કવિ: Halima shaikh

બોટાદના લઠ્ઠાકાંડમાં અસરગ્રસ્ત બનેલા દર્દીઓ પૈકી 15 દર્દીઓ સંપૂર્ણ સ્વસ્થ થઈ જતા તેઓને હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી હતી. ભાવનગર સર.ટી. હોસ્પિટલ 100 જેટલા દર્દીઓને સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા, જ્યાં સારવાર દરમ્યાન 19 દર્દીઓના મોત થયા હતા, હાલ 47 જેટલા સારવાર હેઠળ છે અને 13 જેટલા દર્દી સારા થતા હોસ્પિટલ માંથી ઘરે ગયા હતા આજે બપોર બાદ 15 જેટલા દર્દીઓને હોસ્પિટલ માંથી રજા આપવામાં આવી હતી. બોટાદ જિલ્લાના બરવાળા તાલુકાની ચોકડી ગામેથી ઝેરી દેશી દારૂ પીવાથી બોટાદ પંથકમાં લઠ્ઠાકાંડ સર્જાયો હતો. જેમાં બરવાળા, રાણપુર તેમજ ધંધુકા તાલુકાના ગામડાઓના મોટી સંખ્યામાં લોકોએ દારૂ પીતા તેઓને તબિયત લથડતા ભાવનગર, અમદાવાદ, બોટાદ સહિતના…

Read More

પેટ્રોલ-ડીઝલ-ગેસના વાહનો હવે જુના જમાનાના ગણાવા લાગ્યા છે અને નવી પેઢીમાં ઇલેક્ટ્રિક વાહનોનો ક્રેઝ સતત વધી રહ્યો છે. દેશમાં 1.22 લાખ ઇલેક્ટ્રિક વાહનોનું વેચાણ થતા હવે કાર કંપનીઓ પણ નવી હવા તરફ વળ્યા છે અને લક્ઝરી બ્રાન્ડ્સ પણ ભારતમાં તેમની ઇલેક્ટ્રિક કાર લોન્ચ કરી રહી છે. 26 જુલાઈના રોજ વોલ્વો ઈન્ડિયાએ ભારતમાં એસેમ્બલ્ડ XC40 રિચાર્જ ઈલેક્ટ્રિક SUV લૉન્ચ કરી અને 27 જુલાઈનાં રોજ સવારે 11 વાગ્યે તેની સત્તાવાર વેબસાઈટ પર બુકિંગ શરૂ થતાંજ માત્ર 2 કલાકમાંજ તેના તમામ યુનિટ વેચાઈ જતા કંપનીનો ઉત્સાહ બેવડાયો છે. કંપનીનાં સૂત્રોના જણાવ્યા પ્રમાણે ભારતીય બજારમાં વોલ્વો XC40 રિચાર્જનાં 150 યુનિટ બે કલાકમાં વેચાઈ ગયા…

Read More

માલદીવના રાષ્ટ્રપતિ ઈબ્રાહિમ મોહમ્મદ સોલિહ પાંચ દિવસની ભારતની મુલાકાતે આવી રહયા છે જેઓ PM મોદીને અને રાષ્ટ્રપતિ ને મળશે માલદીવના રાષ્ટ્રપતિ ઈબ્રાહિમ મોહમ્મદ સોલિહ ટૂંક સમયમાં ભારતની મુલાકાતે આવશે. વિદેશ મંત્રાલયે કહ્યું કે ઈબ્રાહિમ મોહમ્મદ સોલિહ 1 ઓગસ્ટથી 4 ઓગસ્ટ સુધી ભારતની મુલાકાત લેશે. આ દરમિયાન સાલીહ રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ અને વડાપ્રધાન નરેન્દ્ર મોદીને પણ મળશે. તેઓ મુંબઈની મુલાકાત પણ લઈ શકે છે.

Read More

દેશમાં ભારે ચર્ચા જગાવનાર મોટા કૌભાંડમાં ચેટર્જીની સાથે અર્પિતા પણ EDની કસ્ટડીમાં છે અને તેના બે ફ્લેટમાંથી અત્યાર સુધીમાં કુલ રૂ.53 કરોડથી વધુનો મુદ્દામાલ મળી આવ્યો છે,હવે ત્રીજા ફ્લેટની માહિતી મળતા ઇડી ના અધિકારીઓ ત્યાં તપાસ કરશે તેમાંથી કેટલો ખજાનો મળશે તે સામે સૌની નજર છે. પશ્ચિમ બંગાળની મમતા સરકારના SSC શિક્ષક ભરતી કૌભાંડમાં મોટા ભ્રષ્ટાચારના પુરાવા મળી રહ્યા છે. આ કેસમાં ધરપકડ કરાયેલા પૂર્વ શિક્ષણ અને સંસદીય બાબતોના મંત્રી પાર્થ ચેટરજીના નજીકના સહયોગી અર્પિતા મુખર્જીના અન્ય ફ્લેટ પર દરોડા પાડીને EDએ 30 કરોડથી વધુ રકમ વસૂલ કરી છે. અહીંથી મળેલી રોકડ રકમ EDની ટીમે 20 બોક્સમાં એક ટ્રકમાં લઈ…

Read More

જમ્મુ-કાશ્મીરમાં આજે ગુરુવારે પણ સતત વરસાદ ચાલુ છે. જમ્મુ શહેરમાં સવારથી વરસાદને કારણે વિવિધ માર્ગો પર પાણી ભરાઈ ગયા છે. સાથે જ નદી નાળાઓ છલકાઈ ગયા છે. રામબનમાં ભૂસ્ખલનને કારણે જમ્મુ-શ્રીનગર નેશનલ હાઈવે બંધ થઈ ગયો છે. અખનૂરમાં ચેનાબ નદી ખતરાના નિશાનથી ઉપર વહી રહી છે. વહીવટીતંત્રે લોકોને નદી અને નાળાની નજીક ન જવા સલાહ આપી છે. સતત ભારે વરસાદને કારણે સાવચેતીના પગલા તરીકે શ્રી અમરનાથ યાત્રાને પહેલગામ અને બાલટાલ બંને રૂટ પરથી અસ્થાયી રૂપે સ્થગિત કરવામાં આવી છે. પ્રશાસને લોકોને બેઝ કેમ્પમાં રહેવાની સલાહ આપી છે. રિયાસી જિલ્લાના ત્રિકુટા પહાડીઓ પર માતા વૈષ્ણો દેવી મંદિરનો નવો ટ્રેક ભારે વરસાદ…

Read More

સુરત જિલ્લાના ઓલપાડ તાલુકાના કારેલી ગામના ઇન્ચાર્જ તલાટી કેતન જાસોલીયાને નાયબ ડીડીઓ સુરત દ્વારા ફરજ મોકુફીનો હુકમ કરવા સામે જિલ્લાના તલાટીઓમાં નારાજગી ફેલાઈ ગઈ હતી અને ઓલપાડ તલાટી મંડળે ઓલપાડ મામલતદાર અને ટીડીઓને એક આવેદનપત્ર પાઠવી વિરોધ વ્યક્ત કર્યો હતો. જિલ્લા તલાટી મંડળના આદેશના આજથી તાલુકાના તલાટીઓ અચોક્કસ મુદતની હડતાલ ઉપર ઉતરી જતા તાલુકાની ગ્રામ પંચાયતોમાં પ્રજા અને સરકારી કામગીરી ઠપ થઈ ગઈ હતી. વિગતો મુજબ પરીઆ ગામના રેગ્યુલર અને કારેલી ગામે કેતન જાસોલીયા ઇન્ચાર્જ તલાટી તરીકે ફરજ બજાવતા હતા દરમિયાન ગતતા. 25 જુલાઈએ કારેલી ગામે બિનાબેન રાવ તેમની મિલ્કતનો કરવેરો ભરવા અને આકારણી નકલો મેળવવા ગયા તે સમયે તલાટી…

Read More

વડોદરાના પાદરા-જંબુસર હાઇવે પર વડુ ચોકડી પાસે વિદ્યાર્થીઓએ બસો અટકાવી ચક્કાજામ કરતા ભારે દોડધામ થઈ ગઈ હતી. વિદ્યાર્થીઓએ વડુ ચોકડી પાસે મોટી સંખ્યામાં એકત્ર થઇ પાદરાથી જંબુસર અને જંબુસરથી પાદરા-વડોદરા તરફ આવતી-જતી 25 ઉપરાંત એસ.ટી. બસોને અટકાવી ચક્કાજામ કરી દીધો હતો અને સુત્રોચ્ચાર કર્યા હતા. ચક્કાજામને પગલે વાહનોની લાંબી લાઈનો લાગી જતા વડુ પોલીસનો કાફલો સ્થળ ઉપર આવી દોડી ગયો હતો અને અગ્રણી વિદ્યાર્થીઓને પોલીસ મથકમાં લઇ ગઇ હતી જ્યાં પોલીસે પાદરાના ડેપો મેનેજર આર..યુ. અંટોદરીયા અને જંબુસર ડેપોમાંતી એ.ટી.આઇ.ને પણ તાત્કાલિક બોલાવી વિદ્યાર્થીઓનો એસ.ટી. બસોનો તાકીદે પ્રશ્ન હલ કરવા માટે સુચના આપી હતી. અત્રે ઉલ્લેખનીય છેકે વડોદરાના પાદરા જંબુસર…

Read More

યથાર્થ ગીતાના સંસ્થાપક સ્વામી અડગડાનંદ મહારાજના મીરજાપુર ખાતેના સકતેશગઢ સ્થિત પરમહંસ આશ્રમમાં આજે ગુરુવારે સવારે શંકાસ્પદ સંજોગોમાં ફાયરિંગ થતા ગોળી વાગવાથી મૃત્યુ પામેલા સાધુ જીવન બાબા સિહોર જિલ્લાના શિવપુર (મધ્યપ્રદેશ)ના રહેવાસી છે. ઘાયલ સાધુ આશિષ મહારાજ (46)ની સારવાર ચંદૌલીની એક ખાનગી હોસ્પિટલમાં ચાલી રહી છે. સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ ત્રણ મહિના પહેલા સુધી સાધુ જીવન બાબા આશ્રમના રસોડાનું કામ જોતા હતા. ત્રણ મહિના પહેલા જીવન બાબાએ કોઈ પર ઉકળતું તેલ ફેંક્યું હતું. જેના પર સ્વામી અદગદાનંદ મહારાજે તેમને આશ્રમમાંથી બહાર કાઢ્યા હતા. જોકે આશ્રમમાં આવ-જા થતી હતી. જીવનબાબા સાધુના કપડામાં રહેતા હતા પણ બુધવારે સાંજે તે આશ્રમમાં આવ્યા ત્યારે…

Read More

100 કરોડથી વધુના બંગાળ શિક્ષક ભરતી કૌભાંડમાં રાજ્યના ઉદ્યોગ મંત્રી પાર્થ ચેટર્જીની ધરપકડ કરવામાં આવી છે. કહેવામાં આવી રહ્યું છે કે પાર્થને પશ્ચિમ બંગાળની મમતા સરકાર તરફથી કેબિનેટમાંથી છૂટા કરવામાં આવ્યા છે. મુખ્યમંત્રી મમતા બેનર્જીએ પાર્થને મંત્રી પદ પરથી હટાવી દીધા છે. તેમને ત્રણેય મંત્રાલયોમાંથી હટાવી દેવામાં આવ્યા છે. તેમની ધરપકડના છ દિવસ બાદ મમતા બેનર્જીએ તેમના પર કાર્યવાહી કરી છે. આ દરમિયાન મમતા બેનર્જી ચેટર્જી પાસે રહેલા ઉદ્યોગ અને અન્ય વિભાગોની જવાબદારી પોતેજ સંભાળશે. અગાઉ, તૃણમૂલ કોંગ્રેસના મહાસચિવ અને સાંસદ અભિષેક બેનર્જીએ પાર્થના રાજીનામાને લઈને સત્તાધારી તૃણમૂલ કોંગ્રેસમાં વિરોધના સુર ઉઠતા મમતાએ એક મહત્વપૂર્ણ બેઠક યોજી હતી, જે કેબિનેટ…

Read More

વડોદરા એમ.એસ.યુનિવર્સિટીમાં વારંવાર મારામારી થતી રહે છે ત્યારે આજે ફરી એકવાર યુનિવર્સિટીમાં મારામારીના દ્રશ્યો સામે આવ્યા છે.અહીં કોમર્સ ફેકલ્ટી ખાતે વિદ્યાર્થીઓ વચ્ચે થયેલી મારામારીની ઘટનામાં ચાર લોકો સામે સયાજીગંજ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઇ છે. આગામી દિવસોમાં વિદ્યાર્થી સંઘની ચૂંટણી યોજાવાની છે ત્યારે આ ઘટના બનતા પોલીસ એલર્ટ થઈ ગઈ છે. એમ.એસ. યુનિવર્સિટીના આર્ટ્સ ફેકલ્ટીમાં બીજા વર્ષમાં અભ્યાસ કરતા હર્ષ શૈવે ફરિયાદમાં જણાવ્યું છે કે તે ગત સાંજે એમ.એસ.યુનિવર્સિટીમાં સાયન્સ ફેકલ્ટીમાં ત્રીજા વર્ષમાં અભ્યાસ કરતા મોટા ભાઇ ધનંજયની સાથે કોમર્સ ફેકલ્ટી પાસે આવેલ કેન્ટીમાં ચા પીવા માટે ઉભા હતા. આ દરમિયાન તેમની સાથે NSUIના નેતા વ્રજ પટેલ પણ હાજર હતા. દરમિયાન…

Read More