કચ્છ અને સૌરાષ્ટ્રમાં આ વર્ષે સારો વરસાદ પડ્યો અને લીલુંછમ ઘાસ ઉગ્યું પણ આ ઘાસ ખાવા માટે ગાયો બચી નથી અને પવિત્ર શ્રાવણ માસમાં ટપોટપ ગાયોના મોત થઈ રહ્યા છે તેવે સમયે ગાયોને બચાવી લેવા યુદ્ધના ધોરણે પગલાં ભરવા માંગ ઉઠી છે. લમ્પી સ્કિન ડિસીઝને કારણે મોટી સંખ્યામાં ગાયોના મોત થઇ રહ્યા હોવાના મોબાઈલમાં કેદ કરેલા દ્રશ્યો સાથે પશુપ્રેમીઓ અને માલધારીઓ દાવો કરી રહયા હોવાછતાં તંત્ર અલગ આંકડા દર્શાવી રહ્યું છે બીજી તરફ ઠેર ઠેરથી આવી રહેલી મૃતક પશુઓની તસવીરો અને ટ્રેક્ટરમાં લઇ જવાતા મૃત પશુઓની વાસ્તવિકતા અરેરાટી ફેલાવી રહી છે જે સાચી સ્થિતિ બયાન કરે છે બીજી તરફ સરકારી…
કવિ: Halima shaikh
સુરતમાં બાળકોને શિક્ષણ આપવાને બદલે નગ્ન કરી તેઓ સાથે હવસ સંતોષતા હવસખોર આચાર્ય પકડાતા તેના કારનામાં સામે આવી રહયા છે અને તેણે કરેલા સૃષ્ટિ વિરુદ્ધના કૃત્યનો વધુ એક ગુનો દાખલ થયો છે. પુણા નગર પ્રાથમિક શિક્ષણ સમિતિની શાળામાં આચાર્ય જેવા પદ ઉપર બિરાજતા હવસ ભુખ્યા નિશાંતકુમાર યોગેશકુચંદ્ર વ્યાસે વિદ્યાર્થીઓ સાથે ગંદી હરકતો કરતો વિડીયો સામે આવ્યો હતો બાદમાં તે ભાગી ગયો અને હવે પકડાતા તેનો ભોગ બનેલો એક વિદ્યાર્થી સામે આવ્યો છે, 3 વર્ષ પહેલા આ વિદ્યાર્થીને પણ પ્રિન્સીપાલે કેબિનમાં બોલાવી બદકામ કર્યું હોવાનું સામે આવ્યુ છે. શનિવારે જયારે પ્રિન્સિપાલ નિશાંત વ્યાસ પકડાયો ત્યાર પછી તપાસ સમિતિએ વધુ એક ગુનો…
ગુજરાત કોંગ્રેસમાં નેતાઓ વારંવાર એવા નિવેદન કરે કે પક્ષની પ્રતિષ્ઠા ખરડાય છે અને પાછું બધું પાટા ઉપર લાવતા લાવતા ઘણો સમય નીકળી જાય છે, જગદીશ ઠાકોર ફોર્મમાં આવી લઘુમતી સમાજને મતો માટે હાકલ કરી દીધા બાદ કોંગ્રેસ માત્ર લઘુમતી સમાજ માટે હોવાની ખુલ્લી વાત કરતા હિંદુઓના મત તૂટવાના ભયે હાલતો ફરી પાછા ભરત સિંહને આગળ કરવામાં આવ્યા હોવાની વાતો વચ્ચે શુ ફરક પડશે તે નક્કી નથી પણ આ ફેરફાર કરવામાં આવ્યો છે,અત્રે ઉલ્લેખનીય છે કે પ્રદેશ કોંગ્રેસ પ્રમુખ જગદીશ ઠાકોરે થોડા દિવસો પહેલાં અમદાવાદમાં લઘુમતી સમાજના એક કાર્યક્રમમાં ખીલ્યાં હતા અને મુસલમાન સમાજના તમામ સંગઠનોને એક થઇ કોંગ્રેસને જીતાડવા હાકલ…
વડોદરા શહેર અને જિલ્લામાં તાવ,કમળો, મેલેરિયા, ડેન્ગ્યુ, સ્વાઇન ફલૂ ના વધી રહેલા કેસ વચ્ચે કોરોનાના કેસ પણ વધી રહ્યા છે હાલમાં કોરોનાના એક્ટિવ દર્દીઓની સંખ્યા વધીને 744 થઇ છે. હાલમાં હોસ્પિટલોમાં 39 દર્દી દાખલ છે. જે પૈકી 4 દર્દી હાલ ઓક્સિજન પર છે. હાલમાં શહેરમાં 560 લોકો ક્વોરન્ટીન છે. વડોદરામાં એકતાનગર, અકોટા, અટલાદરા, બાપોદ, ભાયલી, છાણી, દિવાળીપુરા, ફતેપુરા, ગોકુલનગર, ગોરવા, ગોત્રી, હરણી, જતેલપુર, કપુરાઇ, મકરપુરા, માંજલપુર, નવાપુરા, નવાયાર્ડ, નવીધરતી, પાણીગેટ, રામદેવનગર, શીયાબાગ, સુભાનપુરા, સુદામાપુરી, તાંદલજા, તરસાલી, ઉંડેરા, વડસર, યમુનામીલ, મોકસી, રાણીયા, જરોદ, લીમડા, આસોજ, કોટંબી, વલણ, મેસરાડ, કરજણ, રણોલી, કોયલી, ગામડી, શિરોલા, સાથોડ, દશરથ, વાઘોડિયા, કેલનપુર, પલાસવાડા અને સમિયાલામાં નવા…
સંજય રાઉત હજુ તો ઇડી માંથી નવરા નથી પડ્યા ત્યાંજ તેઓ વિરુદ્ધ બીજી ફરિયાદ થઈ છે. સંજય રાઉત વિરુદ્ધ મુંબઈના વાકોલા પોલીસ સ્ટેશનમાં આઈપીસીની કલમ 504, 506 અને 509 હેઠળ કેસ નોંધવામાં આવ્યો હતો. વાસ્તવમાં, સ્વપ્નાની એક ઓડિયો ક્લિપ વાયરલ થઈ હતી, જેમાં રાઉતને કથિત રીતે ધમકી આપતા સાંભળવામાં આવ્યા હતા. શિવસેનાના વરિષ્ઠ નેતા અને સાંસદ સંજય રાઉત મુંબઈના પત્રચાલ કૌભાંડમાં ખરાબ રીતે ફસાયા છે. 16 કલાકની પૂછપરછ બાદ EDએ રવિવારે તેની ધરપકડ કરી હતી. તેને આજે કોર્ટમાં રજૂ કરવામાં આવી શકે છે. દરમિયાન, રાઉત વિરુદ્ધ તેમના સહયોગી સુજીત પાટકરની પત્ની સ્વપ્ના પાટકરને ધમકી આપવા બદલ પોલીસ કેસ પણ નોંધવામાં…
બોટાદમાં કેમિકલ કાંડ સર્જાયા બાદ હવે અન્ય એક ઘટનામાં અમદાવાદમાં કેમિકલ કાંડ કરવાના પ્રયાસની વાતો સામે આવતા ભારે ચકચાર મચી છે. અમદાવાદ શહેરનાં દક્ષિણ અને પૂર્વ ઝોનને પાણી પૂરૂ પાડતાં રાસ્કા વોટર ટ્રીટમેન્ટ પ્લાન્ટને ભેદી રીતે બંધ કરવામાં આવ્યો છે કેનાલમાં કેમિકલ છોડવામાં આવતા પ્લાન્ટ બંધ કરી દેવાયાની વાતો ઉછળી છે. આ ઘટનાને છુપાવવામાં આવી રહી હોવાના આક્ષેપો ઉઠ્યા છે. રાસ્કાનાં પ્લાન્ટને પાણી પૂરૂ પાડતી શેઢી બ્રાંચ કેનાલનાં પાણી અચાનક લીલા રંગનાં બની જતા રાસ્કા પ્લાન્ટને છ દિવસથી બંધ કરી દેવામાં આવ્યો છે, આ સમગ્ર પ્રકરણમાં ભીનુ સંકેલવા માટે પ્રયાસ થઈ રહ્યાનો આક્ષેપ કરતાં મ્યુનિ.કોંગ્રેસ પક્ષનેતા શેહઝાદખાન પઠાણે જણાવ્યું હતું…
પટ્રોલ-ડીઝલના ભાવો આસમાને પહોંચતા હવે તેના નવા વિકલ્પ તરીકે નવા જમાનામાં ઇલેક્ટ્રિક વાહનો આવી ગયા, વીજળીમાં હવે સોલાર આવી ગયું અને ગેસના બાટલા મોંઘા થતા હવે તેનો વિકલ્પ પણ આવી ગયો છે અને દેશમાં પ્રથમવાર સુરતમાં ઘરેલું ઉપયોગ માટે પાણીમાંથી હાઈડ્રોજન ગેસ બનાવવાની શરૂઆત થઈ છે. સુરતના કવાસ ખાતે આવેલી એનટીપીસીની ટાઉનશિપમાં 200 મકાનોમાં હાઈડ્રોજન સાથે નેચરલ ગેસ મિક્સ કરેલા ગેસનો પુરવઠો આપવામાં આવશે. આ પ્રોજેક્ટનું જમા પાસું એ છે કે, ‘પાણીમાં હાઈડ્રોજન બનાવવા માટે જે વિજળીનો ઉપયોગ થશે તે વિજળી પણ સોલાર એનર્જીથી ઉત્પાદન કરવામાં આવશે. આમ સોલર પેનલથી વીજ ઉત્પાદન પણ થતું રહેશે. આ પ્લાન્ટ થી પ્રદુષણ પણ…
સંજય રાઉતની EDએ મોડી રાત્રે 12 કલાકે ધરપકડ કરી છે. રાત સાડા બાર વાગતા સંજય રાઉતના ભાઈ સુનિલ રાઉત EDની ઓફિસે પહોંચ્યા હતા. EDએ સંજયને રવિવાર સાંજે કથિત રીતે કસ્ટડીમાં લીધા બાદ રાત્રે 12 કલાકે ધરપકડ કરી છે. સંજય રાઉતને આજે સોમવારે બપોરે PMLA કોર્ટમાં રજૂ કરવામાં આવશે. મળતી માહિતી મુજબ, સંજય રાઉતના ઘરેથી ઇડીને 11.50 લાખ રૂપિયા જપ્ત કર્યા છે. ત્યાં જ ઇડીના સિનિયર ઓફિસર પણ મોડી રાતે દિલ્હીથી મુંબઈ પહોંચ્યા છે. ત્યારે હાલ સંજય રાઉતની પૂછપરછ કરવામાં આવી રહી છે. દરમિયાન સંજય રાઉતની ધરપકડ મામલે તેમના ભાઈ સુનિલે જણાવ્યું હતું કે, ઇડી સંજયથી ડરે છે. તેથી તેમની ધરપકડ…
વિધાનસભાની ચૂંટણી અગાઉ રાજકીય માહોલ ગરમાયો છે તેવામાં જ લઠ્ઠાકાંડ સર્જાતા ભાજપની મુશ્કેલી વધી છે અને હવે ફરી આ મુદ્દે શંકરસિંહ વાઘેલા મેદાનમાં આવ્યા છે અને તેમના મતે હુતો પહેલેથી જ કહેતો આવ્યો છું કે દારૂબંધી જ હઠાવી દો એટલે પત્યું. બીજી તરફ કોંગ્રેસમાં જોડાવા માટે પણ તેમની પહેલી શરત ગુજરાતમાં દારૂબંધી હટાવવાની મૂકી છે. શંકરસિંહ વાઘેલાએ લઠ્ઠાકાંડ અંગે તેજ દિવસે કહ્યું હતું કે ‘ગુજરાત ઉડતુ ગુજરાત બની રહ્યું છે. રાજ્યમાંથી દારૂબંધી જ દૂર કરવી જોઇએ. દારૂબંધી નું માત્ર નાટક ચાલે છે અને લાખો કરોડોનો વેપાર ખોટા ખિસ્સાઓમાં જઇ રહ્યો છે. દારૂબંધી હટશે તો લાખો કરોડો રૂપિયા સીધા સરકારની તિજોરીમાં…
એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટે આખરે શિવસેનાના નેતા અને રાજ્યસભા સાંસદ સંજય રાઉતને કસ્ટડીમાં લીધા છે. મહારાષ્ટ્રમાં 1000 કરોડથી વધુના પત્ર ચાવલ જમીન કૌભાંડ કેસમાં EDની ટીમ સંજય રાઉતની તેમના ઘરમાં પૂછપરછ કરી રહી હતી પણ હવે તેઓની અટકાયત કરી લીધી છે. ED દ્વારા તેમને 27 જુલાઈએ સમન્સ મોકલવામાં આવ્યા હતા. જોકે, તે અધિકારીઓ સમક્ષ હાજર થયા ન હતા. આ પછી EDના અધિકારીઓ તેના ઘરે પહોંચ્યા પણ રાઉત તપાસમાં સહકાર ન આપવાનો આરોપ કરી ઉંચકી લીધા છે. આ મામલો મુંબઈના ગોરેગાંવ વિસ્તારના પાત્રા ચાલ સાથે સંબંધિત છે. તે મહારાષ્ટ્ર હાઉસિંગ એન્ડ એરિયા ડેવલપમેન્ટ ઓથોરિટીનો પ્લોટ છે. લગભગ 1034 કરોડનું કૌભાંડ હોવાનો આરોપ છે.…