વડોદરા શહેરમાં ગાયકવાડ શાસન સમયથી નાગરવાડા-હકીમ સાહેબના વાડા વિસ્તારમાં આરૂઢ કરાતા તાજિયા તળાવમાં નહીં પરંતુ શહેરના પૌરાણિક બહુચરાજી મંદિર ખાતે પૂજારી દ્વારા ઠંડા કરાયા પછી દફન કરવાની અનોખી પરંપરા ચાલી રહી છે. જે અંતર્ગત આજે સવારે હકીમ સાહેબના વાડા વિસ્તારના તાજિયા બહુચરાજી મંદિર ખાતે આવી પહોંચ્યા બાદ મંદિરના પૂજારી અમરીશકુમારે તાજિયાનું શ્રીફળ વધેરી સ્વાગત કરવા ઉપરાંત તાજિયા ઠંડા કરવાની પરંપરા નિભાવી હતી. કોમી-એક્તાના પ્રતીકરૂપ આ પરંપરાએ હિન્દુ-મુસ્લિમ સમુદાયને સદભાવનાનો સંદેશો આપ્યો હતો. કોમી એકતા : બહુચરાજી મંદિરે તાજિયા ઠંડા કરાય છે વડોદરા શહેરમાં નાગરવાડા વિસ્તારમાં આવેલા હકીમ સાહેબના વાડામાં ગાયકવાડ શાસન સમયથી મહોરમ નિમિત્તે કલાત્મક તાજિયા આરૂઢ કરવામાં આવે છે.…
કવિ: Halima shaikh
છેલ્લા ઘણાજ સમય થી ટ્યુશન ક્લાસમાં ભણવા જતી દીકરીઓની ઈજ્જત લૂંટાઈ રહી હોવાના અનેક કિસ્સા બની રહ્યા છે ત્યારે વડોદરા શહેરમાં નિઝામપુરા વિસ્તારમાં આવેલા અર્પણ કોમ્પ્લેક્સમાં ચાલતા એક ખાનગી ટ્યુશન ક્લાસમાં શિક્ષકે બદઇરાદો પાર પાડવા એક 15 વર્ષની વિદ્યાર્થિનીને પરાણે વોડકા (દારૂ) પીવડાવ્યો પણ વિદ્યાર્થિનીની તબિયત બગડતી જોઈ શિક્ષક ગભરાયો હતો અને અર્ધબેભાન અવસ્થામાં લથડીયા ખાઈ રહેલી વિદ્યાર્થીનીને ઘરે મૂકી આવતા દીકરીની હાલત જોઇ માતા ચોંકી ઉઠી હતી અને આ મામલે ફતેગંજ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા પોલીસે નિઝામપુરા અર્પણ કોમ્પ્લેક્સમાં ખાનગી ટ્યુશન ક્લાસના પ્રશાંત નામના શિક્ષકની અટકાયત કરી છે. આ શિક્ષકે ટ્યુશન ક્લાસમાં અભ્યાસ કરતી 15 વર્ષીય વિદ્યાર્થિનીને ટ્યુશન ક્લાસ…
મહેમદાવાદ રેલ્વે પોલીસના બે કર્મચારીઓ ઉપર કરેલ હુમલાના આરોપીઓને ગણતરીના કલાકોમાં શોધી કાઢતી લોકલ ક્રાઇમ બ્રાન્ચ , પશ્ચિમ રેલવે વડોદરા તથા નડીયાદ રેલ્વે પોલીસ નાયબ પોલીસ મહાનિરીક્ષકશ્રી , ( રેલ્વેઝ ) ગુ.રા.અમદાવાદ તથા પોલીસ અધિક્ષકશ્રી , રાજેશ પરમાર પ.રે.વડોદરાનાઓ દ્વારા નડીયાદ રેલ્વે પોલીસ સ્ટેશન ગુનો રજીસ્ટર થવા પામેલ જે ગુનામા સંડોવાયેલ આરોપીઓને શોધી પકડી પાડવા ખાસ સુચના આપેલ જે મુજબ ઉપરી અધિકારીઓ તરફથી મળેલ સુચના આધારે નાયબ પોલીસ અધિક્ષકશ્રી , એમ.એ.ચૌધરી સા.પ.રે.વડોદરા વિભાગ વડોદરાનાઓની સુચના મુજબ પો.ઇન્સ.શ્રી ઉત્સવ બારોટ પશ્ચિમ રેલવે વડોદરા નાઓએ આપેલ માર્ગદર્શન મુજબ પો.સ.ઇન્સ . એમ.વી.રબારી સા.નાઓ તથા એલ.સી.બી. તથા એસ.ઓ.જી.સ્ટાફના પોલીસ માણસો તથા નડીયાદ રેલ્વે પોલીસ…
નર્મદા જિલ્લામાં રાજપીપળાની સિવિલ હોસ્પિટલને GMERS સાથે સંલગ્ન કરાયાં બાદ મેડિકલ કોલેજની મંજૂરી મળે તે અગાઉ ગાંધીનગરથી આવેલા આરોગ્ય વિભાગના અધિકારીઓના ઇન્સપેક્શન દરમિયાન દર્દીઓ વધુ બતાવવાના ચક્કરમાં નર્સિંગ કોલેજના વિદ્યાર્થીઓને નકલી દર્દી બનાવી બેડ ઉપર સુવડાવી દેવાના પ્રયાસનો ભાંડાફોડ થયો છે. સિવિલ હોસ્પિટલને મેડિકલ કોલેજની મંજુરી આપતાં પહેલાં આરોગ્ય વિભાગના ઉચ્ચ અધિકારીઓની ટીમ રાજપીપળાની સિવિલ હોસ્પિટલના ઇન્સપેકશન માટે આવી હતી તે દરમિયાન નવી સિવિલ હોસ્પિટલમાં દર્દીઓ આવી રહયાં છે અને તેમની સારી રીતે સારવાર થઇ રહી હોવાનું બતાવવા માટે સત્તાધીશોએ જીતનગર પાસે આવેલી નર્સિંગ કોલેજના 29 જેટલા છાત્રોને દર્દી બતાવી તેમને હોસ્પિટલમાં દાખલ કરી દેવામાં આવ્યાં હોવાની વાત સામે આવતાંજ…
વડોદરા શહેર અને જિલ્લામાં વાયરલ ઇન્ફેક્શનના દર્દીઓથી દવાખાના ઉભરાઈ રહયા છે ત્યારે બીજી તરફ કોરોના ના દર્દીઓ પણ વધી રહયા છે હાલ એક્ટિવ દર્દીઓની સંખ્યા વધીને 869 થઇ છે. હાલમાં હોસ્પિટલોમાં 51 દર્દી દાખલ છે. જે પૈકી 6 દર્દી હાલ ઓક્સિજન પર છે. હાલમાં શહેરમાં 648 લોકો ક્વોરન્ટીન છે વડોદરામાં જે વિસ્તારમાંથી કોરોનાના દર્દીઓ નોંધાઈ રહયા છે તેમાં એકતાનગર, અકોટા, અટલાદરા, બાપોદ, ભાયલી, છાણી, ગોરવા, દિવાળીપુરા, ફતેપુરા, ગાજરાવાડી, ગોત્રી, હરણી, સવાદ, કપુરાઈ, જેતલપુર, મકરપુરા, માંજલપુર,નવાપુરા, નવાયાર્ડ, નવીધરતી, પાણીગેટ, રામદેવનગર, સુભાનપુરા, તાંદલજા, ઉંડેરા, વડસર, વારસીયા, યમુનામીલ, ગોરજ, જાસપુર, આસોજ, ચોરંદા, મોટાફળીયા, પાચીયાપુરા, સાધી, રામપુરા, કરજણ, ભરથાણા, ઇન્દ્રાડ, સામળયા, ગારડીયા, ભાદરવા, રસુલાપુરા,…
વડોદરામાં ગેરકાયદે કેમિકલ સંગ્રહ કરવાનું ગોડાઉન ઝડપાતા ચકચાર મચી ગઇ છે આ કાળો કારોબાર છેલ્લા પાંચ વર્ષથી ચાલતો હોવાની વિગતો સામે આવી છે. રાજ્યમાં બોટાદના લઠ્ઠાકાંડ બાદ કેમિકલના ઉપયોગને લઈ પોલીસ સતર્ક થઈ ગઈ છે ત્યારે વડોદરા નજીક આવેલા રણોલી ઔદ્યોગિક વસાહતમાંથી કેમિકલ સંગ્રહખોરીનું મોટું કૌભાંડ ઝડપાયું છે, પોલીસના ઝોન 1 એલસીબી પોલીસે કેમિકલ ભરેલા 35 પીપ જપ્ત કર્યાછે. પીપડા ધોવાની આડમાં ગોડાઉનમાં કેમિકલની ગેરકાયદે સંગ્રહખોરી કરવામાં આવી રહી હોવાની બાતમી એલસીબી પોલીસને મળતા તેઓએ પીપડા ધોવાનુ ગોડાઉન રણોલી ખાતે હોવાનું શોધી કાઢ્યુ હતું. તપાસ દરમિયાન પીપડા ધોવાની આડમાં કેમિકલની ગેરકાયદે સંગ્રહખોરી થતી હોવાનું સામે આવતા પોલીસ ચોંકી ઉઠી હતી…
રાજ્યમાં હવે ગુનેગારોને પોલીસનો પણ કોઈ ડર રહ્યો નથી અને પોલીસને પણ માર મારવાના બનાવો વધી રહયા છે. મહેમદાવાદમાં સાત ઈસમોએ એ રેલવે પોલીસ ચોકીમાં ઘૂસી જઈ પોલીસ ઉપર ઘાતક હથિયારો સાથે હુમલો કરી માર મારતા પોલીસકર્મીઓ માં ભારે ભાગદોડ મચી ગઇ હતી. આ ઘટનામાં બે પોલીસ કર્મીઓને ઇજાઓ થતા તેઓને તાત્કાલિક હોસ્પિટલમાં લઇ જવાયા હતા. ઘટનાની જાણ થતાં રેલ્વે ડીવાયએસપી મુકેશ ચૌધરી સહિત પોલીસ અધિકારીઓએ ઘટના સ્થળે દોડી ગયા હતા. જાણવા મળતી વિગતો મુજબ પોલીસ કોન્સ્ટેબલ રવિ ચોહાણે થોડા દિવસ અગાઉ રીઢા સાહિલ અને સાગર નામના ઈસમો સામે ગુન્હો દાખલ કર્યો હતો તેની અદાવત રાખી મહેમદાવાદ રેલવે પોલીસ ચોકી…
ઉદ્ધવ જૂથને રાહત, સુપ્રીમ કોર્ટમાં ચૂંટણી પંચને કહ્યું- શિંદે જૂથની અરજી પર હવે નિર્ણય ન લો આજની સુનાવણી દરમિયાન શિંદે કેમ્પના વકીલ હરીશ સાલ્વે તેમના વતી પ્રસ્તાવિત સુનાવણીના મુદ્દા રજૂ કરી રહ્યા છે. શિવસેના વિ એકનાથ શિંદે એકનાથ શિંદે અને ઉદ્ધવ ઠાકરે જૂથોના અલગ થયા પછી, શિવસેનાના નિયંત્રણને લઈને બંને પક્ષો વચ્ચે કાનૂની લડાઈ ચાલી રહી છે. આ દરમિયાન સુપ્રીમ કોર્ટે ગુરુવારે સુનાવણી કરતાં ઉદ્ધવ જૂથને રાહત આપી છે. કોર્ટે ચૂંટણી પંચને શિંદે જૂથની અરજી પર હાલમાં કોઈ નિર્ણય ન લેવા જણાવ્યું હતું. હવે આ મામલે આગામી સુનાવણી સોમવારે થશે. આ પહેલા બુધવારે પણ સુપ્રીમ કોર્ટમાં આ મામલે સુનાવણી થઈ…
લમ્પી વાઇરસના કેરને પગલે છેલ્લા 20 દિવસમા દૂધ ઉત્પાદનમાં 27 ટકા જેટલો જંગી ઘટાડો આવ્યો છે. સૌરાષ્ટ્ર-કચ્છમાં લમ્પી વાઇરસને કારણે હજ્જારો ગાયોના કરૂણ મોત થઈ ગયા છે પરિણામે તેની દૂધ ઉત્પાદન પર દેખાઈ રહી છે. લમ્પી વાઇરસના કેરને પગલે છેલ્લા 20 દિવસમા 27 ટકા જેટલો જંગી ઘટાડો થયો છે. મોરબીની સહકારી ડેરીમાં મે મહિનામાં દૈનિક દૂધની સરેરાશ આવક 156472 કિલો હતી જે જુલાઈમાં 113905 કિલો થઈ છે જે 27 ટકાનો ઘટાડો બતાવે છે. કચ્છમાં દૈનિક 20,000 કિલો ઘટ્યુ છે જે મૂળ આવકના 8થી 10 ટકા થવા જાય છે. રાજકોટ ડેરીમાં દૈનિક આવક 3.50 લાખ કિલોથી ઘટીને 3,25,000 કિલો થઈ ગઈ…
અમેરિકી સંસદના સ્પીકર નેન્સી પેલોસીની તાઈવાન મુલાકાત બાદ ચીન રોષે ભરાયું છે અને જેવા નેન્સી અમેરિકા પરત ફર્યા કે તરતજ ચીને તાઈવાનની આસપાસ સૈન્ય અભ્યાસ શરૂ કર્યો છે. ચીન અને તાઈવાન વચ્ચે વિવાદ વધી રહ્યો છે,અમેરિકી સંસદના સ્પીકર નેન્સી પેલોસીની તાઈવાન મુલાકાતથી ઉશ્કેરાયેલું ચીન હવે નેન્સી પરત ફરતાજ વધુ આક્રમક બની ગયું છે. ચીને તાઈવાનને ઘેરવા માટે તેની સરહદની આસપાસ ઘેરાબંધી શરૂ કરી દીધી છે. એવા પણ સમાચાર છે કે ચીની સેનાએ તાઈવાનની આસપાસ સૈન્ય કાર્યવાહી શરૂ કરી દીધી છે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર ચીને તાઈવાન બોર્ડર પર યુદ્ધ જહાજ, ફાઈટર જેટ અને મિસાઈલોને યુદ્ધાભ્યાસ માટે તૈનાત કર્યા છે. અધિકૃત મીડિયા…