સુરતમાં ડીહાઇડ્રેશનના કારણે માત્ર 6 મહિનામાંજ 106 બાળકોના મોત થયા હોવાની ચોંકાવનારી વાત સામે આવી છે. ઝાડા-ઊલટીના કારણે થતા બાળમૃત્યુનોઆંકડો ભારતમાં ખૂબ મોટો છે,દેશમાં બાળમૃત્યુના આંકડામાં ઝાડા-ઊલટીની બીમારી બીજા ક્રમાંકે છે. સુરતમાં સિવિલ હોસ્પિટલમાં પીડિયાટ્રિક આઈસીયુમાં છેલ્લા 6 મહિનામાં 106 જેટલા બાળકોના મોત થયા હોવાનો ખુલાસો થયો છે. દર 2 દિવસે 1 બાળકનું મોત થતું હોવાનું સામે આવ્યું છે. બાળ મૃત્યુઆંકની હકીકત સામે આવતા પીડિયાટ્રિક વિભાગ ઉપર સવાલો ઊભા થયા છે. હોસ્પિટલમાં અપુરતા સાધનો તથા નિષ્ણાંત તબીબોના અભાવે પણ આ પરીસ્થિતિનું નિર્માણ થયું હોવાની વાતો ઉઠવા પામી છે. અહીં પીડિયાટ્રિક આઈસીયુમાં ગંભીર પ્રકારના બાળ દર્દીઓ દાખલ કરવામાં આવે છે. જેમની…
કવિ: Halima shaikh
મહારાષ્ટ્રના ઉમરેડમાં 11 વર્ષની બાળકી પર નવ ઈસમોએ સામૂહિક બળાત્કાર ગુજાર્યો હોવાના ચોંકાવનારા સમાચાર સામે આવ્યા છે. આ તમામ હેવાનોની ધરપકડ કરવામાં આવી છે. પીડિતાના માતા-પિતા મજૂર છે અને મુખ્ય આરોપી સગીર છોકરીના ઘર પાસે રહે છે. ઉમરેડ નાગપુર શહેરથી લગભગ 60 કિલોમીટર દૂર છે. પોલીસના જણાવ્યા અનુસાર પીડિતા આઠમા ધોરણમાં અભ્યાસ કરે છે. આરોપી રોશન તેને લલચાવીને તેના ઘરે લઈ ગયો હતો. ત્યાં રોશન અને તેના મિત્રોએ તેની સાથે વારાફરતી બળાત્કાર કર્યો. આ પછી તેને 300 રૂપિયા આપવામાં આવ્યા અને ધમકી આપી કે આ વાત કોઈને કહીશ તો જાનથી મારી નાખીશું. બળાત્કાર ગુજારનાર રોશન ઉમરેડમાં થયેલી એક યુવકનામર્ડર કેસનો…
લોકસભામાં આજે ફરી હંગામો થતા કાર્યવાહી બપોરે 12 વાગ્યા સુધી સ્થગિત કરી દેવામાં આવી છે. આજે શુક્રવારે ફરી એકવાર લોકસભાની કાર્યવાહી હંગામા સાથે શરૂ થઈ હતી જેમાં સાંસદોનું સસ્પેન્શન, સોનિયા ગાંધી અને સ્મૃતિ ઈરાની વચ્ચેની તકરાર, મોંઘવારી અને બેરોજગારી જેવા મુદ્દાઓ પર વિરોધ પક્ષોના સાંસદોએ રાજ્યસભામાં હંગામો કર્યો હતો. ત્યાર બાદ લોકસભાની કાર્યવાહી બપોરે 12 વાગ્યા સુધી સ્થગિત કરી દેવામાં આવી છે.
Battlegrounds Mobile India (BGMI) ગૂગલ પ્લે સ્ટોર અને એપલની એપમાંથી અચાનક ગાયબ થઈ ગયું છે. સ્ટોરમાંથી BGMI ના ગાયબ થવાથી ગેમ પ્લેયર્સ નારાજ છે અને BGMI હેશટેગ ટ્વિટર પર ટ્રેન્ડ કરી રહ્યું છે. તમને જણાવી દઈએ કે 2020 માં PUBG ના પ્રતિબંધ પછી, BGMI ને PUBG ના નવા અવતાર તરીકે લોન્ચ કરવામાં આવ્યું છે. સ્ટોરમાંથી BGMI દૂર કરવા માટે પણ કોઈ ચેતવણી આપવામાં આવી ન હતી. ગૂગલે પ્લે સ્ટોર પરથી બેટલગ્રાઉન્ડ્સ મોબાઈલ ઈન્ડિયાને હટાવવા અંગે નિવેદન જારી કર્યું છે. ગૂગલે કહ્યું છે કે તેણે સરકારના આદેશ બાદ તેના એપ સ્ટોરમાંથી બેટલગ્રાઉન્ડ્સ મોબાઈલ ઈન્ડિયાને હટાવી દીધું છે. ઘણા લોકો એવું પણ…
આજે શુક્રવારે શરૂઆતના કારોબારમાં સેન્સેક્સ અને નિફ્ટી બંનેમાં એક-એક ટકાનો વધારો જોવા મળી રહ્યો છે. ગ્લોબલ માર્કેટમાં સારા ઉછાળા બાદ ભારતીય બજારો પણ તેજી સાથે ખુલવાના સંકેત દેખાઈ રહ્યા છે. યુએસ માર્કેટમાં સતત બીજા દિવસે ઉછાળો નોંધાયો હતો. સપ્તાહના છેલ્લા ટ્રેડિંગ દિવસે ભારતીય શેરબજાર જોરદાર તેજી સાથે ખુલ્યું છે. સેન્સેક્સ લગભગ 550ના ઉછાળા સાથે 57387.27 પોઈન્ટ પર કારોબાર કરી રહ્યો છે જ્યારે નિફ્ટી લગભગ 150 પોઈન્ટના ઉછાળા સાથે 17100 ના સ્તરની આસપાસ કારોબાર કરી રહ્યો છે. આજે શુક્રવારે શરૂઆતના કારોબારમાં સેન્સેક્સ અને નિફ્ટી બંનેમાં એક-એક ટકાનો વધારો જોવા મળી રહ્યો છે.
આજથી પવિત્ર શ્રાવણનો પ્રારંભ થયો છે અને હવે શ્રાવણ સાથે આગામી 8મી નવેમ્બર 2022 કાર્તિક પૂર્ણિમા સુધી 70 દિવસ તહેવારો, અનુષ્ઠાન ઉપવાસની ઉજવણી થશે. આજથી શરૂ થતાં શ્રાવણ માસમાં આગલા દિવસથી 10 દિવસ માટે દશામા અનુષ્ઠાનશરૂ થઈ ગયા છે. દરમિયાન નાગપાંચમ, રાંધણછઠ, શીળાસાતમ, નોળિયા નોમ, પુત્રદા એકાદશી 11મી ઓગસ્ટના રોજ રક્ષા બંધન, 19મીએ શ્રી કૃષ્ણ જન્માષ્ટમી, આજા એકાદશીના તહેવાર આવશે. શ્રાવણમાસ પૂર્ણ થયા બાદ કેવડા ત્રીજ, 10 દિવસ ગણેશોત્સવ આ દરમિયાન ઋષી પાચમ, ધરો આઠમ, પરિવર્તન એકાદશી, અને અનંદ ચૌદશની ઉજવણી કરવામાં આવશે. ત્યારબાદ 15 દિવસ પિતૃ પક્ષ 10 સપ્ટેમ્બરથી 25મી સપ્ટેમ્બર સુધી રહેશે. 10 દિવસ માટે 26 સપ્ટેમ્બરથી નવરાત્રી…
આજકાલ સોશિયલ મીડિયાનો જમાનો છે પણ આ ફિલ્ડમાં હવે ફેક ન્યૂઝની સાથે સાથે ફેક રિવ્યૂની બદી ઘુસી જતા ઓનલાઇન શોપિંગ પ્લેટફોર્મ પર ફેક રિવ્યૂથી ગ્રાહકોને છેતરીને તેની પસંદગીને પણ પ્રભાવિત કરવામાં આવી રહી હોવાનું સપાટી ઉપર આવ્યું છે. તપાસમાં મેટા કંપનીના સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ફેસબુક પર એવાં 10,000 ગ્રૂપ્સ સામે આવ્યાં છે જે ઓનલાઇન શોપિંગ પ્લેટફોર્મ એમેઝોન પર થર્ડ પાર્ટી સેલરને ફેક રિવ્યૂ વેચી રહ્યા હતા આવા10,000 ગ્રૂપ્સ કાયદાના સકંજામાં આવ્યા છે. આ ગ્રૂપ્સ દ્વારા અમેરિકા, બ્રિટન, ફ્રાન્સ, જર્મની, ઇટલી, સ્પેન અને જાપાનમાં તેની સાઇટ્સ પર આ પ્રકારના ફેક રિવ્યૂ પોસ્ટ કરવામાં આવ્યા છે. આ ગ્રૂપ્સ ફેક રિવ્યૂ લખવા માટે…
કર્ણાટકના મેંગલુરુ જિલ્લામાં એક યુવકની ઘાતકી હત્યા થતા મામલો તંગ બની ગયો છે બે દિવસ પહેલા, દક્ષિણ કન્નડ જિલ્લાના બેલ્લારેમાં પણ ભાજપના એક નેતાની પણ તીક્ષ્ણ હથિયારોથી જાહેરમાં હત્યા થયા બાદ બીજી આવી ઘટના બનતા તંગદીલી વ્યાપી ગઈ છે. સ્થિતિ તંગ બનતી જોઈને મેંગલુરુ જિલ્લાના સુરતકલ વિસ્તારમાં કલમ 144 લાગુ કરવામાં આવી છે. પોલીસ પ્રશાસને શહેરના મુસ્લિમોને તેમના ઘરે જ આજે શુક્રવારની નમાજ અદા કરવા જણાવ્યું છે. સુરતકલ મેંગલુરુ જિલ્લાની બહાર આવેલું છે. અહીં ગુરુવારે સાંજે ચાર-પાંચ અજાણ્યા સશસ્ત્ર હુમલાખોરો દ્વારા 23 વર્ષીય યુવકની હત્યા કરવામાં આવી હતી પરિણામે ભારે તંગદીલીનો માહોલ છે. આવી જ હત્યાની ઘટના બે દિવસ…
રાજ્યમાં મોટાપાયે ડ્રગ્સ પકડાઈ રહ્યું છે ત્યારે ભાજપના નેતાનો પુત્ર પણ ડ્રગ્સ સાથે ઝડપાઇ ગયો છે તેણે અમદાવાદથી ડ્રગ્સ ખરીદ્યું હોવાનો ખુલાસો થયો છે. આણંદ એસઓજીને મળેલી બાતમીના આધારે રાજકોટના તાલુકા ભાજપ મંત્રી રૈયાણીના પુત્ર સહિત ચાર શખસોને રૂપિયા 1.96 લાખની કિંમતના 19.680 ગ્રામ ડ્રગ્સ સાથે ઝડપી લીધા છે. પેટલાદ શહેર પોલીસ દ્વારા તપાસ ચાલી રહી છે, પોલીસ દ્વારા ચારેય શખસોને ગુરૂવારે કોર્ટમાં રજૂ કરાયા હતા.જ્યાં તેમના બે દિવસના રિમાન્ડ મેળવવામાં આવ્યા છે. સોજિત્રા પોલીસ સ્ટેશનની હદ વિસ્તારમાં આવેલા મલાતજથી ડભોઉ જવાના રોડ પરથી ફોર વ્હીલરમાંથી પોલીસે 1.96 લાખની કિંમતના 19.680 ગ્રામ જેટલાં ડ્રગ્સ સાથે તુષાર ઉર્ફે ભૂરો જીવરાજ સાંગાણી,…
રાજ્યમાં વિધાનસભાની ચૂંટણી નજીક આવતાજ હવે જુદા જુદા સમાજ્ના સંગઠનનો પણ પોતાના સમાજના આગેવાનને ટિકિટ મળે તે માટે કાર્યક્રમો અને શક્તિ પ્રદર્શન શરૂ થયા છે ભાવનગર માં આગામી 30 અને 31 જુલાઈના રોજ અખિલ ભારતીય યુવા કોળી સમાજની પ્રદેશ કારોબારી બેઠક મળી રહી છે. આ બેઠકમાં કોળી સમાજને પ્રતિનિધિત્વ વધુ મળે તે માટે તમામ રાજકીય પક્ષો સમક્ષ માગણી મુકવામાં આવનાર હોવાનું જાણવા મળ્યું છે. નોંધનીય છે કે અખિલ ભારતીય યુવા કોળી સમાજની તાજેતરમાં પ્રદેશ કારોબારીની રચના કરવામાં આવી છે. આ નવનિયુક્ત હોદ્દેદારોની પ્રથમ કારોબારી બેઠક આગામી 30 જુલાઈના રોજ ભાવનગર ખાતે મળશે. જેમાં રાષ્ટ્રીય યુવા અધ્યક્ષ, પ્રદેશ યુવા અધ્યક્ષ, યુવા…