કવિ: Halima shaikh

પવિત્ર શ્રાવણ મહિનામાં ચોથથી લઈને શરૂ થતા પર્વ નું આપણે ત્યાં ખૂબ મહત્વ છે ત્યારે આપને રાંધણ છઠ્ઠ વિશે જાણાવીએ. રાંધણ છઠ્ઠ એ શીતળા સાતમ સાથે સંકળાયેલો તહેવાર છે સાતમના આગલા દિવસને આપણે રાંધણ છઠ્ઠ કહીએ છીએ, રાંધણ છઠ્ઠના દિવસે રાંધી લીધા પછી બહેનો સગડી, ચૂલા, ગેસ વગેરે…..ની પૂજ કરે છે. અને બીજા દિવસે એટ્લે શીતળા સાતમના દિવસે પ્રાત:કાળમાં ઊઠી ઠંડા પાણીએ સ્નાન કરી સગડી કે ચૂલા વગેરે લિપિ-ગુપી તેમાં આંબો રોપી કુતકૃત્ય વિધિ કરે છે. સગડી, ગેસ કે ચૂલા એ તો ઘરના દેવતા છે. ભારતની સંસ્કૃતિ આ અગ્નિદેવના ઉપકરણે કેમ ભૂલી શકે? માટે સ્ત્રીઓ શીતળા સાતમને દિવસે સગડી તથા…

Read More

બોટાદ લઠ્ઠાકાંડ બાદ પોલીસની બીકથી ફફડી ઉઠેલી મહિલા બુટલેગરે ગોત્રી કબ્રસ્તાનમાં દેશીદારૂ સંતાડ્યો હોવાની વાતનો ખુલાસો થયો છે. ગેરકાયદેસર બાંધી દેવામાં આવેલી ઓરડી મામલે નિરીક્ષણ કરતા તેની પાસેથી બિનવારસી પોટલા મળી આવ્યા હતા તાજેતરમાં વડોદરાના ગોત્રી કબ્રસ્તાનની જમીન પર ગેરકાયદેસર બાંધકામની તપાસ કરવા સ્થાનિક કોર્પોરેટર નિતીન દોંગા તથા અન્ય પહોંચ્યા હતા. કબ્રસ્તાનની જમીન બાંધકામ નહિ કરવાની શરતે આપવામાં આવી હતી. પરંતુ સ્થળ પર પાકી ઓરડી બનાવી દીધી હોવાનું સામે આવ્યું હતું. આ ઓરડી પાસે બિનવારસી પોટલાઓ મળી આવ્યા હતા. જેને ખોલતા તેમાંથી દેશીદારૂની પોટલીઓ મળી આવી હતી. પીસીબીએ દેશીદારૂની પોટલી સંદર્ભે મહિલા બુટલેગરની અટકાયત કરી છે. ગોત્રી તળાવ પાસે ટ્રસ્ટને…

Read More

આંતરરાષ્ટ્રીય કક્ષાએ ગેસના ભાવ વધતા વડોદરા ગેસ કંપનીને દર મહિને રૂપિયા 3.50 કરોડની ખોટ જઈ રહી હોય હવેથી પ્રતિ ક્યુબિક મીટરે રૂ10 નો ભાવ વધારો કરવામાં આવનાર છે. હાલ વડોદરા ગેસ કંપની દ્વારા પ્રતિ ક્યુબિક મીટર રૂપિયા 47.15નો ભાવ ચાલી રહ્યો છે જેમાં હવે રૂ.10 નો ભાવ વધારો થવાથી પ્રતિ ક્યુબિક મીટર રૂપિયા 57 થઇ જશે. અત્રે નોંધનીય છે કે જાન્યુઆરીમાં પ્રતિ ક્યુબિક મીટરના રૂ. 27.50 નો ભાવ હતો. તેમાં દર બે મહિને ભાવમાં સતત વધારો થઇ રહ્યો છે જેમાં માર્ચ 2022 માં રૂપિયા 34.50 પ્રતિ ક્યુબિક મીટરનો ભાવ હતો, તે મે મહિનામાં રૂપિયા 43.70 કરવામાં આવ્યો હતો. ત્યાર બાદ…

Read More

રાજ્ય સરકાર દ્વારા 200નું સીંગતેલ માત્ર 100 રૂપિયામાં આપવા ગતિવિધિ શરૂ થઈ છે પરંતુ આ લાભ માત્ર જરૂરીયાતમંદ પરિવારોને જ આપવામાં આવનાર છે. રાજ્યમાં સસ્તું અનાજ મેળવનાર પરિવારોની સંખ્યા 71 લાખ જેટલી છે. આ તમામ 71 લાખ કાર્ડ ધારકોને સરકાર વાર્ષિક બે વખત તહેવાર નિમિત્તે 1 લીટર સીંગતેલ સસ્તા દરે આપે છે ત્યારે આગામી તહેવારો દરમિયાન મોંઘા ભાવનું એટલે કે જે સીંગતેલ ની બજાર કિંમત 200 રૂપિયા આસપાસ છે તે સીંગતેલ કાર્ડ ધારકોને માત્ર 100 રૂપિયાની કિંમતે આપશે તે પ્રકારનો નિર્ણય લેવાયો છે. 70 રૂપિયાની સબસિડી વધારીને 97 રૂપિયા કરવામાં આવી છે. સરકાર અત્યાર સુધી સીંગતેલ 197 રૂપિયે ખરીદે છે…

Read More

રિલાયન્સે કુલ 24,740Mhz સ્પેક્ટ્રમ ખરીદ્યું છે. રિલાયન્સે એ પણ ધ્યાન દોર્યું છે કે Jioની 5G સેવા 15 ઓગસ્ટે શરૂ થઈ શકે છે. ભારતી એરટેલે પણ 19867Mhz સ્પેક્ટ્રમ ખરીદ્યું છે. બે વર્ષ સુધી લાંબા ટ્રાયલ રન બાદ આખરે દેશમાં 5G સ્પેક્ટ્રમની હરાજી કરવામાં આવી છે. દેશમાં ત્રણ કંપનીઓએ મહત્તમ સ્પેક્ટ્રમ ખરીદ્યું છે. અદાણી ડેટા નેટવર્ક નવી કંપની તરીકે જોડાઈ છે. 5G માટે કુલ રૂ. 1,50,173 કરોડના સ્પેક્ટ્રમની હરાજી કરવામાં આવી છે, જેમાં એકલા રિલાયન્સ જિયોએ 88,078 કરોડનું સ્પેક્ટ્રમ ખરીદ્યું છે એટલે કે Jio પાસે 50 ટકાથી વધુ સ્પેક્ટ્રમ છે. રિલાયન્સે કુલ 24,740Mhz સ્પેક્ટ્રમ ખરીદ્યું છે. રિલાયન્સે એ પણ ધ્યાન દોર્યું છે…

Read More

બુધવારે જ્યારે બજાર ખુલ્યું ત્યારે સેન્સેક્સ 100 પોઈન્ટ વધીને 58255 પોઈન્ટ પર જ્યારે નિફ્ટી 17300 ઉપર ટ્રેડ કરી રહ્યો છે. બુધવારે આંતરરાષ્ટ્રીય બજારમાંથી મિશ્ર સંકેતો મળ્યા હતા. આજે બુધવારે જ્યારે બજાર ખુલ્યું ત્યારે સેન્સેક્સ 100 પોઈન્ટ વધીને 58255 પોઈન્ટ પર પહોંચી ગયો હતો, જ્યારે નિફ્ટી 17300 ઉપર ટ્રેડ કરી રહ્યો છે. બુધવારે આંતરરાષ્ટ્રીય બજારમાંથી મિશ્ર સંકેતો મળ્યા હતા. ચીન અને અમેરિકા વચ્ચેના તણાવ વચ્ચે અમેરિકી બજારોમાં થોડી નબળાઈ જોવા મળી હતી. ડાઉ જોન્સ 400 પોઈન્ટ ઘટીને દિવસની નીચી સપાટીએ બંધ રહ્યો હતો. નાસ્ડેકમાં પણ નજીવો ઘટાડો જોવા મળ્યો હતો. એશિયન બજારોમાં SGX નિફ્ટી 35 અંકોના વધારા સાથે 17350 ની ઉપર…

Read More

રાજ્યમાં ભાજપ અને આમ આદમી પાર્ટી મુખ્ય બે પાર્ટી વચ્ચે જંગના મંડાણ થઈ ચૂક્યા છે તેમાંય આમ આદમી પાર્ટીએ પોતાના ઉમેદવાર જાહેર કરી દીધા છે,આમ આદમી પાર્ટીએ 2022ની વિધાનસભાની ચૂંટણીના ચાર મહિના પહેલાં જ 10 બેઠક પર ઉમેદવારોની જાહેરાત કરી છે ગુજરાત વિધાનસભાની તમામ 182 બેઠક પર આપ ચૂંટણી લડશે. ધીરે-ધીરે તબક્કાવાર બીજા ઉમેદવારોની જાહેરાત કરવામાં આવશે. ગુજરાતમાં AAP અને BTPનું ગઠબંધન છે, ત્યારે BTP જે સીટ પર ઉમેદવાર ઊભો રાખશે ત્યાં આમ આદમી પાર્ટી તેને સપોર્ટ કરશે. તમામ બેઠકમાંથી કઈ સીટ પરથી AAP અને કઈ સીટ પર BTP લડશે એ અંગે આગામી દિવસોમાં નિર્ણય કરવામાં આવશે. રાજ્યમાં એક તરફ…

Read More

ગુજરાતમાં હવે કોંગ્રેસનું લગભગ પૂર્ણ થવા આવ્યું છે અને લગભગ કોંગેસીઓએ ભાજપની શાળામાં એડમિશન લઈ લેતા મૂળ ભાજપના નેતાઓમાં પણ વિમાસણ ઉભી થઇ છે કે આતો વિરોધ પક્ષ વાળાઓથીજ પાર્ટી ફૂલ થવા આવી છે,બીજી તરફ આ બધા વચ્ચે આમ આદમી પાર્ટી ક્યારે ગુજરાતમાં ઘુસી ગઈ તે કોઈને ખબરજ ન પડી. કોંગ્રેસના સૌથી જુના નેતા અને પૂર્વ ગૃહમંત્રી નરેશ રાવલ તથા પૂર્વ સાંસદ રાજુ પરમાર આગામી 17 ઓગસ્ટે સત્તાવાર રીતે ભાજપમાં જોડાઈ જશે. પાછળના વર્ષોમાં નજર નાખવામાં આવેતો ગુજરાતમાં 2012થી અત્યાર સુધીમાં 60 જેટલાં મોટા કોગ્રેસના નેતાઓ ભાજપમાં જોડાયા ચુક્યા છે. રાજ્યસભાની 2019માં આવેલી ચૂંટણીમાં અગાઉ મંગળ ગાવીત, અક્ષય પટેલ, જે.વી.કાકડીયા,…

Read More

બહુજન સમાજ પાર્ટીના પ્રમુખ માયાવતીએ ટ્વીટ કરીને ઉપરાષ્ટ્રપતિની ચૂંટણી માટે એનડીએના ઉમેદવાર જગદીપ ધનખરને સમર્થન આપવાની જાહેરાત કરી છે. તેમણે આજે બુધવારે પોતાની પાર્ટીના સમર્થનની જાહેરાત કરી હતી. માયાવતીએ ટ્વીટ કરીને લખ્યું કે, એ વાત જાણીતી છે કે દેશના સર્વોચ્ચ રાષ્ટ્રપતિ પદ માટેની ચૂંટણીમાં સત્તા અને વિપક્ષ વચ્ચે સહમતિના અભાવને કારણે આ માટે ફરીથી ચૂંટણી યોજાઈ હતી. હવે આ જ સ્થિતિને કારણે ઉપપ્રમુખ પદ માટે પણ 6ઠ્ઠી ઓગસ્ટે ચૂંટણી યોજાવા જઈ રહી છે. તેમણે લખ્યું કે બસપાએ જનહિતને ધ્યાને લઇ ઉપરાષ્ટ્રપતિ પદ માટેની ચૂંટણીમાં જગદીપ ધનખરને સમર્થન આપવાનો નિર્ણય કર્યો છે અને જેની હું આજે ઔપચારિક જાહેરાત કરી રહી છું.

Read More

વડોદરાના કલાલી ખાતે આવેલી દિલ્હી પબ્લીક સ્કૂલે બાળકોને મસ્જિદમાં લઈ જવાનું આયોજન ગોઠવતા વાલીઓએ વિરોધ કર્યો હતો અને આ અંગે વિશ્વ હિન્દુ પરિષદના કાર્યકરોને ખબર પડતાં તેઓ ચોંકી ઉઠ્યા હતા અને સ્કૂલ મેનેજમેન્ટ પાસેથી ખુલાસો માંગતા તેઓ જવાબ આપી શક્યા ન હતા. દિલ્હી પબ્લિક સ્કૂલના બાળકોને આગામી તા. 5 ઓગષ્ટે શુક્રવારના દિવસે મસ્જીદ ખાતે મુલાકાત કરાવવાનું આયોજન ગોઠવ્યું હતું. જે માટે વાલીઓની સંમતિ લેવા માટે સંમતિપત્રક મોકલતા મામલો બહાર આવતા વાલીઓ પણ ચોંકી ઉઠયા હતા. સ્કૂલ દ્વારા બાળકોને પિકનીકમાં જાહેર ઐતિહાસિક સ્થળ,પ્રાણી સંગ્રહાલય,ગાર્ડન, મ્યુઝિયમ, બરોડા ડેરી , પોલીસ સ્ટેશન જેવી જગ્યાએ વીઝીટ કરવા લઇ જવાના બદલે મસ્જિદ ની મુલાકાત લેવા…

Read More