રૂ.100 કરોડનું ભરતી કૌભાંડ ખુલ્યા બાદ ઉદ્યોગ મંત્રી પાર્થ ચેટર્જીને હવે મંત્રી રાખવા કે નહીં ? તે આજે મમતા બેનર્જી નક્કી કરશે આ માટે તેઓએ એક બેઠક બોલાવી છે. સીએમ મમતા બેનર્જીએ આજે બપોરે 3 વાગ્યે કેબિનેટની બેઠક બોલાવી છે. તે પાર્થ ચેટરજીને બરતરફ કરવા અથવા તેમના રાજીનામાનો નિર્દેશ આપી શકે છે. TMCના જનરલ સેક્રેટરી કુણાલ ઘોષે આજે ટ્વિટ કર્યું કે, “પાર્થ ચેટરજીને તરત જ મંત્રાલય અને પાર્ટીના તમામ પદો પરથી હટાવી દેવા જોઈએ. 100 કરોડથી વધુના બંગાળ શિક્ષક ભરતી કૌભાંડમાં ધરપકડ કરાયેલા રાજ્યના ઉદ્યોગ મંત્રી પાર્થ ચેટર્જી મંત્રી રાખવા કે નહીં તેનો નિર્ણય આજે સાંજ સુધીમાં આવી શકે છે.…
કવિ: Halima shaikh
મિર્ઝાપુર જિલ્લાના પરમહંસ આશ્રમમાં ફાયરિંગ થતાં સનસનાટી ફેલાઈ ગઈ. આ ઘટનામાં એક સાધુના મોતના સમાચાર સામે આવી રહ્યા છે, જ્યારે અન્ય સાધુ ઘાયલ હોવાનું કહેવાય છે. ઘાયલોને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે, હાલ પોલીસ આ મામલે તપાસ કરી રહી છે. મીડિયા રિપોર્ટ્સથી પ્રાપ્ત માહિતી અનુસાર, ગુરુવારે સવારે સક્તેશગઢ સ્થિત સ્વામી અદગદાનંદના પરમહંસ આશ્રમમાં ભક્તો અને આશ્રમના લોકો સવારની નિત્યક્રમમાં લીન હતા. તે સમયે ફાયરિંગનો અવાજ આવ્યો હતો, લોકોએ જોયું તો એક સાધુનું ગોળી વાગવાથી મૃત્યુ થયું હતું જ્યારે બીજો ઘાયલ હાલતમાં હતો. આશ્રમના લોકો તાકીદે ઘાયલોને ચંદૌલીની ખાનગી હોસ્પિટલમાં લઈ ગયા. ઘટનાની જાણ થતાં પોલીસ સ્થળ ઉપર પહોંચી હતી…
રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 118 તાલુકામાં વરસાદ પડ્યો છે,જેમાં સૌથી વધુ બનાસકાંઠાના દાંતામાં 3 ઈંચ, વલસાડના કપરાડામાં 2 ઈંચ,ધંધુકામાં 1.5 ઈંચ,બોટાદના રાણપુરમાં 1.5 ઈંચ,નર્મદાના નાંદોદમાં 1.5 ઈંચ,બનાસકાંઠાના ધાનેરામાં 1 ઈંચ,અમદાવાદ શહેરમાં 1 ઈંચ વરસાદ પડયાના અહેવાલ છે. દરમિયાન ગુજરાતમાં પડેલા વરસાદ અને ઉપરવાસનાના વરસાદને લઈ ડેમોમાં પાણીની આવક થઈ છે અને રાજ્યના 206માંથી 34 ડેમ ઓવરફ્લો થયા છે, 100 ટકા ડેમ છલોછલ થયા હોય તેમાં સૌરાષ્ટ્રના 13, કચ્છના 13, દક્ષિણ ગુજરાતના 7 અને મધ્ય ગુજરાતના એક ડેમનો સમાવેશ થાય છે. જ્યારે ઉત્તર ગુજરાતના ડેમોમાં હજુ પાણીની ખાસ આવક થઈ નથી, ત્યાંના 15 ડેમોમાં 24.38 ટકા પાણીનો સંગ્રહ થયો છે. સરદાર…
આખરે ગૃહ મંત્રી હર્ષ સંઘવીએ રાજ્યમાં સર્જાયેલા લઠ્ઠાકાંડ મામલે હવે કડક એક્શન લીધા છે અને ગૃહ વિભાગ હરકતમાં આવ્યું છે અને DySP, ઇન્સ્પેક્ટર સહિત 8 ઓફિસરો સસ્પેન્ડ કરવા સાથે બોટાદ SP કરણરાજ વાઘેલાની બદલી કરી નાખવાના પગલાં ભરવામાં આવ્યા છે. જેમાં જેમા બોટાદના એસપી કરણરાજ વાઘેલની બદલી કરવામાં આવી છે, જ્યારે બોટાદ અને ધોળકાના dysp સસ્પેન્ડ કરાયા છે. સાથે જ ધંધુકાના PI કે.પી.જાડેજાને પણ સસ્પેન્ડ કરાયા છે. બોટાદ ઝેરી કેમિકલ કાંડ બાદ ગૃહવિભાગની મોટી કાર્યવાહી માં અમદાવાદ ગ્રામ્ય-બોટાદ પોલીસ અધિકારીઓ પર એક્શન લેવાયા છે. જેમાં 6 અધિકારીઓ સસ્પેન્ડ, 2 SPની બદલી,2 DySP, 1 CPI, 1 PI, 2 PSI સસ્પેન્ડ કરાયા,બોટાદ…
રાજ્યમાં કોરોના કાળમાં ખાસ કરીને શૈક્ષણિક કાર્ય ખોરવાતા બાળકોના શિક્ષણ ઉપર ખુબજ ઊંડી અસર પડી હતી પણ હવે કોરોનાની ઘાતક સ્થિતિની અસરો હળવી થતા ધીરેધીરે બધું પાટા ઉપર ચડી રહ્યું છે ત્યારે હવે આગામી પરીક્ષાઓ સહિત શાળાકીય પ્રવૃત્તિઓનું કેલેન્ડર બહાર પડ્યું છે જેમાં વિગતો દર્શાવવામાં આવી છે. ગુજરાતના ધોરણ 10 અને ધોરણ 12ના બોર્ડમાં અભ્યાસ કરી રહેલા વિધાર્થીઓ માટે આગામી પરીક્ષાનો કાર્યક્રમ જાહેર કરવામાં આવ્યો છે. શિક્ષણ વિભાગ દ્વારા ધોરણ 10 અને ધોરણ 12ની બોર્ડ દ્વારા લેવાનારી પરીક્ષાની તારીખો જાહેર કરી છે.જે કેલેન્ડરમાં દર્શાવાયું છે કે ધોરણ 10 અને 12 બોર્ડની પરીક્ષા 14 માર્ચ 2023થી શરૂ થશે. શિક્ષણ વિભાગ દ્વારા…
નેતાઓ દેશમાં જનતાની સેવા કરવા આવે છે કે જનતાના રૂપિયા લૂંટવા આવે છે તે વાત હવે સામાન્ય નાગરિક સમજતો થઈ ગયો છે લોકો મોંઘવારીના મારથી બેવડ વળી ગયા છે અને નેતાઓ ઊંચા પગાર થી સેવા કરે ઉપરથી કરોડો બનાવીને તેમની સાત પેઢીઓને સુખી કરતા જાય છે. ચેટર્જીની સાથે અર્પિતા પણ EDની કસ્ટડીમાં છે. તેના ઘરેથી 21 કરોડ રૂપિયા મળી ચૂક્યા છે. બુધવારે પાડવામાં આવેલા દરોડામાં અત્યાર સુધીમાં 30 કરોડથી વધુ રકમ મળી આવી છે.અત્યાર સુધીમાં કુલ 53 કરોડથી વધુ કેશ મળતા અધિકારીઓ ચોંકી ગયા છે. પશ્ચિમ બંગાળની મમતા સરકારના બહુ ચર્ચિત SSC શિક્ષક ભરતી કૌભાંડમાં મોટા ભ્રષ્ટાચારના પુરાવા મળી રહ્યા…
રાજ્ય સરકારના કેબિનેટ મંત્રી અને મહેમદાવાદના ધારાસભ્ય અર્જુનસિંહ ચૌહાણ ઉપર મહિલાના શારીરિક શોષણ મામલે ગંભીર આક્ષેપ લાગ્યા છે, ખેડા જિલ્લા એસ.પી. કચેરી ખાતે મહેમદાવાદ તાલુકાના હલદરવાસ ગામના પૂર્વ સરપંચે કરેલી ફરિયાદ અરજીમાં મંત્રી પર આક્ષેપ કરતા કહ્યું છે કે તેઓ ધારાસભ્ય અને ભાજપ જિલ્લા પ્રમુખ હતા ત્યારે તેમણે સત્તાનો દુરુપયોગ કરીને પૂર્વ સરપંચની પત્ની પર દુષ્કર્મ આચરતા રહ્યા હતામીટિંગના બહાને જુદાં જુદાં સ્થળે દુષ્કર્મ આચરતા હતા,PM, SP, કમિશનરને લેખિતમાં અરજી કરી સમગ્ર હકીકત જણાવતા આ મેટરે ભારે ચકચાર જગાવી છે. અરજદારે જણાવ્યું છે કે રાજ્ય સરકારના કેબિનેટ મંત્રી અને મહેમદાવાદના ધારાસભ્ય અર્જુનસિંહે અરજદારની પત્નીને તાલુકા પંચાયતમાં સભ્ય બનાવી હતી જે…
રાજ્યના ગૃહમંત્રીએ જણાવ્યું હતું કે બોટાદ જિલ્લામાં કેમિકલનું સેવન કરીને જે લોકોના મોત નિપજ્યા છે તેનાથી અમે દુઃખી છીએ. સાથેજ તેઓએ કહ્યું કે સરપંચે જે પત્ર લખીને રજુઆત કરી હતી તેગામની આસપાસના 6 ગામોમાં રેડ કરીને દેશી દારૂની ભઠ્ઠી બંધ કરવામાં આવી હતી. જેથી દારૂ નહિ મળતા આ લોકોએ કેમિકલનું સેવન કરતા આ લઠ્ઠાકાંડ સર્જાયો છે. હર્ષ સઘવીએ વિપક્ષ માટે કહ્યું કે કોંગ્રેસ પક્ષે રાજકારણ કરવાને બદલે દુઃખની આ ઘડીમાં સરકારની પડખે ઉભા રહેવાની જરૂર છે. ગૃહ વિભાગનું સ્ટેટ મોનિટરીંગ સેલ તમામ જગ્યાએ રેડ પાડીને દારૂની ભઠ્ઠીઓ નાશ કરી રહ્યું છે અને આવનાર દિવસોમાં પણ પોલીસ દારૂની ભઠ્ઠીઓ ચાલવા દેશે…
રાજ્યમાં બોટાદ અને અમદાવાદ જિલ્લામાં 55નો ભોગ લેનાર સર્જાયેલા લઠ્ઠાકાંડ બાદ ગુજરાત પોલીસે સમગ્ર રાજ્યમાં દારૂબંધીનો કડક અમલ શરુ કરાવતા દારૂનો ધંધો કરનારા ઈસમોમાં ફફડાટ ફેલાયો છે અને દારૂ પીનારા લોકો આમતેમ ફાંફા મારતા થઈ ગયા છે. સરકારે દારૂબંધીનો અમલ કરાવવા સૂચના આપતાં જ રાજ્યભરની પોલીસ ગણતરીના કલાકમાંજ એક્શનમાં આવી હતી અને દારૂના અડ્ડાઓ પર દરોડા પાડવાનું શરું કર્યું હતું. છેલ્લા ત્રણ દિવસના સમયગાળામાંજ પોલીસે લગભગ 2771 કરતાં વધુ જગ્યાઓ ઉપર રૅડ કરી, 2355 થી વધુ લોકો સામે ગુના નોંધી 1621 આરોપીઓની ધરપકડ કરી હતી. પોલીસે રૂ. 63.78 લાખનો મુદ્દામાલ જપ્ત કરવાની સાથે સાથે 33475 લિટર દેશી – વિદેશી દારૂ…
અફઘાનિસ્તાનની રાજધાની કાબુલમાં ફરી એકવાર ગુરુદ્વારા પર હુમલો થયો છે. ગુરુદ્વારાના મુખ્ય પ્રવેશદ્વાર પર બોમ્બ વિસ્ફોટ થયો હતો. જો કે, હિન્દુ અને શીખ સમુદાયના સભ્યો સુરક્ષિત હોવાના અહેવાલ છે. તમને જણાવી દઈએ કે ઓગસ્ટ 2021માં તાલિબાને 20 વર્ષ પછી અફઘાનિસ્તાન પર કબજો કર્યો હતો. જ્યારથી તાલિબાન સત્તામાં આવ્યા છે ત્યારથી અફઘાનિસ્તાનમાં શીખ સમુદાય અને અન્ય ધાર્મિક લઘુમતીઓ હિંસાનું નિશાન બન્યા છે. તાલિબાને સત્તામાં આવ્યા બાદથી દેશને સુરક્ષિત કરવાનો વારંવાર દાવો કર્યો છે, પરંતુ વારંવારના આતંકવાદી હુમલાઓ માત્ર તે દાવાઓનું ખંડન કરતા નથી પરંતુ આંતરરાષ્ટ્રીય સમુદાય દ્વારા આતંકવાદના પુનરુત્થાનના સંભવિત જોખમ અંગે પણ ચિંતાઓ ઉભી કરે છે. નિરીક્ષકો માને છે કે…