કવિ: Halima shaikh

દિલ્હી પોલીસે જણાવ્યું કે બુધવારે બપોરે લગભગ 12.41 વાગ્યે કોઈએ ઝંડેવાલન મંદિરના બીજા માળે આવેલા VHP કાર્યાલયને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી આપી હતી. માહિતી મળતાં જ પોલીસ ઘટનાસ્થળે પહોંચી અને મધ્યપ્રદેશના સિધી જિલ્લાના ભટવાલી નિવાસી રાજકુમાર પાંડેને ઝડપી લીધો હતો. પોલીસે જણાવ્યું કે આરોપીને કસ્ટડીમાં લેવામાં આવ્યો અને પૂછપરછ કરવામાં આવી, તેણે દાવો કર્યો કે તે ગ્રેજ્યુએટ છે અને 22 જુલાઈના રોજ તેની કાકી સાથે અહીં આવ્યો હતો. તેની કાકી અહીં ફતેહપુર બેરી વિસ્તારમાં રહે છે. તેની ફરિયાદ હતી કે તેના ગામના એક પરિવારે ખ્રિસ્તી ધર્મ અપનાવ્યો છે અને આ મુદ્દે કોઈ હિન્દૂ સંગઠન કંઈ કરી રહ્યું નથી, જેના કારણે…

Read More

કર્ણાટકના દક્ષિણ કન્નડ જિલ્લામાં મંગળવારે ભાજપના યુવા નેતા પ્રવીણ નેટ્ટારુની ઘાતકી હત્યા કરવામાં આવી હતી. નેટ્ટારુ ભાજપ યુવા મોરચાના જિલ્લા સચિવ હતા. પોલીસે કેસ નોંધ્યો છે. જો કે હત્યાનું કારણ હજુ સુધી જાણી શકાયું નથી. બીજી તરફ ભાજપના કાર્યકરોએ ધરપકડની માંગ સાથે દેખાવો શરૂ કર્યા છે. મોડી રાત્રે રસ્તા પર ભારે હોબાળો થયો હતો. કર્ણાટકના દક્ષિણ કન્નડ જિલ્લાના બેલ્લારેમાં ભાજપ યુવા મોરચાના જિલ્લા સચિવ પ્રવીણ નેટ્ટારુની હત્યાના મામલાને PFI અને SDPI સાથે જોડીને હિન્દુ સંગઠનોએ આજે ​​બંધનું એલાન આપ્યું છે. પોલીસે આ મામલાની તપાસ માટે 5 વિશેષ ટીમોની રચના કરી છે. આમાંથી ત્રણ ટીમ કેરળ, મદિકેરી અને હસન ગઈ છે.…

Read More

રાહુલગાંધીએ મોદી ઉપર બરાબરના વરસ્યા હતા અને કટાક્ષ કરતા કહ્યું કે ‘રાજા’એ 57 સાંસદોની ધરપકડ અને 23 સાંસદોને સસ્પેન્ડ કર્યા છે પણ અમને તાનશાહ સામે લડતા આવડે છે. કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધીએ બુધવારે મોંઘવારી અને બેરોજગારીના મુદ્દે વડાપ્રધાન નરેન્દ્ર મોદી પર આકરા પ્રહારો કર્યા હતા અને આરોપ લગાવ્યો હતો કે ‘રાજા’એ 57 સાંસદોની ધરપકડ કરી છે અને 23 સાંસદોને આ વિષયો પર સવાલ ઉઠાવવા માટે સસ્પેન્ડ કર્યા છે. તેમણે ટ્વીટ કર્યું, “સિલિન્ડર 1053 રૂપિયા શા માટે? દહીં-અનાજ પર GST શા માટે? સરસવનું તેલ રૂ.200 શા માટે? ‘રાજા’એ મોંઘવારી અને બેરોજગારી પર પ્રશ્નો પૂછવા બદલ 57 સાંસદોની ધરપકડ કરી અને…

Read More

બિહારના વૈશાલીમાં બજરંગ દળના લોકોએ સાધુના વેશમાં ભીખ માંગતા છ લોકોને પકડ્યા હત અને મુસ્લિમ જણાતા તેને લાકડીથી માર મારી પોલીસને હવાલે કર્યા હતા. પોલીસે તેઓને કસ્ટડીમાં લઈ પૂછપરછ કરવામાં આવી રહી છે. વૈશાલી પોલીસે છ શકમંદોની અટકાયત કરી છે. તેની પૂછપરછ ચાલુ છે. વૈશાલીના નગર પોલીસ સ્ટેશન વિસ્તારના કદમ ઘાટ પર બજરંગ દળના કાર્યકરોએ તેમને પકડીને પોલીસને હવાલે કર્યા હતા. તેમની પાસેથી બે આધાર કાર્ડ અને ચાર મોબાઈલ મળી આવ્યા છે. પૂછપરછ દરમિયાન તેણે જણાવ્યું કે તે યુપીના બહરાઈચ જિલ્લાનો રહેવાસી છે અને સાવન મહિનામાં બળદ લઈને ભિક્ષા માંગે છે. ષડયંત્ર હેઠળ ફરવાનો આરોપ બજરંગ દળનો આરોપ છે કે…

Read More

વકીલ જિંદાલે કહ્યું કે જેહાદીઓએ મારું પણ માથું કાપી નાખવાની ધમકી આપી છે. મારા ઘરે એક પત્ર મોકલવામાં આવ્યો હતો. મારો અને મારા પરિવારનો જીવ જોખમમાં છે. દિલ્હી પોલીસને આ રજુઆત કરી છે. દિલ્હી પોલીસ કમિશ્નર અને ઉત્તર પશ્ચિમ દિલ્હીના ડેપ્યુટી કમિશનરને આ અંગે કાર્યવાહી કરવા વિનંતી કરવામાં આવી છે. તેણે ટ્વીટની સાથે એક પત્ર પણ શેર કર્યો છે, જેના પર લખ્યું છે, “અલ્લાહનો સંદેશ છે વિનીત જિંદાલ તેરા ભી સર તન સે જુડા કરેંગે જલ્દી.” જિંદાલનો આરોપ છે કે તેને ભૂતકાળમાં પણ દેશ અને વિદેશમાંથી જાનથી મારી નાખવાની ધમકીઓ મળી છે. તેણે કહ્યું કે તેના ઘરે સીસીટીવી કેમેરા લગાવવામાં…

Read More

આવકવેરા વિભાગની ટીમે આજે બુધવારે દિલ્હી-NCRમાં દરોડા પાડીને મોટી કાર્યવાહી કરી હતી. આવકવેરા વિભાગની ટીમે નોઈડાની મેટ્રો હોસ્પિટલમાં દરોડા પાડ્યા હતા. આ સિવાય ફરીદાબાદની ચાર હોસ્પિટલો પર કાર્યવાહી કરવામાં આવી છે. ગુરુગ્રામમાં પણ દરોડા પાડવામાં આવી રહ્યા છે સૂત્રોના જણાવ્યા અનુસાર IT ટીમોએ 20થી વધુ સ્થળોએ દરોડાની કાર્યવાહી હાથ ધરી છે. નોઈડા, ગુરુગ્રામ, ફરીદાબાદ અને અન્ય જગ્યાઓમાં સર્ચ કરવામાં આવી રહ્યું છે. જણાવવામાં આવી રહ્યું છે કે નોઈડાના સેક્ટર 11-12માં આવેલી મેટ્રો હોસ્પિટલ પર આવકવેરાના આ દરોડા પાડવામાં આવ્યા છે. ઇન્કમટેક્સ વિભાગના એક ડઝન અધિકારીઓ હોસ્પિટલમાં હાજર છે અને કાગળોની ચકાસણી કરવામાં આવી રહી છે. નોઈડા પોલીસ પણ સ્થળ પર…

Read More

આમ આદમી પાર્ટીના રાજ્યસભા સાંસદ સંજય સિંહને એક સપ્તાહ માટે સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. તેઓએ મંગળવારે રાજ્યસભામાં પેપર ફેંક્યા હતા. AAP સાંસદ શુક્રવાર સુધી રાજ્યસભાની કાર્યવાહીમાં હાજરી આપી શકશે નહીં. વિપક્ષી સભ્યોના કારણે મંગળવારે રાજ્યસભામાં કામકાજ થઈ શક્યું ન હતું. મોંઘવારી, જીએસટી પર ચર્ચાની માંગને લઈને વિપક્ષના સભ્યો ડેપ્યુટી ચેરમેન હરિવંશની સીટ પાસે આવ્યા હતા અને તેમને પ્લેકાર્ડ બતાવીને જોરથી સૂત્રોચ્ચાર કર્યા હતા. ઉપાધ્યક્ષે વારંવાર સભ્યોને તેમની બેઠક પર જવા વિનંતી કરી પરંતુ તેઓ માન્યા ન હતા. આ વિરોધ કરનારા સભ્યોમાં સંજય સિંહ પણ સામેલ હતા જેમની સામે આજે કાર્યવાહી કરવામાં આવી છે. નાયબ અધ્યક્ષે મંગળવારે ગૃહમાં હંગામો કરવા બદલ…

Read More

યુક્રેન ઉપર રશિયાએ હુમલો કરતા ત્યાં મેડિકલનો અભ્યાસ કરતા વિદ્યાર્થીઓનું ભવિષ્ય દાવ ઉપર લાગી ગયું છે. યુક્રેનમાં યુદ્ધ ફાટી નીકળતા ભારત પરત ફરેલા 20 હજાર મેડિકલ છાત્રોનું ભાવિ જોખમમાં મુકાયું છે. કેન્દ્રીય સ્વાસ્થ્ય રાજ્યમંત્રી ડો. ભારતી પ્રવીણ પવારે ગતરોજ મંગળવારે રાજ્યસભામાં સ્પષ્ટ કર્યુ હતું કે વિદેશમાં અભ્યાસ કરતા છાત્રોનો ‘સ્ક્રીનિંગ ટેસ્ટ વિનિમય -2002 ‘ તેમજ વિદેશી ચિકિત્સા સ્નાતક લાઇસન્સ વિનિમય-2021 ‘ અંતર્ગત સમાવેશ થાય છે. ભારતીય ચિકિત્સા પરિષદ અધિનિયમ- 1956 અને રાષ્ટ્રીય ચિકિત્સા આયોગ અધિનિયમ- 2019 અન્વયે વિદેશમાં અભ્યાસ કરતા કોઇ પણ મેડિકલ છાત્રનો દેશની કોલેજોમાં સમાવેશ કરી શકાયનહીં .તેથી,યુક્રેનથી પરત આવેલા કોઇ પણ ભારતીય છાત્રને દેશની શૈક્ષણિક સંસ્થામાં સમાવવા…

Read More

કોંગ્રેસ અધ્યક્ષ સોનિયા ગાંધી તેમની પુત્રી પ્રિયંકા ગાંધી વાડ્રા સાથે નેશનલ હેરાલ્ડ કેસમાં ત્રીજા દિવસે પૂછપરછ માટે એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ઇડી) ઓફિસ પહોંચ્યા હતા. બીજી તરફ સોનિયા ગાંધીની EDની પૂછપરછના વિરોધમાં કોંગ્રેસના કાર્યકરોએ મુંબઈના બોરીવલી રેલ્વે સ્ટેશન પર ટ્રેન રોકવાનો પ્રયાસ કર્યો હતો જોકે, તેમની અટકાયત કરવામાં આવી છે કોંગ્રેસના કાર્યકરોએ દિલ્હીમાં પણ પાર્ટી હેડક્વાર્ટર ખાતે વિરોધ પ્રદર્શન કર્યું. આ દરમિયાન કોંગ્રેસ નેતા અને રાજસ્થાનના સીએમ અશોક ગેહલોતે કેન્દ્ર સરકાર અને ED પર આકરા પ્રહારો કર્યા હતા. ગેહલોતે કહ્યું કે EDએ દેશમાં આતંક મચાવ્યો છે. કોંગ્રેસ નેતા મલ્લિકાર્જુન ખડગેએ કહ્યું કે ED કોંગ્રેસને બદનામ કરવા અને હેરાન કરવાનો પ્રયાસ કરી રહી…

Read More

વડોદરાની ગોત્રી હોસ્પિટલ જીએમઇઆરએસમાંથી 31 તબીબો-પ્રાધ્યાપકોની સાગમટે બદલીઓ થતા ગોત્રી હોસ્પિટલ અને કોલેજમાં ભારે ચર્ચા જાગી છે. કારણ કે, ગોત્રી હોસ્પિટલમાં સર્જરી કરવી પડે તેવી સ્થિતિમાં દર્દીઓ અટવાય તેવી શકયતા વ્યક્ત થઈ રહી છેે. જ્યારે સર્જરી કરવા માટે નિષ્ણાત એનેસ્થેટિસ્ટની જરૂર પડતી હોય છે તે પૈકીના 2 તબીબોની પણ બદલી કરવામાં આવી છે. ગોધરાની નવી જીઇએમઇઆરએસ હોસ્પિટલ માટે આગામી 2-3 દિવસમાં ઇન્સ્પેકશન થવાનું હોવાથી આ બદલીઓ થઈ હોવાનું સૂત્રો જણાવી રહયા છે. ગોત્રી હોસ્પિટલમાં રોજના લગભગ 3થી 5 મેજર સર્જરીઓ અને 7થી 12 જેટલી માઇનોર સર્જરી થતી હોય છે. હવે જ્યારે સર્જરી વિભાગના એચઓડી સહિતના 2 સહપ્રાધ્યાપક અને 3 મદદનીશ…

Read More