાં ખેડૂત સહાય…
મોંઘવારી મુદ્દે કોંગ્રેસનું દેશભરમાં પ્રદર્શન ચાલી રહ્યું છે ત્યારે રાહુલ ગાંધી સહિત કોંગ્રેસના અનેક સાંસદોની અટકાયત કરવામાં આવી છે અને તેઓને સંસદથી રાષ્ટ્રપતિ ભવન સુધી માર્ચ કરતા અટકાવવામાં આવ્યા હતા. આ મામલે રાહુલ ગાંધીએ પોલીસ પર મોટો આરોપ લગાવ્યો છે. રાહુલ ગાંધીએ કહ્યું, અમે રાષ્ટ્રપતિ ભવન તરફ કૂચ કરી રહ્યા હતા, પરંતુ પોલીસે અમને રોક્યા. કેટલાય સાંસદોની અટકાયત કરવામાં આવી છે. તેઓને ખરાબ રીતે ખેંચવામાં આવ્યા અને માર મારવામાં આવ્યો હતો. કોંગ્રેસના સાંસદ રાહુલ ગાંધીની અટકાયત કરવામાં આવી છે. આ સાથે જ રાષ્ટ્રપતિ ભવન તરફ આગળ વધી રહેલા કોંગ્રેસના સાંસદોને પોલીસે અટકાવી દીધા છે. મોંઘવારી અને બેરોજગારી સામે કોંગ્રેસની માર્ચ,…
રાજ્યમાં જનતા કરોડોમાં ટેક્સ આપી રહી હોવાછતાં સુવિધાઓ મળતી નથી અને ઠેરઠેર તૂટેલા રોડને કારણે પબ્લિકના હાડકા તૂટવા સહિત વાહનોમાં ખર્ચો વધ્યો છે. રાજ્યમાં ખાલી એકલા રાજકોટની વાત કરવામાં આવે તો અહીં વાહનચાલકો મહાનગરપાલિકાને ટેક્સ પેટે રૂ. 18 કરોડ ચૂકવે છે. આમ છતાં રોડ- રસ્તાની સારી સુવિધા મળતી નથી અને તેમાંય ચોમાસાના ચાર મહિનામાં તૂટેલા રોડ રસ્તાને કારણે હાડકાં, કમર, ડોકના દુખાવાના કેસમાં 25 ટકા વધારો થતો હોવાનું હોસ્પિટલના કેસો ઉપરથી નોધાયું છે. જયારે વાહનોમાં પણ જમ્પર, બ્રેક, ટાયર, કલ્ચને સૌથી વધુ નુકસાન થઈ રહ્યું છે જે વિવિધ ગેરેજમાં રિપેરમાં આવતી અનેક કારમાં 5થી 50 હજારનો ખર્ચ આવ્યો હોવાનું જણાયું…
કોંગ્રેસના નેતા રાહુલ ગાંધીએ પ્રેસ કોંફરન્સ દરમ્યાન કહ્યું, કે “લોકશાહીની હત્યા વિશે તમને કેવું લાગે છે? જે લોકતંત્ર અમારી સરકારમાં 70 વર્ષમાં બંધાયું હતું તે માત્ર આઠ વર્ષમાંજ ખતમ થઇ ગયું છે, તેમણે કહ્યું કે આજે દેશમાં લોકશાહી નથી. કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ કહ્યું કે, આજે દેશમાં માત્ર ચાર લોકોની તાનાશાહી ચાલે છે. અમે મોંઘવારી, બેરોજગારી જેવા મુદ્દાઓ પર ચર્ચા કરવા માંગીએ છીએ, પરંતુ એવું કરવા જાઈએતો જેલમાં ધકેલી દેવામાં આવે છે. અમને સંસદમાં ચર્ચા કરવા દેવામાં આવી રહી નથી કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ કહ્યું કે અમે સંસદમાં મોંઘવારી, બેરોજગારી અને વિભાજિત સમાજનો મુદ્દો ઉઠાવવા માંગીએ છીએ પરંતુ અમને બોલવા…
ગુજરાતમાં બોટાદ લઠ્ઠાકાંડ સર્જાયા બાદ હોબાળો થતા શરૂ થયેલી તપાસમાં રોજના કરોડો રૂપિયાના દારૂના ધંધાની વાતો અને કરોડોના હપ્તાની ચોંકાવનારી વાતો સામે આવી છે માત્ર ત્રણ મોટા બુટલેગરની તપાસ દરમિયાન જ કરોડોના વહીવટ અને કેટલાક ભ્રષ્ટ પોલીસ અધિકારીઓ સામે આંગળીઓ ઉઠી છે,પણ આ બધુ ચાલી રહ્યું છે તે વાત ખુલ્લી પડી ચુકી છે અને વાત ભુલાઈ પણ જશે અને ફરી એજ રફતાર સાથે બધું ચાલવા માંડશે તેમાં કોઈ શક નથી કારણ કે ગુજરાતમાં દારૂબંધી 1960થી હોવા છતાં સૌથી વધુ દાણચોરીનો ધંધો દારૂનો છે તેમાં અબજો રૂપિયાનો ધંધો હોય છે. આપને જણાવી દઈએ કે સ્થાનિક પોલીસ દારૂના ધંધા સાથે બુટલેગર સાથે…
ગુજરાતના રાજકારણમાં એક એવું નામ કે જે અગ્રીમ નેતાઓમાં મોખરે ગણાતા શંકરસિંહ વાઘેલાનું પણ એક નામ છે, શંકરસિંહ વાઘેલાનું ભાજપ અને કોંગ્રેસ બન્ને પક્ષમાં મહત્વનું યોગદાન છે પણ શા માટે આજે બંને પક્ષમાં નથી તે વાત આજે કરવા જઈ રહયા છે. આજના ન્યુ જનરેશનને કદાચ ખબર ન હોય તેવી આ વાત દરેકે સમજવા જેવી છે, શંકરસિંહ વાઘેલા આરએસએસ, બાદમાં જનસંઘ અને ત્યારબાદ ભાજપમાં જોડાયા. આમતો કહી શકાય કે 1970થી તેઓ રાજકારણમાં સક્રિય થયા અને આરએસએસથી લઈ ભાજપ સુધીની 27 વર્ષની સફર રહી. સતત ભાજપમાં 27 વર્ષ રહ્યા બાદ 1997 માં જેતે વખતે કેશુભાઈ પટેલ સાથેના મતભેદ ઉભા થતા પોતાના સમર્થકો…
ગુજરાતમાં આગામી વિધાનસભાની ચૂંટણી નજીકમાં છે ત્યારે ગુજરાતમાં મુખ્યત્વે આપ અને ભાજપ વચ્ચે અત્યારથીજ જંગ છેડાઈ ગયો છે અને અરવિંદ કેજરીવાલ જાતેજ ગુજરાતમાં ઉપરા ઉપરી મુલાકાતો કરી રહયા છે અને આમ આદમી પાર્ટીના 10 ઉમેદવારોના નામ પણ જાહેર કરી દેવાયા છે, ત્યારે દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે આજે ગુજરાત ભાજપ માટે ટ્વીટ કર્યું કે, આપ ગુજરાતમાં તેજીથી આગળ વધી રહી છે અને ભાજપ વિસામણમાં છે ત્યારે શું ખરેખર આગામી વિધાનસભા ચૂંટણીમાં ભાજપ ગુજરાતમાં અમિત શાહજીને મુખ્યમંત્રીનો ચહેરો બનાવવા જઈ રહ્યો છે? ભૂપેન્દ્રભાઈ પટેલના કામથી ભાજપ પણ નારાજ છે? કેજરીવાલના આ પ્રકારના નિવેદનથી ભાજપમાં ભારે ચર્ચા ઉઠવા પામી છે.અત્રે ઉલ્લેખનીય છેકે ગુજરાતમાં…