ગુજરાતમાં આમ આદમી પાર્ટીનું આગમન થતા તેઓ હવે દિલ્હી મોડેલ મુજબ આધુનિક અને મફત શિક્ષણ ગુજરાતમાં લાવવા જાહેરાત કરી રહયા છે ત્યારે બીજી તરફ ભાજપ દ્વારા પણ શિક્ષણ ઉપર વધુ ધ્યાન આપવામાં આવી રહ્યું છે અને સ્માર્ટ સ્કૂલો બનાવવા સહિત શિક્ષણમાં કેટલાક ફેરફાર કરવામાં આવી રહયા છે તેવે સમયે વિદ્યાર્થીઓના સર્વાંગી વિકાસ માટે વધુ એક ફેરફાર કરાયો છે જેનાથી વિદ્યાર્થીઓ અભ્યાસ બાદ હુન્નર થકી રોજગારી મેળવી શકે છે. રાજ્યના શિક્ષણ મંત્રી જીતુ વાઘાણી દ્વારા વિદ્યાર્થીઓ માટે જે જાહેરાત થઈ છે તે આવકાર્ય છે. જીતુ વાઘાણી દ્વારા ટ્વિટર પર ટ્વીટ કરી આ માહિતી શેર કરવામાં આવી છે. જીતુ વાઘાણીએ ટ્વીટ કરતા…
કવિ: Halima shaikh
ચીનના વિરોધ વચ્ચે અમેરિકાના હાઉસ સ્પીકર નેન્સી પેલોસી તાઇવાનની મુલાકાતે આવતા ચીન ગુસ્સે થયું છે અને તાઇવાન ક્ષેત્રમાં 21 લડાકુ વિમાન મોકલતા હવે બન્ને દેશ વચ્ચે ગમેત્યારે યુદ્ધ થવાની શકયતા વ્યક્ત થઈ રહી છે. અમેરિકાના નેવી તથા એરફોર્સના 24 ફાઈટર જેટ હાલ નેન્સીના વિમાનની સુરક્ષા માટે તાઇવાન હવાઈ ક્ષેત્રમાં હાલમાં સ્ટેન્ડબાય રખાયા હોય અને ચીનના 21 લડાકુ વિમાન પણ તાઇવાન નજીક આવી ગયા હોય અમેરિકા અને ચીન વચ્ચે તંગદીલી જોવા મળી રહી છે. ચીને કહ્યું છે કે અમે ટાર્ગેટેડ મિલિટરી એક્શન ચોક્કસપણે ભરશું. જોકે, એ બાબત સ્પષ્ટ થઈ શકી નથી કે ચીન કયા ટાર્ગેટ ઉપર સૈન્ય કાર્યવાહી કરવા અંગે ધમકી…
ચીનના વિરોધ વચ્ચે યુએસ હાઉસ સ્પીકર નેન્સી પેલોસી મંગળવારે રાત્રે તાઇવાન પહોંચતા ચીન બરાબરનું ભડકયુ છે અને પેલોસીની તાઈવાનની મુલાકાત બાદ ગંભીર પરિણામો ભોગવવાધમકી આપી હતી. જોકે, પેલોસી ચીનની ધમકીને અવગણીને ત્યાં પહોંચી ગયા બાદ ચીનના લડાકુ વિમાનો તાઇવાનના હવાઈ ક્ષેત્રમાં ઘૂસ્યા હતા. ચીની લડાકુ વિમાનો તાઇવાનના દક્ષિણપશ્ચિમ એર ડિફેન્સ આઇડેન્ટિફિકેશન એરિયામાં પ્રવેશ્યા હતા, તાઇવાનના રાષ્ટ્રીય સંરક્ષણ મંત્રાલયે જણાવ્યું હતું કે જવાબમાં તાઈવાને પણ હવાઈ પેટ્રોલિંગ ઓપરેશન શરૂ કરી રેડિયો ચેતવણીઓ મોકલવામાં આવી છે અને ચીની લશ્કરી વિમાનોને ટ્રેક કરવા માટે સંરક્ષણ મિસાઈલ સિસ્ટમ્સ તૈનાત કરવામાં આવી છે. ચીન તાઈવાન પર દાવો કરી રહ્યું છે અને પેલોસી અમેરિકાના એક મોટા…
અમેરિકાએ અલ-કાયદાના નેતા અયમાન અલ-ઝવાહિરીને મારી નાખ્યા બાદ અલ-ઝવાહિરીની બાતમી અમેરિકાને પાકિસ્તાનની ખુફિયા એજન્સી ISIએ આપી હોવાનું જાણવા મળતા અફઘાનિસ્તાને પોતાના નેતાનો બદલો લેવા માટે ISIના કમાન્ડર સરફરાઝના હેલિકોપ્ટરને ટાર્ગેટ કરી ઉડાવી દીધું છે. અલકાયદાના નેતા અલ ઝવાહિરીના મોત પાછળ પાકિસ્તાનનો પણ હાથ હોવાની અફઘાનિસ્તાનની સરકાર તાલિબાનને જાણવા મળતા તાત્કાલિક બદલો લેવામાં આવ્યો હતો. પાકિસ્તાનની ISIના કમાન્ડરનું હેલિકોપ્ટર તોડી પાડવામાં આવ્યું છે અને તેનું મોત થયું છે. જાણવા મળેલી માહિતી મુજબ, હેલિકોપ્ટરમાં કમાન્ડર સહિત 6 લોકો સવાર હતા તે તમામના મોત થયા છે. અત્રે ઉલ્લેખનીય છે કે ગત તા.31 જુલાઇના રોજ સવારે 6.18 કલાકે અલ-ઝવાહિરીની અમેરિકાએ હત્યા કરી હતી. અલઝવાહિરી…
ચીનની વારંવારની ચેતવણી બાદ મંગળવારે સાંજે અમેરિકન સંસદના નીચલા ગૃહના પ્રતિનિધિ સભાના સ્પીકર નેન્સી પેલોસીનું વિમાન તાઈવાન પહોંચ્યું હતું. નેન્સી પેલોસીએ તાઈવાન પહોંચ્યા બાદ ટ્વિટ કર્યું હતું કે તાઈવાનની મુલાકાત લઈને અમે લોકશાહી પ્રત્યેની અમારી પ્રતિબદ્ધતાનું સન્માન કરીએ છીએ. તાઈવાનની સ્વતંત્રતા અને તમામ લોકશાહીનું સન્માન કરવું જોઈએ તે વાતની પુનઃ પુષ્ટિ. તેમણે અન્ય એક ટ્વીટમાં લખ્યું કે ‘અમારા પ્રતિનિધિમંડળની તાઈવાનની મુલાકાત તાઈવાનની ગતિશીલ લોકશાહીને સમર્થન આપવા માટે અમેરિકાની અતૂટ પ્રતિબદ્ધતાનું સન્માન કરે છે. તાઈવાનના નેતૃત્વ સાથેની અમારી ચર્ચાઓ અમારા પાર્ટનર માટેના અમારા સમર્થનને પુનઃપુષ્ટ કરે છે અને મુક્ત અને ખુલ્લા ઈન્ડો-પેસિફિક પ્રદેશને આગળ વધારવા સહિત અમારા સહિયારા હિતોને પ્રોત્સાહન આપે…
રાજકોટના શાપર વેરાવળ વિસ્તારમાં છ વર્ષની ભાણીને રૂમની ઓરડીમાં લઇ જઇ બે પુત્રીના બાપ એવા સગા માસાએ દુષ્કર્મ ગુજારતા ચકચાર મચી જવા પામી છે. પોલીસે આરોપી સામે પોકસોની કલમ હેઠળ ધરપકડ કરી હતી. રાજકોટના શાપરમાં આવેલ જલગંગા નામના કારખાનાની ઓરડીમાં રહેતા વિક્રમ ઠાકરશી મકવાણા સામે બળાત્કાર અને પોકસોની કલમ હેઠળ કાર્યવાહી કરી શાપર પોલીસ મથકના પીએસઆઇ કે.એ.ગોહિલ સહિતના સ્ટાફે વિક્રમને સકંજામાં લઈ પૂછપરછ હાથ ધરી છે. પરિણીતાએ ફરિયાદમાં જણાવ્યું હતું કે,પોતે પરિવાર સાથે કારખાનાની ઓરડીમાં રહે છે.પતિ મજૂરી કામ કરી પરિવારનું ગુજરાન ચલાવે છે.તેમની ઓરડી જ્યાં છે ત્યાં સામે જ સગી બહેન પણ તેમના પતિ સાથે રહે છે.તાં.30/07ના રોજ પરિણીતા…
દેશવિરોધી પ્રવૃતિઓ મામલે એનઆઈએ અને એટીએસની ટીમોએ ગુજરાતના ચાર શહેરોમાં કરેલા સર્ચ ઓપરેશન બાદ રાજયમાં ઈન્ટેલીજન્સ અને સાયબર ક્રાઈમ વિભાગ એલર્ટ થઈ ગયો છે. છ રાજ્યોના 12 જિલ્લામાં એનઆઈએએ 13 સ્થળે પાડેલા સામૂહિક દરોડામાં અમદાવાદ, સુરત નવસારી અને ભરૂચમાં પણ એટીએસની સાથેની કાર્યવાહી દરમિયાન અનેક શકમંદોની પૂછપરછ થઈ હતી. રાજ્યમાં કેટલાક લોકોની શંકાસ્પદ પ્રવૃતિ ધ્યાને આવી હતી જેને લઈને રાજ્ય પોલીસે ઈન્ટેલીજન્સ અને સાયબર ક્રાઈમને કાર્યવાહી કરવાની સૂચના આપવામાં આવી હોવાનુ ઉચ્ચ અધિકારીનું કહેવું છે. ગુજરાત ATS અને NIAએ સુરત એસઓજીની સાથે મળીને લાલગેટ કાસકીવાડમાંથી જલીલ નામના ઇસમની પુછતાછ કરી હોવાની વિગતો સામે આવી છે સાથેજ જલીલના રાંદેર ખાતે રહેતા…
એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટની ટીમે દિલ્હી સ્થિત નેશનલ હેરાલ્ડની ઓફિસ પર દરોડા પાડ્યા છે,આ અગાઉ EDએ કોંગ્રેસ અધ્યક્ષ સોનિયા ગાંધીની ત્રણ વખત પૂછપરછ કરી હતી સાથે જ રાહુલ ગાંધીને પણ બોલાવવામાં આવ્યા હતા. મળતી માહિતી મુજબ, EDના અધિકારીઓ નેશનલ હેરાલ્ડની ઓફિસમાં હાજર છે અને સર્ચ ઓપરેશન ચલાવી રહ્યા છે. નોંધનીય છે કે આ મામલામાં અગાઉ કોંગ્રેસ અધ્યક્ષ સોનિયા ગાંધી અને રાહુલ ગાંધીની પણ પૂછપરછ કરવામાં આવી છે. મળતી માહિતી મુજબ નેશનલ હેરાલ્ડ કેસમાં દેશભરમાં 14 સ્થળો પર દરોડા પાડવામાં આવ્યા હતા. તેમાં નેશનલ હેરાલ્ડની ઓફિસ પણ સામેલ છે. નેશનલ હેરાલ્ડ શું છે? એસોસિએટેડ જર્નલ લિમિટેડ (AJL) ની રચના 20 નવેમ્બર 1937 ના…
રાજ્યમાં હવે ચૂંટણીઓ નજીક આવતા જુદાજુદા સમાજ દ્વારા રાજકીય પક્ષો સમક્ષ ટીકીટ માટે માંગ શરૂ થઈ છે. ઉમિયાધામ સિદસરના પ્રમુખ જયરામ પટેલે પત્રકાર પરિષદમાં આગામી ચૂંટણી મુદ્દે મોટું નિવેદન આપ્યું હતું. તેમણે જણાવ્યું હતું કે, લોકશાહીમાં તમામને ટિકિટ માંગવાનો અધિકાર છે. આ સાથે તેમણે જણાવ્યું હતું કે, ગત ચૂંટણીમાં પાટીદાર સમાજમાં 50 ટિકિટની માંગ કરી હતી, જેમાંથી શાસક પક્ષે 50 ટિકિટ આપી હતી, આ વખતે પણ ટિકિટ માંગવામાં આવશે. તેમણે કહ્યું કે, 25 સીટ એવી છે જેમાં અમારી નિર્ણાયક ભૂમિકા રહે છે. આ સાથે રાજકોટ પશ્ચિમ બેઠક પાટીદાર ઉમેદવારને મળે તેવા પ્રયત્નો કરીશુ. પાટીદાર સમાજ બાદ હવે ક્ષત્રિય સમાજે રાજકીય…
દેશમાં મોંઘવારી મુદ્દે ચર્ચા દરમિયાન લોકસભામાં ઊભા થઈ તૃણમૂલ કૉંગ્રેસના સાંસદે કાચું રીંગણું ખાધું હતું અને કહ્યુ કે રાંધણગેસ મોંઘા થતા હવે કાચું ખાવું પડે તેવી સ્થિતિ ઉભી થઇ છે. TMC સાંસદ કાકોલી ઘોષે પ્રથમતો ભાવ વધારા પર ચર્ચાને મંજૂરી આપવા બદલ સ્પીકરનો આભાર માન્યો હતો. જોકે, તેમણે કહ્યું કે આ અંગે ચર્ચા કરવામાં પણ ઘણો સમય લાગ્યો છે. સંસદમાં કાચું રીંગણું ખાતા ખાતા કાકોલી ઘોષે કહ્યું કે ‘શું સરકાર ઇચ્છે છે કે આપણે કાચા શાકભાજી ખાઈએ?’તેમણે કહ્યું કે ‘છેલ્લા થોડાજ મહિનામાં LPG સિલિન્ડરની કિંમતમાં ચાર વખત વધારો કરી રૂ. 600 રૂપિયામાંથી હવે 1,100 રૂપિયા કરી દેવામાં આવ્યા છે.’ સાંસદે…