મહારાષ્ટ્રના રાજ્યપાલ બીએસ કોશ્યારીના ભાષણ બાદ રાજ્યનું રાજકારણ ફરી એકવાર ગરમાયું છે. શિવસેનાના રાજ્યસભા સાંસદ સંજય રાઉતે ભાષણની નિંદા કરતા કહ્યું કે રાજ્યપાલે મરાઠી ગૌરવને “દુઃખ” પહોચાડ્યું છે,તેમણે મુખ્ય પ્રધાન અને એકનાથ શિંદેને વિનંતી કરી કે તેઓ કમસેકમ રાજ્યપાલના નિવેદનોની નિંદા કરે. વાસ્તવમાં, રાજ્યપાલે તેમના ભાષણ દરમિયાન કહ્યું હતું કે જો મહારાષ્ટ્રમાંથી ગુજરાતીઓ અને રાજસ્થાનીઓ જો દૂર થઈ જશે તો મહારાષ્ટ્ર પાસે કોઈ પૈસા રહેશે નહીં અને ત્યારબાદ મુંબઈ ભારતની આર્થિક રાજધાની કહેવાશે નહીં. હકીકતમાં, રાજ્યપાલે શુક્રવારે મુંબઈના અંધેરીમાં એક કાર્યક્રમમાં બોલતા મારવાડી અને ગુજરાતી સમુદાયના વખાણ કર્યા હતા અને કહ્યું હતું કે તેઓ જ્યાં પણ જાય છે ત્યાં હોસ્પિટલો,…
કવિ: Halima shaikh
ગુજરાતમાં દારૂબંધીની આડમાં કરોડો રૂપિયાનો વહીવટ થતો હોવાની વાતો સામે આવી રહી છે, આ બધા વચ્ચે માત્ર એકજ બૂટલેગર પિન્ટુ ગડરી પોલીસને દર મહિને ~2 કરોડનો હપ્તો આપતો હોવાનો મીડિયા રિપોર્ટ્સમાં દાવો કરવામાં આવ્યો છે. આ સિવાય અનેક નાના મોટા બુટલેગર કાર્યરત છે અને નાના મોટા હપ્તાઓનું સેટિંગ ગોઠવાયેલું છે આ બધા વચ્ચે નામચીન બુટલેગર નાગદાન ગઢવી અને વિનોદ સિંધી દ્વારા ચલાવવામાં આવી રહેલા દારૂના નેટવર્કમાં આંગડિયા પેઢીઓ મારફતે નાણાંનો હવાલો અપાતો હોવાની વાત પણ સામે આવી છે. સ્ટેટ મોનિટરીંગ સેલે બન્ને બુટલેગરોના આંગડિયા દ્વારા કરાતા નાણાકીય વ્યવહારોની તપાસ કરતા કુલ 44 કરોડના ટ્રાન્ઝેકશન થયા હોવાની વાત બહાર આવી છે,…
હાલ રાજ્યમાં લઠ્ઠાકાંડ સર્જાયા બાદ દારૂબંધીનો કડક અમલ કરવામાં આવી રહ્યો છે તેમછતાં દારૂ પીવાઈ રહ્યો હોવાના કિસ્સા બની રહયા છે અને રાજ્યમાં દારૂબંધી હોવા છતાં દારૂ છૂટથી મળે છે અને હોટલમાં પણ દારૂ પીવાતો હોવાનું સામે આવી રહ્યું છે તેવે સમયે સુરતની એક હોટલમાં ભાજપના હોદ્દેદારો મહેફિલ માણતા હોવાના ફોટા અને વીડિયો સોશ્યલ મીડિયામાં ધૂમ મચાવી રહયા છે અને લોકો જાતજાતની કોમેન્ટ કરી રહયા છે. વોર્ડ નંબર ૧૬ પુણા(પશ્ચિમ)ના વોર્ડ પ્રમુખ જયસુખભાઈ ઠુમ્મર સહિત સુરત ભાજપના બક્ષીપંચ મોરચાના મહામંત્રી શાંતિલાલ સુતરીયા નજરે પડી રહયા છે. જોકે,ભાજપની છાપ એક શિસ્તબદ્ધ પક્ષ તરીકેની હોવાછતાં આવા દ્રશ્યો જનતામાં ભારે ચર્ચાસ્પદ બન્યા છે,…
ગુજરાતના રાજકારણમાં જે દીવસથી આમ આદમી પાર્ટીની એન્ટ્રી થઈ ત્યારથી દિલ્હી અને ગુજરાતના શિક્ષણ વચ્ચે કમ્પેર શરૂ થઈ અને અરવિંદ કેજરીવાલે કહ્યું કે દિલ્હીમાં આવો અને જુઓ ત્યાં અહીં ગુજરાતની ખાનગી સ્કૂલોને ટક્કર મારે તેવી સરકારી સ્કૂલો છે અને જનતાને ઉંચી ફી માંથી રાહત અપાવી છે. બસ આ બાદ હવે ગુજરાતનું શિક્ષણ વિભાગ વધુ સક્રિય થયું છે. સ્કૂલોની સ્થિતિ સુધારવા કામગીરી શરૂ કરી દેવામાં આવી છે. રાજ્યમાં માત્ર અમદાવાદની વાત કરવામાં આવે તો અત્યારે સુધી મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા ખુબજ ઝડપથી તાત્કાલીક ધોરણે 13 સ્માર્ટ સ્કૂલ બનાવવામાં આવી છે અને અન્ય 28 સ્માર્ટ સ્કૂલ બનાવવાનું કામ ચાલુ છે. દિલ્હી મોડલ સ્કૂલોના…
બોટાદમાં લઠ્ઠાકાંડ સર્જાયા બાદ હવે ગુજરાતમાં દારૂબંધીનો અમલ કરાવવા ભીંસ વધતા ગુજરાતમાં ઠલવાતા દારૂ મામલે મોટા બુટલેગર સામે તવાઈ આવતા કેટલાક ભ્રષ્ટ પોલીસ અધિકારીઓની ઉંઘ હરામ થઈ ગઈ છે. ગુજરાતમાં દારૂ વેચીને કરોડપતિ બનેલા ભીમરાવ ઉર્ફ પિન્ટુ ગઢરીને સ્ટેટ મોનિટરિંગ સેલની ટીમે મુંબઇ એરપોર્ટ પરથી ઝડપી પાડ્યો ત્યારે મોટા ખુલાસા થયા છે અને પિન્ટુના ધંધાકીય દોસ્ત એવા કેટલાક ભ્રષ્ટ પોલીસ અધિકારીઓ ફફડી ઉઠતા છે. પિન્ટુ સામે જુદા જુદા પોલીસ સ્ટેશનમાં દારૂના 33 ગુના નોંધાયા હતા,આ કરોડપતિ બુટલેગર પિન્ટુએ માત્ર દક્ષિણ ગુજરાતમાંજ છેલ્લા છ મહિનામાં 200 કરોડ રૂપિયાથી વધુનો દારૂનો ધંધો કરી લીધો હોવાનું સામે આવ્યું છે. મહારાષ્ટ્રના નંદુરબારનો વતની પિન્ટુ…
ગુજરાતમાં ખુલ્લેઆમ દારૂ વેચાય છે અને દારૂબંધી માત્ર કાગળ ઉપર જોવા મળી રહી છે, રાજ્ય બહારથી ગુજરાતમાં દારૂ ઠલવાઇ રહયો જે વાત સ્વિકારવી જ રહી. ગુજરાતમાં મુખ્યત્વે ચાર જગ્યાએથી ગુજરાતમાં આવે છે જે પોલીસ અજાણ નથી. રાજસ્થાનથી આવતો દારૂ બનાસકાંઠા તથા સાબરકાંઠા થઈ રાજ્યમાં આવે છે. મધ્યપ્રદેશથી આવતો દારૂ દાહોદ થઈને રાજ્યમાં આવે છે. જ્યારે મહારાષ્ટ્રથી આવતો દારૂ નવાગામથી રાજ્યમાં ઉતરે થાય છે અને દમણનો દારૂ વાયા વાપી- વલસાડ થઈ ગુજરાતમાં રોજ ઠલવાય છે. બીજી તરફ સરકારી નિવેદનોમાં હર્ષ સંઘવી દાવો કરી રહયા છે કે, “બુટલેગરોની કમર તોડવાના મક્કમ ઇરાદા સાથે રાજ્ય સરકાર દ્વારા ગુજરાત નશાબંધી અધિનિયમ, 1949માં સુધારો કરી વર્ષ-2017થી…
વડોદરાના ધારાસભ્ય મધુ શ્રીવાસ્તવે બરોડા ડેરીના વિવાદ મામલે પોતાની પ્રતિક્રિયા આપતા કહ્યું કે જો પશુપાલકોને ન્યાય નહીં મળે તો ડેરીમાં જઈને હલ્લાબોલ કરીશ. ફેટના ભાવમાં વધારો કરવામાં નહીં થાય તો આગામી સમયમાં આંદોલન કરવાની ચીમકી પણ મધુ શ્રી વાસ્તવે ઉચ્ચારી હતી. MGVCL દ્વારા યોજાયેલા કાર્યક્રમમાં હાજર રહેલા વડોદરાના ધારાસભ્ય મધુ શ્રીવાસ્તવે જણાવ્યું અધિકારીઓ કામ ના કરે તો કહેજો, તેમને ચૌદમું રતન ના બતાડું તો મારું નામ મધુ શ્રીવાસ્તવ નહીં. તેમણે આ મુદ્દે અધિકારીઓને 14મું રતન બતાવવાની ફરી એકવાર ચીમકી આપી હતી. ટકાવારી લેતા અધિકારીઓને મધુ શ્રીવાસ્તવએ ચીમકી ઉચ્ચારી છે. અગાઉ પણ મધુ શ્રીવાસ્તવ આ પ્રકારનું નિવેદન કરી ચૂક્યા છે.
વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે શુક્રવારે ગાંધીનગર આવી પહોંચ્યા હતા અહીં તેઓએ ઈન્ટરનેશનલ ફાઈનાન્સિયલ સર્વિસ સેન્ટર ઓથોરિટીના હેડક્વાર્ટર બિલ્ડિંગનો શિલાન્યાસ કર્યો હતો. દેશમાં આ પ્રથમ આંતરરાષ્ટ્રીય બુલિયન એક્સચેન્જ હશે. વડાપ્રધાને મોદી ઈન્ડિયા ઈન્ટરનેશનલ બુલિયન એક્સચેન્જ (IIBX) અને NSE IFSC-SGX કનેક્ટનું પણ લોકાર્પણ કર્યું. આ પ્લેટફોર્મ સિંગાપોર સ્ટોક એક્સચેન્જના સભ્યોને NSE IFSCમાં નિફ્ટી ડેરિવેટિવ્ઝ સાથે વેપાર કરવામાં મદદ કરશે. આ દરમિયાન ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ, કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી અમિત શાહ, કેન્દ્રીય નાણા અને કોર્પોરેટ બાબતોના મંત્રી નિર્મલા સીતારમણ, કેન્દ્રીય નાણા રાજ્ય મંત્રી પંકજ ચૌધરી અને ભાગવત કિશનરાવ કરાડ પણ હાજર રહ્યા હતા. આ દરમિયાન કેન્દ્રીય નાણા મંત્રી નિર્મલા સીતારમણે કહ્યું…
વડોદરામાં મીટર વિના ફરી રહેલી રિક્ષાઓને ડિટેઇન કરવાનું પોલીસે અભિયાન શરૂ કરતાં રીક્ષા ચાલકોમાં ફફડાટ ફેલાઈ ગયો છે પોલીસે આવી 57 ઓટોરિક્ષા ડિટેઇન કરી હતી અને જાહેર જનતાને અપીલ કરી કે આવી રીક્ષા ફરતી દેખાય તો પોલીસને તરતજ જાણ કરો. વડોદરા શહેરમાં 45 હજાર ઓટોરિક્ષા ફરી રહી છે અને તે પૈકીની અનેક રિક્ષાઓમાં મીટર લાગેલા નથી. જેથી રિક્ષાચાલક જે કંઇ ઉચ્ચક ભાડું માંગે તે મુસાફરે આપવું પડે છે. જેથી વડોદરા પોલીસ દ્વારા હવે આવા રિક્ષાચાલકો સામે કાર્યવાહી શરૂ કરી છે અને આવી રિક્ષાઓ ડિટેઇન કરવામાં આવી રહી છે. વડોદરા શહેર ટ્રાફિક પોલીસ દ્વારા જણાવાયુ છે કે આવી ઓટો રિક્ષા ફરતી…
વિદેશમાં મેડિકલનો અભ્યાસ કરી રહેલા વિદ્યાર્થીઓ માટે સારા સમાચાર સામે આવ્યા છે. ભારતીય વિદ્યાર્થીઓ કે જેઓ તેમના અંડરગ્રેજ્યુએટ મેડિકલ કોર્સના અંતિમ વર્ષમાં હતા અને કોરોના રોગચાળા અથવા રુસો-યુક્રેન યુદ્ધને કારણે ભારત પરત ફર્યા હતા. તેમને ફોરેન મેડિકલ ગ્રેજ્યુએટ પરીક્ષા/FMGE માં હાજર રહેવાની મંજૂરી આપવામાં આવશે. જો કે, આ માટે વિદ્યાર્થીઓએ તેમનો અભ્યાસ પૂરો કરવો અને 30 જૂન અથવા તે પહેલાં અભ્યાસક્રમ પૂર્ણ કર્યા પછી પ્રમાણપત્ર મેળવવું જરૂરી રહેશે. નેશનલ મેડિકલ કમિશન (NMC) એ આ અંગે સત્તાવાર જાહેરાત કરી છે. એનએમસીએ તેની નોટિસમાં જણાવ્યું છે કે 29મી એપ્રિલે સુપ્રીમ કોર્ટ દ્વારા આપવામાં આવેલા આદેશ મુજબ, તે ભારતીય વિદ્યાર્થીઓને જાણ કરવામાં આવે…