કવિ: Halima shaikh

આમ આદમી પાર્ટીના નેતા કેજરીવાલે ખુલ્લાંમ ખુલ્લા કહ્યું કે રેવડી તો મળે જ છે પણ ફર્ક એટલોજ છે કે હું જનતામાં વહેંચી દઉં છું અને ભાજપ પોતાના મિત્રોમાં…. ગુજરાતમાં આમ આદમી પાર્ટી હવે લોકોમાં રસ જગાવી રહી છે કારણકે હવે આપના સુપ્રીમો કેજરીવાલે જાહેરમાં અને શ્રી સોમનાથ મહાદેવજીના સાનિધ્યમાં જનતાના કામો માટે ગેરન્ટી આપી છે. જેમાં રાજ્યના દરેક યુવકને રોજગારી આપવામાં આવશે., જ્યાં સુધી રોજગારી નહીં મળે ત્યાં સુધી દરેક બેરોજગારને 3 હજાર રૂપિયા બેરોજગારી ભથ્થું અને 10 લાખ સરકારી નોકરીઓ બહાર પાડવાની વાત કરીને ભાજપ છાવણીમાં સોપો પાડી દીધો છે. સરકારી નોકરીઓના પેપર ફૂટવાની ઘટનાને અટકાવવા માટે કાયદો લાવવા…

Read More

વડોદરાની ચોતરફ નવનાથ સ્વરૂપે બિરાજમાન થઇને સંસ્કારી નગરીનું કુદરતી કે કૃત્રિમ આફતોમાં રક્ષણ કરતા ભગવાન ભોળાનાથનાં દર્શન હેતુ નવનાથ મહાદેવ કાવડ યાત્રા સમિતિના ઉપક્રમે શ્રાવણના છેલ્લા સોમવારે તા.૨પ ઓગસ્ટે નવનાથ મહાદેવ મંદિરોને જોડતી ૩૧ કિ.મી.ની કાવડ યાત્રાનું આયોજન કરાયું છે. નવનાથ મહાદેવ કાવડ યાત્રા સમિતિના સભ્યો જણાવ્યું હતું કે, વડોદરાની ફરતે આવેલા પ્રાચીન નવનાથ મંદિરો વિશે શહેરજનોને માહિ‌તી મળે અને પવિત્ર શ્રાવણ મહિ‌નામાં શ્રદ્ધાળુઓ નવનાથ મંદિરોનાં દર્શનનો લ્હાવો લઇ શકે તે હેતુ છેલ્લા સોમવારે કાવડ યાત્રાનું આયોજન કરાયું છે. યાત્રાનો પ્રારંભ સિદ્ધનાથ મહાદેવ મંદિરથી સવારે ૭ કલાકે થશે અને યાત્રાનું સમાપન વડસરના કોટનાથ મહાદેવ ખાતે સાંજે ૭ વાગે થશે.પ૧ કાવડિયાઓ…

Read More

વલસાડના અંતરિયાળ વિસ્તારમાં છેલ્લા 10 દીવસથી બીએસએનએલનું નેટવર્ક નહિ પકડાતા મોબાઈલ સેવાને અસર થઈ હોવાનું જાણવા મળ્યું છે પરિણામે બીએસએનએલ નું સીમકાર્ડ વાપરતા ગ્રાહકોના મોબાઇલ નહિ ચાલતા તેઓમાં નારાજગી ફેલાઈ હતી. વલસાડના ફલધરા, કાકડમટી, ખાખરી ફળિયા, ઓઝર, નવેરા સહિતના આજૂબાજૂના વિસ્તારોમાં બીએસએનએલના મોબાઇલ નેટવર્કના વપરાશકર્તાઓને નેટવર્ક નહિ મળતાં મુશ્કેલી સર્જાઈ છે. વલસાડના છેવાડે રહેતા અનેક સરકારી અર્ધ સરકારી કર્મચારીઓ,વિદ્યાર્થીઓ અને રોજબરોજ બહારગામ વેપાર ધંધા અને અન્ય વ્યવસાયે જતાં લોકો બીએસએનએલ નું સીમ વાપરતા હોય અહીં ટાવર ઉભા કરવામાં આવ્યા છે.પરંતું તેમાં નેટવર્કની ખામીને લઇ ગ્રામ્યના આ વિસ્તારમાં મોબાઇલ સેવા ઠપ્પ થઈ જતા લોકો મુશ્કેલીમાં મુકાઈ ગયા છે. છેલ્લા 10 દિવસથી…

Read More

કચ્છમાં મોટી સંખ્યામાં ગાયોના મોત થઈ રહયા છે,ભુજ શહેરના નાગોર રોડ પરના ડમ્પિંગ સાઇટ ખાતે ગૌ વંશના સંખ્યાબંધ મૃતદેહો નજરે પડ્યા હતા અહીં ગાયોના મૃતદેહના નિકાલના અભાવે મોટી સંખ્યામાં ગાયોના મૃતદેહો નજરે પડી રહયા છે. ભુજના ડમ્પિંગ સાઇટ ખાતે લમ્પી રોગથી મૃત્યુ પામેલા ગૌ વંશના સંખ્યાબંધ મૃતદેહોનો ઢગલો જોવા મળ્યો હતો. લમ્પી સ્કિન ડિસિસના કારણે કચ્છમાં અત્યાર સુધીમાં હજારો ગૌ વંશના મૃત્યુ થઈ ચૂક્યા છે. કચ્છ ઉપરાત જામનગર, રાજકોટ, દ્વારકા સહિતના જિલ્લામાં લમ્પી વાઇરસે કહેર મચાવ્યો છે. ભુજમાં જે પ્રમાણે ગાયોના મૃતદેહનો ઢગલો જોવા મળ્યો છે. તેવો જ મૃતદેહનો ઢગલો જામનગર અને રાજકોટ જિલ્લામાં હજારો ગાયોના મોત થઈ રહયા છે.…

Read More

મોંઘવારી અને EDની કાર્યવાહીને લઈને વિપક્ષે રાજ્યસભામાં હંગામો કર્યો. આને ધ્યાનમાં રાખીને કાર્યવાહી શરૂ થયાની થોડીવાર બાદ તેને બપોરે 12 વાગ્યા સુધી સ્થગિત કરી દેવામાં આવી હતી. સંસદના ચોમાસુ સત્રના દસમા દિવસે પણ હંગામો થયો છે. સાંસદોના ભારે હોબાળાને જોતા બંને ગૃહો 1 ​​ઓગસ્ટના રોજ સવારે 12વાગ્યા સુધી સ્થગિત કરી દેવામાં આવ્યા છે. આજે પણ વિપક્ષ મોંઘવારી મુદ્દે ચર્ચાની માંગણી કરતો જોવા મળ્યો હતો. કોંગ્રેસના સાંસદ મલ્લિકાર્જુન ખડગેએ આજે ​​અધીર ચૌધરીનો બચાવ કર્યો છે. તેમણે કહ્યું કે અધીર રંજને તેમની ટિપ્પણી બદલ માફી માંગી છે. પરંતુ તેમ છતાં ભાજપ સોનિયા ગાંધી વિરુદ્ધ નારા લગાવીને માફીની માંગ કરી રહી છે. મોંઘવારી…

Read More

મુંબઈ પોલીસે બોલિવૂડ અભિનેતા સલમાન ખાનને હથિયાર રાખવાનું લાયસન્સ આપ્યું છે. તમને જણાવી દઈએ કે થોડા સમય પહેલા લોરેન્સ બિશ્નોઈ ગેંગે કથિત રીતે અભિનેતાને ‘મૂસાવાલા જેવી હાલત’ કરવા દેવાની ધમકી આપી હતી. જે બાદ સલમાન ખાન 22 જુલાઈએ મુંબઈ પોલીસ કમિશનર વિવેક ફણસાલકરને મળ્યો હતો અને સ્વબચાવનો હવાલો આપીને હથિયાર રાખવાનું લાઇસન્સ માંગ્યું હતું. એટલું જ નહીં, અભિનેતાએ તેની સુરક્ષા વ્યવસ્થામાં પણ ઘણા ફેરફાર કર્યા છે. અહેવાલો અનુસાર, સલમાન ખાને તેની સુરક્ષા વધારીને તેની કારને અપગ્રેડ કરી છે. તે હવે લેન્ડ ક્રુઝરમાં મુસાફરી કરશે, જે બુલેટપ્રુફ છે. સમાચાર અનુસાર, અભિનેતાને તેની કારમાં બખ્તરની સાથે બુલેટ પ્રુફ ચશ્મા પણ છે. તમને…

Read More

વિપક્ષના હોબાળાને કારણે બે સપ્તાહ સુધી સંસદની કાર્યવાહી ખોરવાઈ જતાં આખરે સરકાર મોંઘવારી પર ચર્ચા કરવા સંમત થઈ ગઈ છે.આજે મોંઘવારી પર લોકસભામાં ચર્ચા થશે, જ્યારે મંગળવારે રાજ્યસભામાં તેના પર ચર્ચા થશે. લોકસભામાં ચર્ચા આજે નિયમ 193 હેઠળ સૂચિબદ્ધ છે. જણાવી દઈએ કે શિવસેના સાંસદ વિનાયક રાઉત અને કોંગ્રેસના સાંસદ મનીષ તિવારીએ લોકસભામાં આ મુદ્દે ચર્ચા માટે નોટિસ આપી હતી. ચોમાસુ સત્રમાં બે અઠવાડિયા સુધી વિક્ષેપ પડ્યા બાદ, સોમવાર એટલે કે આજથી બંને ગૃહો સુચારૂ રીતે ચાલે તેવી શક્યતા છે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, સોમવારે એટલે કે આજે 1 ઓગસ્ટે લોકસભામાં ‘મોંઘવારી’ પર ચર્ચા થઈ શકે છે. આ સિવાય શિવસેના સાંસદ…

Read More

દેશમાં કોરોના દર્દીઓની સંખ્યામાં સતત વધઘટ થઈ રહી છે. લાંબા સમયથી લગભગ 20 હજાર કેસ સામે આવી રહ્યા હતા, પરંતુ છેલ્લા 24 કલાકમાં તેમની સંખ્યા ઘટી છે. સ્વાસ્થ્ય મંત્રાલય દ્વારા જાહેર કરવામાં આવેલા આંકડા મુજબ દેશમાં એક દિવસમાં કોરોનાના 16,464 નવા કેસ નોંધાયા છે. જ્યારે એક દિવસ અગાઉ 19,673 કેસ નોંધાયા હતા. આ સાથે સક્રિય દર્દીઓની સંખ્યામાં પણ વધારો નોંધાયો છે. દેશમાં હવે 143989 સક્રિય કોરોના દર્દીઓ છે. સ્વાસ્થ્ય મંત્રાલયના જણાવ્યા અનુસાર, 24 કલાકમાં દેશમાં 24 દર્દીઓના પણ કોરોનાને કારણે મોત થયા છે. આ પછી, અત્યાર સુધીમાં કુલ મૃત્યુઆંક 526396 પર પહોંચી ગયો છે. સ્વાસ્થ્ય મંત્રાલયના જણાવ્યા અનુસાર, દેશમાં રિકવરી…

Read More

ભાવનગર શહેરમાં કોરોના પોઝિટિવના કુલ 552 નવા કેસ નોંધાયા છે,શહેર અને જિલ્લામાં કોરોના પોઝિટિવના કેસમાં સવા બે ગણો વધારો નોંધાયો છે. ગત જૂન માસમાં ભાવનગરમાં કોરોના પોઝિટિવના કુલ 232 કેસ સામે હાલમાં જુલાઇમાં વધીને 552 થઇ ગયા છે. એટલે કે એક જ માસમાં શહેરમાં કોરોનાના કેસમાં સવા બે ગણો વધારો થયો છે જોકે,કોઈને ગંભીર લક્ષણો ન હોય મોટાભાગના દર્દીઓને હોમ કોરોન્ટાઇન રખાયા છે. ભાવનગર શહેરમાં આ જુલાઇ માસના આરંભે કોરોના પોઝિટિવના કુલ કેસનો આંક 21,120 હતો તે આ માસના અંતે વધીને 21,673 થઇ ગયો છે. એટલે કે એક માસમાં કેસમાં 533 કેસનો વધારો થયો છે. જ્યારે ગત જૂન માસમાં ભાવનગર…

Read More

રાજ્યમાં આગામી વિધાનસભાની વિધાનસભાની ચૂંટણી પુર્વે ભાજપ અને આપ દ્વારા જોરદાર તૈયારીઓ ચાલી રહી છે અને મતદારોને રીઝવવા માટે કવાયત શરૂ કરી છે ગુજરાતમાં આમ આદમી પાર્ટીને હવે ગામડામાં પણ લોકો ઓળખતા થઈ ગયા છે અને તેઓ સતત જનતા વચ્ચે જઈ રહયા છે પરિણામે ગુજરાતમાં મુખ્યત્વે ભાજપ અને આપ વચ્ચે જ મુખ્ય ટક્કર થશે તેમ મનાઈ રહ્યું છે. જાણવા મળતી માહિતી મુજબ ભાજપ અને આમ આદમી પાર્ટીએ એજન્સીઓ રોકીને સર્વે શરૂ કરાવ્યો છે, ભાજપના સર્વેમાં શાસનથી સંતુષ્ટ છો?, વડાપ્રધાનને કેટલા મત આપશો?, તમારા મત વિસ્તારમાં કયા પ્રશ્નો છે?, તમારા ધારાસભ્ય વિસ્તારમાં સક્રિય છે કે નહીં? તેવા પ્રશ્નો લોકોને પૂછવામાં આવી…

Read More