રાજસ્થાનના કોટામાં IITની તૈયારી કરી રહેલા ડૉક્ટર પુત્ર એવા 17 વર્ષના કોચિંગ સ્ટૂડન્ટે સુસાઈડ કરી લેતા ભારે ચકચાર મચી ગઇ છે, સ્થળ ઉપર મળી આવેલી સુસાઈડ નોટમાં લખ્યું હતું કે- ‘સોરી મમ્મી-પપ્પા, હું કોઈ વસ્તુને લાયક નથી. મારો પ્રેમ ખોટો ન હતો, પણ એક યુવક સાથે થયો હતો.’ રાજસ્થાનના કોટામાં IITની તૈયારી કરી રહેલા 17 વર્ષના કોચિંગ સ્ટૂડન્ટે ગળાફાંસો લગાવીને સુસાઈડ કરી લીધી છે. તેને સુસાઈડ નોટમાં લખ્યું- ‘સોરી મમ્મી-પપ્પા, હું કોઈ વસ્તુને લાયક નથી. મારો પ્રેમ ખોટો ન હતો, પણ એક યુવક સાથે થયો હતો.’ વગતો મુજબ MPના છિંદવાડાના રહીશ 17 વર્ષીય પ્રથમ જૈન છેલ્લાં બે મહિનાથી રાજસ્થાનના કોટામાં…
કવિ: Halima shaikh
મલયાલમ ફિલ્મ ઇન્ડસ્ટ્રીના લોકપ્રિય એક્ટર સરથ ચંદ્રને આત્મહત્યા કરી લીધી હોવાની પોલીસે શકયતા વ્યક્ત કરી છે,કેરળ પોલીસને સરથના ઘરમાંથી સુસાઇડ નોટ પણ મળી આવી છે. પોલીસને શંકા છે કે 37 વર્ષીય સરથે ઝેર પીને આત્મહત્યા કરી છે. સરથના ઘરમાંથી સુસાઇડ નોટ મળી આવી હતી, જેમાં લખવામાં આવ્યું હતું કે તેના મોત માટે કોઈ જવાબદાર નથી. પોલીસને શંકા છે કે સરથ ડિપ્રેશનમાં આવી જઈને આ પગલું ભર્યું હશે. કોચ્ચિમાં રહેતા સરથ ચંદ્રને ફિલ્મમાં કામ કરતાં પહેલા IT કંપનીમાં કામ કર્યું હતું. ત્યારબાદ તેણે ડબિંગ એક્ટર તરીકે ફિલ્મમાં કામ કરવાની શરૂઆત કરી હતી. તેણે મલયાલમ ઇન્ડસ્ટ્રીની ફિલ્મ ‘અનીસ્યા’થી એક્ટિંગ કરિયરની શરૂઆત કરી…
દેશ વિરોધી પ્રવૃત્તિઓ મામલે ગુજરાત એટીએસ દ્વારા આજે અમદાવાદ, સુરત, નવસારી, ભરૂચની કેટલીક શકમંદ જગ્યાઓ પર રેડ કરી કેટલાક શકમંદ ઇસમોની પુછતાછ શરૂ કરી છે. એટીએસ દ્વારા હાલ ત્રણ લોકોનું ઇન્વેસ્ટિગેશન કરવામાં આવી રહ્યું હોવાની વાત છે પરંતુ હાલ આ તપાસ ખૂબ ગોપનીય હોવાથી તે અંગે વધારે વિગત મળી શકી નથી,પરંતુ આ ઈસમો દેશ વિરોધી કૃત્ય કરવામાં ક્યાંક સામેલ હોવાની શકયતા ચકાસવામાં આવી રહી છે. આ ત્રણ ઈસમોની હિલચાલ તપાસ એજન્સીની રડારમાં આવતા તપાસ શરૂ કરાઇ છે. આ ત્રણ પૈકી સુરતના ભાગાતળાવ વિસ્તારમાં રહેતા એક ઇસમની અટક કરવામાં આવી હોવાનું કહેવાય છે. શકમંદ દ્વારા કેટલાક યુવકોને દેશ વિરોધી પ્રવૃતિઓ માટે…
60 અને 70ના દાયકાની લોકપ્રિય અભિનેત્રીઓમાંની એક મુમતાઝની સુંદરતાની આજે પણ ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં ચર્ચા થાય છે. મુમતાઝની ગણતરી તેના જમાનાની સુપરહિટ અભિનેત્રીઓમાં થાય છે. 31 જુલાઈ 1947ના રોજ મુંબઈમાં જન્મેલી મુમતાઝ આજે પોતાનો 75મો જન્મદિવસ મનાવી રહી છે. મોટી આંખો, ગોરો રંગ અને અભિનયની કળાથી મુમતાઝે દરેક પર પોતાનો જાદુ ફેલાવી દીધો હતો. જ્યારે પણ મુમતાઝ પોતાની શરમાળ શૈલી, નખરાં અને તોફાની શૈલી સાથે મોટા પડદા પર આવતી ત્યારે દર્શકો તેના દિવાના થઈ જતા. તે પોતાના જમાનાની એવી અભિનેત્રી હતી, જેની સુંદરતા પર આખું ભારત મરતું હતું. તેણીની સુંદરતા માત્ર દર્શકોને જ નહીં પરંતુ ઇન્ડસ્ટ્રીના ઘણા મોટા સુપરસ્ટાર્સને પણ પસંદ…
રાજ્ય સરકારે નાગરિકોની સલામતી અને સુરક્ષામાં વધારો કરવા એક મહત્વનો નિર્ણય કર્યો છે અને આવતી કાલથી એટલેકે તા.1 ઓગષ્ટથી જાહેર સ્થળે સીસીટીવી કેમેરા લગાવવા ફરજિયાત કરાયા છે જેનો કડક અમલ કરવામાં આવશે. ગુજરાતમાં વાણિજ્યિક અને ઔદ્યોગિક સંસ્થાઓ, ધાર્મિક સ્થળો, શૈક્ષણિક સંસ્થાઓ, હોસ્પિટલ, રમત-ગમત સંકુલો તથા રેલવે સ્ટેશન, બસ સ્ટેશન સહિત જાહેર સ્થળોએ CCTV ફરજીયાત થઈ જશે. નાગરિકોની સુરક્ષા સામેના જોખમો નિવારવા તથા ગુનાની સંભાવનાઓ અટકાવવાના રક્ષાત્મક ઉપાય રૂપે આ નિર્ણય કરવામાં આવ્યો હોવાનું સૂત્રોએ જણાવ્યું છે. રાજ્ય સરકારે નાગરિકો પણ સુરક્ષા અને સલામતીમાં સામેલ થાય તેવા હેતુથી જનભાગીદારીથી CCTV કેમેરા સિસ્ટમ લગાડવા અને પ્રવેશ નિયંત્રણ પગલાં ફરજિયાત કરવાના હેતુથી ગુજરાત…
વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે ‘મન કી બાત’ કાર્યક્રમ દ્વારા દેશની જનતાને સંબોધિત કરી રહ્યા છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી ફરી એકવાર ‘મન કી બાત’ કાર્યક્રમ દ્વારા રાષ્ટ્રને સંબોધિત કરી રહ્યા છે. આ શોનો 91મો એપિસોડ છે. પીએમ મોદીએ કહ્યું, ‘મન કી બાત’ આ વખતે ખૂબ જ ખાસ છે. તેનું કારણ આ સ્વતંત્રતા દિવસ છે, જ્યારે ભારત તેની આઝાદીના 75 વર્ષ પૂર્ણ કરશે. આપણે બધા એક ખૂબ જ અદ્ભુત અને ઐતિહાસિક ક્ષણના સાક્ષી બનવા જઈ રહ્યા છીએ. ભગવાને આપણને આ મહાન સૌભાગ્ય આપ્યું છે. શહીદ ઉદ્યમ સિંહને શ્રદ્ધાંજલિ આપતા પ્રધાનમંત્રીએ કહ્યું કે, “આ દિવસે આપણે બધા દેશવાસીઓ, શહીદ ઉદ્યમ સિંહજીની શહાદતને નમન…
રાજ્યમાં માત્ર બે બુટલેગરની તપાસમાં દૈનિક 5000 પેટી અંગ્રેજી દારૂનો કાળો કારોબાર થતો હોવાનું ખુલ્યું છે. દારૂની દુનિયામાં બદનામ બે બુટલેગર નાગદાન અને વિનોદ સિંધીએ આખા ગુજરાતમાં પોતાના પંટરોની જાળ બિછાવી હોવાનું સામે આવ્યું છે. જેઓ રોજ 3 કરોડના દારૂનો ગુજરાતમાં વેપાર કરતા હોવાનું સામે આવ્યું છે. જેનો વાર્ષિક આંકડો 1000 કરોડ થવા જાય છે. મહત્વનું છે કે સ્ટેટ મોનિટરિંગ સેલની ટીમે નાગદાન પ્રભુદાન ટાપરીયા(ગઢવી)ને 25 દિવસ પહેલા જ હરિયાણાથી ઝડપી પાડ્યા બાદ શરૂ થયેલી તપાસમાં તેના ફોનમાંથી એવી 29 ઓડિયો ક્લિપ મળી કે અધિકારીઓ ચોંકી ઉઠ્યા છે આ તમામ ઓડિક્લિપ FSLમાં મોકલવામાં આવી હોવાનું સૂત્રો જણાવી રહયા છે. જોકે…
ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણીના પડઘમ વાગી રહયા છે ત્યારે ભાજપ અને આમ આદમી પાર્ટીએ પૂર્વ તૈયારીઓ શરૂ કરી દીધી છે બીજી તરફ કોઈ તૈયારી નહિ કરી રહેલા કોંગ્રેસમાં ઉલ્ટી ગંગા વહી રહી છે અને કોંગ્રેસમાં તાલુકા તેમજ જિલ્લાસ્તરે સંગઠન માળખામાં મોટા ગાબડા પડી રહ્યા છે ત્યારે હવે મોડે મોડે ભાન થતા હાઈકમાન્ડે કોંગ્રેસથી નારાજ ધારાસભ્ય આગેવાનો અને કાર્યકરોને પક્ષમાં જાળવી રાખવા સિનિયર નેતાઓને જવાબદારી સોંપવામાં આવી છે, નારાજ નેતાઓને મનાવવા માટે ડેમેજ કંટ્રોલની કવાયત પણ શરૂ થતા ભાજપની ભરતી ઝુંબેશ સામે કોંગ્રેસની ‘બચાવ ઝુંબેશ’ શરૂ થઈ છે. ગુજરાત કોંગ્રેસના ઓબ્ઝર્વર તરીકે સિનિયર આગેવાન અને રાજસ્થાનના મુખ્યમંત્રી અશોક ગેહલોતને જવાબદારી અપાઈ હોવાનું…
છેલ્લા ઘણાજ સમયથી બોલી બોલીને વિવાદ ઉભો કરનાર સંજય રાઉતને કાયદાનું ભાન કરાવવા EDની ટીમ શિવસેના સાંસદ સંજય રાઉતના ઘરે પહોંચી હતી અને ચારથી પાંચ જેટલા અધિકારીઓએ તેઓના ઘરેજ મહારાષ્ટ્રમાં 1034 કરોડના પાત્રા ચાલી જમીન કૌભાંડ કેસમાં EDની ટીમ સંજય રાઉતના કલાસ શરૂ કરતાં સંજય રાઉત બાળ ઠાકરેના સોગંધ ખાઈ રહયા છે, સતત 2 કલાકથી પૂછપરછ ચાલુ છે ત્યારે રાઉતે કહ્યું બાલાસાહેબના સોગંદ બસ હવે તો માનો આ કૌભાંડ સાથે કોઈ લેવાદેવા નથી. ED દ્વારા તેમને 27 જુલાઈએ સમન્સ પાઠવવામાં આવ્યું હતું. તેઓ અધિકારીઓ સમક્ષ હાજર થયા ન હતા. આ પછી EDના અધિકારીઓ તેમના ઘરે પહોંચી ગયા હતા. મામલો મુંબઈના…
વડોદરાની એમ એસ યુનિ.ની ટેક્નોલોજી ફેકલ્ટીના વિદ્યાર્થીએ પ્રાધ્યાપક પાસે ભલામણ પત્ર આપવાના બદલામાં બેથી ત્રણ હજાર ની સારી બ્રાન્ડની દારૂની વ્હીસ્કીની લાંચ માગી હોવાનો ચોંકાવનારો આક્ષેપ કરતા જણાવ્યું કે તેનો ઈન્કાર કરવા જતાં પ્રોફેસરે જાતિ વિષયક અપમાન અને ગાળો દીધી હોવા અંગે વિદ્યાર્થીએ વીસી અને સિન્ડિકેટ સભ્યને પત્ર લખી તપાસની માગ કરવા સાથે રાવપુરા પોલીસ મથકે ફરિયાદ અરજી પણ આપી છે. ટેક્નોલોજી ફેકલ્ટીમાં અભ્યાસ કરી ચૂકેલા વિદ્યાર્થીએ પત્રમાં જણાવ્યું છે કે, વિદેશમાં ભણવા અને સારી કંપનીમાં જોબ કરવા ભલામણપત્રની જરૂર હોવાથી તે મિકેનિકલ ડિપાર્ટમેન્ટના આસિ. પ્રોફેસર નિકુલ પટેલ પાસે ગયો હતો. પ્રાધ્યાપકે તેને ગાળો બોલી જાતિ વિષયક અપમાન કર્યું હતું…