કોરોનાકાળની થપાટ હોય કે મોંઘવારીનું મહાકાય મોજું નાના મધ્યમ ધંધો કરતા લોકોની હાલત કફોડી બની છે ત્યારે રાજ્ય સરકારને નાના ફેરીયાઓની ખુબજ ચિંતા થઈ આવતા આજે ગાંધીનગર ખાતે રાજ્યના મુખ્યમંત્રીની અધ્યક્ષતા હેઠળ પ્રધાનમંત્રી સ્વનિધિ યોજના હેઠળ શેરી ફેરીયાઓને 263 કરોડની સહાયની જાહેરાત કરી છે. ઉલ્લેખનીય છેકે વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા સ્વનિધિ યોજનાની શરૂઆત કરાઈ છે અને આ યોજના સમગ્ર દેશમાં લાગુ કરવામાં આવી હતી, આ યોજનાના પ્રથમ તબક્કે અરજદારને 10 હજાર રૂપિયાની સહાય કરવામાં આવશે. આ 9 ટકા સહાય ધિરાણ રૂપી બની રહેશે અને જેમાં કેન્દ્ર સરકાર 7 ટકા રકમ ભરશે અને અરજદાર 2 ટકા ભરવાની રહેશે. જો અરજદાર સમયસર…
કવિ: Halima shaikh
જે રીતે કોરોનાકાળમાં માનવ લાશોના ઢગલા થયા હતા બસ તેજ રીતે હાલમાં સૌરાષ્ટ્રમાં ગાયોના મોટી સંખ્યામાં ટપોટપ મોત થઈ રહયા છે તંત્ર મોટી મોટી ગુલબાંગો અને રસી કરણ ના દાવા અહીં પોકળ સાબિત થઈ રહયા છે અને મોટી સંખ્યામાં ગાયો મોતને ભેટી રહી હોવાના વાસ્તવિક અહેવાલો સામે આવ્યા છે. જામનગરના કાલાવડ શહેરમાં લમ્પી વાયરસથી મોટી સંખ્યામાં ગાયોના મોત થયા છે અહીં તંત્રની ઘોર બેદરકારી સામે આવી છે. કાલાવડમાં ઠેરઠેર મૃત ગાયોના ઢગલા જોવા મળી રહ્યા છે પરિણામે અરેરાટી સાથે દુર્ગંધ ફેલાતા આસપાસ વિસ્તારના રહિશોમાં ખુબજ દુઃખની લાગણી ફેલાઈ છે. રાજ્યના અનેક જિલ્લામાં હાલ પશુઓમાં લમ્પી વાયરસનો કહેર જોવા મળી રહ્યો…
બારડોલી નગરમાં તસ્કરોએ એડી.ડિસ્ટ્રિક્ટ જ્જના બંધ ઘરને નિશાન બનાવી રોકડા રુપિયા 1.20 લાખ અને સોનાના દાગીના મળી કુલ 1.27 લાખની ચોરી કરી રફુચક્કર થઈ ગયા હતા. બારડોલીના શ્રીપતિવિલા સોસાયટીમાં રહેતા અને મુળ મોડાસાના નિરંજન મુકુંદરાય વ્યાસ એડિશનલ જજ તરીકે નિવૃત થયા બાદ હાલ સુરતના ટોરેન્ટ પાવર પ્રા.લિ.માં ચેરપરસન તરીકે ફરજ બજાવે છે જેઓને અમદાવાદ ટોરેન્ટ પાવર પ્રા.લી.માં CGRFમાં પણ ચેર પરસન તરીકેનો વધારાનો એડીશનલ ચાર્જ હોય તેઓ ઘર બંધ કરીને પરિવાર સાથે અમદાવાદ ગયા ત્યારે અજાણ્યા તસ્કરોએ બાજુની સોસાયટીની દીવાલ કૂદીને આવ્યા બાદ જજના ઘરના મુખ્ય દરવાજાનો લોકને તોડી ઘરમાં પ્રવેશ કરી રૂ.1.20 લાખ રૂપિયા રોકડા અને સોના ચાંદીના ઘરેણાં…
દેશમાં એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED)ની કાર્યવાહીથી વિપક્ષમાં ભાગદોડ મચી છે કરોડો રૂપિયાના કૌભાંડની તપાસ ચાલી રહી છે ત્યારે હવે વિપક્ષે એકજૂથ થવાનું નક્કી કર્યું છે અને બધાને એક કરવાની આગેવાની પશ્ચિમ બંગાળના સીએમ અને ટીએમસીના વડા મમતા બેનર્જી લઈ રહયા છે. તેઓ વિપક્ષને એક કરવા પાંચ દિવસની દિલ્હી આવશે. મમતા સાથે કોંગ્રેસ અધ્યક્ષ સોનિયા ગાંધી, એનસીપીના વડા શરદ પવાર, તેલંગાણા રાષ્ટ્ર સમિતિના કે.સી.આર., SP નેતા અખિલેશ યાદવ, AAP નેતા અરવિંદ કેજરીવાલ અને DMK નેતા MK સ્ટાલિન એક મંચ પર આવી શકે છે. આ પક્ષોના લોકસભામાં લગભગ 125 સાંસદો છે નોંધનીય છે કે તાજેતરમાં રાષ્ટ્રપતિની ચૂંટણીનાં મતદાનમાં તિરાડ પડી છે તેને સાધવાનો…
આજે આંતરરાષ્ટ્રીય મિત્રતા દિવસ છે. દર વર્ષે 30 જુલાઈને ફ્રેન્ડશિપ ડે તરીકે ઉજવવામાં આવે છે. જો કે, ઓગસ્ટ મહિનાના પહેલા રવિવારે ફ્રેન્ડશિપ ડે પણ ઉજવવામાં આવે છે. તા.30 જુલાઈના રોજ ઉજવવામાં આવતા મિત્રતા દિવસને ઘણા દેશો વચ્ચેના મૈત્રીપૂર્ણ સંબંધો પર આધારિત દિવસ માનવામાં આવે છે. આ દિવસે લોકો તેમના મિત્રોને મળે છે, તેમની સાથે ફરે છે. મિત્રતાનો સંબંધ રાખવો પણ ખાસ છે. મિત્રો પરિવાર સિવાય મનુષ્યની સૌથી નજીક હોય છે, જેની સાથે સુખ અને દુ:ખ વહેંચી શકાય છે. 2011 માં, યુનાઇટેડ નેશન્સ જનરલ એસેમ્બલીએ જાતિ, રંગ, લિંગ, ધર્મ વગેરેને ધ્યાનમાં લીધા વિના વિવિધ દેશોના લોકો વચ્ચે મિત્રતાનું મજબૂત બંધન બનાવવાના…
નાયબ મુખ્યમંત્રી મનીષ સિસોદિયાએ કહ્યું કે સોમવારથી દિલ્હીમાં જૂની એક્સાઇઝ પોલિસી લાગુ કરવામાં આવશે. તે છ મહિના સુધી અમલમાં રહેશે. લેફ્ટનન્ટ ગવર્નર દ્વારા CBI તપાસના આદેશ બાદ તમામ આરોપોનો સામનો કરી રહેલી દિલ્હી સરકારે મોટો નિર્ણય લીધો છે. શનિવારે નાયબ મુખ્યમંત્રી મનીષ સિસોદિયાએ કહ્યું કે સોમવારથી દિલ્હીમાં જૂની એક્સાઇઝ પોલિસી લાગુ કરવામાં આવશે, તે છ મહિના સુધી અમલમાં રહેશે. નવી એક્સાઈઝ પોલિસીમાં કથિત ભ્રષ્ટાચારના આરોપોની સીબીઆઈ તપાસની ભલામણ કર્યા બાદ દિલ્હી સરકાર બેકફૂટ પર આવી ગઈ છે. મનીષ સિસોદિયાએ કહ્યું નવી પોલિસી તૈયાર ન થાય ત્યાં સુધી દારૂનું વેચાણ જૂની પોલિસી હેઠળ જ થશે. આની જાહેરાત કરતાં સિસોદિયાએ કહ્યું કે…
શનિવારે સવારે 8 વાગ્યે કેન્દ્રીય આરોગ્ય મંત્રાલય દ્વારા અપડેટ કરવામાં આવેલા ડેટા અનુસાર, દેશમાં હાલમાં 1,43,384 સક્રિય કેસ છે. આ દરમિયાન, 20,958 કોરોના રોગચાળામાંથી સ્વસ્થ થયા. દેશમાં કોરોનાના નવા દર્દીઓની સંખ્યામાં દરરોજ વધઘટ થઈ રહી છે. શનિવારે 20,408 નવા કોરોના સંક્રમિત મળી આવ્યા છે. રોગચાળાને કારણે વધુ 44 લોકોના મોત થયા છે. દૈનિક ચેપ દર આજે 5.05 ટકા હતો. શનિવારે સવારે 8 વાગ્યે કેન્દ્રીય આરોગ્ય મંત્રાલય દ્વારા અપડેટ કરવામાં આવેલા ડેટા અનુસાર, દેશમાં હાલમાં 1,43,384 સક્રિય કેસ છે. છેલ્લા 24 કલાકમાં સક્રિય કેસમાં 604નો ઘટાડો થયો છે. આ દરમિયાન 20,958 લોકો કોરોના રોગચાળામાંથી સાજા થયા છે. છેલ્લા 24 કલાકમાં 44…
ફિલ્મ જગતમાં શુક્રવારે બોક્સ ઓફિસ પર ત્રણ મોટી ફિલ્મો વચ્ચે ટક્કર જોવા મળી હતી. એક તરફ કન્નડ સુપરસ્ટાર કિચ્ચા સુદીપ અને બોલિવૂડ એક્ટ્રેસ જેકલીન ફર્નાન્ડીઝની ફિલ્મ ‘વિક્રાંત રોના’ બીજા જ દિવસે પડી ભાંગી અને ધબડકો થઈ ગયો. બીજી તરફ રણબીર કપૂર, સંજય દત્ત અને વાણી કપૂરની ફિલ્મ ‘શમશેરા’ શુક્રવારે સારો દેખાવ કરવામાં નિષ્ફળ રહી હતી. શુક્રવારે બેમાંથી એકેય ફિલ્મે 1 કરોડ રૂપિયા સુધીની કમાણી કરી નથી. જો કે, જ્હોન અબ્રાહમ, દિશા પટણી, અર્જુન કપૂર અને તારા સુતારિયાની ફિલ્મ ‘એક વિલન રિટર્ન્સ’, જે 29 જુલાઈના રોજ સિનેમાઘરોમાં રિલીઝ થઈ હતી, તે શરૂઆતના દિવસે પાંચ કરોડથી વધુનો બિઝનેસ કરવામાં સફળ રહી હતી.…
ગુરુગ્રામમાં લગ્નના 13 દિવસમાંજ સાળાએ તેના બનેવીની હત્યા કરી નાખી હતી પોલીસે સેક્ટર-15 પાર્ટ-2માં હત્યાનો ખુલાસો કરતા જણાવ્યું કે તપાસમાં આરોપી સાળાએ જણાવ્યું કે લગ્ન બાદ તેનો બનેવી પોતાની બહેનને હેરાન કરતો હતો. ગુરુગ્રામના સેક્ટર-15 પાર્ટ-2માં 27 જુલાઈએ થયેલા એક યુવકની હત્યાના કેસમાં પોલીસે કીર્તિનગરમાંથી ત્રણ આરોપીઓની ધરપકડ કરી છે. જેમાં મુખ્ય આરોપી મૃતકના સાળાનો પણ સમાવેશ થાય છે, જેણે પોતાની બહેનના લગ્નના 13 દિવસ બાદ પોતાના જીજા ની હત્યા કરી નાખી હતી. આરોપીઓની ઓળખ સુરજીત ઉર્ફે બિટ્ટુ, રોહિત ઉર્ફે લાલા અને કર્ણ તરીકે થઈ છે. આરોપીએ જણાવ્યું કે તેના બનેવી લગ્ન બાદ તેની બહેનને હેરાન કરતા હતા. તેને પણ…
ઉત્તરાખંડમાં ભાજપના પ્રદેશ અધ્યક્ષ બદલવામાં આવશે તેવી અટકળો વચ્ચે શનિવારે ભાજપે નવા પ્રદેશ અધ્યક્ષના નામની જાહેરાત કરી હતી. કેન્દ્રીય નેતૃત્વએ બદ્રીનાથના પૂર્વ ધારાસભ્ય મહેન્દ્ર ભટ્ટને રાજ્યની કમાન સોંપી છે. ભાજપના પૂર્વ ધારાસભ્ય મહેન્દ્ર ભટ્ટે બુધવારે દિલ્હીમાં પાર્ટીના રાષ્ટ્રીય અધ્યક્ષ જેપી નડ્ડા સાથે મુલાકાત કરી હતી, ત્યારથી એવી અટકળો ચાલી રહી હતી કે પાર્ટી નવા પ્રદેશ અધ્યક્ષની પસંદગી કરવા જઈ રહી છે. અગાઉ પ્રદેશ ભાજપની કમાન વરિષ્ઠ અને અનુભવી નેતા મદન કૌશિકના હાથમાં હતી. વિધાનસભા ચૂંટણી બાદ કૌશિકના સ્થાને ગઢવાલ મંડળના બ્રાહ્મણ નેતાને સંગઠનની કમાન સોંપવાની ચર્ચા ચાલી રહી હતી. –પાર્ટીના નવા પ્રદેશ અધ્યક્ષ મહેન્દ્ર ભટ્ટની સફર આ મુજબ રહી છે.…