કવિ: Halima shaikh

પેટ્રોલ-ડીઝલમાં સતત ભાવો વધી જતા લોકો સીએનજી તરફ વળ્યા હતા અને મોટી સંખ્યામાં લોકોએ ગેસ કીટ નખાવ્યા બાદ ગેસના ભાવો પણ વધી જતા વાહન ચાલકો હવે કિસ્મતને દોષ દઈ રહયા છે. સતત વધી રહેલા ભાવ વધારા વચ્ચે અદાણીએ ફરી એક વખત CNG ગેસમાં 1.99 રૂપિયાનો ભાવ વધારો કરી દીધો છે. મહત્વનું છે કે CNG નો જૂનો ભાવ 83.90 રૂપિયા હતો તે વધારી હવે આજથી નવો ભાવ 85.89 રૂપિયા લાગુ કર્યો છે. આજથી આ નવો ભાવ અમલી બનતા સીએનજી વાહનો ચલાવતા લોકો પર બોજ પણ વધશે. દેશમાં સતત વધી રહેલી મોંઘવારીએ જનતાની કમરતોડી નાખી છે. પેટ્રોલ-ડીઝલ, સીએનસી, રસોઈ ગેસ, શાકભાજી, દૂધ…

Read More

બોટાદ લઠ્ઠાકાંડમાં AMOS કંપનીના ડિરેક્ટરો સામે પોલીસે કડક તપાસ શરૂ થઈ છે. અલબત્ત SIT દ્વારા ચાર પૈકી બોડકદેવ અને સેટેલાઇટમાં ડિરેક્ટરોના ઘરે તપાસ દરમિયાન બે ડિરેક્ટરો મળી આવ્યા છે બંને ડિરેક્ટરો ચંદુ પટેલ અને પંકજ પટેલને હાજર રહેવા નોટિસ આપવામાં આવી છે. બરવાળા પોલીસ દ્વારા ડિરેક્ટરને સમન્સ પણ પાઠવવામાં આવ્યુ અને ચારેય વિરુદ્ધ લુક આઉટ નોટિસ જાહેર કરવામાં આવી. જ્યારે એક ડિરેક્ટર રજત ચોક્સી ઘર બંધ કરીને ફરાર થઈ ગયા છે. તે ઉપરાંત સમીર પટેલ સામે લુક આઉટ નોટિસ જાહેર કરવામાં આવી છે. ગુજરાતમાં થયેલા લઠ્ઠા કાંડમાં આરોપી સમીર પટેલ કેટલાય દિવસથી પોલીસને હાથમાં આવતો નથી તેવા સમયે સમીર પટેલ…

Read More

અત્યંત આઘાતજનક બનાવમાં સુરતના કોસંબા રેલવે સ્ટેશન નજીક રહેતી એક 70 વર્ષીય વૃદ્ધ મહિલાને એક હવસખોર યુવાને પોતાની હવસનો શિકાર બનાવતા હેબતાઈ ગયેલી વૃદ્ધાએ બુમાબુમ કરતા આરોપીએ આવેશમાં આવીને તેણે વૃદ્ધ મહિલાના પ્રાઇવેટ પાર્ટમાં હાથ નાખીને શરીરના અંદરના અવયવો ખેંચી કાઢીને અત્યંત ઘાતકી રીતે વૃદ્ધ મહિલાની હત્યા કરતા ચકચાર મચી ગઇ છે. બળાત્કાર બાદ આરોપીએ વૃદ્ધાના ગુપ્તાંગમાં હાથ નાખી અંદરના અવયવો કાઢી નાખતા લોહીલુહાણ હાલતમાં તેઓને 108ની એમ્બ્યુલન્સ મારફતે સુરતની સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. જ્યાં સિવિલ હોસ્પિટલના તબીબો દ્વારા સારવાર શરૂ કરાઇ હતી પણ ઇજા એટલી ગંભીર હતી કે વૃદ્ધાનું થોડાજ સમયમાં જ મોત થઈ ગયું હતું. મહિલાનું પીએમ…

Read More

રાજ્યમાં લઠ્ઠાકાંડ સર્જાયા બાદ 48 કલાકની અંદર ગૃહમંત્રી રાજીનામુ નહિ આપે અને મૃતકોના પરિવારને 10 લાખનું વળતર નહિ મળે તો આત્મવિલોપન કરી લઈશું, આ પ્રકારનું નિવેદન કરનાર કોંગ્રેસના કલ્પેશ બારોટ સહીત 6 આગેવાનોની પોલીસે અટકાયત કરી કોર્ટમાં રજૂ કર્યા હતા. જોકે ત્યારબાદ તેઓનો છુટકારો નહિ થતા કોર્ટમાં તમામે એવી એફિડેવિટ લખી આપવી પડી કે અમે હવે ‘આત્મ વિલોપન કરીશું નહીં ‘ત્યારબાદ તમામનો છુટકારો થયો હતો. આત્મવિલોપનની ચીમકી ઉચ્ચારનાર કાર્યકરોએ કહ્યું હતું કે ગુજરાતની ભાજપ સરકારમાં ગૃહમંત્રીની નિષ્ફળતાના કારણે તાજેતરમાં સર્જાયેલ લઠ્ઠાકાંડમાં મૃતક પરિવારોને 48-કલાકમાં 10 લાખ રૂપિયાની સહાય ચુકવવામાં આવે અને બેજવાબદર અધિકારીઓને તાત્કાલિક સસ્પેન્ડ કરવામાં આવે તેમજ રાજ્યના નિષ્ફળ…

Read More

આ વખતે નવરાત્રી ઉપર ગરબા રમવા માટે પ્રોફેશનલ આયોજકોએ જીએસટી ચુકવવો પડશે, અલબત્ત ગરબા પર ટેક્સથી છોકરાઓને અંદાજે 81 લાખ તો છોકરીઓએ અંદાજે 45 લાખ રૂપિયા ટેક્સ ચૂકવવો પડશે. સરકારે ગરબા ઉપર જીએસટી લાગુ કરતા રાજ્યના વડોદરાના યુનાઈટેડ વે સહિત 4 મોટા ગરબા આયોજકો ઉપરાંત રાજ્યના મોટા ગરબા સંચાલકોએ ગરબાના પાસ પર 18 ટકા જીએસટી લાગુ કરી દીધો છે. જેનો સીધો ભાર ખેલૈયાઓના ખિસ્સા પર પડશે. આ ઉપરાંત ગરબા જોવા આવનારા દર્શકો જો ડેઇલી પાસ લઇને ગરબા જોવા જશે તો જીએસટી ચૂકવવો નહીં પડે. ચણિયા ચોળી પર 5 ટકા થી 12 ટકાનો જીએસટી લાગી રહ્યો છે. જેમાં રૂા.1 હજારથી નીચેની…

Read More

વડોદરાના ગોત્રી તળાવ હદ વિસ્તારમાં સરકારી જમીનમાં ઊભા કરાયેલા કબ્રસ્તાનનું ગેરકાયદે બાંધકામ તોડી પાડવા ભાજપના કોર્પોરેટર નીતિન દોંગાએ પાલિકાની સભામાં રજૂઆત બાદ પાલિકાની ટીમ પોલીસ સાથે દબાણ હટાવવા માટે નિર્ણય કરી સ્થળ ઉપર આવી પહોંચી હતી અને કબ્રસ્તાનની ગેરકાયદે ઓરડી તોડવાની કામગીરી શરૂ થાય તે પહેલા ગેરકાયદે ઓરડીમાંથી દેશી દારૂની પોટલીઓ ભરેલા બે કોથળા મળતાં ભારે ચકચાર મચી ગઇ હતી અને હાજર પોલીસ પણ વિસામણમાં મુકાઈ હતી. કબ્રસ્તાનની ગેરકાયદે ઓરડીમાંથી દેશી દારૂનો જથ્થો મળતા આ ઘટનાની જાણ થતાં પોલીસ અધિકારીઓ પણ સ્થળ પર દોડી આવ્યા હતા અને ગેરકાયદે ઓરડી તોડવાનું કામ બાજુ પર રહી ગયું હતું અને દેશી દારૂના જથ્થા…

Read More

વડોદરા રેલવે ડિવિઝનમાં ડિવિઝનલ રેલવે મેનેજર વિરુદ્ધ માનસિક ત્રાસ અને ફેમિલી લાઈફ ડીસ્ટર્બ થતી હોવાઅંગે ડિવિઝનના 14 ઉચ્ચ અધિકારીઓ દ્વારા વેસ્ટર્ન રેલવેના જીએમ અને દિલ્હીના અધિકારીઓ તેમજ ઓફિસર યુનિયનને લેખિત રજુઆત કરતા સબંધિત વર્તુળોમાં ભારે દોડધામ મચી હતી. ડીઆરએમ કક્ષાના ઉચ્ચ અધિકારી વિરુદ્ધ ડિવિઝનના ગેજેટેડ અધિકારી તેવા સિનિયર ડીઓએમ અને એન્જિનિયર વિભાગના સિનિયર ડીઇએન સહિતના અધિકારીઓએ એકજૂથ થઈ લેખિત રજૂઆત કરતા વેસ્ટર્ન રેલવેના અધિકારી વડોદરા દોડી આવ્યા હતા અને તમામ સિનિયર ઓફિસરો વચ્ચે બેઠક કરાવી મામલો થાળે પાડ્યો હતો. વડોદરા રેલવેના ડીઆરએમ અમિત ગુપ્તા વિરુદ્ધ રેલવેના ફાઇનાન્સ, ઓપરેશન હેલ્થ, સિગ્નલિંગ જેવા તમામ વિભાગના અધિકારીઓની સહી સાથે પાઠવેલા પત્રમાં જણાવ્યું હતું…

Read More

બંગાળમાં શિક્ષક ભરતી કૌભાંડમાં મમતા સરકાર ઉપર માછલાં ધોવાયા બાદ તૃણમૂલ કોંગ્રેસે ભાજપ સામે પણ કૌભાંડની તપાસ મુદ્દે માંગ કરતા સીઆઈડીની એક ટીમે બાંકુરા ખાતે જઇ ગેરકાયદે નોકરી મામલે ભાજપના ધારાસભ્યની પુત્રીની પૂછપરછ કરી હતી. તૃણમૂલ કોંગ્રેસે બાંકુરાથી ભાજપના ધારાસભ્ય નીલાદ્રી શેખર દાના પર તેમની પુત્રી મૈત્રી દાનાને નાદિયા જિલ્લાના કલ્યાણી સ્થિત AIIMSમાં ગેરકાયદેસર રીતે નોકરી ઉપર રાખવાનો આરોપ લગાવી તપાસની માંગ કરી હતી. શિક્ષક કૌભાંડ બાદ બંગાળમાં મમતા સરકાર કલંકિત થઈ ગઈ છે ત્યારે બંગાળમાં ભાજપના ધારાસભ્ય દ્વારા પણ થયેલા કૌભાંડની અટકળો વચ્ચે ભાજપના બે સાંસદો, ધારાસભ્યો સહિત કુલ આઠ લોકો પર એમ્સમાં ગેરકાયદેસર રીતે નોકરી અપાવવાનો આરોપ છે.…

Read More

કેન્દ્ર અને ગુજરાત કોંગ્રેસમાં મહત્વનું સ્થાન ધરાવતા અહેમદ પટેલના નિધન બાદ આ જગ્યા કોઈ લઈ શક્યું નથી અને કોંગ્રેસમાં જબરદસ્ત ખોટ વર્તાઈ રહી હોવાનું ખુદ કોંગ્રેસીઓ કબૂલ કરી રહયા છે ત્યારે અહેમદ પટેલના પુત્રી મુમતાઝ પટેલ હવે ધીરેધીરે પિતાના પગલે પગલે રાજકારણમાં સક્રિય થઈ શકે તેવો માહોલ ક્રિએટ થઈ રહ્યો છે. તાજેતરમાં તિસ્તા સેતલવાડ મામલે એસઆઈટીના રિપોર્ટમાં અહેમદ પટેલનું નામ ઉછળ્યા બાદ રાજકીય માહોલ ગરમાયો હતો ત્યારે મર્હુમ અહમદ પટેલના પુત્રી મુમતાઝ પટેલ પ્રતિકારરૂપી નિવેદનો કરી ચર્ચામાં આવ્યા હતા, જેના મુમતાઝ પટેલ આગામી ગુજરાત વિધાનસભાની ચૂંટણીઓમાં સક્રીય થવાની અટકળો તેજ બની છે. ટવીટર હેન્ડલમાં મુમતાઝ પટેલ સક્રીય રાજકારણીની ભૂમિકામાં નજરે…

Read More

ગુજરાતમાં વીજ કંપનીઓએ યુનિટ દીઠ 10 પૈસાનો વધારો ગ્રાહકો પર ઝીંકવા સાથે 79 પૈસા ફૂઅલ ચાર્જ વધારવાની દરખાસ્ત પણ જર્કમાં કરી છે. ગુજરાતમાં તમામ પરિવારોને મહિને 300 યુનિટ ફ્રીમાં વીજળી આપવા આપ’ દ્વારા વચનો આપવામાં આવી રહ્યા છે, તેવે સમયે જ વીજ કંપનીઓઓ યુનિટના ભાવમાં 10 પૈસાનો વધારો ઝીંકી દેતા સામી ચૂંટણીઓમાં ભાજપની છબી ખરાબ થવાની શક્યતાઓ વ્યક્ત થઈ રહી છે. ગુજરાત વીજ નિયમન પંચ(જર્ક) સમક્ષ 79 પૈસાનો ફ્યુઅલ ચાર્જમાં વધારાની દરખાસ્ત કરવામાં આવી છે. જો કે, તેનો નિર્ણય આવે ત્યારબાદ વધારો લાગુ થશે. વીજ વિતરણ કંપનીઓને 10 પૈસાનો વધારો કરવાની સત્તા છે અને પીજીવીસીએલ દ્વારા 1 જુલાઈથી જ 10…

Read More