રાજ્યમાં કેટલાક ભ્રષ્ટ પોલીસવાળાને કારણે પોલીસ વિભાગ બદનામ થઈ રહ્યો છે અને હવેતો મોબાઈલ આવતા કેટલાક જાગૃત નાગરીકો જ પોલીસની પોલ ખોલી રહયા છે આ બધા વચ્ચે સુરતના પુણા પોલીસ સ્ટેશનના તોડબાજ PSI જે.એચ.રાજપૂત અને તેનો પન્ટર એવો રિક્ષાવાળો 3 લાખની લાંચમાં ACBમાં પકડાયા બાદ ભેદ ખુલી રહયા છે. ACBના સ્ટાફે પુણા પોલીસના ડી સ્ટાફના PSI જયદીપસિંહ હસમુખસિંહ રાજપુત (36) (રહે, અડાજણ)ને કોર્ટમાં રજૂ કર્યો હતો જ્યાં નામદાર કોર્ટે 6 તારીખ સુધીના રિમાન્ડ આપ્યા છે. જયારે આ લાંચિયા PSIનો પન્ટર રિક્ષાવાળો જીયાઉદ્દીન સૈયદ ઉર્ફે જીવો પણ પોલીસની જેમજ વટ પાડી ઊઘરાણું કરતો હોવાની વાત સામે આવી છે. પુણા પોલીસે લકઝરી…
કવિ: Halima shaikh
કેન્દ્રીય ગુપ્તચર સંસ્થા ઈન્ટેલિજન્સ બ્યુરો (IB)એ સ્વતંત્રતા દિવસને લઈને દિલ્હી પોલીસને એલર્ટ જાહેર કર્યું છે. આઈબીના રિપોર્ટ અનુસાર, 15 ઓગસ્ટ સુધીમાં જૈશ-એ-મોહમ્મદ અને લશ્કર-એ-તૈયબા જેવા આતંકવાદી સંગઠનો કોઈપણ હુમલાને અંજામ આપવાની તૈયારીમાં છે. આઈબીએ આ મામલે દિલ્હી પોલીસને એલર્ટ રહેવા સૂચના આપી છે. આઈબીએ તેના 10 પાનાના રિપોર્ટમાં કટ્ટરપંથી સંગઠનો ઉપરાંત લશ્કર, જૈશના ધમકીઓનું વર્ણન કર્યું છે. રિપોર્ટમાં જાપાનના પૂર્વ વડાપ્રધાન શિન્ઝો આબે પર હુમલાનો પણ ઉલ્લેખ છે. દિલ્હી પોલીસને આપવામાં આવેલા નિર્દેશોમાં કહેવામાં આવ્યું છે કે 15 ઓગસ્ટે સ્થળ પર પ્રવેશના નિયમોનું કડકાઈથી પાલન કરવામાં આવે. ઉદયપુર અને અમરાવતીમાં બનેલી તાજેતરની ઘટનાઓનો ઉલ્લેખ કરીને IBએ નિર્દેશ આપ્યો છે કે…
વડોદરામાં અકોટા, વિશ્વામિત્રી બ્રિજ નીચેના વિસ્તારમાં આવતા કાળીદાસની ચાલીમાં ડ્રેનેજ લાઈનની સમસ્યા વર્ષોથી હોવાછતાં કોઈ સાંભળતું નથી ત્યારે પાંચ વર્ષ અગાઉ અહીં જ્યારે ધારાસભ્ય વોટ માગવા આવ્યાં ત્યારે અહીંના લોકોએ ડ્રેનેજની સમસ્યા જણાવી હતી તે વખતે આ નેતાએ પ્રોમિસ આપ્યું હતું કે તમે ખાલી મત આપો ત્યારબાદ ડ્રેનેજ લાઈન નાખી આપશે જોકે ત્યારબાદ આ ધારાસભ્ય વાયદો ભૂલી ગયા અને ક્યારેય આ વિસ્તારની મુલાકાત ન લીધી હોવાના આક્ષેપ સ્થાનિકો કરી રહયા છે. આખરે સ્થાનિક ધારાસભ્યો એ ‘ધારાસભ્ય ખોવાયાં છે’નાં પોસ્ટરો સાથે વિરોધ પ્રદર્શન કર્યું હતું. વોર્ડ 12 અને અકોટા વિધાનસભામાં આવતા વિશ્વામિત્રી બ્રિજ નીચે કાળીદાસની ચાલીના લોકોએ બેનરો સાથે વિરોધ પ્રદર્શન…
દેશમાં મોંઘવારી આંટો લઈ ગઈ છે અને ખાસ કરીને જે રાહતો આપવામાં આવે છે તે માત્ર જરૂરિયાતમંદ લોકોને જ આપવામાં આવે છે,બાકીના મધ્યમ વર્ગીય પરિવારો કે જેઓ મોટા ભાગે મહિને રૂ. 8000 કે 10,000 કે પછી 15,000 કમાય છે તેવા લોકોના પરિવારો નું જીવવું મુશ્કેલ બન્યું છે તેલ,ગેસ,દૂધ,સહિતની ચીજ વસ્તુઓ મોંઘી બની રહી છે તેની સામે ઓફિસમાં તનતોડ મહેનત છતાં પગાર વધતા નથી. સમસ્યા એ પણ છે કે ભાવો સતત વધતા હોઇ રીટેલ પ્રોડક્ટના ભાવો પણ સ્થિર રહી શકતા નથી પરિણામે એક ફિક્સ આવકમાં રોજ વધતા ભાવો એ બજેટ ખોરવી નાખ્યા છે. સરકાર માત્ર રાશન કાર્ડમાં જરૂયાત મંદ ને રાહત…
ગુજરાતમાં દારૂબંધીનો ક્યાંય અમલ થતો નથી અને રોજના કરોડો રૂપિયાનો ધંધો થઈ રહ્યો છે,મોટા મોટા હપ્તા ચાલતા હોવાના ખુલાસા થઈ રહયા છે ત્યારે વડોદરામાં પણ મોટી માત્રામાં દારૂ પીવાય છે તેની પ્રતીતિ કરાવતા કિસ્સામાં કારેલીબાગ વિસ્તારમાં આનદ નગર થી મીરાં ચાર રસ્તા જવા ના માર્ગ પર આવેલ બળવંત રાય આયુર્વેદિક નિસર્ગ ઉપચાર કેન્દ્ર પાસે કોઈ વિદેશી દારૂની બોટલો નાખીને જતું રહ્યું છે જો દારૂ ન પીવાતો હોયતો બોટલ વડોદરા માં ક્યાં થી આવી અને કોણ મૂકી ગયું એ પ્રશ્ન છે. ગુજરાત માં દારૂબંધી હોવા છત્તા દારૂ આટલો બધો ક્યાં થી મળે છે પોલીસ તંત્ર દ્વારા બેદરકારી ના કારણે દારૂ ગૂજરાત…
વડોદરામાં એસઆરપીના જવાનો દ્વારા મશાલ રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું. દેશમાં આઝાદીના ૭૫ વર્ષની ઉજવણીને લઈ ઠેરઠેર ઉજવણી કરવામાં આવી રહી છે ત્યારે દેશને આઝાદ કરાવવા માટે કુરબાની આપનાર શહીદોની યાદમાં દેશ ભક્તિના ગીતો સાથે રેલીનું અયોજન કરવામાં આવ્યું હતુ જેમાં એસઆરપી જવાનો જોડાયા હતા. દેશની અઝાડીને 75 વર્ષ પુરા થતા વડોદરા SRP ગ્રૂપ દ્વારા 75 જવાન સાથે મસાલા રેલી નું આયોજન કરવામાં આવ્યું હતુ આ રેલીમાં દેશભક્તિના ગીતો અને મશાલ સાથે જવાનોવડોદરા શહેરના અકોટા બ્રીજ વિસ્તાર થી દાંડિયાબજાર ચાર રસ્તા વિસ્તાર સહિત વડોદરાના અલગ અલગ વિસ્તારમાં ફર્યા હતા.
વડોદરામાં નાના ફેરિયાઓ અને દુકાનોના ઓટલા તોડવામાં બહાદુર મનપા નું નમાલુ તંત્ર મોટા બિલ્ડરો અને પૈસા વાળા અને વગદાર લોકોના મોટા મોટા ગેરકાયદે બાંધકામો નો કાંકરો પણ ખેરવી શકતા નથી અને આવા બિન્દાસ નિયમ વિરુદ્ધ અનધિકૃત બાંધકામ ઉભા કરનારાઓ સામે તંત્ર ઘૂંટણીએ પડ્યું છે ત્યારે સબંધિત વિભાગની નીતિરીતી સામેં સવાલો ઉઠ્યા છે. વડોદરામાં ગેરકાયદે બાંધકામનો રાફડો ફાટ્યો છે અને ઠેરઠેર ગેરકાયદે બાંધકામોની ઉઠેલી ફરિયાદો વચ્ચે શહેરના સારાબાઈ કમ્પાઉન્ડમાં બિલ્ડરો દ્વારા તાણી બંધાયેલી મસમોટી હોસ્પિટલની બિલ્ડીંગમાં માર્જિનની જગ્યા બિલ્ડરો હજમ કરી ગયા હોવાની વાતે ભારે વિવાદ ઉભો કરી દીધો છે અહીં ગરીબ ફેરિયાઓના દબાણો હઠાવી ગરીબો ઉપર દમ મારનારા સબંધિત વિભાગના…
વડોદરાના ભાદરવા પોલીસ ને કરેલ ફરિયાદ પર કોઈ પણ પ્રકાર ની કાર્યવાહી કરવા માં ના આવી હોવાના આક્ષેપ કરવામાં આવ્યા હતા. તરસાલી ખાતે રહેતા નામ કિરણભાઈ અરવિંદભાઈ ઠાકરડા પરિવારની ગાડી ને આતરી ને હુમલાખરોએ હુમલો કર્યો હતો આ અંગે ગત તા. ૨૭ જુલાઈના રોજ થયેલ જીવલેણ હૂમલાના કાવત્રાખોર અને હુમલાખોરો વિરુદ્ધ ભાદરવા પોલીસ સ્ટેશને ફરિયાદ નોધાયેલ છે. ભોગ બનનાર ભાનમા આવતા તમામ હકીકત પોલીસ સમક્ષ જણાવ્યા છતાં ભાદરવા પોલિસ સ્ટેશન હજી કોઈ પણ પ્રકાર ઠોસ કાર્યવાહી કરેલ નથી જેથી કરી ને ફરિયાદી ન્યાય અને પોતાના પર થયેલ જીવલેણ હુમલો અને પોતાની સાથે થયેલ લૂટ ના અપરાધી ખૂલે આમ ફરતા હોય…
કોરોના કાળનાં બે વર્ષ બાદ આ વર્ષે નવરાત્રિ થઇ રહી છે . પરંતુ જીએસટીએ ખેલૈયાઓની મજા બગાડી છે,કારણ કે 18 ટકા જીએસટી લગાડવાથી ગરબા પાસમાં ધરખમ વધારો થયો છે . ખાસ કરીને વડોદરાની વાત કરીએ તો . વડોદરાનાં ગરબા દુનિયાભરમાં જાણીતા છે પરંતુ આ વખતે જીએસટી લગાડતા ખેલૈયાઓમાં નારાજગી જોવા મળી છે પરંતુ વડોદરા નવરાત્રી ફેસ્ટીવલના આયોજકો આમાંથી બાકાત છે . જી.હા. વડોદરા નવરાત્રી ફેસ્ટીવલમાં રમવા જનાર ખેલૈયાઓ માટે સારા સમાચાર છે . કારણ કે વડોદરા નવરાત્રી ફેસ્ટીવલનાં આયોજકો જીએસટી નહીં વસુલે . વડોદરા નવરાત્રી ફેસ્ટિવલ આયોજક મયંક પટેલે વાત કરતાં જણાવ્યું હતુ કે અમે નક્કી કરેલી ફીમાં જ જો…
પોલીસ દ્વારા અનેક જગ્યાઓએ સ્પાની આડમાં દેહવ્યાપાર ચાલતા હોવાનું ઝડપી પાડવા કાયદેસરની કાર્યવાહી હાથધરી હતી. તેમજ અનેક જગ્યાઓ પર રેડ પણ પાડવામાં આવી હતી. તપાસ દરમિયાન A.H.T.Uની ટીમને ભાયલી રોડ વિસ્તારમાં અલગ-અલગ દેશમાંથી ટુરિસ્ટ વિઝા પર છોકરીઓ બોલાવી સ્પા ચાલતું હોવાની બાતમી મળી હતી. પોલીસ દ્વારા બાતમીને આધારે તપાસ કરતા સમીર જોષી નામનો વ્યક્તિ કોકણ બિલ્ડીંગના ત્રીજા માળે શી-સોલ્ટ નામનું સ્પા ચલાવતો હોવાનું જાણવા મળ્યું હતું. જેથી પી.આઈ સોલંકીએ સ્ટાફ અને સયાજીગંજ શી-ટીમની સાથે પહોંચી રેડ પાડી હતી.પોલીસ દ્વારા સ્પામાં રેડ પાડતા ત્રણ વ્યક્તિઓને પકડી પાડવામાં આવ્યા હતા. જેમાં સ્પાનો માલિક સમીર જોષી, સ્પાની મેનેજર ઓમ કુમારી સુબ્બા અને ત્રીજી…