બોટાદના રોજિદ ગામે સર્જાયેલા લઠ્ઠાકાંડ બાદ સરકાર ચોંકી ઉઠી છે આ લઠ્ઠાકાંડમાં મૃતકોના પોસ્ટમોર્ટમ રિપોર્ટમાં મિથાઈલ આલ્કોહોલના ઉપયોગની વાત સામે આવતા તંત્ર ચોંકી ઉઠ્યું છે. ગુજરાતમાં દારૂબંધી હોવાછતાં આટલા મોટાપાયે દારૂનું વેચાણની વાતે વિપક્ષ દ્વારા હંગામો મચતા દેશભરમાં ભાજપની ભારે ફજેતી થતા આખરે આજે ગૃહ રાજ્ય મંત્રી હર્ષ સંઘવી સાથે ગૃહ વિભાગના ઉચ્ચ અધિકારીઓની યોજાયેલી બેઠકમાં ડીજીપી આશિષ ભાટિયા, એડીજીપી નરસિમ્હા કોમર, નીરજા ગોટરૂ હાજર રહ્યાં હતા અને ચર્ચા કરવામાં આવી હતી સીએમ ભૂપેન્દ્ર પટેલે આ ઘટનામાં સઘન તપાસના આદેશ આપ્યા છે અને લેવાયેલા એક્શનમાં બરવાળાના ASI આસમીબાનુની હેડક્વાર્ટર ખાતે બદલી કરવામાં આવી એટીએસ દ્વારા કેમિકલ સપ્લાયથી માંડી લઠ્ઠો બનાવવા…
કવિ: Halima shaikh
કોંગ્રેસ અધ્યક્ષ સોનિયા ગાંધી કથિત મની લોન્ડરિંગ મામલે આજે ફરી એકવાર ED ઓફિસ પહોંચ્યા છે. સોનિયાજીની સાથે પુત્ર રાહુલ ગાંધી અને પુત્રી પ્રિયંકા પણ છે. કોંગ્રેસના પ્રદર્શનને ધ્યાનમાં રાખીને રાજઘાટની આસપાસ કલમ 144 લાગુ કરવામાં આવી છે. સોનિયા ગાંધીની EDની પૂછપરછનો વિરોધ ચાલુ રહ્યો હતો અને રાહુલ ગાંધી સહિત કોંગ્રેસના સાંસદોએ સંસદ સંકુલમાં ગાંધી પ્રતિમાથી વિજય ચોક તરફ કૂચ કરી હતી. કોંગ્રેસે આરોપ લગાવ્યો કે કાર્યકર્તાઓને પાર્ટી ઓફિસમાં જતા રોકવામાં આવી રહ્યા છે. અમારી પાર્ટી આજે પણ સંસદમાં પોતાનો અવાજ ઉઠાવશે.
જિંદગીભર જો મફતમાં સેન્ડવીચ ખાવી હોયતો મશહુર ફૂડ ચેન સબવેએ તેના ગ્રાહકો માટે એક અનોખી ઓફર મૂકી છે. સબવે ફૂડના ચાહકો માટે બેસ્ટ મફત અને તે પણ જીવનભર સેન્ડવીચ ખાવા કંપનીએ જે શરત રાખી છે તે શરત નાનકડી છે પણ આકરી છે. અમેરિકન ફાસ્ટફૂડની મફતમાં સેન્ડવીચ ખાવાની તક ત્યારે જ મળશે જયારે કંપનીએ રાખેલી એક કાયમી શરતને પુરી કરશે. આ માટે ગ્રાહકે સબવે સીરીઝનું 12*12 ઇંચનું ટેટૂ બનાવડાવું પડશે. જે બાદ જ આ ઓફરનો લાભ મળશે. અમેરિકાની લાસ વેગાસમાં સવારે 11થી 5 વાગ્યા સુધી આ ટેટૂ કરાવી શકો છો. ન્યુયોર્ક પોસ્ટના એક રિપોર્ટ અનુસાર, ગ્રાહક ઈચ્છે તે અંગ પર ટેટૂ…
રાજ્યમાં દારૂબંધી માત્ર કાગળ ઉપર છે ત્યારે હવે લઠ્ઠાકાંડ સર્જાતા સરકાર ભેરવાઇ પડી છે હાલ છેલ્લા અહેવાલો મુજબ મૃત્યુઆંક 27 પર પહોંચી ગયો છે. ત્યારે સીએમ કે ગૃહમંત્રીનું ભલે ટ્વિટ ન થયું હોય પણ રાજ્યમાં યોગાનુયોગ હાજર અરવિંદ કેજરીવાલે મૃતકો ના પરિવાર પ્રત્યે સંવેદના વ્યક્ત કરી દીધી છે. દિલ્હીના મુખ્યપ્રધાન અરવિંદ કેજરીવાલ જ્યારે ગુજરાત પ્રવાસે છે ત્યારે અરવિંદ કેજરીવાલે લઠ્ઠાકાંડના મૃતકોના પરિવારજનો માટે સંવેદના વ્યક્ત કરી છે. તેઓ અસરગ્રસ્તોની મુલાકાત લઇ શકે છે. કેજરીવાલે લઠ્ઠાકાંડને લઇને ટ્વીટ કર્યુ છે. તેમણે લખ્યુ છે કે, ખૂબ જ દુઃખની વાત છે કે ગુજરાતમાં નકલી દારૂના કારણે લોકોના મોત થયા છે. હું તમામ મૃતકોને…
બોટાદ જિલ્લાના બરવાળાના રોજિદ ગામે સર્જાયેલા લઠ્ઠાકાંડમાં 27 લોકોએ જીવ ગુમાવ્યા છે. 30 વધારે વ્યક્તિને હોસ્પિટલમાં દાખલ છે. જેમા અમુકની હાલત ગંભીર હોવાનું જાણવા મળ્યું છે. ગુજરાતને સ્તબ્ધ કરનાર આ ઘટનાના મીડિયામાં મોટા મથાળે હેડલાઈન અને ન્યૂઝ ચેનલોમાં સતત કવરેજ અને સોશ્યલ મીડિયામાં સતત થઈ રહેલા કવરેજ છતાં રાજ્યના મુખ્યમંત્રી કે ગૃહમંત્રીનું ટ્વિટર ઉપર મૃતકો માટે સંવેદના કે દુઃખ અંગે કોઈ ટ્વીટ નહિ થતા અનેક સવાલો ઉભા થયા છે, બાકી અન્ય ઘટનાઓમાં તરતજ ટ્વિટ થઈ જાય પણ અહીં આ મોટી ઘટનામાં તેઓનું સૂચક મૌન ઘણું બધું કહી જાય છે. ગુજરાતમાં દારૂબંધીની પોલ ખુલ્લી પડી છે,આટલા મોટા પ્રમાણમાં કેમિકલ નો વપરાશ…
રાજ્યમાં ફરી એકવાર લઠ્ઠાકાંડ સર્જાયો છે,દારૂબંધી નું પાલન કરવામાં નિષ્ફળ સરકાર હવે પોલીસને અડ્ડા બંધ કરાવવા સૂચના આપી છે. અત્રે નોંધનીય છે કે સત્યડે દ્વારા અમદાવાદ સહિત લીમડી,ગોઝારીયા,મહેમદાવાદ, ડભોઇના નારીયા ગામ વગરે વિસ્તારમાં ધમધમતા દેશી દારૂના અડ્ડાઓ અંગે લાઈવ કર્યું હતું અને સરકાર તેમજ પોલીસનું ધ્યાન દોર્યું હતુ બુટલેગરના ધંધા ઉપર રેડ કરી જીવ સટોસટની બાજી ખેલી સત્ય ઉજાગર કર્યું હતું આ દરમિયાન સત્યડે ના જાંબાઝ પત્રકારો ઉપર હુમલાના બનાવો પણ બન્યા હતા તેમછતાં સત્યડે એ પોતાની જવાબદાર મીડિયા તરીકેની ફરજ અદા કરી આવા લઠ્ઠાકાંડ સર્જતાં ધંધા બંધ કરવા સતત કવરેજ કરતા ન્યૂઝ આપ્યા હતા પરંતુ થોડા દિવસ બધું બંધ…
આજે કોંગ્રેસ અધ્યક્ષ સોનિયા ગાંધીની EDના અધિકારીઓ બીજા રાઉન્ડમાં પુછતાછ કરનાર હોય દિલ્હીમાં સુરક્ષા વ્યવસ્થા મજબૂત કરવામાં આવી છે. કોંગ્રેસ અધ્યક્ષ સોનિયા ગાંધી કથિત મની લોન્ડરિંગ કેસમાં આજે બીજા રાઉન્ડની પૂછપરછ માટે ફરી એકવાર એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED) સમક્ષ હાજર થશે. અધિકારીઓએ જણાવ્યું હતું કે સોનિયા ગાંધી આજે બપોર પછી ઇડી સમક્ષ પોતાનું નિવેદન નોંધવા હાજર થાય તેવી શક્યતા છે. કોંગ્રેસના પ્રદર્શનને ધ્યાનમાં રાખીને રાજઘાટની આસપાસ કલમ 144 લાગુ કરવામાં આવી છે. નેશનલ હેરાલ્ડ કેસમાં કોંગ્રેસના સોનિયા ગાંધી આજે ED સમક્ષ હાજર થનાર હોય સુરક્ષાને ધ્યાનમાં રાખીને સોનિયા ગાંધીના નિવાસસ્થાન 10 જનપથની બહાર ભારે પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે.
દમણના સોમનાથ સ્થિત સેલો કંપનીમાં સિક્યુરિટી ગાર્ડને 2 માસથી પગાર ન મળતા કંપનીના ગેટ પાસે આવીને સિક્યુરિટી ગાર્ડની કેબિનમાં સેલો કંપનીના સિક્યુરિટી સુપરવાઇઝરને ગાર્ડે ગોળી મારી દેતા ભારે ચકચાર મચી ગઇ છે. આ ઘટનાના CCTV ફૂટેજ સામે આવ્યા હતા,દમણ પોલીસને ઘટનાની જાણ થતાં હુમલાખોર ઇસમને ઝડપી પાડવામાં આવ્યો હતો.. દમણના સોમનાથ વિસ્તારમાં આવેલી સેલો હાઉસ હોલ્ડ એપ્લાઇન્સ કંપનીના સિક્યુરિટી ગાર્ડને 2 મહિનાના બાકી પગાર ન મળતા તેણે સેલો કંપનીના સિક્યુરિટી સુપરવાઈઝર તરીકે ફરજ બજાવતા અતુલકુમાર ગુપ્તા પાસે બાકી પગાર માંગતા તેઓએ ગાર્ડને કાલે આવી વાત કરવા જણાવતા દારૂના નશામાં હોય ઘરે જતા રહેવા માટે સૂચના આપતા ગુસ્સે ભરાયેલા ઇસમે અમિત…
ભાજપ નેતા CR પાટીલના પુત્ર જીજ્ઞેશ પાટીલ હવે રાજકીય કારકિર્દીની શરૂઆત કરી રહયા છે અને પોલિટિકલ લાઈનમાં કારકિર્દી બનાવવા સક્રિય થયા છે. ગુજરાત ભાજપ પ્રદેશ અધ્યક્ષ સીઆર પાટીલના પુત્ર જીગ્નેશ પાટીલ પણ હવે પિતાના પગલે પગલે રાજકારણમાં પ્રવેશ કરવાની શરૂઆત કરી છે. રાજકારણમાં સીઆર પાટીલ સફળ રણનીતિકાર સાબિત થયા છે અને પોલિટિકલ ફિલ્ડમાં નામ બનાવ્યું છે ત્યારે આ ફિલ્ડમાં તેઓના પુત્ર પણ હવે રાજકારણના પાઠ શીખશે. સુરતની વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીની સેનેટ ચૂંટણી આગામી દિવસોમાં યોજાઈ રહી છે,આ સેનેટની ચૂંટણીમાં સી.આર.પાટીલના પુત્ર જીગ્નેશ પાટીલ ડોનર સીટ ઉપરથી ABVPના ઉમેદવાર બન્યા છે. 14 ઓગસ્ટના રોજ સુરતની વીર નર્મદ યુનિવર્સિટીની સેનેટ…
રાજ્યમાં દારૂબંધી માત્ર કાગળ ઉપર છે અને ગામડાઓમાં અને શહેરની ગલીખુચીમાં જોઈએ તેટલો દેશી,વિલાયતી દારૂ મળે છે બોટાદના લઠ્ઠાકાંડ બાદ હવે ફરી સરકાર જાગી છે અને થોડા દિવસ બધું બંધ કરાવવા જાણે કાર્યવાહી શરૂ થઈ છે, આ લઠ્ઠાકાંડ પહેલો નથી અગાઉ 7 વર્ષ પહેલા પણ પલસાણા તાલુકાના વરેલી ગામે આવાજ એક લઠ્ઠાકાંડની ગોઝારી ઘટમાં બની હતી જેમાં ઝેરી દેશી દારૂ પીવાના કારણે 21 થી વધુના મૃત્યુ થયા હતા આ ઘટનાના દહેશતના પહલે લોકોએ આ ગામ પણ છોડી દીધું હતુ અને ભારે હોબાળો થયો હતો. જેતે સમયે આ લઠ્ઠાકાંડના પડઘા છેક દિલ્લી સુધી પડ્યા હતા. સમગ્ર રાજ્યમાં હાહાકાર મચી જવા પામ્યો…