સુપ્રીમ કોર્ટે પીએમએલએ એક્ટમાં ધરપકડ, દરોડા, સમન્સ, નિવેદન સહિત EDને આપવામાં આવેલી તમામ સત્તાઓને યથાવત રાખી છે. કોર્ટે કહ્યું છે કે એન્ફોર્સમેન્ટ કેસ ઇન્ફોર્મેશન રિપોર્ટ (ECIR) ને FIR સાથે જોડી શકાય નહીં. સુપ્રીમ કોર્ટે પ્રિવેન્શન ઓફ મની લોન્ડરિંગ એક્ટ (PMLA) પર મોટો નિર્ણય સંભળાવ્યો છે. ડિરેક્ટોરેટ ઑફ એન્ફોર્સમેન્ટ દ્વારા નોંધાયેલા કેસમાં ફસાયેલા લોકોને આંચકો આપતાં કોર્ટે પીએમએલએ એક્ટની વિવિધ જોગવાઈઓની બંધારણીયતાને પડકારતી અરજીઓ ફગાવી દીધી છે. કોર્ટે કહ્યું છે કે 2018માં કાયદામાં કરાયેલા સુધારા યોગ્ય છે. આ સાથે, સુપ્રીમ કોર્ટે એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED)ની તમામ સત્તાઓને યથાવત રાખી છે. હકીકતમાં, પીએમએલએની કેટલીક જોગવાઈઓની બંધારણીયતાને પડકારતી 100 થી વધુ અરજીઓ સુપ્રીમ કોર્ટમાં…
કવિ: Halima shaikh
આજે બુધવારે મોટી કાર્યવાહી કરતા કેન્દ્રીય તપાસ એજન્સી (CBI)એ લાલુ યાદવના પૂર્વ OSD ભોલા યાદવની ધરપકડ કરી છે. કહેવામાં આવી રહ્યું છે કે આ ધરપકડ રેલ્વે ભરતી કૌભાંડ સાથે જોડાયેલા એક કેસમાં કરવામાં આવી છે. આટલું જ નહીં સીબીઆઈએ બિહારના પટના અને દરભંગામાં પણ ચાર સ્થળોએ દરોડા પાડ્યા છે. ભોલા યાદવ 2004 થી 2009 સુધી લાલુ યાદવના ઓએસડી હતા. તે સમયે લાલુ યાદવ કેન્દ્રીય રેલવે મંત્રી હતા. આ સાથે જ રેલવેમાં ભરતી કૌભાંડ સામે આવ્યું હતું. વાસ્તવમાં આ મામલો ભરતી કૌભાંડ સાથે જોડાયેલો છે. આરોપ છે કે લાલુ યાદવ જ્યારે રેલવે મંત્રી હતા ત્યારે નોકરી અપાવવાના બદલામાં જમીન અને પ્લોટ…
આજે દેશમાં સક્રિય કોરોના કેસની સંખ્યા 1,45,026 નોંધાઈ છે અને દૈનિક ચેપ દર 4.31 ટકા રહ્યો. આજે બુધવારે દેશમાં 18,313 નવા કોરોના સંક્રમિત મળી આવ્યા છે.જે મંગળવાર કરતાં વધુ છે. મંગળવારે, 14,830 નવા કેસ નોંધાયા હતા. દરમિયાન આજે 57 કોરોનાના દર્દીઓના મોત થયા છે. આજે બુધવારે સવારે 8 વાગ્યે કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલય દ્વારા અપડેટ કરવામાં આવેલા ડેટા અનુસાર, 20,742 લોકો કોરોનાથી સ્વસ્થ થયા છે. ગઈકાલ કરતાં આજે વધુ નવા કેસ જોવા મળ્યા હતા, પરંતુ સક્રિય કેસોમાં 2486નો ઘટાડો થયો છે. આજે દેશમાં સક્રિય કોરોના કેસની સંખ્યા 1,45,026 નોંધાઈ છે. તે જ સમયે, દૈનિક ચેપ દર 4.31 ટકા રહ્યો. મંગળવાર કરતાં…
સૌરાષ્ટ્રમાં શ્રાવણની શરૂઆત અગાઉજ જુગારીઓ સક્રિય થઈ ગયા છે અને ઠેરઠેર જુગાર રમવાની શરુઆત થઈ ગઈ છે ત્યારે મોરબી એલસીબી ટીમે મળેલી બાતમીના આધારે ઢુવા ગામે વાડીની ઓરડીમાં જુગાર રમતા 12 જુગારીઓને ઝડપી લઈને 3.17 લાખનો મુદામાલ જપ્ત કર્યો હતો. મોરબી એલસીબીને બાતમી મળી હતી કે જુના ઢુવા ગામે સ્મશાન સામે આવેલી મોરીયું નામની વાડી ખાતે આવેલી ઓરડીમાં જુગાર રમાઈ રહયો છે. આ પ્રકારની બાતમીના આધારે પોલીસે રેડ કરતા જુગાર રમી રહેલા 12 ઈસમો રંગેહાથ ઝડપાઇ ગયા હતા. પોલીસે જુગાર રમતા પકડેલા જુગારીઓ રવિરાજ પ્રતાપ સિંધવ, માધવ ગગજી રાઠોડ, ગીરીશ ઉર્ફે ગૌતમ મેઘરાજ મોહીનાણી, ધીરૂ ભલા રોજાસરા, મેહુલ પ્રતાપ રાઠોડ,…
રાજ્યમાં બોટાદ વિસ્તારમાં સર્જાયેલા લઠ્ઠાકાંડમાં 55 લોકો એ જીવ ગુમાવ્યા બાદ સરકારે રાજયભરમાં ચાલતા દેશી-વિલાયતી દારૂના પીઠા બંધ કરાવવાનો આદેશ આપતા પોલીસ બધા કામ પડતા મૂકીને ગુજરાતમાં ‘દારૂબંધી’ નો કડક અમલ કરાવવા કામે લાગી હતી અને દરેક જિલ્લા અને તાલુકામાં રેડ કરવામાં આવી હતી. આ સામુહિક રેડ અભિયાનમાં મોટા પાયે દેશી દારૂ અને ચપલા વગરે કબ્જે લવાયા હતા. જોકે,આ ધંધામાં મોટાભાગે મહિલાઓ અને ગરીબ લોકો દારૂ ઉતારી પોટલી બનાવી વેચી પેટિયું રળતા હોવાની વાત સામે આવી છે જ્યારે કેટલાક ઈંગ્લીશ દારૂ દમણ,રાજસ્થાન તરફથી લાવી વધુ કિંમતે બેવડાઓને વેંચતા હોવાનું સામે આવી રહ્યુ છે. ગુજરાતમાં દારૂનો મોટો કારોબાર છે અને તેમાં…
વલસાડમાં ભારે વરસાદના માહોલ વચ્ચે જૂલાઇ મહિનામાં કોરોનાના સતત કેસો નોંધાઈ રહયા છે અને કોરોનાના નવા 13 દર્દીઓ નોંધાયા છે. દરમિયાન આરોગ્ય વિભાગના ચોપડે લેપ્ટોસ્પાઇરોસિસનો પ્રથમ કેસ નોંધતાતંત્રમાં ચિંતા પ્રસરી છે. બુધવારે વલસાડ તાલુકાની એક મહિલાનો લેપ્ટોસ્પાઇરોસિસ પ્રથમ કેસ નોંધાયો હોવાનું સૂત્રોએ જણાવ્યુ હતુ. લેપ્ટોસ્પાઇરોસિસ રોગે વલસાડમાં દેખા દેતા તંત્રમાં દોડધામ મચી છે. વિગતો મુજબ સેગવાની મહિલાને તાવના લક્ષ્ણો દેખાતા તેઓને સેગવા સ્થિત પ્રાથમિક આરોગ્ય કેન્દ્રમાં લઈ જવાતા હતી,ત્યાં કરાયેલા ટેસ્ટમાં લેપ્ટોસ્પાઇરોસિસના લક્ષણો જણાયા હતા અને લેપ્ટો.પોઝિટિવ રિપોર્ટ આવ્યો હતો જેઓને તાત્કાલિક વલસાડની સિવિલ હોસ્પિટલમાં સારવાર માટે ખસેડાયા હતા.
બોટાદ અને અમદાવાદ જિલ્લામાં સર્જાયેલા લઠ્ઠાકાંડમાં 55 લોકોના મોત થઈ ગયા છે અને 150 લોકો સારવાર હેઠળ છે ત્યારે હવે આ માટે જવાબદાર કોણ તે સવાલ ઊભો થયો છે. સરકાર,પોલીસ ખાતું અને કેમિકલ કંપનીએ આ માટે તેઓ જવાબદાર ન હોવાનું કહી હાથ અધ્ધર કરી લીધા છે, લઠ્ઠાકાંડ માટે ઝેરી દેશી દારૂ નહીં પણ ઝેરી કેમિકલનો દુરુપયોગ જવાબદાર હોવાનું સરકારે જણાવ્યું છે. રાજ્યના પોલીસ વડા આશિષ ભાટીયાએતો પોલીસની કામગીરીને બિરદાવી હતી અને કહ્યું હતું કે રોજીદ ગામ અને આસપાસના વિસ્તારોમાં પોલીસે કડક કાર્યવાહી કરીને દારૂના તમામ અડ્ડા બંધ કરાવી દીધા હતા જેના કારણે દારૂના બંધાણીઓ કેમિકલ પીવા તરફ વળ્યા હતા. જેનાથી…
રાજ્યમાં લઠ્ઠાકાંડ સર્જાતા સરકારે દારૂના અડ્ડા બંધ કરાવવા આદેશ આપતા રાજ્યભરમાં રેડ કરવામાં આવી હતી જેમાં વલસાડમાં તો ખુદ પોલીસકર્મીઓ હાજર હોય તેવી દારૂની મહેફિલ ઝડપાઇ હતી. વલસાડમાં પારનેરા નજીક આવેલા અતુલ ખાતેના એક બંગલામાં બર્થડે પાર્ટીના નામે ચાલતી દારૂની મહેફિલ ઉપર રેડ કરી હતી જેમાં નાનાપોંઢાના પીએસઆઈ અને ત્રણ કોન્સ્ટેબલ સહિત 19 લોકો આ પાર્ટી માંથી ઝડપાયા છે. વલસાડ એસપી રાજદીપ સિંહ ઝાલાએ પોતેજ આ રેડ કરતા ભારે નાસભાગ મચી ગઈ હતી. જ્યારે શહેર માં ચાલતા અન્ય નાનામોટા દારૂના અડ્ડાઓ ઉપર પોલીસે રેડ કરી હતી. સીટી પોલીસ સહિત તાલુકાની પોલીસે દેશી દારૂના અડ્ડા ઉપર રેડ કરી હતી. વલસાડ સીટી…
રાજ્યમાં ભારે ચકચાર જગાવનાર બોટાદ જિલ્લાના બરવાળાના રોજિદ ગામે ઝેરી દારૂ પીવાથી 29 લોકોનાં મોત થયા બાદ હવે નવા ખુલાસા થઈ રહયા છે. લઠ્ઠાકાંડ પ્રકરણમાં જયેશ નામના મુખ્ય આરોપીની પીપળજથી ધરપકડ કરી લેવામાં આવી છે,આરોપીએ 600 લીટર કેમિકલ પૂરું પાડ્યું હતું સાથેજ AMOS કેમિકલ કંપનીમાંથી મેથિનોલ લવાયુ હોવાનો પણ ખુલાસો થયો છે અને ATS,ક્રાઈમ બ્રાંચની ટીમ કંપની સુધી પહોંચી ચુકી છે. લઠ્ઠાકાંડ મામલે નવો ઘટસ્ફોટ થયો છે. મૃતકોના પોસ્ટમોર્ટમ રિપોર્ટમાં પ્રાથમિક દ્રષ્ટિએ મિથાઈલ આલ્કોહોલ હોવાનું સામે આવ્યું છે મુખ્ય આરોપી જયેશની પૂછપરછમાં ખુલાસો થયો છે કે, આરોપી જયેશે 40 હજારમાં કેમિકલ વેચ્યું હતું. તમામે કેમિકલ અને પાણીનું મિશ્રણ પીધું હતું.…
ગુજરાતમાં ભાજપના નેતાઓ પોલીસ અને બુટલેગર ના મેણાપીપણામાં દારૂનો ધંધો વકર્યો હોવાનો ખૂલ્લો આક્ષેપ MLA જિજ્ઞેશ મેવાણીએ પત્રકારોના કેમેરા સામે કરતા ભારે સનસનાટી મચી ગઇ છે. બોટાદ જિલ્લાના બરવાળાના રોજિદ ગામે ઝેરી દારૂ પીવાથી 29 લોકોનાં મોત થયા છે. 30 વધારે વ્યક્તિને હોસ્પિટલમાં દાખલ કરાયા છે આખા રાજ્યમાં ભારે હાહાકાર મચ્યો છે ત્યારે ગામમાં અસરગ્રસ્ત પરિવારોની મુલાકાતે પહોંચેલા MLA જિજ્ઞેશ મેવાણીએ કમલમમાં બેઠેલા ભાજપના નેતાઓ સુધી દારૂના હપ્તા જતા હોવાનો સનખેજ આક્ષેપ કરતા ભારે હોબાળો મચી ગયો છે આ નિવેદન તેઓએ મીડિયા સામે ઓન કેમેરા આપ્યું હતું. મેવાણી એ અક્ષેપો કર્યા કે ગુજરાતમાં ભાજપના નેતાઓ પોલીસ અને બુટલેગર ના મેણાપીપણામાં…